રણને પાણીની ઝંખના – ૭ (પૂર્વી મોદી મલકાણ)


© બેરિયાટ્રિકસર્જરી પછીની કેર ભાગ ૨. 

પ્રોટીન સ્પેશિયલ

 

 

 

 

 

બેરિયાટ્રીક સર્જરી પછી અમુક પ્રિકોશન્સ લેવાનાં હોય છે. જેમાંથી અમુક પ્રિકોશન્સ એક વર્ષ માટે તો અમુક આખી જિંદગી માટે લેવાનાં હોય છે. આપણે ક્યાં ક્યાં  પ્રિકોશન્સ લેવાનાં હોય છે તે વિષે હવે જોઈએ.

 

૧) આ સર્જરી કરાવનારે આ સર્જરી કરાવ્યાં બાદ પોતાની જાતને અને શરીરને સમગ્ર ચિંતાઑમાંથી મુક્ત કરી દેવું અને શ્રી ભગવદ્ ગીતાનાં વાક્યાર્થને યાદ કરવું કે કર્મ કરો અને ચિંતા છોડો. આ વાક્ય અહીં ખરા અર્થમાં લાગુ પડે છે. કારણ કે જો પેશન્ટ સતત પોતાના શરીર અંગે જ વિચારતો રહેશે તો તે તે નકારાત્મક વિચારની અસર પોતાની ઉપર નાખશે આથી શરીર સંબધિત સમસ્ત નકારાત્મક વિચારોને દૂર કરીને આનંદિત જીવન જીવવાનો પ્રયત્ન કરવો અને પોતાની પર, તેમજ સર્જરી કરનાર ડોકટરો પર વિશ્વાસ રાખવો. આ સર્જરી બાદ વિશ્વાસ એ દવાનું કાર્ય કરે છે.

 

૨) આ સર્જરી પછી વિટામિન અને પ્રોટીન રોજેરોજ લેવા જોઈએ. પ્રોટીન અને વિટામીન એ બે.પે માટે મુખ્ય ખોરાક છે. આ ખોરાક પછી જ અન્ય ફૂડ લઈ શકાય છે.

 

૩) બીજી વાત એ જાણીએ કે સર્જરી પછી પણ જ્યાં સુધી વેઇટ ઉતરતું રહે ત્યાં સુધી સ્લીપ એપ્નિયા મશીન પહેરવું  કારણ કે આ મશીન વડે નિદ્રા પૂરી થતાં પેશન્ટ ઝડપથી રિકવરી પ્રાપ્ત કરે છે.

 

૪) એક વર્ષ કે તેથી વધુ સમય સુધી સતત પોતાના ડો સાથે તેમજ પોતાના ડાયેટ કન્સલ્ટન્સ સાથે વાતચીત કરતાં રહેવું જેથી કરીને સર્જરી બાદ આવતા ફેરફાર દરમ્યાન આપને તકલીફ પણ ન પડે અને તેમની સૂચનાઓને ધ્યાનમાં લઈ શકો.

 

૫) સર્જરી પછી ઓછા કાર્બોહાઈડ્રેટવાળો ખોરાક લેવો, તળેલી વસ્તુઓ, સ્વીટ્સ, ભાત, બટેટા, લાલ મીટ, રોટલી, સોડાવાળી ખાવા-પીવાની વસ્તુઓ, આથેલી વસ્તુઑ ( ઇડલી, ઢોકળા વગેરે) વગેરે ખોરાકને Void કરવો.

 

૬) હાઇ પ્રોટીન, પ્રોટીનયુક્ત વસ્તુઓ, શાકભાજી, દાળ, બિન્સ અને ફણગાવેલા બિન્સ , પિનટ બટર, નટ્સ, એગ્ઝ, ડેરી વસ્તુઓનો (દૂધ, દહીં, પનીર….વગેરે) સોયા અને સોયામાંથી બનેલ વસ્તુઓનો ઉપયોગ બને તેટલો વધુ કરવો.

 

૭) આ સર્જરી પછી રેગ્યુલર રીતે કસરત, યોગા, વોકીંગ વગેરે કસરત કરતાં રહેવું. આ ઉપરાંત ગાર્ડનનું કામ, રમત, સાયકલિંગ, સ્વિમિંગ વગેરે પણ કરી શકાય છે.

