૧ લી ડીસેંબર ૨૦૧૬ના મેં “દાવડાનું આંગણું” શરૂ કર્યું ત્યારથી મારો જીવ, મારી ક્ષમતા અને મારી શક્તિઓ મેં એમાં લગાડી દીધી. ૨૦૧૮ ના અંત સુધીમાં બ્લોગ જગતમાં આંગણાંએ એક મુકામ હાંસિલ કર્યું. કલા અને સાહિત્ય જગતના અનેક મોટાં માથાંઓએ આંગણું શોભાવ્યું. આંગણાંના લલિતકળા વિભાગની બરોબરી કરી શકે એવો કોઈ ગુજરાતી બ્લોગ અસ્તિત્વમાં નથી.
૨૦૧૯ ની શરૂઆતથી મારી તંદુરસ્તી બગડવા લાગી. સતત ૧૦ મહિના સુધી બધા જ આધુનિક સાધનો વાપર્યા છતાં કોઈ ચોક્કસ નિદાન થયું નહીં. આખેરે ૧૭ મી ઓકટોબરે એક PET SCAN માં ખબર પડી કે મારા પેનક્રીયાની પૂંછડીમાં કેન્સરની ગાંઠ છે. તાબડતોડ કીમો શરૂ થયા, અને હું કીમોની આડઅસરની ઘોબી પછાડો ઝીલતો ઝીલતો પણ આંગણું ચલાવતો રહ્યો. ૨૨ મી જાન્યુઆરીના રીવ્યુમાં જાણવા મળ્યું કે મારા કેન્સરમાં ૫૦ ટકા જેટલો સુધારો છે. આ આનંદની ક્ષણોની વચ્ચે ૩૧ જાન્યુઆરીથી ૧૧મી ફેબ્રુઆરીની વચ્ચે ચારવાર Life threatening situations ઊભા થયાં. છતાંયે હોસ્પિટલના ખાટલેથી પણ આંગણું નિયમિત ચલાવ્યું. પણ હવે મારી શક્તિઓની સીમા આવી ગઈ છે. ૧૬મી માર્ચ ૨૦૨૦ થી આંગણું સંપૂર્ણપણે શ્રીમતિ જયશ્રી વિનુ મરચંટને સોંપી દઈ, હું આંગણાંમાંથી ભારે હૈયે નિવૃતિ લઈશ. (૧૬ મી માર્ચે મારી વહાલી પત્નિ મને છોડી ગઈ, અને હવે ૧૬ મી માર્ચે હું મારૂં આંગણું છોડું છું.)
આ આખા સમય દરમ્યાન વાચકો, લેખકો અને કલાકારોનો મને ભરપૂર પ્રેમ અને સહકાર મળ્યા છે, એ બદલ સર્વનો આભાર માનું છું.
-પુરૂષોત્તમ દાવડા (ઉર્ફ દાવડા સાહેબ)
જન્મ તારીખ ૧૦ માર્ચ ૧૯૩૬
Reblogged this on આકાશદીપ and commented:
શ્રી દાવડા સાહેબ…અભ્યાસી ખંતીલા ને દૃષ્ટા ને સાથે સાથે કાર્યશીલ.
ગીતા હોય કે કલા- આંગણીયે નેટ વડે યજ્ઞ જ આદર્યો. મળવા જેવા માણસ અમને મળ્યા.
સામેથી મમતાથી ખુલ્લા હૃદયો વાત કરવાની તેમની પહેલ , એ નજરાણું અમે સદા યાદ કરીશું
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLiked by 1 person
Respected uncle, ગુજરાતી સાહિત્ય જગત ને દાવડાનું આંગણું જેવો ઉત્કૃષ્ટ બ્લૉગ આપવા બદ્દલ અમે સહુ આપના હંમેશા ઋણી રહેશું.
ઈશ્વર તમારાં આરોગ્ય નું સદાય રક્ષણ કરે એજ પ્રાર્થના.
LikeLike
દાવડા સાહેબ, આપનું તન-મન સદા કુશળ રહે અને ક્ષણે ક્ષણ આનંદમાં વહે તેવી શુભેચ્છા.
LikeLike
દાવડા સાહેબ વેબ જગત માં આંગણું ટોચ પર હતું અંર રહેશે આંગણની બાગડોર યોગ્ય હાથમાં સોંપી છે તમે જલ્દી સાજા થઈ જાઓ એવી ખુદા પાસે દુઆ છે આંગણું તમારી પ્રતીક્ષા માં રહેશે
LikeLiked by 1 person
દાવડા સાહેબ,
સૌ પ્રથમ તો આપની તંદુરસ્તી માટે ઈશ્વરને પ્રાર્થના…..
આંગણાને આપે જે મુકામ પર મુક્યુ છે એનો આપને પરમ સંતોષ તો હશે જ સાથે હવે સુ.શ્રી જયશ્રીબેનન સંભાળવાના છે એટલે એ આંગણું સદાય ચહેકતું રહેશે એવો વિશ્વાસ પણ હશે જ.
