બડ ફોર્મસ
સિરામિક્સનો આ સૌથી અઘરો પ્રકાર છે. મોટા ફૂલોની કળીઓનો માટીને હાથેથી આકાર આપવો એ ખૂબ જ અઘરૂં કામ છે. કદાચ એક એક પાંખડીને અલગ અલગ તૈયાર કરીને એને જોડવાનું કામ અંદરના પોલાણને લીધે ખૂબ જ નાજુક હાથે કરવું પડે.
એમના કામમાં ગામના કુંભારની નહીં પણ એક શહેરી વ્યક્તિની છાપ છે. એમના કામમાં એમની વડોદરા શહેરની સુખસગવડવાળી રહેણી કરણીની છાપ નજરે ચડે છે. છેક ૧૯૬૦ થી આ કામમાં રચ્યા પચ્યા હોવાથી એમને ખૂબ જ આત્મશ્રધ્ધા છે કે પીસ સરસ જ થશે. એમના હલકા હાથોમાં ગમે તેવી માટી જાણે કે જીવતી થઈ જાય છે. આકાર જાણે આપોઆપ બનતા હોય છે.
અહીં મેં એમની કેટલીક ખૂબ જ પ્રખ્યાત કળીના ફોટોગ્રાફસ આપ્યા છે.
આ સિરામિકનું નામ છે કમળની કળી. ડાબૉ બાજુની કળી ૭ ઈંચ ઊંચી છે અને જમણી બાજુની ૮ ઈંચ ઊંચી છે. આ Un-glazed સ્ટોનવેર છે. ૨૦૦૧ માં તૈયાર કરેલું આ સિરામિક શોભા માટે છે. ૧૨૮૦ ડીગ્રી તાપમાને લાકડાની ભઠ્ઠીમાં તપાવ્યું છે.
આ કલાકૄતિને ગોળૉ એવું નામ આપ્યું છે. ઊંચાઈ ૮ ઈંચ છે. સફેદ મેટફીનીશવાળું આ ગ્લેઝડ સ્ટોનવેર છે અને શોભા માટે ૨૦૦૭ માં બનાવ્યું છે. આજે પણ લાકડાની ભઠ્ઠીમાં ૧૨૮૦ ડીગ્રી સુધી તપાવ્યું છે.
આને પણ ગોળો જ કહ્યો છે. ડાયામીટર ૧૦ ઈંચ છે. આ એક મેટ ફીનીશવાળું સ્ટોનવેર છે. ૨૦૦૯ માં બનાવેલું આ સિરામિક શોભા માટે છે. ૧૨૮૦ ડીગ્રીએ લાકડાની ભઠ્ઠીમાં પકાવ્યું છે.
સુ શ્રી જ્યોત્સના ભટ્ટનો ‘ બડ ફોર્મસ’
.
માહિતીપ્રદ સુંદર લેખ
.
અને અદભુત ફોટા
.
ધન્યવાદ
LikeLiked by 1 person