રણને પાણીની ઝંખના – ૯ (પૂર્વી મોદી મલકાણ)


બેરિયાટ્રિકસર્જરી પછીની કેર ભાગ ૪. … 

બેરિયાટ્રિકસર્જરી પછી જે સૌથી મોટો ફેરફાર થાય છે તે છે ખોરાકમાં. ખોરાક લેવા બાબતે થોડા સમય માટે ડોકટરોની સૂચના પાલન કરવામાં આવે છે. આ સર્જરીનાં લગભગ ૪ થી ૬ મહિના પછી મૂળ ખોરાક પર ધીરે ધીરે વળી શકાય છે, અલબત્ત આ સમય આવતાં વાર લાગે છે, કારણ કે આ સમય પેશન્ટ્સને આપેલા સમય અને તેની રૂઝ ઉપર આધાર રાખે છે. પણ આ સમય સુધી પહોંચવા માટે સૌ પ્રથમ લિક્વિડ ખોરાકથી શરૂઆત કરવામાં આવે છે. આ લિક્વિડ ખોરાકની ઇંડિયન ટેસ્ટ પ્રમાણેની કેટલીક રેસિપીઓ આપણે ગયા અંકમાં જોઈ. હવે આ વખતનાં અંકમાં અમેરિકન રેસીપીઑ જોઈશું.

અમેરિકામાં સર્જરી થયાંનો દિવસ અને સર્જરી પછીનો દિવસ એમ બે દિવસ કેવળ બરફ આપવાંમાં આવે છે. આ બરફ દ્વારા જ પેશન્ટની તરસ મિટાવવામાં આવે છે. તેનું કારણ એ છે કે સર્જરીનાં ટાંકા તાજા હોવાથી લિક્વિડ કે પાણી તરત આપી શકતું નથી, પણ આ સમય દરમ્યાન પેશન્ટને ડીહાઈડ્રેસન ન થઈ જાય તે હેતુથી બરફ આપવામાં આવે છે. આ બરફ ચૂસવાથી પેશન્ટની પાણીની જરૂરિયાત પણ પૂરી થઈ જાય અને અંદરનાં ટાંકા ઉપર વધુ પાણી પણ ન પડે. બે દિવસ વીતી ગયા બાદ ત્રીજા દિવસથી પેશન્ટને પાણી પીવાની છૂટ આપવામાં આવે છે. ચોથા દીવસે પેશન્ટને ઘરે જવાની રજા આપવામાં આવે છે. ઘરે આવ્યા બાદ ૮ અઠવાડીયા પેશન્ટે દર બે કલાકે ૨ થી ૩ ઔંસ લિક્વિડ લેવાનું રહે છે. અલબત્ત જેમ જેમ દિવસો પસાર થતો જાય તેમ તેમ લિક્વિડ ખોરાકનું સ્વરૂપ પણ બદલાતું જાય છે જેમાં એકદમ પાતળા લિક્વિડ ખોરાકને બદલે થોડું જાડું લિક્વિડ લેવામાં આવે છે, પણ તે લેવલ સુધી પહોંચવા માટે પણ ડાયેટીશ્યનની સૂચના લેવામાં આવે છે.

પ્રથમ ૪ થી ૫ વીક એકદમ પાતળા લિક્વિડ પ્રોગ્રામમાં પાણી, વેજીટેબલ કે ચિકન ઉકાળેલ પાણીનો બ્રોથ સૂપ, સુગર વગરનાં અને ફાઈબર વગરનાં ફ્રેશ જ્યુસ ( બહારનાં સુગર યુક્ત જ્યુસ અને જેમાં પ્રિઝ્ર્વેટિવ્ઝ રહેલાં છે તેવાં જ્યુસ વોઈડ કરવા ) પ્રોટીન પાઉડર શેક, ક્રીમ વગરનાં આલ્મંડ કે સોયામિલ્ક, રેગ્યુલર સ્કીમ મિલ્ક, ડી –કેફ ચા અથવા કોફી, હર્બલ કે ગ્રીન ટી,  સુગર ફ્રી પોપસિકલ આઈસ, કેલેરી ફ્રી ક્રિસ્ટલ લાઇટ ડ્રિંક વગેરે લેવાનાં હોય છે.

અમેરિકન બ્રોથ અને સૂપ.

