છાતિયું ધબ્બ ધબ્બ ધબકે છે, સૈં અને ફૂટ્યા છ કાન આખા મેળાને લાલઘુમ્મ ચહેરાનું કારણ પૂછો તો, મૂઈ, ગાળો ન દઉં આ તડકાને? મેળો બનીને હું તો રેલાઉં મેળામાં, ઊભ્યા-વહ્યાનો નથી ભાસ.
ખૂંટે ખોડાઈ ઊભી ઠેરની ઠેર હું, ભીતર તો થઈ ગ્યું ચકડોળ; ધ્રમ્મ-ધ્રમ્મ ચહુ ઓર લોહીમાં ઢબુકે
‘વાંહે આવ્યો તું’નો ઢોલ. મારામાં શોધ નહીં મુને, ઓ જોગીડા! તારો જ માંહ્યલો તપાસ.
–વિવેક મનહર ટેલર
(૨૦-૦૧-૨૦૦૮)
જાન્યુ. ૨૦૦૮માં લખાયેલું આ ગીતપહેલી વારમાં જ મનમાં વસી ગયું હતું. તે પછીની તરતની ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠકમાં વાંચ્યું હતું. આજે ફરી શોધીને ખાસ વાંચ્યું અને રસદર્શન કરવાનું મન થયું.
ગીતનો ઉપાડ જ કેવું મઝાનું મેળાનુ ચિત્ર મનમાં ઊભું કરે છે? બપોરનો સમય, મેળો, માનવમહેરામણ, કોઈની નજર અને શ્વાસનું અધ્ધર થવું.. પ્રથમ બે પંક્તિમાં તો ઘણું ઘણું કહી દીધું અને તે પણ એકદમ અસરકારક રૂપક અલંકાર પ્રયોજીને..!” નજરની અનુભૂતિની એ તીવ્રતાને “વાગી ગઈ ફાંસ” અને “પગલાંના અધ્ધર થ્યાં શ્વાસ” જેવા શબ્દ અને પ્રાસ યોજીને જાણે વાચકની જિજ્ઞાસાને અધ્ધર કરી દીધી! આ શરુઆતની પંક્તિમાં જ આટઆટલું ભરી દેનાર કવિનું કવિકર્મ ઝળકી ઊઠે છે.
પહેલા અંતરામાં, તળપદી લોક-બોલીમાંગામડાની એક ભોળી મુગ્ધાનું વરવું વર્ણન મન હરી લે છે. પહેલવહેલો પ્રેમ અનુભવતી નાદાન છોકરીનું હૈયું કંઈક નવા અને જુદા ધબકારા સાંભળવા માંડે છે. ક્યાંય સીધી વાત નથી છતાં “કશુંક તો ચોરાઈ ગયું છે” ની લાગણી પછી મંથન તો જુઓ?” “ચોરીનું કોને દઉં આળ?”આ ચોરીહકીકતે તો ગમી ગઈ છે ને? ને તે પછી તો કવિએ વિષયને અનુરુપ છોકરીના હાવભાવનું પહેલી પહેલી વાર થતી અંગભંગીનું વર્ણન કરી, જરી શૃંગાર રસની છાલક પણ “અલ્લડ આ છાતી તો આફરે ચડી, મારા તૂટે બટન, ખૂલે કાસ.”દ્વારા રંગભીની કરી છે. એક અંગડાઈ લેતી છોકરીનું ચિત્ર ઉભું થાય છે.
તે પછી બીજા અંતરામાં કવિતાનો, એના વિષયનો ક્રમિક વિકાસ પણ યથોચિત છે. કાચી કુંવારી એ વયમાં સૌથી પહેલી વાત સહિયરને કહેવાનું મન થાય એ રીતે “છાતિયું ધબ્બ ધબ્બ ધબકે છે, સૈં” કહીને કેવી ફરિયાદ કરે છે કે અહીં મારા ધબકારા વધી ગયા છે પણજાણે એ સંભળાય છે મેળાના લોકને! કાવ્યની નાયિકાના દિલનીઅદ્ભૂત હિલચાલ ખૂબ જ સાહજિકતાથી અહીં ગૂંથાઈ ગઈ છે.અત્યંત ઋજુતાથી પોતાના ગાલની લાલાશનુ કારણ પણ મીઠી રીસથી તડકાને સોંપી દઈ,મનમાં મલકતી અને શરમાતી છોકરી આપણી નજર સામે છતી થાય છે. “મેળો બનીને રેલાતી મેળામાં”એ શબ્દથી, માધુર્ય અને લયની સાથે મન-નર્તન સહજ પણે ઉભરે છે.
