ચાલ વરસાદની મોસમ છે (હરીન્દ્ર દવે)


 

ચાલ, વરસાદની મોસમ છે,  વરસતાં જઈએ,

ઝાંઝવા હો  કે હો  દરિયાવ, તરસતાં જઈએ.

મોતના  દેશથી  કહે  છે  કે  બધાં  ભડકે છે,

કૈં  નથી  કામ,  છતાં ચાલ, અમસ્તાં જઈએ!

આપણે ક્યાં છે  મમત  એક જગાએ  રહીએ,

માર્ગ માગે છે  ઘણાં,  ચાલને, ખસતાં જઈએ.

સાવ  નિર્જન છે  આ વેરાન,  બીજું શું કરીએ,

બાંધીએ  એક નગર,  ને જરા  વસતાં જઈએ.

તાલ  દેનારને  પળ  એક  મૂંઝવવાની   મઝા,

રાગ  છેડ્યો છે રુદનનો,  છતાં હસતાં જઈએ.

1 thought on “ચાલ વરસાદની મોસમ છે (હરીન્દ્ર દવે)

  1. કવિતાઓની મૌલિકતામાં હરિન્દ્રભાઈનું સ્થાન ખૂબ આગળ પડતું છે.આ કવિનો સંબંધ પરંપરા સાથે છે અને છતાયે એ પરંપરાગત નથી ,એનો સંબંધ સાચી આધુનિકતા સાથે છે આ કવિતા મનના એકાંતમાં ગુંજવાની છે ગણગણવાની છે .આ લેખકની કવિતાનું વિશ્વ પ્રેમ અને મૃત્યુના વિષયથી ગંઠાયેલું છે .કવિ પ્રણયને જીવનનું ઐશ્વર્ય માને છે આ સર્જકના સ્થાયીભાવ –વિષય તરીકે મૃત્યુ સ્થપાયી ગયું છે ચાલ ,વરસાદની મોસમ છે તેમના જ અવાજમાં સાંભળવાની મઝા તો કાંઇ ઓર!
    સાવ નિર્જન છે આ વેરાન, બીજું શું કરીએ,
    બાંધીએ એક નગર, ને જરા વસતાં જઇએ.ખૂબ સુંદર
    વરસાદની મૌસમ છે એટલે કવિને આશા છે કે નગર વેરાન નહીં જ રહે

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s