 

૮) આ કસરતો ઉપરાંત દિવસ દરમ્યાન અમુક સમય કાઢી પોતાની મનપસંદની પ્રવૃતિઓ પર ધ્યાન આપવું એટલું જ જરૂરી છે. જેથી કરીને ડિપ્રેશનથી દૂર રહી શકાય.

 

૯) આ સર્જરી બાદ મેઇન વસ્તુ એ છે કે ફૂડ આઈટમ તરફ જોવાનું તદ્દન બંધ નાખવું. કારણ કે જોવાથી ખાવાની ઈચ્છા થાય, ખાવાની ઈચ્છાથી સ્વયં પરનો કંટ્રોલ છૂટી જાય છે જેને કારણે પળેજીનો ભંગ થતાં મો માં આડોઅવળો ખોરાક મૂકવાનું ચાલું થઈ જાય છે.

 

૧૦) ઉપરાંત આ સર્જરી પછી ખોરાકને ધીમે ધીમે ચાવીને ખાવાની ટેવ પાડવી જરૂરી છે એક એક કોળિયો ૩૫ થી ૪૦ વાર ચાવવો જોઈએ.

 

૧૧) બેરિયાટ્રીક સર્જરીવાળી વ્યક્તિઓએ પોતાની જમવાની ડિશ બદલી નાખવી. એક રેગ્યુલર ડિશને બદલે હથેળીમાં સમાય તેવડી ડિશ લઈ જમવું. 

 

૧૨) બે.પે એ આખા દિવસ દરમ્યાન લગભગ ૧૦૦ ગ્રામ જેટલું પ્રોટીન લેવું તેનું મુખ્ય કારણ એ છે કે નોર્મલ વ્યક્તિઓ ૪૦ થી ૫૦ ગ્રામ પ્રોટીન લેતી હોય છે અને આ પ્રોટીન તેમને દિવસ દરમ્યાન ઘણી વસ્તુઓમાંથી મળી જાય છે પરંતુ બેરિયાટ્રિક સર્જરીનાં પેશન્ટ જ્યારે ૮૦ થો ૧૦૦ ગ્રામ પ્રોટીન લે છે તેમાંથી તેમનું શરીર અડધું જ એટ્લે કે ૫૦ ગ્રામ જ પ્રોટીન લઈ શકે છે બાકીનું પ્રોટીન શરીર બહાર ફેંકી દે છે. જો પેશન્ટ સામાન્ય વ્યક્તિઓની જેમ માત્ર ૫૦ ગ્રામ પ્રોટીન લેશે તો તે પ્રોટીનમાંથી માત્ર ૨૫ ગ્રામ પ્રોટીન તેમનું શરીર મેળવી શકશે. પ્રોટીન એ ઉર્જા અને એનર્જી આપવાનું કાર્ય કરે છે. આથી આ રીતે જો શરીરમાંથી પ્રોટીન ઓછું થશે તો શરીરનાં બંધારણમાં ઘણો જ ફર્ક આવશે. જેને કારણે શરીરમાં પ્રોટીનની કમી આવતાં વાળ ખરે છે, ચામડી શુષ્ક બની જાય છે, થાક લાગે છે, હાડકા-મસલ્સમાં દર્દ થાય છે. માટે બે.પે માટે પ્રોટીન એ મુખ્ય ખોરાક હોવાને કારણે તેમણે પ્રત્યેક પળે એ જ ધ્યાનમાં રાખવાનું રહે છે જે ખાદ્યમાંથી પ્રોટીન મળતું હોય તેવી જ વસ્તુઓ ખાવાનો આગ્રહ રાખવો. જરૂરી નથી કે કોઈ એક જ ફોર્મમાં પ્રોટીન લેવું જોઈએ, તે કોઈપણ સ્વરૂપમાં ચાલે છે. ઉલટાનું ઘણીવાર એવું બને છે કે એકસાથે પ્રોટીન લઈ શકાતું નથી, ત્યારે ટીપે ટીપે પાણી ભરાય એ કહેવત યાદ રાખી જેટલું પ્રોટીન ધીરે ધીરે લેવાય તેટલું લેવાની કોશિશ કરવી. બિલકુલ ન લેવાય તેનાં કરતાં ધીરી ગતિ પણ સ્થિર ગતિ સારી છે. હવે આપણે જોઈએ કે ક્યાં ક્યાં ખોરાકમાંથી કેટલું પ્રોટીન મળે છે.