ત્રીજો આખો યે અંતરો,એના શબ્દેશબ્દમા “ખૂંટે ખોડાઈ ઊભી ઠેરની ઠેર હું…થી માંડેની “તું નો ઢોલ”મેળાને અનુરુપ ચકડોળ, ઢોલ ધ્રમ ધ્રમ, વાંહે વગેરેતળપદા શબ્દપ્રયોગને કારણે વાતાવરણના મેળા સાથે પ્રેમમાં પડેલી મનો–અવસ્થા તાદૃશ બની ખીલી ઉઠે છે. છેલ્લી પંક્તિ “મારામાં શોધ નહીં મુને, ઓ જોગીડા! તારો જ માંહ્યલો તપાસ.” અનેક અર્થછાયાઓ ઉભી કરે છે. ગમતું અણગમતું કરીને, જાણે કે પોતાની જાતને અળગી કરી, સ્રી સહજ ‘પ્ર્થમ અસ્વીકાર’નું બહાનુ બતાવતી દોષારોપણ તો સામા પાત્ર પર જ ઠાલવી દે છે!!! પ્રથમ પ્રણયની સંવેદનાનું આટલું નાજુક અને બારીક નક્શીકામ ! અને તે પણ એક પુરુષની કલમે!વ્યવસાયે ડોક્ટર એવા કવિએ તો હૈયાના એક્સરે (X-ray)નો રિપોર્ટ બખૂબી કંડારી દીધો!!
નખશીખ સુંદર લયબધ્ધ આ ગીત માનસપટ પર અમીટ છાપ મૂકી જાય છે. જેટલી વાર વંચાય એટલી વાર આ ગીત તાજું તાજું જ લાગે. કવિ શ્રી વિવેક ટેલરને ખૂબ ખૂબ અભિનંદન. સાહિત્ય જગતને આવા જ ગીતો અમરતા બક્ષે એમાં કોઈ શંકા નથી.
કવિ શ્રી ડૉ વિવેક ટેલરનુ મધુરું પ્રણયગીતનું મધુરું મધુરું રસદર્શન
તેમા આ પક્તીઓ
છાતિયું ધબ્બ ધબ્બ ધબકે છે, સૈં
અને ફૂટ્યા છ કાન આખા મેળાને
લાલઘુમ્મ ચહેરાનું કારણ પૂછો તો,
મૂઈ, ગાળો ન દઉં આ તડકાને?
મેળો બનીને હું તો રેલાઉં મેળામાં, ઊભ્યા-વહ્યાનો નથી ભાસ.
.
વાહ
.
એક પુરુષ તરીકે એક નારીનાં હૈયાની બારીક અને નાજુક સંવેદનાને આમ લયબદ્ધ ગીતમાં વહેતી કરવી… અને એ પણ સફળ રીતે… એ કદાચ જેટલું દેખાય છે એટલું સહેલું તો નહીં જ હોય-અભિનંદન
.
મીરાં યાદ આવી-આ વ્રજ છે તેમાં કૃષ્ણ જ પુરુષ છે બાકીનાને તો કહેવું પડે-“ધન્ય તમારો વિવેક…”
સવારના પહો્રર્માં મને, વાંચવાની જાગી હાંસ!
આંગણે બેસી આજ તો માણવાની વાગી ફાંસ!
‘ચમન’
LikeLike
કવિ શ્રી ડૉ વિવેક ટેલરનુ મધુરું પ્રણયગીતનું મધુરું મધુરું રસદર્શન
તેમા આ પક્તીઓ
છાતિયું ધબ્બ ધબ્બ ધબકે છે, સૈં
અને ફૂટ્યા છ કાન આખા મેળાને
લાલઘુમ્મ ચહેરાનું કારણ પૂછો તો,
મૂઈ, ગાળો ન દઉં આ તડકાને?
મેળો બનીને હું તો રેલાઉં મેળામાં, ઊભ્યા-વહ્યાનો નથી ભાસ.
.
વાહ
.
એક પુરુષ તરીકે એક નારીનાં હૈયાની બારીક અને નાજુક સંવેદનાને આમ લયબદ્ધ ગીતમાં વહેતી કરવી… અને એ પણ સફળ રીતે… એ કદાચ જેટલું દેખાય છે એટલું સહેલું તો નહીં જ હોય-અભિનંદન
.
મીરાં યાદ આવી-આ વ્રજ છે તેમાં કૃષ્ણ જ પુરુષ છે બાકીનાને તો કહેવું પડે-“ધન્ય તમારો વિવેક…”
LikeLike
પ્રથમ પ્રણયના મુગ્ધભાવોની અદ્ભુત અનુભૂતિ.
LikeLike
પ્રેમની પહેલી અનુભૂતિના અહેસાસનું અદ્ભૂત વર્ણન.
LikeLike