જિગીશા પટેલની કલમ – ૫


કુછ ખોકર પાના હૈ

ઈશાની એરપોર્ટથી પિતાને ઘેર જઈ રહી હતી.ફ્લાઈટ ચાર કલાક મોડી હતી એટલે એરપોર્ટ પરથી જ ફોન કરીને ભાઈ ને કહી દીધું હતું કે ડ્રાઈવર જોડે ગાડી મોકલી દે અને તે ફેક્ટરી પર જાય. એરપોર્ટથી જતા રસ્તામાં યુનિવર્સિટી કેમ્પસ આવતાં વેલેન્ટાઈન ડે નો નવો રંગ જોવા મળ્યો.કેટલાય લબરમૂછીયા યુવાનો તેમની પ્રિયેને પોતાની આગોશમાં લઈને બેઠેલા જોઈને તેને પણ તેનો એ વીસ વર્ષ પહેલાનો વેલેન્ટાઈન ડેયાદ આવી ગયો.બધાં માટે આ દિવસ પોતાના પ્રેમનો એકરાર કરવાનો પહેલો દિવસ હતો.જ્યારે તેના માટે તે દિવસ તેના પહેલા પ્રેમને મળવાનો છેલ્લો દિવસ હતો.તે તેના પ્રેમને વિદાય આપવાનો દિવસ હતો.

તેના આનંદ સાથે લગ્ન થયા પછી પહેલી વાર તે મુંબઈથી અમદાવાદ આવી હતી. આનંદ તેના કામથી જર્મની ગયો હતો.તેથી પપ્પા-મમ્મીને મળવા તે પણ અમદાવાદ આવી હતી.વેલેનટાઈન ડે હતો એ દિવસે .બહેનપણીને મળવા જાઉં છું કહીને તે અર્જુનને છેલ્લીવાર મળવા આવી હતી. આજ પછી હવે ક્યારેય મળવાનું નહી,ફોન પર પણ ક્યારેય વાત કરવાની નથી એવું નક્કી થયું તે પણ વેલેનટાઈન ડે ના દિવસે.ખૂબ રડયા હતા બંને જણ જાણે કહી રહ્યા હતા એકબીજાને કે

“ખોબો ભરીને અમે એટલું હસ્યાં કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં,

ખટમીઠાં સપનાએ ભૂરાં ભૂરાં,કુંવારા સોળ વરસ તૂરાંતૂરાં,

અમે ધુમ્મસના દરિયામાં એવા ડૂબ્યાં કે હોડી-ખડક થઈને અમને નડ્યાં…….

કેવીરીતે શક્ય બનશે આ વાત?કાયમ માટે છૂટા પડવાની વાત ,મન કોઈરીતે માનતું જ નહતું.!!!જેના સહારે ને વિચારે જીવનની એકએક પળ વીતતી હતી એનેા સાથ આમ.. કાયમ માટે છોડી દેવાનો………છૂટા જ પડવાનું હતું ખબર જ હતી તો પ્રેમ કર્યો જ શું કામ?????

અરે ભાઈ ! પૂછીને કંઈ પ્રેમ થાયછે? પ્રેમ તો તમને પણ ખબર ના પડે ને થઈ જાય છે!!!બહુ ખોટું થયું નહી? ના ના જરાય ખોટું ન થયું.જેણે સોળ વરસની એ બાલી ઉંમરમાં પ્રેમ નથી કર્યો તેને પ્રેમ શું છે તે સંવેદનાની અનુભૂતિ જ નથી થઈ.!!! અને પ્રેમ ના એ ધડકાટના અહેસાસ ને તો જેણે અનુભવ્યો હોય તે જ સમજી શકે!

પ્રેમના રંગમાં પાંગરેલી એ વસંત ,પૃથ્વી પર સ્વર્ગ નો અનુભવ!!!!!જેણે પ્રેમ ન કર્યો હોય તે શું જાણી શકે?

