રણને પાણીની ઝંખના -૨ (પૂર્વી મોદી મલકાણ)


એક એક્સ્ટ્રા પેમેન્ટ.

જ્યાં ઘર હોય ત્યાં મહેમાનોની અવરજવર હંમેશા રહે છે અને જે ઘરમાં અતિથીઑ આવતાં હોય તે ઘરને તો આપણે ત્યાં હંમેશા દેવસ્થાન તરીકે મહત્વ આપવામાં આવ્યું છે. તેમાયે મહેમાનોની વચ્ચે જ્યારે માતા-પિતાનું આગમન થાય ત્યારે તો સાક્ષાત દેવ પધાર્યા હોય તેવી લાગણી આપણે ત્યાં અનુભવાય છે આ લાગણીનાં વાતાવરણમાં ઘેર આવેલા માતપિતાને માટે એક્સ્ટ્રા પેમેન્ટ ભરવું પડે તેવું ક્યાંય સાંભળ્યું છે? ..

યુ.એસનું અમારું એ પ્રથમ ઘર, પ્રથમ વર્ષ અને એ દરમ્યાન થયેલો આ અમારો પ્રથમ સારો અનુભવ અને કટુ અનુભવ હતો. પરંતુ અનુભવ એ અનુભવ જ હોય છે સારો હોય કે ખરાબ હોય પરંતુ અનુભવો એ જીવનની એ વિશાળ બુક્સમાં એક ચેપટર બનીને સમાઈ જાય છે. આવાં જ એક અનુભવમાં અમુક સુંદર યાદો અને ગિફ્ટ પણ હતી જે અમને મિ એન્ડ મિસીસ ઝફરનનાં ઘરમાંથી મળી હતી, અને તે હતાં મારા બે બાળકો. મારા બંને બાળકો મિસીસ ઝફરનનાં ઘરમાં બોર્ન થયાં હતાં. જ્યારે મારા બંને બાળકોનો જન્મ થયો તે દરમ્યાન વખતે મારા મમ્મી અને બાબા પૂનાથી બોસ્ટન આવ્યાં હતાં. ડિસે 93 માં મિસીસ ઝફરનનાં ઘરે મને મારા પુત્ર રૂપી ભેંટ મળી અને 95 માં મારી વહાલી દીકરીને વખતે તેઓ પાછા મને સપોર્ટ કરવા માટે આવ્યાં. આમ બંને વાર જ્યારે તેઓ બોસ્ટન આવ્યાં ત્યારે અમારી ખુશીમાં ખુશ થનાર મિસીસ ઝફરન પણ હતાં. જે વ્યક્તિ મારી ખુશીમાં ખુશ થઈ શકે તે વ્યક્તિ માત્ર એક ધર્મને માટે બદલાય જાય તે વાત માનવી મારે માટે અશક્ય હતી પરંતુ સચ્ચાઈ એજ હતી કે બહાઈ ધર્મ અંગીકાર ન કરવા માટે મિ અને મિસીસ ઝફરનની નારાજગી રૂપે અમારે એ ઘર છોડવું પડ્યું હતું.

