અંતીમ પડાવના આઠ વર્ષ (પી. કે. દાવડા)


 

જીવનના ૭૬ વરસ કદીયે ન ઊંઘતા મુંબઈ શહેરમાં ગાળ્યા પછી, ૧૮ મી જાન્યુઆરી ૨૦૧૨ ના જીવનનો અંતીમ પડાવ ગાળવા, અમેરિકા સ્થિત સંતાનો સાથે કાયમ માટે રહેવા આવી ગયો. આજે એને આઠ વર્ષ પૂરા થયા.

મારી બ્લોગ જગતમાં ૨૦૧૦ થી ૨૦૧૨ સુધીમાં જામેલી નામનાને લીધે, ૧૮ મી જાન્યુઆરીએ મારા ઈ-મેઈલનું INBOX બે પ્રકારના સંદેશાથી ભરાઈ ગયું. ભારતના મિત્રોએ લખ્યું કે અમેરિકામાં સુખી થજો પણ જ્યારે પણ પાછા આવવું હોય તો અમે બોસા દઈશું. અમેરિકાના બંને કાંઠેથી લગભગ ૨૨ લોકોએ આવકાર આપ્યો.

૧૮ જાન્યુઆરી ૨૦૧૨ થી ૧૬ માર્ચ ૨૦૧૫ સુધી હું અને મારી પત્ની ચંદ્રલેખા Bay Area સાથે પરિચિત થતા હતા. મિલપિટાસમાં દર મહિને બેઠકમાં અનેક નવા મિત્રો મળતા. થોડું Feel Good થવા માંડેલું, અને ૧૬ મી માર્ચ ૨૦૧૫ ના ચંદ્રલેખા અચાનક Cardiac Arrest માં આ દુનિયા છોડી ગઈ. મારા જીવનમાંથી સત્વ સરી ગયું અને એની જગ્યાએ ઠાંસોઠાંસ ખાલીપો ભરાઈ ગયો. આમાંથી બહાર નીકળવા મેં મારી અધૂરી રહેલી સિરીઝ “મળવા જેવા માણસ”, જે ખૂબ જ Popular થઈ ચૂકી હતી, એને ૧૦ અઠવાડિયામાં પૂરી કરવાનું નક્કી કર્યું. આ સિરીઝ તૈયાર કરવામાં ચંદ્રલેખા મને મદદ કરતી, એટલે એના ભાગનું કામ પણ મેં કરી લીધું. ત્યાર બાદ એક વર્ષ સુધી ભગવદ ગીતાના અભ્યાસમાં મન પરોવ્યું.

૨૬ મી માર્ચ ૨૦૧૬ ના જાણીતી સાંસ્કૃતિક સંસ્થા “ડગલો” દ્વારા, મેં અગલ અલગ બ્લોગ્સ દ્વારા અને મિલપિટાસની બેઠક દ્વારા ગુજરાતી ભાષાની કરેલી સેવા બદલ અને “મળવા જેવા માણસ” જેવું પુસ્તક તૈયાર કરવા બદલ, જાહેર સન્માન કરવામાં આવ્યું. આ એક જ પ્રસંગને લઈને Bay Area માં મારી ઓળખ બની ગઈ.

Bay Area ના અલગ અલગ તપકાના લોકોનો પરિચય અને એમાંથી ઘરોબો થવા લાગ્યો.
પ્રતિષ્ઠિત વ્યક્તિઓમાં સ્વ. હરિકૃષ્ણ મજમૂદાર, સ્વ. મહેંદ્ર મહેતા, શ્રી પ્રતાપભાઈ પંડ્યા, શ્રી સુરેશભાઈ પટેલ (મામા), શ્રી જવાહર શેઠ અને શ્રી કિરીટ શાહ સાથે ઘરોબો થઈ ગયો.

બહેન કુન્તા શાહ, અને બહેન જયશ્રી મરચંટે મને હ્રદય પૂર્વક મોટા ભાઈ તરીકે સ્વીકાર્યો.

અંકલ અંકલ કહીને વહાલસોયી દીકરીઓ મનિષા પંડ્યા, જાગૃતિ શાહ, હેતલ બ્રહ્મભટ્ટ, જયશ્રી પટેલ, આંણલ અંજારિયા, પલક વ્યાસ, દીપલ પટેલ, પૃથા દેસાઈ અને ધરાએ કાયમ માન અને પ્રેમ આપ્યા.