 

 

શાકભાજીનાં બીજમાં રહેલ પ્રોટીન:-

 

૧૦૦ ગ્રામ કોળા, તરબૂચ, દૂધી, ગલકા વગેરેનાં બીજમાં ૨૩.૪ થી ૩૩ ગ્રામ પ્રોટીન રહેલ છે. ૧૦૦ ગ્રામ એડમામે ( Edamame ) માં ૨૨ ગ્રામ, લીલાં તુવેરદાણામાં ૪૪ ગ્રામ પ્રોટીન રહેલ છે તો મિક્સ વેજીટેબલમાં ( કોર્ન, વટાણા, ગ્રીન બિન્સ અને ગાજર આ કપ બોઈલ ) ૮ થી ૯ ગ્રામ, બોઈલ કરેલ બ્રોકોલીમાં ( ૧ કપ ), ૧૦૦ ગ્રામ બેક્ડ ( ઓવનમાં શેકેલું )  વિન્ટર મેલન- કોળામાં ૯ ગ્રામ, ૧ કપ મશરૂમમાં ૩.૫ ગ્રામ, ૧ કપ કેલ ( Kale ) લીવ્ઝમાં ૨.૫ ગ્રામ, ૧ આર્ટિચોક ( Artichoke ) માં ૪ ગ્રામ, ૧ કપ બ્રસેલ સ્પ્રાઉટ ( Brussel Sprouts ) માં ૪ ગ્રામ, ૧ કપ કૂક કરેલ શક્કરીયાંમાં ( તેલ વગર ) ૩.૩ ગ્રામ પ્રોટીન રહેલ છે.

 

 

 

 

 

 

 

 

લીલા મેવામાં- ફળોમાં રહેલું પ્રોટીન :-

 

 

સૂકી દ્રાક્ષ ( રેઇઝન ) માં ૩.૧ ગ્રામ, ડ્રાય એપ્રિકોટ ( જરદાલું ) માં ૩.૪ ગ્રામ, ૧૦૦ ગ્રામ જામફળમાં ૨.૬ ગ્રામ, ખજૂરમાં ૨.૪ ગ્રામ, આવોકાડોમાં ૨ ગ્રામ, પ્રૂન્સ ( Prunes ) માં ૨. ૨ ગ્રામ, ફણસમાં ૧.૮ ગ્રામ, ૧૦૦ ગ્રામ અનાર દાણામાં ૧.૭ ગ્રામ ૧૦૦ ગ્રામ બ્લેક કરંટ, શેતૂરમાં ( mulberries ) ૧.૪ ગ્રામ, ૧૦૦ ગ્રામ રાસબેરીમાં ૧.૨ ગ્રામ, ૧૦૦ ગ્રામ સ્ટાર ફ્રૂટમાં ૧.૧ ગ્રામ, ૧ કેળામાં ૧.૧ ગ્રામ, પીચમાં ૦.૯ ગ્રામ, લીલા અંજીરમાં ૦.૮ ગ્રામ, યેલો ટેટીમાં ૦.૭ ગ્રામ, ૧.૪ ગ્રામ, ૧ કપ દુરિયન ફ્રૂટમાં ૪ ગ્રામ પ્રોટીન રહેલ છે.

 

 

સૂકા મેવામાં અને સીડ્સમાં રહેલ પ્રોટીન સોર્સ:-

 

બદામ, પિસ્તામાં ૩૩ ગ્રામ, અખરોટ, પિકાનમાં ૧૦ ગ્રામ, સીંગદાણામાં ૨૮ ગ્રામ, પાઇન નટ્સમાં ૧૪ ગ્રામ, સુગર વગરનાં કોકા પાવડરમાં ૨૦ ગ્રામ, ૧/૪ કપ ફ્લેક્સ-અળસી સીડ્સમાં અને તલમાં ૧૮ ગ્રામ, ૧/૪ કપ તકમરિયામાં ( ચીયા સીડ્સ ), ૧/૪ કપ સૂરજમુખીનાં બીજમાં ૮ ગ્રામ પ્રોટીન રહેલ છે.