મિ અને મિસીસ ઝફરનની નારાજગીની પ્રથમ ચેતવણી અમને રેન્ટ વધારા રૂપે મળી જેનો અમે સહર્ષ સ્વીકાર કર્યો અને એ ઘરમાં રહેવાનુ ચાલું જ રાખ્યું આ દરમ્યાન તેમનાં તરફથી અમને બહાઈ ધર્મ સ્વીકારી લેવા માટે કહેણ આવતું રહ્યું. પરંતુ આ પ્રસંગ બાદ તેમની ધર્મ મિટિંગમાં જવાનું બંધ કરી નાખ્યું વળી હવે મારી પાસે બહાનું પણ તૈયાર જ હતું કે મારા બંને બાળકો નાના છે સાથે આઈ અને બાબા છે તેથી હવે ધર્મ મીટિંગમાં જોઇન્ટ થઈ શકાય તેમ નથી. મારી વાત સાંભળીને હવે તેઓ મારા મમ્મી અને બાબા પાસે આવીને તેમનાં ધર્મની વાતો કરતાં અને કહેતા કે આપ લોકો પણ ધર્મની મિટિંગમાં જોઇન્ટ થાવ અને પૂરવીને પણ કહો કે એ આવે જો ધર્મની મિટિંગમાં નહીં આવે તો હૃદય કેવી ક્લીન થશે? પરંતુ મારે માટે હૃદયને ક્લીન કરવા માટે ધર્મમિટિંગમાં જવું જરૂરી ન હોઈ હું એમની વાતને અવગણતી હતી. ક્યારેક મિસીસ ઝફરનનાં આગ્રહને વશ થઈ આઈ પણ મને સમજાવતાં અને કહેતા કે બેટા ફક્ત મિટિંગમાં જવામાં શું છે? તું તારે જા બાળકોને હું સાચવી લઇશ. પરંતુ હું હવે એ મિટિંગ એટેન્ડ કરવા તૈયાર ન હતી જે ધર્મ બીજા ધર્મને બદલવા માટે લોકોનાં વિચારોને બદલે છે તેવો ધર્મ મને ક્યારેય સમજવો ન હતો તેથી ફરી એ મિટિંગો મે શરૂ ન કરી. તદ્પરાંત મને લાગતું હતું કે હું એ મિટિંગમાં નહીં જાઉં તો જે વાતો શરૂ થઈ છે તેનો અંત આવી જશે. પરંતુ મારું એ વિચારવું જ કદાચ મારી ભૂલ હતી અને કદાચ હું સાચી પણ હતી. મિ અને મિસીસ ઝફરનની પોતાના ધર્મનો ફેલાવો કરવાની અભિલાષા પર અમે પાણી ફેરવી દીધેલું હોઈ તેમની અમારે માટેની ઘણી અપેક્ષાઓ તૂટી પડી હતી જેને કારણે અમારી વચ્ચેનો મિત્રતાનો સંબંધ પણ તૂટી ગયો હતો અને અનેક પ્રોબ્લેમનો ઉદ્ભવ અમારી વચ્ચે થઈ રહ્યો હતો જેની અમે નોંધ લીધી. આ પ્રોબ્લેમો વધતાં એક દિવસ અમે થાકીને એ ઘર ખાલી કરીને બીજી જગ્યાએ શિફ્ટ થવાનો નિર્ણય કર્યો. ઘર ખાલી કરવાનું બીજું કારણ એ પણ હતું કે મનદુઃખ થયા બાદ તે ઘરમાં રહેવું અમારે માટે પણ મુશ્કેલ હતું તેથી અમે નવા ઘરની શોધ ચાલું કરી.

