પ્લેટ્સ
જ્યોત્સનાબહેનની અન્ય સિરીઝની જેમ જ એમની પ્લેટ્સ સિરીઝ પણ ખૂબ જ લોકપ્રિય છે, અને એમાં પણ કૂકડાના ચિત્રોવાળી પ્લેટ્સ વધારે લોકપ્રિય છે. આજે બે પ્લેટ્સ કૂકડાના ચોત્રોવાળી અને એક પ્લેટ બતકના ચિત્રવાળી (જે વધારે નાજૂક છે) રજૂ કરી છે. હું આ પ્લેટ્સને ગૃહઉપયોગી શ્રેણીમાં ન મૂકતાં, ગૃહશોભા શ્રેણીમાં મૂકીશ.
(પોતાના સિરામિક્સના પ્રદર્શનમાં ફોન ઉપર વાત કરતા જ્યોત્સના ભટ્ટ)
૧૦ ઈંચ ડાયામિટરની આ ડીસમાં બતકનું બચ્ચું (Duckling)
કેટલું સુંદર રીતે અંકિત કર્યું છે. આ સિરામિકનું અંતીમ સ્વરૂપ Stoneware છે.
૨૦૦૨ માં આ બનાવ્યું છે. ૧૦” ડાયામીટરની આ પ્લેટને Bird નામ આપ્યું છે અને એનું અંતીમ સ્વરૂપ ગ્લેઝ્ડ સ્ટોનવેર છે. આ પણ ગૃહશોભા માટે છે.
લાકડાની ભઠ્ઠીમાં ૧૨૮૦ ડીગ્રીના તાપમાને એને પકાવ્યું છે.
જ્યોત્સનાબહેનની Stoneware પ્લેટ્સમાં કૂકડાવાળી પ્લેટસ વધારે જાણીતી છે. આવા સિરામિક્સ ઘરવપરાસ કરતાં ઘરની શોભા માટે બનાવવામાં આવે છે. લગભગ પ્લેટ્સના ડાયામીટર ૧૦ ઈંચ જ હોય છે.
આવી જ એક બીજી પ્લેટ.
.
સુ શ્રી જ્યોત્સનાબહેનની અન્ય સિરીઝની જેમ જ એમની પ્લેટ્સ સિરીઝ અંગે સ રસ માહિતી બદલ ધન્યવાદ
LikeLike
Great.
LikeLike
arts lover really know value of smt. Jyotsna ben’s ceramic work on different items.’KUDERATE APELI BAXSHIS’
LikeLike