૧) હોમ મેઈડ ક્લીયર વેજીટેબલ બ્રોથ

૧ ગાજર

૧ કાંદો

૧ ટુકડો લીક

૧ કપ પાર્સલી

૪-૫ કળી લસણ

૧ ટામેટું

૧ ટુકડો (મોટો) બટરનટ સ્કોવોશ

૧ ઝૂકીની (આખી) Enchanted

૧ ટુકડો વિન્ટરમેલન (સફેદ કોળું)

૬-૭ બેસીલ લીવ્સ

૧ ગ્લાસ પાણી

 

ઉપરોક્ત બધાં શાકભાજીને બાફતી વખતે ૩ થી ૪ ગ્લાસ પાણી નાખવું, આ શાકભાજીયુક્ત ગરમપાણીને જુદો કાઢી લેવું. આ પાણીને ઠંડુ કરી તેમાં મલ્ટી વિટામિન પાઉડર અને પ્રોટીન પાઉડર નાખવો. આ વિટામિન અને પ્રોટીન યુક્ત બ્રોથને અડધી કલાક સેટ કરી ઉપયોગમાં લેવું, અથવા આ જ બધાં શાકભાજીને પાણી સાથે મિક્સીમાં ચર્ન કરી તેનો સૂપ બનાવવો. સૂપ બન્યાં બાદ તેમાં ચપટી મીઠું નાખવું, મલ્ટી વિટામિન અને whey પ્રોટીન પાઉડર નાખવા. આ સૂપને ૧ થી ૨ કલાક સેટ થવા દેવો. ત્યાર પછી સૂપને ગાળી લઈ તેમાંથી ફાઈબરનો ભાગ જુદો કાઢવો. ત્યારપછી ઉપયોગમાં લેવો. સામાન્ય રીતે સૂપ બ્રોથ કરતાં વધુ જાડો હોય છે તેથી ૪ થા અઠવાડીયા બાદ તેનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રથમ ૪ અઠવાડીયામાં જો સૂપનો ઉપયોગ કરવાનો હોય તો સૂપને પાણી જેવો પાતળો બનાવવાનો રહે છે. સૂપમાં મીઠું સિવાય અન્ય મસાલાઓ ઉપયોગમાં લેવાતાં નથી, અને કોઈ ડ્રાય સ્પાઇસ નાખ્યાં હોય તો તેને ગાળી લેવાંનાં હોય છે જેથી કરીને તેનો અર્ક સ્વાદમાં આવી જાય. પણ મરચાં, કાળા અને સફેદ મરી કે મરી પાઉડરથી દૂર જ રહેવાનું હોય છે. મરી, પેપર જેવાં મસાલાઓમાં રહેલી તીખાશને ટાંકા સહન કરી શકતાં નથી.  જેનાં અલગ પરિણામ આવે છે. લિક્વિડ પ્રોગ્રામનાં ચાર અઠવાડીયા પછી ધીરે ધીરે પાતળા સૂપ પરથી જાડા સૂપ તરફ વળવામાં આવે છે. અલબત્ત આ સૂપનું પ્રમાણ ૩-૪ ઔંસ જ લેવાનું હોય છે, પણ સૂપનું સ્વરૂપ બદલાતું જાય છે.

૨) બટરમિલ્ક એન્ડ યોગર્ટ પ્રોટીન સ્મૂધી

દહીં ૨ ચમચા

પ્રોટીન પાવડર ૨ ચમચા 

કોઈપણ ફ્રૂટ ૧ કપ

બધી જ સામગ્રી ભેગી કરીને પાતળી સ્મૂધી બનાવવી અને તેને ૧।૨ કલાક સેટ કરી ગરણીથી ગાળી લેવી ત્યાર પછી ઉપયોગમાં લેવી. જેથી કરીને કોઈપણ પ્રકારનાં રેસા કે ટુકડાઓ રહી ગયાં હોય તો નીકળી જાય. જ્યારે સેમી સોફટ લિક્વિડનો સમય આવે ત્યારે આજ રેસીપીમાં પાણીનો ભાગ ઓછો કરી થીક સ્મૂધી બનાવવી.

૩) પાલક પ્રોટીન સૂપ

પાલક -૧ કપ

કાંદો -૧।૨

પાણી ૨ ગ્લાસ

પ્રોટીન પાઉડર ૨ સ્પૂન

બધી જ સામગ્રી ભેગી કરી બોઈલ કરવી. બોઈલ થયા બાદ થોડી ઠંડી થાય પછી પ્રોટીન પાઉડર સાથે મિક્સીમાં ચર્ન કરવું ત્યાર પછી ગાળી લઈ ઉપયોગમાં લેવું.