આવા પ્રેમ ને છેલ્લી વાર મળવાનું હતું.છૂટાં પડતા પડતાં,શિયાળા ના દિવસમાં અંધારું થઈ ગયું. અર્જુન અને ઈશાની બાઈક પર એકબીજાને આશ્વાસન આપતા બેઠાં હતા ત્યાં એક પોલીસ આવ્યો .”ચલો કયું ઈધર અંધેરેમેં બેઠે હો? ચલો થાને લે ચલતે હૈ તુમ લોગોંકો”. પૈસા પડાવવા હતાં એને.અર્જુન જરા ગભરાયો.ઈશુના લગ્ન થઈ ગયા છે ને આ કંઈ બબાલ ન કરે.પણ ઈશાની તો વધુ ચબરાક ને હિંમતવાન હતી.તેણે તો પોલીસને કીધું” ચાલ લઈ જા થાને પર અમે તો પતિપત્ની જ છીએ.કેમ ઘરમાં બહુ લોકો સાથે રહેતા હોય તો શાંતિથી થોડીવાર અહીં બેસી ન શકીએ ખુલ્લી હવામાં બગીચા પાસે?ઈશાનીનો આત્મવિશ્વાસ જોઈ પોલીસ લાકડી પછાડતો બીજા કપલ પાસે ઉઘરાણું કરવા ઊપડ્યો.અર્જુન ઈશાની પર છેલ્લે દિવસે પણ આફરીન થઈ ગયો અને સાથે એક ઊંડો નિસાસો નાંખી ,બે હાથ વડે તેના ગાલને પકડી તેની આંખોમાં આંખો પરોવી બોલ્યો”તું જ મારી જિંદગી છે, કેમ કરીને ભૂલીશ શાનુ તને ??????મને ખબર નથી!”અર્જુન તેને નીત નવા નામથી બોલાવતો ઈશુ,શાનુ,રાની,ઈનુ જે ઈશાનીને ખૂબ ગમતું …….ઈશાનીના હ્રદયના એક ખૂણામાં અર્જુનનું સ્થાન હંમેશ માટે રહી ગયું હતું.આમ પણ ગમે તેવો હોય પોતાનો પહેલો પ્રેમ અનોખો જ લાગે બધાંને અને ન ભૂલાય ક્યારેય!!!

ઈશાનીને આખેઆખી આ ઘટના જાણે હમણાં જ તેની નજર સમક્ષ ઘટી હોય તેમ દિલમાં એક ચૂભન સાથે દુ:ખ આપનાર અને પોલીસ સાથેના પોતાના વર્તન માટે જરાક હોઠો પર હાસ્ય આપનાર હતી.

ઈશાનીના પપ્પા ને આનંદના પપ્પા મનુભાઈ ખાસ મિત્રો.મનુભાઈ જેટલી વાર અમદાવાદ આવે એટલીવાર તેમને ચિબાવલી અને દેખાવડી ઈશાની ખૂબ ગમે.ઈશાનીના પપ્પા ને પણ મુંબઈ જાય ત્યારે ભણવામાં હોશિયાર સ્વભાવે શાંત અને કહ્યાગરો આનંદ ખૂબ ગમે.મનુભાઈ નો ધમધોકાર ચાલતો કારોબાર,ભણેલો ,દેખાવડો અને એકનો એક આવો સરસ દીકરો અને પોતાના ખાસ મિત્ર નું જાણીતું કુંટુંબ .બંને મિત્રોએ કુટુંબીઓ અને છોકરાઓની સંમતિથી ઈશાની હજુ કોલેજમાં પ્રવેશી હતી ને જ,એકબીજા ને ગમતી વાતના સોગંદ દઈ દીધા.ઈશાનીને પણ આનંદ સાથે કોઈ નાપાડવાનું કારણ નહોતુ અને તેને કોઈ વાંધો પણ નહોતો.પણ હા એ તબક્કે એને આનંદ માટે પ્રેમ પણ નહોતો.અરેન્જમેરેજમાં તો લગ્ન પછી જ પ્રેમ થાય ને?

માતા-પિતા પોતાની દીકરી માટે નિર્ણય લે તે વિચારીને જ લે ને!અને તે જમાનામાં દીકરીઓ બોલતી પણ કયાં હતી માતા-પિતાના નિર્ણય સામે?