જયશ્રીબેનને શુભેચ્છાઓ…
LikeLiked by 1 person
દાવડાસાહેબ આપનુ આંગણુ સદા ચહેકતુ રહેશે. આપની અથાગ મહેનત અને નાદુરસ્ત તબિયત હોવા છતાં નિયમીત આંગણાને વિવિધ ફુલોથી મહેકતું રાખ્યું છે.બસ આપ સદા પ્રસન્ન રહો એ જ શુભકામના.
LikeLiked by 1 person
દાવડાસાહેબ સાથે જે સમય સાહિત્ય આપ-લેમાં ગયો તે ખુબ સરળ અને આનંદદાયક રહ્યો. તેમની સારા લખાણને આવકાર અને પ્રોત્સાહન આપવાની રીત મજાની છે. મારા તરફથી મોકલેલા લખાણને ખુબ માનપૂર્વક અને પ્રેમપૂર્વક દાવડાસાહેબે પ્રકાશિત કર્યા… તેને માટે આનંદ સાથ આભારી છું. મારા દ્વારા સૂચવાયેલા સાતથી વધારે કલાકારોનો પરિચય તેમણે વાચકોને હોંશથી કરાવ્યો.
દાવડાસાહેબ જેવા ગુણવાન, ગુણને વખાણે. નમસ્તે. સરયૂ પરીખ.
LikeLiked by 1 person
દાવડા સાહેબ
આપનો આ વિદાય પત્ર વાંચીને હ્રદય ઉભરાઇ આવે છે. પ્રમાણમાં આપણી ટુંકી ઓળખાણ છતા પણ અંગતતા ઘણી લાગે છે. ઉપરાં કુંતા સાથેનો આપનો પ્રેમાળ સંબંધ અને તમારી બંન્નેની પરસ્પર લાગણી પણ ભાગ ભજવે છે. આપના કઠીન દિવસોમાં અમે ફોન નહોતા કરતા કારણકે એનાથી કદાચ આપને તકલીફ થાય એવો મનમાં ડર હતો. એટલે ત્રીજી વ્યક્તિ મારફત આપની વ્યથાઓના સમાચાર મેળવી મનમાં સંતોષ માણતા. તમારી ખોટ તો લાગશે જ. પણ જયશ્રીબેન ઘણી કાબિલતાથી કામ ચાલુ રાખશે એ ખાત્રી છે.
સાહિત્ય મારફત સમાજની આટલી સેવા માટે અમારા હાર્દિક ધન્યવાદ. ફોન પર વાતો તો થશે જ. પણ આપને સગવડ હોય ત્યારે જણાવતા રહેશો તો મળવા આવવાનાં પ્રયત્નો જરુર કરીશું. કુંતા અને દિલીપ શાહ
Dilip Shah Sent from Yahoo Mail for iPhone
LikeLiked by 1 person
દાવડા સાહેબ,
સૌ પ્રથમ તો આપની તંદુરસ્તી માટે ઈશ્વરને પ્રાર્થના….આપનો આ વિદાય પત્ર વાંચીને હ્રદય ઉભરાઇ આવે છે.
ગુજરાતી સાહિત્ય જગત ને દાવડાનું આંગણું જેવો ઉત્કૃષ્ટ બ્લૉગ આપવા બદ્દલ અમે સહુ આપના હંમેશા ઋણી રહેશું.
આપની અથાગ મહેનત અને નાદુરસ્ત તબિયત હોવા છતાં નિયમીત આંગણાને વિવિધ ફુલોથી મહેકતું રાખ્યું છે.
દાવડાસાહેબ આપનુ આંગણુ સદા ચહેકતુ રહેશે. આપની અથાગ મહેનત અને નાદુરસ્ત તબિયત હોવા છતાં નિયમીત આંગણાને વિવિધ ફુલોથી મહેકતું રાખ્યું છે.બસ આપ સદા પ્રસન્ન રહો એ જ શુભકામના..
હવે સુ.શ્રી જયશ્રીબેનન સંભાળવાના છે એટલે એ આંગણું સદાય ચહેકતું રહેશે એવો વિશ્વાસ પણ હશે જ.
ઈશ્વર તમારાં આરોગ્ય નું સદાય રક્ષણ કરે એજ પ્રાર્થના.
LikeLiked by 1 person
MANNIYA SHRI DAVDA SAHEB, WISH YOU BEST HEALTH NOW & FUTURE COMING AWAY FROM DIFFICULT SITUATION OF HEALTH VERY SOON. COME BACK SOON TO HELP JAYSHREE BEN..
LikeLiked by 1 person
આપ જલદી સારા થઈ જાવ એ માટે ઈશ્વરને હ્રયથથી પ્રાર્થના.જાણીને ખૂબજ દુ:ખ થયું પણ લાખો નિરાશામાં એક આશા છૂપાઇ છે તબિયતમાં સુધારો છે એ શુભ સંકેત છે.
LikeLiked by 1 person
દાવડા સાહેબના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થના
LikeLiked by 1 person
Very unfortunate! We pray to God for speedy recovery.
