(હું જાણું છું કે તમે જ્યોત્સનાબહેનના સિરામિક્સ જોવાની આતુરતાથી રાહ જુવો છે. બધું તૈયાર પણ છે. પણ આ તકનો લાભ લઈ, વાચકોને સરળ શબ્દોમા સિરામિક આર્ટ વિશે જેટલી માહીતિ આપી શકાય એટલી આપવાના ઈરાદાથી થોડું લંબાવ્યું છે)
સિરામિક આર્ટ ટેરાકોટાનો એડવાન્સ સ્વરૂપ છે અને ટેરાકોટાએ દુનિયાનું સૌથી જૂનું માટીકામ છે. ટેરા એટલે જમીન અને કોટા એટલે પકવેલી માટી. પહેલાના સમયમાં ટેરાકોટા માટીનો ઉપયોગ ઘરવકરીના સાધનો બનાવવા માટે થતો હતો. ઘરવકરીમાં ઉપયોગ થતા માટીના વાસણોને ચંદ્રગ્રહણ અને સુર્યગ્રહણના સમયે તોડી નાખવામાં આવતા હતા. જેના કારણે કુંભારને રોજગારી મળતી હતી. તેથી સિરામિક આર્ટ આપણી પરંપરા સાથે સંકળાયેલું રહેતું હતું. આધુનિક સમયમાં સિરામિકનો ઉપયોગ ઉદ્યોગીક સ્થળે કરવામાં આવે છે, અને તે એક હાથે બનતું હોવાથી આર્ટિસ્ટને કામ કર્યાનો સંતોષ પ્રાપ્ત થાય છે. આર્ટિસ્ટ જયારે સિરામિકને રંગ કરે છે ત્યારે તેને ખ્યાલ નથી હોતો કે તે કયો રંગ કરી રહ્યો હોય છે કારણ કે તે ઓક્સાઇડ રંગ હોય છે જે ભઠ્ઠીમાં પાક્યા પછી જ ખ્યાલ આવતો હોય છે.
આ લેખમાં આપણે સિરામિકની વસ્તુઓ બનાવવાની પ્રક્રીયાની પ્રાથમિક માહિતી મેળવીએ.
માટીની શોધઃ
પથ્થરમાંથી બનેલી, ઘેરા રંગની રેતીના કણવાળી માટીને અમુક કલાકારો સારી ગણે છે. એ એમના કામને Texture આપવામાં મદદ કરે છે. કેટલાક લોકો એમાં પોર્સીલીન મીક્ષ કરે છે. દરેક માટીની પોતાની આગવી ખાસિયત હોય છે. હાલમાં તો બજારમાં તમારી પસંદગીની માટી સહેલાઈથી મળી રહે છે.
માટીની તૈયારીઃ
માટીને રોંદવાની પ્રક્રીયા એ રોટલીના લોટને રોંદવાની પ્રક્રીયા જેવી છે. જરૂર પુરતું પાણી ઉમેરી, માટીના લોંદામાં જરાપણ હવા ન રહે ત્યાં સુધી એને રોંદવી પડે. જો હવા રહી જાય તો તૈયાર દાગીનાને ભઠ્ઠીમાં મુશ્કેલી ઊભી કરે છે. ક્યારેક તો ચાકડામાં જ તકલીફ આપે છે.
માટીને ચાકડે ચડાવવીઃ
નવા શિખનારા માટે આ શિરદર્દ છે. કેટલાક લોકો માટીનો એક મોટો લોંદો ચાકડાની વચ્ચો વચ્ચ ફેંકે છે, અને થાય એટલો ઉભડક કરી લે છે. પછી જરૂર પૂરતી ઉપર ઉપરની માટી વાપરી, જરૂરી આકાર ઘડી લે છે, અને પછી એ આકારને એક ફાઈન દોરી વડે માટીના લોંદાથી અલગ કરી લે છે. જ્યારે કેટલાક લોકો પ્રત્યેક આર્ટીકલ પૂરતી માટી જ ચાકડા ઉપર લે છે.
આર્ટીકલને સુકવવાની રીતઃ
ચાકડેથી ઉતારેલા (કે હાથે ઘડેલા) ભીના આર્ટીકલને ખૂબ નાજુક હાથે, એ બધી બાજુથી એક સરખું સૂકાય એવી રીતે સુકવવા મૂકવા માટે પણ ઘણી પ્રેકટીસની જરૂર પડે છે, નહીં તો આકાર બગડી જાય. ઘણાં લોકો સુકવવા માટે ખાસ લાકડાનું કે ચામડાનું પ્લેટફોર્મ બનાવે છે. હલકા પ્લાસ્ટિકશીટથી ઢાંકી રાખવાની એને હવામાંનો કચરો ચોંટતો નથી. સારી સિઝનમાં સૂકાવવા માટે બે દિવસ પુરતા થઈ જાય છે.
ફાઈનલ ટચીસઃ
હજી એમાં થોડી ભીનાસ રહી હોય (લેધર હાર્ડ) ત્યાં સુધી એમાં થોડાઘણાં સુધારા કરી શકાય છે. ત્યાર બાદ તેમને તદ્દન સુકાઈ જાય ત્યાં દુધી સુરક્ષિત જગ્યાએ રાખી મૂકવામાં આવે છે.
પકવવાની ક્રીયાઃ
કુંભાર માટીના વાસણ એક જ નીભાડે પકવે છે. સિરામીકમાં આ બે સ્ટેજમાં કરવામાં આવે છે. પહેલી ભઠ્ઠીમાં એને એટલા પકવવામાં આવે છે પછી એને પાણીમાં ડુબાળો તો પણ કંઈ અસર ન થાય. માટીનું સ્વરૂપ જ બદલાઈ ગયું હોય.
બીજા સ્ટેજને ગ્લેજ ફાયર કહે છે. આના માટે જાત જાતની ભઠ્ઠીઓ માર્કેટમાં ઉપલબ્ધ છે. મુખ્ય ચાર પ્રકાર છે, બળતણ તરીકે લાકડું, ઓઈલ, ગેસ કે ઈટ્રેકટૄસીટી વાપરી શકાય એવી. ગ્લેજ ફાયર કરતાં પહેલા ક્યાંક ગ્રાઈન્ડીંગની કે ટચઅપની જરૂર હોય તો પણ કરી લેવા.
આ પ્રક્રીયામાં તાપમાન કેટલું રાખવું અને કેટલા સમય સુધી રાખવું એનું જ્ઞાન ખૂબ જરૂરી છે.
રંગ ચઢાવવાની પ્રક્રીયાઃ
આ પ્રક્રીયા આર્ટીકલ બરાબર સૂકાઈ જાય પછી કરવામાં આવે છે. આ પ્રક્રીયા ખૂબ અનુભવ માગે છે, કારણ કે એના ખાસ પ્રકારના રંગો ભઠ્ઠીમાં નાખ્યા પછી બદલાઈ જાય છે.
કેટલાક લોકો ઘેરા અને ચળકતા રંગો પસંદ કરે છે તો કેટલાક લોકો હલકા, કુદરતી અને મેટફીનીશ પસંદ કરે છે.
સિરામિક આર્ટ વિશે ખુબ સ રસ માહીતિ માણવાની મઝા આવી
સંકલન અંગે મા પુરુષોતમજી ને ધન્યવાદ
LikeLike