 

 

 

 

 

અનાજ, દાળ અને કઠોળમાં રહેલ પ્રોટીન:-

 

૧૨ ગ્રામ, દાળ કૂક થયા વગરની ૧૦ ગ્રામ અને કૂક થયા પછી ૨૦૦ ગ્રામ દાળમાં ૧૮ ગ્રામ, ૧ કપ વટાણાની દાળમાં ૧૬ ગ્રામ, જ્યારે ૧ કપ કૂક થયેલ વાલ, અને આખા મસૂરમાં ૧૫ ગ્રામ પ્રોટીન રહેલ છે. ૧ કપ લીલાં ચોળાનાં દાણામાં, આખા અડદમાં, કિડની બિન્સમાં ( રાજમા ), નેવી બિન્સમાં, બ્લેકઆઇ બિન્સમાં ( કાળા સ્પોટવાળા ચોળા –લોબિયા ) ૧૫ ગ્રામ, ૨૦૦ ગ્રામ જુવારમાં ( Sorghum  Millet ) ૨૨ ગ્રામ, રાગીમાં ( Fingar Millet ) ૮ થી ૧૧ ગ્રામ, બાજરી ( Pearl Millet ) ૨૨ ગ્રામ, ફોક્સટેઇલ મિલેટમાં ( Foxtail millet ) ૧૩.૬૫ ગ્રામ, ૧ કપ કૂક કરેલ મગ આખામાં, પિન્ટો બિન્સમાં ૧૪ ગ્રામ, સોયા બિન્સમાં ૩૮ ગ્રામ, ૧ કપ કૂક કરેલ બ્રાઉન રાઈસ – ભાત, ઓટ ગ્રોટ્સ ( Oat Groats ), જવ, સ્પેલ્ટમાં ( spelt ) ૫ ગ્રામ, ૧ કપ બાફેલા આખા ઘઉંમાં ૭.૫ ગ્રામ પ્રોટીન, ૧ કપ કૂક કરેલ બકવીટમાં ( Buckwheat ) ૨૩ ગ્રામ, ઘઉંનાં ફાડામાં, કુસકુસ ( Couscous ), ટેફમાં ( Teff )  ૬ ગ્રામ પ્રોટીન રહેલ છે. ઓટ બ્રાન ( Oat bran ), વાઇલ્ડ રાઈસમાં ૭ ગ્રામ, પોલિશ કરેલ સફેદ ભાતમાં ( ૧ કપ ) ૪.૭ ગ્રામ, કિનવામાં ૯ ગ્રામ અને બાજરી- અને ૧ કપ કૂક કરેલ ટ્રીટીકેલ ( Triticale ) માં ૨૫ ગ્રામ પ્રોટીન રહેલ છે.

 

નોંધ:- દરેક કપનું પ્રમાણ અલગ અલગ હોય છે તે પ્રમાણે જોવું. ( નાનો, મોટો, લાર્જ કપ )

 

 

 

 

 

 

 

 

દૂધ, દહીંનું પ્રોટીન:-

 

૧ કપ ફેટયુક્ત દૂધમાં ૮ ગ્રામ પ્રોટીન, ૧ કપ સ્કીમ મિલ્કમાં ૩.૬ ગ્રામ પ્રોટીન, મઝરોલા અને કોટેજ ચીઝમાં ૩૨ ગ્રામ, પનીર, પાણી વગરનું મસ્કા દહી, અથવા ગ્રીક યોગર્ટમાં ૧૫ થી ૨૦ ગ્રામ અને સોયામિલ્ક, યોગર્ટ, સોય ટોફૂમાં ૯ ગ્રામ પ્રોટીન રહેલું હોય છે.

 

એગ્ઝ, ફિશ અને મીટમાં રહેલું પ્રોટીન:- બોઈલ એગ્ઝમાં ૧૩ ગ્રામ,  સાલમન ફિશ ( ૧૭૮ ગ્રામમાં ) ૩૯ ગ્રામ પ્રોટીન, બીફ ( ૮૫ ગ્રામમાં ) ૨૨ ગ્રામ પ્રોટીન, પોર્ક, ચીકન, ટર્કી મીટ  ( ૮૫ ગ્રામમાં ) ૨૪ ગ્રામ પ્રોટીન, યેલો ફિન તુના ફિશ ૨૫ ગ્રામ પ્રોટીન રહેલું છે.