અમારું આ નવું ઘર ન્યૂહેમ્પશાયર સ્ટેટમાં હતું. અમે મિ અને મિસીસ ઝફરનને પણ સૂચિત કરી દીધું કે અમે આ ઘર છોડી રહ્યાં છીએ. અહીં અમારી મૂવ થવાની તૈયારીઓ ચાલવા લાગી હતી તે દરમ્યાન એક દિવસ મિ ઝફરન ઘરે આવ્યાં અને કહેવા લાગ્યાં કે તમે અમારા ઘરે રહેવા આવ્યાં ત્યારે તમે જણાવેલું નહીં કે તમારે ત્યાં તમારા માં-બાપ રહેવા માટે આવશે આથી આપે આપનાં પેરેન્ટ્સ બે વાર આવ્યાં હોવાથી તેનો અલગ એક્સ્ટ્રા ચાર્જ આપવાનો રહેશે. મારા પતિએ કહ્યું કે હા એ વાત બરાબર છે કે મે આપને એમ ન કહેલ કે મારા પેરેન્ટ્સ આવવાનાં છે પરંતુ મે આપને જણાવેલ કે મારી વાઈફ પ્રેગ્નેન્ટ હોવાથી ઈંડિયાથી કોઈ રિલેટિવ્સ આવશે અને ઘર હોય તો ઘરે જે ગેસ્ટ આવે તો તેનો અલગ ચાર્જ થોડો હોય? આ ઘર છે લોજ કે મૉટેલ નથી અને અમે પણ જ્યારે ઘર આપની પાસેથી રેન્ટ પર લીધું ત્યારે આપે જણાવેલ નહિઁ કે ઘરે આવતાં મહેમાનો માટે પણ આપ અલગથી ચાર્જ લેશો, તદ્પરાંત અમે જે રેન્ટલ માટે ઘરનાં પેપર સાઇન કર્યા છે તેમાં પણ એવું કશુંયે લખ્યું નથી કે ઘરે મહેમાન આવે તો અમારે અલગ રેન્ટ ભરવું પડશે. ત્યારે મિ. ઝફરન કહે કે અમારું ઘર છે તેથી અમને જે ચાર્જ લેવો હોય તે લઈ શકીએ આપ તો આપનાં પેરેન્ટ્સની જ વાત કરો છો પરંતુ આપ અમારા ઘરમાં આવ્યાં ત્યારે અમે આપની વાઈફને મળેલા પરંતુ અમારા ઘરમાં આપે એક નહિઁ બે બાળકોને જન્મ આપ્યો છે માટે આપે આપના પેરેન્ટ્સ અને એક બાળક જે હમણાં થોડા સમય પહેલા જ બોર્ન થયું છે તેનો પણ ચાર્જ ભરવો પડશે. મિ. ઝફરનની વાત સાંભળીને અમે ઘણાં જ અવાચક બની ગયાં. એનાં ઘરમાં જન્મેલ નવા બાળકનો ચાર્જ? મિ. ઝફરનનું કહેવું હતું કે જ્યારે તમે અમારા ઘરમાં રહેવા આવ્યાં હતાં તે સમયે તમે ત્રણ જણા હતાં પરંતુ અહીંથી જતી વખતે તમારા પરિવારમાં બીજા બે બાળકનો ઉમેરો અમારા ઘરમાં થયો છે. તેમની વાત સાંભળીને અવાચક થઈ ગયેલા અમે તેમની સામે જોઈ જ રહ્યાં. મિ. ઝફરનની વાત સાંભળીને મને એ જૂના દિવસ યાદ આવી ગયાં જ્યારે મારા ત્રણે બાળકોને જોઈ તેઓ ખુશ થતાં બોલેલા કે પૂર્વી મારા આ જ ઘરમાં મારા ત્રણે બાળકોનો જન્મ થયો હતો અને હું ખુશ છું કે મારા આ ઘરમાં તને બીજા બે બાળકોની ભેંટ મળી છે. પરંતુ મારી ખુશીમાં ખુશ થનાર એ પ્રેમાળ મિત્રો ધર્મ વિષેની વધુ પડતી અપેક્ષામાં ક્યાંય પાછળ રહી ગયાં હતાં તે હું જોઈ રહી હતી. તેમની સાથે જેટલી દલીલ થઈ રહી હતી તે બધી જ દલીલ વ્યર્થ થઈ રહી અને તેઑ આનો ચાર્જ, તેનો ચાર્જ …..કહી પોતાની માગણી વધારતાં જતાં હતાં. તેથી અમને સમજ જ પડતી ન હતી કે આગળ હવે શું કરવું. આ પરિસ્થિતીમાંથી બહાર નીકળવા માટે અમે અમારા મિત્ર સાથે વાત કરી તેમણે કહ્યું કે આ પરિસ્થિતીમાંથી નીકળવા માટે આપ કોર્ટમાં જઈ શકો છો. તે મિત્રની વાત બરાબર હતી પરંતુ આ દેશમાં અમે નવા હતાં તેથી અમને કોર્ટમાં જવું બરાબર ન લાગ્યું તેથી મિ. ઝફરનને અમે અમારા પેરેન્ટ્સ અને બાળકોનું મળીને 1300 ડોલરનું એક્સ્ટ્રા પેમેન્ટ ચૂકવી દીધું. જ્યારે અમે નીકળી રહ્યાં હતાં ત્યારે તેમણે કહ્યું કે બહાઈની મૂલ્યતા તમે સમજ્યા હોત તો વધુ સારું થાત. પરંતુ અમને એ એક એક્સ્ટ્રા પેમેન્ટ મંજૂર હતું પરંતુ ધર્મ પરીવર્તન મંજૂર ન હતું. હું આજેય મારા ઠાકુર સાથે ખૂબ ખુશ છે. પરંતુ ધર્મ પરીવર્તન કરાવનાર અને તેવા લોકોની આજેય દુનિયામાં કમી નથી. પરંતુ માત્ર આ એક વ્યક્તિની ધર્મ વિષેની વધુ પડતી અપેક્ષાને કારણે હું એટલી સરળતાથી બીજા ધર્મ પરની શ્રધ્ધા ગુમાવવાની ન હતી તેથી ધર્મ અંગેની જાણવાની મે મારી સફર ચાલું રાખી જેને કારણે ભવિષ્યમાં વધુ એક ધર્મ પરીવર્તન કરાવનાર વ્યક્તિ સાથે પાલો પાડવાનો હતો પરંતુ તે ભવિષ્ય માટે હું હજુ અજાણ હતી. તેથી બને તેટલી ઝડપથી બોસ્ટનનું ઘર ખાલી કરીને અમે નવા ઘરમાં મૂવ થઈ ગયાં. મિ. ઝફરનનાં ઘરમાં રહેલ અમારી થોડી સારી યાદો સાથે આ એક કટુપ્રસંગની યાદ પણ કેદ થઈ ગઈ જેને ક્યારેય હું ભૂલી શકું તેમ ન હતી. બોસ્ટનનું આ ઘર છોડયા બાદ અમે બીજા ત્રણ ઘર બદલ્યા. જ્યાં જે ઘરમાં ગયાં તે ઘરની દિવાલોએ અમને અમારા બાળકો, અને પેરેન્ટ્સ સહિત પ્રેમથી પોતાની ગોદમાં સમાવી લીધા પરંતુ ક્યાંય અમે અમારા પેરેન્ટ્સ માટે એક્સ્ટ્રા ચાર્જ પણ ભર્યો નથી, અને જેવો મિ. ઝફરનનાં ઘરે જે અનુભવ થયો તેવો અનુભવ પણ અમને ક્યાંય અને ક્યારેય થયો નથી.

