જીવનના ૭૬ મા વરસે હું કાયમી વસવાટ માટે અમેરિકા આવ્યો. છેલ્લા આઠ વરસમાં મને અમેરિકામાં ઘણાં બધા નવા મિત્રો મળ્યા. મોટા ભાગના મિત્રો ૭૦+ છે, અને ઘણાં મિત્રો ૮૦+ છે. અહીં એક વાત મારા ધ્યાનમાં આવી. અહીંની ઇનસ્યુરન્સ કંપનીઓ અને અહીંના દાકતરો તમને સહેલાઈથી મરવા નહીં દે. તમને જીવતા રાખવા માટે એ સતત કાર્યશીલ રહેશે, કારણ કે આમ કરવું એમન હીતમાં છે. એમની એ રોજી–રોટી છે. વૃધ્ધ લોકો પાસેથી એમને જેટલું કમાવાનું મળે છે એટલું તંદુરસ્ત યુવાનો પાસેથી મળતું નથી.
અહીંની ઈનસ્યુરન્સ કંપનીઓ તમારી તંદુરસ્તી ઉપર નજર રાખે છે. તમે સમયસર દાકતર પાસે ગયા કે નહીં? તમે ફાર્મસીમાંથી દવા લઈ આવ્યા કે નહીં? તમે ફ્લુશોટ લીધો કે નહીં? વગેરે બાબતમાં તમને ઈ–મેઈલ, પત્ર કે ટેલિફોન દ્વારા ટોકતા હોય છે. એ તમને બહુ માંદા નહીં અને બહુ સાજા નહીં રાખવામાં પોતાનું હીત સમજે છે.
અમેરિકામાં લેખક બનવાની શરૂઆત લોકો વૃધ્ધાવસ્થા અંગે લેખ લખવાથી કરે છે. અહીં આવ્યા પછી, મેં બ્લોગ્સમાં અને વોટસએપમાં આવા અનેક લેખ વાંચ્યા છે. મોટા ભાગની સલાહ એક જ સરખી હોય છે. પરિસ્થિતિનો સ્વીકાર કરો, સંજોગોને વશ થાવ, ઘરની અંદર ચૂપ થઈ જાવ, જે બોલવું હોય તે બહાર બોલો.
આ સલાહ વગર પણ અહીં સીનીયરોના વર્તનમાં એક સરખો ફેરફાર જોવા મળે છે. જેમને કોમપ્યુટર વાપરતાં આવડે છે, એ વધારે નશીબદાર છે. થોડા સમયમાં જ તેઓ અનેક ઈ–મેઈલ મિત્રો બનાવી લે છે. સેલ ફોન હોય તો મિત્રોને કામ વગર પણ ફોન કરતા રહે છે. કોઈપણ મફત કાર્યક્રમ હોય, અને આવવા જવાની સગવડ હોય તો ત્યાં પહોંચી જાય છે, અને આમ ઘરની અંદરની એકલતાને બહાર જઈ દૂર કરે છે.
ખોરાકનો પ્રશ્ન સૌથી મોટો છે. એમની ત્રીજી પેઢીની ઈચ્છાને માન આપી, ઘરમાં પીઝા, પાસ્તા, એન્ચીલાડા, કેસેડિયા, મેક્ષીકન ભેલ, બરીટો, ચેલુપા વગેરેનું ચલણ વધી ગયું હોય છે. એક તો આ બધા ડેન્ચર ફ્રેન્ડલી નથી. સ્વાદ પણ અલગ હોય છે. કમને ખાવું પડે છે, પણ આમાંથી દયાળુ ઈશ્વરે સારો રસ્તો કાઢ્યો છે. અહીંના મંદિરોમાં અને ગુરૂદ્વારામાં બારે માસ, મફતમાં સાત્વિક અને સ્વાદિષ્ટ ખોરાક મળે છે. દાળ–ભાત, રોટલી–શાક, ફરસાણ, મિષ્ટાન, ખીચડી–કઢી, બધું જ આપણને ભાવે એવું અને જોઈએ એટલું મળે છે. વૃધ્ધોની સંખ્યા ગણવી હોય તો આવા મંદિરોમાં સહેલાઈથી ગણી શકાય છે. કુટુંબના અન્ય સભ્યો જ્યારે સબવેમાં ફૂટલોંગ સેંડવીચ ખાતા હોટ, ચીપોટલેમાં બરીટો કે ટબ આરોગતા હોય ત્યારે વૃધ્ધો ભગવાનના દર્શન કરી મંદિરોમાં મફત મળતું ભોજન આરોગતા હોય છે.