 

ઉપરોક્ત વસ્તુનાં પ્રોટીનને બાદ કરતાં માર્કેટમાં પ્રોટીન પાવડર પણ મળે છે, જેમાં ૧૦૦ ટકા વિટામિન ઇ સાથે અન્ય વિટામિનો અને મિનરલ્સ રહેલા હોય છે. આ પ્રોટીન પાઉડરનો યુઝ કરતી વખતે તેમાં માપ માટે તે પાઉડર બોક્સમાં રહેલ સ્પૂનનો ઉપયોગ કરવામાં આવે છે. આ સ્પૂન ભર પ્રોટીન પાવડરનું જે પ્રમાણ હોય દા.ખ એક સ્પૂન બરાબર ૨૦ ગ્રામ પ્રોટીન હોય તો નોર્મલ વ્યક્તિ માટે પૂરતો હોય છે, પણ બે.પે ૨ થી ૩ સ્પૂન એટ્લે કે ડબલ પ્રમાણમાં લે તો ૪૦ થી ૬૦ ગ્રામ પ્રોટીન થઈ જાય છે. પ્રોટીન પાઉડર ખરીદતી વખતે મુખ્યતઃ એ ધ્યાનમાં રાખવું કે તેમાં વધુ પડતી સુગર કે આર્ટીફિશિયલ સુગરનો ઉપયોગ થયો ન હોવો જોઈએ. આ પ્રોટીન પાઉડરનાં પેક પર રહેલ ન્યુટ્રિશન ફેક્ટ્સનું લેબલ વાંચી લેવું જેમાં સુગરનું પ્રમાણ ઓછામાં ઓછું હોય તેવો પ્રોટીન પાઉડર ખરીદવાનો આગ્રહ રાખવો. ( સુગરનું પ્રમાણ ૨ થી ૩ ગ્રામ જેટલું જ હોવું જોઈએ.) દા.ખ સોય નેચરલ અને Whey Isolate Protein પાઉડરમાં ફ્લેવર અને અન ફ્લેવર્ડ બંને આવે છે જેમાં અન ફ્લેવરમાં સુગરનું પ્રમાણ બિલકુલ હોતું નથી, તેને મિલ્ક, છાશ કે દહીં સાથે મેળવીને ઉપરથી ફ્રેશફૂટ નાખી ફ્લેવરયુક્ત બનાવી શકાય છે. એજ રીતે Protein & Greens, Protein & Friuts અને અમુક વેનીલા કે ચોકલેટ જેવાં Flavored પ્રોટીન પાઉડર પણ સારા પડે છે પણ આ Flavored પ્રોટીન પાઉડરમાં સુગરની સાથે કેલેરીનું પ્રમાણ કેટલું છે તે જોવું જરૂરી છે. વેજીટેરિયન લોકો માટે પ્રોટીનનો સારો સ્તોત્ર ગણાતી આ અમુક વસ્તુઓ છે. આ જ વસ્તુઓમાંથી સર્જરી પછી ઉપયોગમાં લેવાતી અમુક રેસિપીઓ આપણે આગળના લેખમાં જોઈશું. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ડો.ઇંગ અને તેમની ટીમ સજેસ્ટ કરે છે કે સર્જરી બાદ પેશન્ટે નકારાત્મક વિચારો છોડી સકારાત્મક વિચારને અપનાવીને શરીર ઓછું કરવા માટે નક્કી કરેલા ગોલ તરફ આગળ વધવું જોઈએ. આ ગોલ ઉપર પહોંચવા માટે સર્જરી પછીનાં ૮ અઠવાડીયા સુધી લિક્વિડ ખોરાક લેવો જોઈએ. આ ખોરાક લેવા માટે ચા, કોફી, કોકાકોલા વગેરે જેવા કેફિનયુક્ત પીણાં ન લેવા જોઈએ. કારણ કે કેફિન એ શરીરમાં રહેલા આર્યન તત્વનો પ્રભાવ ઓછો કરી નાખે છે આથી જેમને ચા કોફીની આદત હોય તો તેમણે ડી કેફ ( કેફિન વગરની ચા અને કોફી ) લેવી જોઈએ. સામાન્ય રીતે ૮ ઔંસ કેફિનવાળી રેગ્યુલર કોફીમાં ૮૦ થી ૧૩૦ મિલિગ્રામ જેટલું કેફિન હોય છે, ઇન્સ્ટન્ટ કોફીમાં ૪૦થી ૬૦ મિલિગ્રામ જેટલું કેફિન હોય છે અને ડિકેફિનવાળી કોફીમાં ૧ થી ૧૦ મિલિગ્રામ જેટલું કેફિનનું પ્રમાણ હોય છે. આ ઉપરાંત અમુક બ્રાન્ડની કોફીમાં કેફિનનું પ્રમાણ નહિવત હોય છે. કોફીની જેમ જ ચા નું પણ છે તેથી યુ એસ માં બેરિયાટ્રિક સર્જરીનાં પેશન્ટોને ડીકેફ કોફી અને ચા લેવા માટે આગ્રહ કરાય છે, જ્યારે સોડા ઉપરાંત જે પીણાંમાં સોડાનો ભાગ રહેલ છે તેવા આલ્કોહોલિક કે પીણા ન લેવા માટે કહેવામા આવે છે. ઉપરાંત જેમાં રેસા હોય તેવા પીણાંઓને ન લેવા જોઈએ. લાઇટ ક્લીયર લિક્વિડ લેવા માટે લિક્વિડને ગાળી નાખવું જરૂરી છે. ઉપરાંત આ લિક્વિડમાં મરી મસાલાનો, ડ્રાય લીવ્સ સ્પાઇસ, સીડ્સ સ્પાઇસનો ઉપયોગ પણ ન કરવા માટે કહેવામાં આવે છે. મરી મસાલાથી પેટમાં લીધેલા સ્ટિચીઝમાં બળતરા થાય છે. ડ્રાય પાર્સલી, કરીલીવ્સ જેવા પાંદડા અને સીડ્સ સ્પાઇસ ( જીરું, તલ, રાઈ,મેથી, અજમો વગેરે ) આંતરડામાં સલવાઈ જાય તેનો ભય રહેલો છે આથી મસાલા તેમજ ડ્રાય પાંદડાનો ઉપયોગ નકારવો જોઈએ. લિક્વિડ પીવા માટે બેરિયાટ્રિક સર્જરી પછી સ્ટ્રોનો ઉપયોગ પણ ન કરવો જોઈએ કારણ કે જ્યારે સ્ટ્રોથી લિક્વિડ પીવા માટે મુખથી ખેંચીએ છીએ ત્યારે તેમાં હવા પણ ખેંચાઈને આવે છે. સર્જરી પછી આ હવા ગળામાં અટવાઈ જાય તો ખાંસી આવે છે, અને ખાંસી ખાતા અંદરનાં ટાંકા તૂટી જવાનો ભય રહેલો હોય છે. આ ટાંકાને ગળતા લગભગ ૪ થી ૬ વીક લાગે છે. આથી તે ટાંકાને નુકશાન ન થાય તે હેતુથી ઊલટી, ઊબકા, ખાંસી વગેરે ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. સર્જરી પછી લગભગ ૭ થી ૮ વીક સુધી ફૂલ લિક્વિડ ડાયેટ પર રહેવાનુ હોય છે, ત્યારબાદ બીજા ૮ વીક સેમી લિક્વિડ ડાયેટ, ત્યારબાદ સોફ્ટ ડાયેટ થી રેગ્યુલર આહાર તરફ ધીમે ધીમે વાળવામાં આવે છે. અલબત્ત આહાર તરફ જવા માટેની પ્રત્યેક સૂચનાનું પાલન કન્સલટન્સ અને ડોકટરની સૂચના અનુસાર કરાય છે.

 

નોંધ: આ લેખ તૈયાર કરવા માટે બેરિયાટ્રિક સર્જન ડો. રિચર્ડ ઇંગનું માર્ગદર્શન લેવામાં આવ્યું છે. 

 

© પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.

 

 

 

 

 

 

 

 

 

 

1 thought on “રણને પાણીની ઝંખના – ૭ (પૂર્વી મોદી મલકાણ)

  1. બેરિયાટ્રિક સર્જન ડો. રિચર્ડ ઇંગના માર્ગદર્શન માં સુ શ્રી પૂર્વી મોદી મલકાણએ તૈયાર કરલો ખૂબ ઉપયોગી લેખ બીજા પણ અનેક વ્યાધીઓ માટે કામ લાગે તેવો છે.
    .
    સામાન્ય તયા સારવાર અને ઓપરેશન પછી ખોરાક અંગે ખાસ કંઇ કહેતા નથી અને દર્દીઓ આહાર વ્યવહારમા કાળજી રાખતા નથી.

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s