૪) સોયાબિન્સ, ટોફું અને સોયાવડી ક્લીયર બ્રોથ

સોયાબિન્સ ૧ કપ પલાળેલા
સોયાવડી ૧ કપ
સોયા ટોફું ૧ કપ
સરગવાની શીંગ અથવા વ્હાઇટ બીન્સ
પ્રોટીન પાઉડર

સોયાવડી, સરગવાની શીંગ અને સોયાબિન્સને ભેગા કરી તેમાં મીઠું નાખી બાફવા. (પાણીનો ભાગ વધુ રાખવો.) બફાયા બાદ શીંગમાંથી પલ્પ કાઢી લેવો, સોયાબિન્સ અને વડીને પણ અલગ કાઢી લેવા ત્યારબાદ શીંગવાળા પલ્પ અને પ્રોટીન પાઉડર સાથેનાં પાણીને મિક્સીમાં ચરણ કરી લેવું અને મલમલનાં કપડાં વડે અથવા ગરણીથી ગાળી લેવું જેથી કોઈપણ રેસા કે સોયાબિન્સ કે વડીનો ઘન પાર્ટ તેમાં ન રહે.  જો વ્હાઇટ બીન્સ હોય તો તેને અલગથી પાણીમાં બાફવા અને તે પાણીનો ભાગ ઉપયોગમાં લેવો. બીન્સનો પલ્પ કે બીન્સ આખા ઉપયોગમાં ન લેવાં.

 

૫) ગ્રીન લીવ્ઝ બ્રોથ

સ્પીનેચ ૨ કપ
પોઇની ભાજી ૨ કપ
તાંદળજા અથવા રેડલીફની ભાજી ૧ કપ
ગોંગારું ભાજી અથવા આંબટ ભાજી ૨ કપ
મેથીની ભાજી ૧ કપ
મૂળા કે ગાજરનાં પાન ૧ કપ
કરીલીવ્સ ૧ કપ
લસણ ૩ થી ૭ કળી
કાંદો ૧ ટુકડા કરીને
ટામેટા ૨ ટુકડા કરીને

આ બધી જ સામગ્રીઓ ૪ ગ્લાસ પાણીમાં ભેગી કરી બોઈલ કરવી. બોઈલ થયા બાદ આ બધી જ સામગ્રીમાંથી પાણીનો ભાગ છૂટો પાડીને તેમાં પ્રોટીન પાઉડર નાખી સેટ કરવું અને ઉપયોગમાં લેવું. સેમિસોફટનાં સમયમાં પલ્પ સાથે લેવું.

 

નોંધ:- કોઈપણ પ્રકારનાં પલ્પ ભલે હોય પણ પાતળું લિક્વિડ બનાવી લેવું. લિક્વિડ ખોરાક હોવાથી એકીસાથે વધુ લિક્વિડ લેવાનો દુરાગ્રહ ન રાખવો. અલબત્ત જેમ જેમ દિવસો પસાર થાય છે તેમ તેમ ઔંસનું માપ વધતું જાય છે અને અંતે ૬૪ ઔંસ સુધી લિક્વિડ લેવું જરૂરી બની જાય છે જે સૂપ, બ્રોથ, અનસ્વીટન્ડ જ્યુસ, કે કેવળ પાણી રૂપે આ લિક્વિડ લેવાનો અર્થ એ છે કે પેશન્ટને ડિહાઈડ્રેશન ન થાય કે  ભૂખ લાગવાથી વણજોઈતા ખાદ્યથી પેટ ન ભરાય.

૨) તે જ રીતે દર બે કલાકે લિક્વિડ ખોરાક લેવો. આ ફક્ત લિક્વિડ ખોરાકની વાત નથી, જ્યારે રેગ્યુલર ખોરાક પર આવે ત્યારે પણ દર બે કલાકને અંતે થોડું થોડું ખાતું રહેવું. પણ આ દર બે કલાકનાં ફૂડમાં હાઇ કાર્બવાળી વસ્તુઓ વોઈડ કરવી.

૨) લિક્વિડ ખોરાકનો સમય પસાર થયા પછી સેમી સોફ્ટ ફૂડનો સમય આવે છે. સેમી સોફટ પછી સોફટ ફૂડનો સમય આવે છે અને ત્યારપછી રેગ્યુલર ફૂડનો સમય આવે છે.