આયુષ્ય વધ્યું છે, પણ તંદુરસ્તી નથી વધી. મોટા ભાગના ૬૦+ ને અનેક દવાઓ રોજે રોજ લેવી પડે છે. જાત જાતના દાક્તરોની મુલાકાતો લેવી પડે છે. લેબોરેટરીમાં લોહી–પેશાબ આપવાના ધક્કા ચાલુ હોય છે.
સૌથી વધારે તકલીફ ત્યારે થાય છે કે, ત્યારે એ છી છી કરતા અને તમે ધોવડાવતા, એ જ જ્યારે મોટા થઈને તમને અગવડ ભરેલા સવાલો કરે, અને તમે લાચાર થઈ એના જવાબ આપવા બાધ્ય થઈ જાવ છો, ત્યારે લાગે કે ધરતી ઉપરના તમારા સારા દિવસો પુરા થઈ ગયા છે.
વૃધ્ધાવસ્થામા ખોરાક, સ્વાસ્થ્ય અંગેની સગવડ અંગે અમેરિકામા મોટી ઉમ્મરે સ્થાયી થયેલના અનુભવોનુ સ રસ વર્ણન.
આમા વૃધ્ધોએ પણ આધુનિક સગવડો અંગે ટેવાવવું જરુરી છે.અહીં ખોરાક અંગે પોતે નક્કી કરવાનું છે…નિયમસર સ્વાસ્થ્યપદ ખોરાક લેવો કે પ્રીઝરવેટીવ વાળા ભારે ખોરાક અને વ્યસનોમા શારીરિક અને માનસિક માંદગી વહોરી લેવી.માંદગી અંગે પણ પોતે અભ્યાસ કરવો જોઈએ નહીં તો અહીં કેન્સર ,હ્રુદયરોગ પછી મૅડીકલ મીસ્ટેકથી મોત થાય છે! ડૉકટરો બીતા બીતા પ્રેકટીસ કરતા હોવાથી સામાન્ય વાતમા પણ તજજ્ઞ ની સલ હ લે ! કેમીકલ દવાઓના પ્રીસ્ક્રીપશન પછી નોન આલ્કોહોલીક લીવર ફેલ્યોરનું પ્રમાણ વધી ગયું.
‘જ્યારે મોટા થઈને તમને અગવડ ભરેલા સવાલો કરે, અને તમે લાચાર થઈ એના જવાબ આપવા બાધ્ય થઈ જાવ છો, ત્યારે લાગે કે ધરતી ઉપરના તમારા સારા દિવસો પુરા થઈ ગયા છે.’અંગે પણ વૃધ્ધજનો એ ઘણી વાતો અંગે ટેવાવવું પડે…હવે છી છી અંગે નવી શોધ પ્રમાણે શીટ ટાંસપ્લાંટા થાય છે તો તમે પુનું પણ દાન કરી શકો !
છેલ્લે દર્દ સહન ન થાય અને આનંદથી દેહત્યાગ કરવો હોય તો હોજપીસ સેવાઓ પણ મળી રહે !
duniya ma sau thi vathare navi dava ni shodh (medical reserach) mate usa sauthi vadhare paisa khrche che. duniya mathi paisadar loko treatment karava usa ave che. hve america ma 20million apx. loko vegan vege. thaya che. fortune magazine anusar lekh. hato. gita ma lakhyu che 5 indrio uper kabu rakh ta sikho. svadendriya thime thime.ttevai chayshe.
very true picture of senior citizen in USA- here also seniors are found and counted in public park and ass you said free places- seminar or other religious functions.
‘નાણે નાથાલાલ’ કહેવત આ ઈનસ્યોરન્સ કંપનીઓને લાગું પડે? લ્યો, તમે તો સરસ વિષય લઈને આવ્યા!
LikeLike

LikeLiked by 1 person
duniya ma sau thi vathare navi dava ni shodh (medical reserach) mate usa sauthi vadhare paisa khrche che. duniya mathi paisadar loko treatment karava usa ave che. hve america ma 20million apx. loko vegan vege. thaya che. fortune magazine anusar lekh. hato. gita ma lakhyu che 5 indrio uper kabu rakh ta sikho. svadendriya thime thime.ttevai chayshe.
LikeLike
Insurance company અને Medical company ની સાઠગાંઠ આશીર્વાદ કે શ્રાપ ?
LikeLike
Pleasure to read and lot to adopt.
LikeLike
very true picture of senior citizen in USA- here also seniors are found and counted in public park and ass you said free places- seminar or other religious functions.
LikeLike