 

પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.

purvimalkan@yahoo.com

3 thoughts on “રણને પાણીની ઝંખના -૨ (પૂર્વી મોદી મલકાણ)

 1. સુ શ્રી પૂર્વી મોદી ની આ વાત -“…બે બાળકોને જન્મ આપ્યો છે માટે આપે આપના પેરેન્ટ્સ અને એક બાળક જે હમણાં થોડા સમય પહેલા જ બોર્ન થયું છે તેનો પણ ચાર્જ ભરવો પડશે. મિ. ઝફરનની વાત સાંભળીને અમે ઘણાં જ અવાચક બની ગયાં.” અને ‘ધર્મ પરીવર્તન કરાવનાર વ્યક્તિ સાથે પાલો..”
  આ વાતો કોઇ વાર અનુભવી ન હતી…
  સાંભળી પણ ન હતી !
  વાંચી આઘાત લાગ્યો

  Liked by 1 person

 2. અમેરિકા જેવા વિકસિત દેશમાં કેટલાક નીતિ નિયમો આપણને તરત પચે એવાં નથી હોતાં, પરંતુ વર્ષો સુધી આ દેશમાં રહ્યાં બાદ સમજાય છે કે જે આપણને નથી સમજાતું એ જ તો અમેરિકાના વિકાસના પાયામાં છે ! એક રૂમ ને રસોડામાં પણ સંક્ળાશથી રહીને મોકળાશ અનુભવતાં આપણને , જે એપાર્ટમેન્ટમાં એક બાળક અને દંપતી રહેતાં હોય ત્યાં બીજાં બે બાળકો અને પુખ્ત વયનાં બીજાં બે એમ સાત જણ રહેવા લાગે તો ? અહીં બે સંસ્કૃતિ વચ્ચેનો તફાવત જ કારણભૂત છે .. અમારાં મિત્રને પણ એવો જ પ્રોબ્લેમ ૧૯૮૩-૮૫ માં થયેલ .. એમણે મકાન માલિકને ઘણું સમજાવ્યું કે બે બેડરૂમ અને આવડો મોટો લિવિંગ રૂમ છે , અમને પ્લીઝ રહેવા દો! પણ મકાન માલિકે સમજાવ્યું કે બાળકોને છૂટથી રમવા માટે મોટું એપાર્ટમેન્ટ જરૂરી છે … અમારે ડે કેર સેન્ટરમાં તો ઇન્સ્પેકટર
  સ્કવેર ફૂટ માપવાનું મશીન લઈને આવે : ૩૫ સ્ક્વેર ફૂટ એક બાળક દીઠ . ( વચમાં મુકેલ ફર્નિચરની જગા બાદ કરે ; મને સમજાવ્યું ; “ આ વિકસેલ દેશ છે , અને એટલે જ તો લોકો આખી દુનિયામાંથી અહીં આવે છે ..Because of the Higher, More sophisticated lifestyle ! I have never seen so many trees in big cities in India , Here, they expect us to plant trees ( even though kids can’t play outdoor for 8 months inChicago , etc) But I understand yr point .. it must be hard on you .. I always enjoy yr articles ..

  Liked by 1 person

 3. Purvi ben ni vat sachi che. in 1978 mari wife usa avi. hamo my self ane mara two balko 6 mas pachi usa avya. one mahina pachi rent bill avyu to $75 vadhi ne avyu. apt.bldg. na manager ne vat kari ke $75 rent kem vadhriu. tene kahu ek week guest free rahi shake, vadhre rokay to per person $75 extra charge thay.contact ma che. mara wife te vachu hatu paruntu hamo -husband ane kids family member che to guest kayathi ganay. manager kahu pela vat karvi joia apt. rent rakhu tyare ke mara husband ane two kids six mahina pachi avvana che. hamo e 4 month$ 75 each month vadhare bhadu apyu .pachi mota apt. ma move thai gaya tyre chokvat kari ne total 4 person permanent che. guest avarnavar avche . mahina ni under jata rahe to no extra charge. mahinathi vadhre rahe to extra $30 charge. mara mother six month rahya to $180 pay. in jerseycity NJ. land lord count water charges/garbeg pick up charge/laundry. at that time laundry included in rent. rent is $ 175 for two bed room+living room+dining room+kitchen + balcony. so many bldg. had board rent apt. one month free rent like this. minimum wages in NJ was $2.60 per hour. $5-$7 whole week grocery buy from super market. only one indian stores in NJ that time vege available like potato/cauliflower/ringan/cobby/fresh peas 4lb for $1.00 milk gallon $0.75to $0.80 tomato 5lb for $1.00 butter $0.75 pound landolake brand. we work in newyork city, train fare was $0.30 sat-sun only one way you buy. other way free fare.only tele was costly. India call at&t charge $4.50 minute.

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s