સગા ભાઈ જેવા કુટુંબમિત્ર સતીસ રાવલ પણ Bay Area માંથી જ મળ્યા. થોડા મહિના પહેલા એ કેલીફોર્નિયા છોડી ગયા એની ખોટ દરરોજ વર્તાય છે.

સાચી અને સારી સલાહ માટે શ્રધ્ધા પૂર્વક જેમનો સંપર્ક કરી શકું એવા મિત્રોમાં ડો. રધુભાઈ શાહ, કલ્પનાબહેન શાહ અને બાબુભાઈ સુથારના નામો મોખરે આવે છે.

વૈજ્ઞાનિક બાબતોના સલાહકાર અને ગુરૂસમાન શ્રી દિનકર શાહને કેમ ભુલાય?

Bay Area માં મને જાણીતો કરવામાં સૌથી મોટો ફાળો બહેન પ્રજ્ઞા દાદભાવાળાનો છે. એમણે મને બેઠકમાં મારા લાયક તકો આપી અને બેઠકના ગુરૂ તરીકે મને નવાજ્યો.

હવેલી જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં મારા ત્રણ વાર્તાલાપ યોજવાવાળા માનનીય સૌમિલ શાહને કેમ ભૂલાય?

બીજા Bay Area ના સેંકડો મિત્રોમાંથી જે કાયમ મળતા હોય છે એવા નામો છે, શ્રી રામજી પટેલ, શ્રી સી.બી. પટેલ, શ્રી રાજેશ શાહ, શ્રી લાલજીભાઈ રાઠોડ, શ્રી ગિરીષ ચિતલિયા, ડો. અનિલ પટેલ, શ્રી રમેશ પટેલ (ફ્રીમોંટ મંદિરવાળા), શ્રી સંદીપ શાહ, શ્રી રાજુભાઈ સોલંકી, ડો. મહેશ રાવલ, શ્રીમતિ વસુબેન શેઠ, શ્રીમતિ જિગીશા પટેલ, શ્રીમતિ શિવાની દેસાઈ, શ્રીમતિ સપના વીજાપુરા, શ્રી શરીફ વીજાપૂરા, શ્રી ભૂપેન્દ્ર શાહ અને શ્રીમતિ ઉર્વશી શાહના નામો તરત યાદ આવે છે.

આ બધા મારા માટે માત્ર નામો નથી. મારો અંતીમ પડાવ સહેવા અને માણવા લાયક બનાવનારા સહાયકો છે. માત્ર ઉપકાર માનીને ભાર હળવો નહીં કરૂં, એમની સુખાકારી અને શાંતિ માટે ખરા હ્રદયથી પ્રાર્થના કરીશ.

ક્યાં આ વાત કહેવામાં મોડો ન પડું એ બીકમાં કદાચ મેં આ વહેલું લખ્યું છે.

-પી. કે. દાવડા

6 thoughts on “અંતીમ પડાવના આઠ વર્ષ (પી. કે. દાવડા)

  1. .
    સામાન હૈ સો સાલકા પલકી ખબર નહીં… મૃત્યુના દુ:ખને ટાળવા માટે મૃત્યુને હંમેશાં યાદ રાખવું, બુદ્ધિમાં મરણ-મીમાંસા દ્વારા નિ:સંશયતા પેદા કરવી અને રોજ રાતે સૂતાં પહેલાં મરણનો અભ્યાસ કરવો; આમ આવી ત્રેવડી સાધના કરતાં રહેવું.

    Liked by 2 people

  2. આ લખાવવામાં કોઈ ઈશ્વરીય સંકત હોઈ શકે!
    શ્રી રામભાઈ પટેલ સાથે વાત કરવાનું થાય તો એમને પૂછી લેશો કે તેઓ મિસિસિપીની સ્ટેટ કોલેજમાં ૧૯૬૭-૬૮ના ગાળામાં અભ્યાસ કરેલો? એ સાચું નિકળે તો જ મારા નામનો અણસાર કરજો.

    Liked by 2 people

  3. દાવડા સાહેબ,
    પ્રણામ.આપનું વસિયતનામું ગમ્યું.આભાર. પ્રભુ હંમેશા આપને સ્વસ્થ, આનંદી અને હરતા- ફરતા રાખે તેવી દિલથી પ્રભુને પ્રાર્થના🙏
    કલ્પના રઘુ અને રઘુ શાહ

    Liked by 2 people

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s