LikeLiked by 1 person
મુ મા પુરૂષોત્તમભાઇશ્રી,
‘ કેન્સરમાં ૫૦ ટકા જેટલો સુધારો…’
આ દવાનો સાથે વાચકો, લેખકો અને કલાકારોની દુવાનો પ્રતાપ છે.આપને માટે આપણી પરંપરામા અપાતી શુભેચ્છાઓ …
पश्येम शरद: शतं जीवेम शरद:
शतं श्रुणुयाम शरद: शतं प्रब्रवाम शरद:
शतमदीना: स्याम शरद:
शतं भूयश्च शरद: शतात् ॥
ॐ स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः।
स्वस्ति नः पूषा विश्ववेदाः।
स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः।
स्वस्ति नो बृहस्पतिर्दधातु ॥
ॐ शान्तिः शान्तिः शान्तिः ॥
भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्यजत्राः।
स्थिरैरंगैस्तुष्टुवांसस्तनूभिर्व्यशेम देवहितं यदायुः ॥
ॐ द्यौ: शान्तिरन्तरिक्षँ शान्ति:, पृथ्वी शान्तिराप: शान्तिरोषधय: शान्ति:।
वनस्पतय: शान्तिर्विश्वे देवा: शान्तिर्ब्रह्म शान्ति:, सर्वँ शान्ति:, शान्तिरेव शान्ति:, सा मा शान्तिरेधि॥
ॐ शान्ति: शान्ति: शान्ति:॥
અને આપે આપના પત્રમા વ્યક્ત કરેલ…
‘માત્ર પીડાથી ડરૂં છું. ચાંદુ કોઈપણ જાતની પીડા સહન કર્યા વગર માત્ર ૧૫ સેકંડમાં Cardiac Arrest માં પીડા વગર જતી રહી. ત્યારથી મારા મનમાં પણ આવી ઇચ્છા જનમ્યા કરે છે’
આવી ઇચ્છા દરેકની હોય છે આને માટૅ
અમે રાત્રે શબાસનમા સુઇ મૃત્યુ વખતે ચિતામા સુતા હોઇએ તેવી કલ્પના કરતા
ॐ त्र्यम्बकं यजामहे
सुगन्धिं पुष्टिवर्धनम् ।
उर्वारुकमिव बन्धनान्
मृत्योर्मुक्षीय मामृतात् ॥ MEANING:
1: OM, WE WORSHIP THE TRYAMBAKA (THE THREE-EYED ONE),
2: WHO IS FRAGRANT (AS THE SPIRITUAL ESSENCE), INCREASING THE NOURISHMENT (OF OUR SPIRITUAL CORE);
3: FROM THESE MANY BONDAGES (OF SAMSARA) SIMILAR TO CUCUMBERS (TIED TO THEIR CREEPERS),
4: MAY I BE LIBERTED FROM DEATH (ATTACHMENT TO PERISHABLE THINGS), SO THAT I AM NOT SEPARATED FROM THE PERCEPTION OF IMMORTALITY (IMMORTAL ESSENCE PERVADING EVERYWHERE).
મહામૃત્યુંજન જાપ કરતા સુઇ જઇએ,,,
સવારે ઉઠતા પ્રભુનો પાડ માણીએ
અને
‘આંગણામા Bay Area ની મોટી કલાકાર દીકરીઓ, જ્યશ્રી ભકતા, હેતલ બ્રહ્મભટ્ટ, આંણલ અંજારિયા, મારા માનેલા બહેન જયશ્રી મરચંટ…’
સાથે અમારા જેવા અનેક છે
શુભં કરોતિ કલ્યાણં આરોગ્યં ધનસમ્પદામ્ ।ઐશ્વર્યં નિર્વિધ્નેન શુભં ભવતું ।।
LikeLiked by 1 person
Davda saheb,
Many happy returns of your birthday..belated and also on 16th march day of Departure of Bhabhi Ji , you decided same Day to retire from from great services you have given to Ma Gurjari and now handed over trusteeship to jayshree bahen who is since beginning actively involved in all activities and contribution of literature.
We wish you Happy time ahead- however you will be equally active but without any time binding.
yes we are happy by your reports and again concerned for time of turmoil – we all group remain in Prayer for you always.
નિર્વિધ્નેન શુભં ભવતું ।।
LikeLike
પ્રભુ તમને પ્રતિકૂળ સ્થિતિને સહન કરવાની શક્તિ આપે!
Sent from my iPhone
>
LikeLike
દાવડાસાહેબ આટલું સહજ મૃત્યુને કોણ સ્વીકારી શકે છે ?તમને વંદન છે.આજ સહજ ભાવ રાખજો બાકી દરેકનો સમય આવે ત્યારે જાય જ છે.પથારીમાં પણ તમારી જગત કલ્યાણ ની ભાવના જ શ્રેષ્ઠ છે.”શુભં કરોતિ કલ્યાણં આરોગ્યં ધનસમ્પદામ્ ।ઐશ્વર્યં નિર્વિધ્નેન શુભં ભવતું” ।ગુજરાતી સાહિત્ય જગત ને દાવડાનું આંગણું જેવો ઉત્કૃષ્ટ બ્લૉગ આપવા બદ્દલ અમે સહુ આપના હંમેશા ઋણી રહેશું.
LikeLike