ઈશાની કોલેજમાં ગઈ .ગ્રુપમાં બધા જાણતા જ હતા કે ઈશાનીનું તેના પપ્પાના મિત્રના દીકરા સાથે મુંબઈ નક્કી કરેલું છે.પણ છતાં ગ્રુપમાં સાથે ફરતાં ફરતાં અને ફોન પર વાતો કરતા ક્યારે તેને અર્જુન સાથે પ્રેમ થઈ ગયો તે સમજ જ ન પડી.આનંદ ખડગપુરમાં એન્જિનયરીંગ કરતો અને પછી અનુભવ માટે જોબ બેંગ્લોર કરતો.ઓફીશીઅલ એગેંન્જમેન્ટ તો બંનેના ભણી રહ્યા પછી જ કરવાના હતા.એટલે આનંદ અને ઈશાનીને પણ ભાગ્યેજ વાત થતી.એ દિવસોમાં સેલફોન પણ કયાં હતા.આજે પણ ઈશાનીને આનંદથી કોઈ ફરિયાદ નથી.તે આનંદને પતિ તરીકે ખૂબ પ્રેમ કરેછે.આનંદ પણ એનું એટલું જ દયાન રાખેછે કે એને ફરિયાદનો કોઈ અવકાશ જ નથી.તેની ઘણી બહેનપણીઓએ પ્રેમ લગ્ન કર્યા છે ઘણા પોતાના એ યુવાનીના ઉન્માદમાં લીધેલ નિર્ણયથી પસ્તાય છે અને કોઈ કહે છે કે લગ્ન પછી પ્રેમલગ્ન હોય કે અરેન્જલગ્ન કશુંય ફરક નથી પડતો.બધુ સરખું જ છે.

પણ હા ,ઈશાની ને લાગે છે જો યુવાનીમાં પ્રેમ ન કર્યો હોય તો પહેલા પ્રેમના એ ઉન્માદના અનુભવ વગરની યુવાનીને -કલાપી ના કાવ્યોનો તલસાટ,મરીઝની ગઝલનો પ્રેમાલાપ,સાહીર અને અમૃતાના પ્રેમની ગહનતા,વરસતા વરસાદમાં એક છત્રી ની નીચે અડીઅડીને ચાલતાં થએલા સ્પર્શ ના ઉન્માદ થકી ગાલ પર થએલ હળવાચુંબનથી અનુભવેલ ઝનઝનાટ,સિનેમાનાં પ્રેમભર્યાં ગીતો ના હ્રદયસ્પર્શી શબ્દો થકી થતો સંવેદનાનો ખળભળાટનો અહેસાસ કેવીરીતે થાત? એક એક પળમાં જીવેલ પૂરી સદીનો એ અનુભવ પ્રેમ કર્યા વગર કેવીરીતે થાત????????એટલે જ કોઈએ સાચું કહ્યું છે

“It is batter to love & lost then not to love at all.”

કુછ ખોકર પાના હૈ,કુછ પાકર ખોના હૈ ,જીવન કા મતલબ તો આના ઔર જાના હૈ,

દો પલ કે જીવનસે એક ઉમ્ર ચુરાની હૈ,જિંદગી ઓર કુછ ભી નહી તેરી મેરી કહાની હૈ

જીવનના ઉષાકાળે માણેલ બિલોરીકાચ જેવી સ્વચ્છ પ્રેમની પળો ક્યારેય આથમતી નથી.આમ તેના પ્રેમની પળોને વાગોળતી ઈશાની ઘેર પહોંચી.

જિગીષા પટેલ

5 thoughts on “જિગીશા પટેલની કલમ – ૫

  1. સુ શ્રી જિગીષા પટેલ નો કુછ ખોકર પાના હૈ વેલેન્ટાઈન ડે નો નવો રંગ જેવો સ રસ લેખ
    ‘ જીવનના ઉષાકાળે માણેલ બિલોરીકાચ જેવી સ્વચ્છ પ્રેમની પળો ક્યારેય આથમતી નથી.આમ તેના પ્રેમની પળોને વાગોળતી ઈશાની ઘેર પહોંચી.’ અંત સુંદર

    Liked by 1 person

  2. ખૂબ ખૂબ આભાર પ્રજ્ઞાજુજી , ભારત ગયેલી એટલે આપની આંગળની કોમેન્ટ માટે આભાર આપવાનું શક્ય નહી બનેલ.રમેશભાઈ,ચિમનભાઈ,અનિલાબેન સર્વેનો આભાર મને પ્રોત્સાહન આપવા બદલ🙏

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s