૩) આ સર્જરી પછી મોટાપો ધરાવતી વ્યક્તિનો બીજો જન્મ થાય છે. તેથી માની લો આ અવસ્થા એક બાળક જેવી હોય છે. જેમ એક બાળક માટે આપણે લિક્વિડ, પછી સેમિસોફ્ટ, ત્યાર પછી સોફ્ટ ખોરાક પર આવીએ છીએ તેમ બે.પે માટે પણ હોય છે તે વાતનો ખ્યાલ રાખવો.

૬) બોઈલ્ડ એપ્પ્લ બ્રોથ

સફરજન -૨
૨ ગ્લાસ પાણી
સ્વાદ અનુસાર મીઠું અને સુગર ફ્રી

સફરજનને પાણીમાં બોઈલ કરવું ત્યારબાદ તેને મિક્સીમાં ચર્ન કરી એકદમ પાતળું પેય બનાવી લેવું ત્યારબાદ તેને કપડાં વડે ગાળીને તેમાં મીઠું અને પીંચ સુગર ફ્રી નાખી મિક્સ કરી તેને પીવાનાં ઉપયોગમાં લેવું.

 

૭) સુગર ફ્રી જેલો:- સર્જરી પછી કેવળ લિક્વિડ ખોરાક ઉપર રહેતાં બે.પેને ઘણીવાર કશુક નવું મો માં મૂકવાનું મન થઈ આવે છે ત્યારે તે અવસ્થામાં કેવળ એક જ વસ્તુ છે જે અમેરિકન ડાયેટીશ્યન પ્રિફર કરે છે. તે છે સુગર ફ્રી જેલો.( આપણે ત્યાં જેલી ) આ સુગર ફ્રી જેલોનાં ઝીણા ઝીણા ટુકડા બનાવી તેને ચૂસવામાં આવે છે અથવા જેલોને ઠંડુ કરી ચમચી વાટે પીવામાં આવે છે. પણ જેલોનો મહત્તમ ઉપયોગ સોફ્ટ ફૂડ પછી ગણાય છે. લો કાર્બમાં જેલો આવતી હોવાથી બે.પે માટે ખૂબ સારું પડે છે. એક પ્રકારે લિક્વિડનો જ ભાગ ગણાય છે.

નોંધ: જેલો સિવાયની આ બધી જ રેસિપીઓમાં પ્રોટીન તો છે જ પરંતુ આટલું પ્રોટીન પૂરતું નથી તેથી રોજે ૮૦ થી ૧૦૦ ગ્રામ પ્રોટીનનાં ગોલને પૂરો કરવા માટે ઉપરથી બીજું પ્રોટીન લેવું જરૂરી છે. પણ આ સર્જરી પછી ખોરાક ઓછો થવાને કારણે જેમ બંધારણ માટે પ્રોટીન જરૂરી છે તેમ વિટામિનની પણ જરૂર છે. ખોરાક હવે લગભગ નહિવત હોવાથી પ્રોટીન અને વિટામિનની કમી ગંભીર તબીબી અસરો ઊભી કરી શકે છે અને એનીમિક થઈ જવાય છે. તેથી રોજેરોજ તંદુરસ્ત હાડકાં, તેજસ્વી ચામડી, હૃદય, સ્નાયુ અને ચેતાતંત્ર માટે મિનરલ્સ અને ખનીજ ખૂબ જરૂરી છે. પરંતુ એવું નથી કે આ વિટામિન કેવળ એક દિવસ કે અઠવાડીયામાં એકવાર લેવાની હોય છે. પણ તેથી હવે પછીનાં ચેપ્ટરમાં આપણે બેરિયાટ્રિક સર્જરીનાં પેશન્ટે ક્યા ક્યા વિટામિન લેવાનાં અને કેટલા વિટામિન લેવાનાં તે વિષે જોઈશું.

નોંધ:- આ રેસીપીલેખ ડો. ઇંગ અને હેડ ડાયેટીશ્યન ક્રિસ્ટીન સ્ટીફનબર્ગનાં માર્ગદર્શન સાથે તૈયાર કરવામાં આવ્યો છે.

© પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.

 

1 thought on “રણને પાણીની ઝંખના – ૯ (પૂર્વી મોદી મલકાણ)

  1. અમેરિકન રેસીપીઑ બદલ ધન્યવાદ
    .
    આ રેસીપીઑ તો વિશ્વના દરેક દેશમા ચાલે તેવી છે

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s