આભાર


વ્હાલાં અને આદરણીય સર્જકો અને વાચકો,

મુરબ્બી શ્રી વડીલબંધુ દાવડાભાઈએ એમના સંતાન સમા વ્હાલા “દાવડાનું આંગણું” આગળ ધપાવવાની જે જવાબદારી મને આટલા બધા ભરોસા સાથે સોંપી છે એનો વિનમ્રતાથી સ્વીકાર કરતાં હું ગદગદ છું. હું મારા સહુ વાચકો અને સર્જેકોને વિશ્વાસ અપાવું છું કે મારી શક્તિથી પણ ઉપરવટ થઈને હું “દાવડાનું આંગણું’ના સ્તરને ખૂબ ખંતપૂર્વક ટકાવી રાખીશ અને સદૈવ ઉર્ધ્વગામી ગતિ રહે એનો સતત પ્રયાસ કરતી રહીશ. આદરણીય વડીલ શ્રી પી.કે. દાવડાના માર્ગદર્શન હેઠળ ગુજરાતીભાષાનું ડાયસ્પોરા અને વતનથી સર્જાતું ઉત્તમ સાહિત્ય ઈલેક્ટ્રોનીક મિડીયામાં સચવાઈ રહે અને ભવિષ્યમાં આવનારી પેઢી, ભાષાની શોધખોળને લગતી સઘળી પ્રવૃત્તિને માટે “દાવડાનું આંગણું” એક સંદર્ભ સાઈટ તરીકે ઉપયોગ કરે એના માટે હું સતત પ્રયત્નશીલ રહીશ.  પરંતુ, આ બધું કોઈ એક કે બે-ચાર વ્યક્તિઓ કરી ન શકે. હું એના માટે “દાવડાનું આંગણું”ના પિતા મુરબ્બીશ્રી દાવડાભાઈનું માર્ગદર્શન સદૈવ મળતું રહે અને સર્વ સર્જકો તથા વાચકોના સહકાર મળતો રહે એ માટે વિનમ્રતાથી વિનંતી કરું છું. આશા રાખું છું કે “આંગણું” ના સર્વ સર્જકો અને વાચકો મને એટલા જ સ્નેહથી સ્વીકારશે જેટલા પ્રેમથિ “આંગણું”ને આવકારે છે. આવનારા સમયમાં “દાવડાનું આંગણું”ને આગળ ધપાવવાની સફરમાં મારા હમસફર રહી મારી સાથે ચાલવા માટે આપ સહુને ભાવભર્યું નિમંત્રણ આપું છું. Together we can and we will do this magic.

વડીલબંધુ આદરણીય દાવડાભાઈનો અને સર્વ આદરણીય ને વ્હાલાં સર્જકો તથા વાચકોનો હું દિલથી આભાર માનું છું અને આપ સહુના સતત સંપર્કમાં રહીને કામ કરવા ખૂબ ઉત્સુક છું. પૂજ્ય શ્રી દાવડાભાઈએ તો નોંધ મોકલી જ છે, તોયે ફરી એકવાર, આપના સર્જનો મોકલવા અને સૂચનો કે નિખાલસ વાતચીત વડે સતત સંપર્કમાં રહેવા માટે નીચેના ઈમેલની નોંધ લેવા માટે હું આદરપૂર્વક વિનંતી કરું છું.
Jayshree Merchant
davdanuanganu1@gmail.com

આપ સહુના સહકારની અભિલાષી,

જયશ્રી વિનુ મરચંટના સાદર અને સસ્નેહ પ્રણામ

5 thoughts on “આભાર

  1. સુ શ્રી જયશ્રી વિનુ મરચંટને શુભેચ્છાઓ અને અભિનંદન આપ દાવડાનું આંગણું’ના સ્તરને ખૂબ ખંતપૂર્વક ટકાવી રાખીશો અને સદૈવ ઉર્ધ્વગામી ગતિ રહે એનો સતત પ્રયાસ કરતા રહેશો એવી અમારૉ શ્રધ્ધા છે

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s