૨૦૧૬ ના અંતમાં, મિત્રોના આગ્રહથી, મેં મારા ૨૦૧૦ થી ૨૦૧૪ ની વચ્ચે અલગ અલગ બ્લોગ્સમાં પ્રગટ થયેલા લખાણોનું વર્ગીકરણ કરી, એમને ૧૩ ઇ-પુસ્તકોમાં સમાવી લીધા અને દાવડાનું આંગણુંમાં Download માટે મૂક્યા.
૨૦૧૪-૧૫ માં મેં “મળવા જેવા માણસ” લેખમાળા લખી. ૫૦ અઠવાડિયા ચાલેલી આ લેખમાળાને ૨૦૧૬ ના અંતમાં ઇ-પુસ્તકનું સ્વરૂપ આપ્યું અને અક્ષરનાદ અને અન્ય બ્લોગ્સમાં Download માટે મૂક્યું. અત્યાર સુધીમાં એના દસ હજાર Download થઈ ચૂક્યા છે. આ મારૂં ૧૪ મું ઈ-પુસ્તક છે.
૨૦૧૬ માં ૧૮ મહિનાના અભ્યાસ પછી મેં ગીતા(મારી સમજ) નામનું માત્ર ૫૫ પાનાનું ઈ-પુસ્તક લખ્યું. આ લખાણ મારા અંતરના ઊંડાણમાંથી પ્રગટ્યું છે, અને મારો આગ્રહ છે કે મારા મિત્રોએ આ જરૂર વાંચવું જોઈએ.
મારા ૧૬મા, અને કદાચ અંતીમ, પુસ્તકને તૈયાર કરવામાં મને ત્રણ વરસ લાગ્યા. કલાજગતમાં આવું કોઈ બીજું ગુજરાતી પુસ્તક કદાચ અસ્તિત્વમાં નહીં હોય. કલાકારોના સંપર્ક, એમની પાસેથી અથવા એમના વાર્સદારો પાસેથીકાયદેસરની મંજૂરી અને કલાકૄતિઓ મેળવવી, એમનો અભ્યાસ કરી એનું Analysis કરવું અને અછી દાવડાનું આંગણુંમાં પ્રગટ કરવાની પ્રક્રીયા ત્રણ વરસ ચાલી. એમાંથી આંતરરાષ્ટ્રીય સન્માન પામેલા કલાકારોની મારી પસંદગીની કૃતિઓનું “ ગુજરાતના ગૌરવવંતા કલાકારો” નામનું ઈ-પુસ્તક બનાવ્યું જે ૧૦ માર્ચ, ૨૦૨૦ ના આંગણાંના ઈ-પુસ્તસ વિભાગમાં વાંચવા અને ડાઉનલોડ કરવા મૂક્યું છે, (૧૦મી માર્ચ મારી જન્મ તારીખ છે અને કુમાર માસિકનો પ્રથમ અંક મી માર્ચ ૧૯૨૪માં બહાર પડેલો). જેમ “ગુજરાતમાં કલાના પગરણ”કલાગુરૂ રાવેલે કરાવ્યા એમ કહેવાશે કે “બ્લોગજગતમાં કલાના પગરણ” દાવડાનું આંગણુંએ કરાવ્યા.
આ ૧૬ પુસ્તકોમાંથી નીચેના ત્રણ પુસ્તકો જરૂર વાંચજો. બધા પુસ્તકો દાવડાના આંગણુંમાં ઈબુક્સ વિભાગમાંથી ઉપલબ્ધ છે. (જુવો મુખ્ય મેનુ)
(૧) મળવા જેવા માણસ
Click to access e0aa85e0aa82e0aaa4e0aabfe0aaae-e0aaaae0aaa1e0aabee0aab5.pdf
(૨) ગીતા (મારી સમજ)
Click to access e0aa97e0ab80e0aaa4e0aabe-e0aaaee0aabee0aab0e0ab80-e0aab8e0aaaee0aa9c.pdf
Reblogged this on આકાશદીપ and commented:
વાસંતી પમરાટ આતિહાસિક સંસ્કૃતિનો .., શ્રી પી.ફે.દાવડા સાહેબ
—- સાભાર
LikeLike
ઈ-જગતમાં આપેલ તમારી અમુલ્ય ભેટ અવિસ્મરણીય રહેશે!
ખુબ ખુબ આભાર!
LikeLike
.
.
ખૂબ સુંદર પુસ્તકો ડાઉનલોડ કરવાની સગવડતાથી વધુ લાભદાયી થયા.
હાલ ફરજીયાત ક્વોરંટીનમા ફરી માણવાનો સમય પણ મળશે
LikeLike
Appreciate
LikeLiked by 1 person
Very nice and useful collection by our friend PK Davda
LikeLike
શ્રી પી.કે.દાવડાસાહેબ,
સાદર પ્રણામ સાથ નમસ્કાર…
આપણાં ગુગમ સમૂહ માં આપના દ્વારા પ્રસ્તુત ગુજરાતના ગૌરવવંતા કલાકાર ની નકલ મળી…
સૌ પ્રથમ તો આખું પુસ્તક ફટાફટ ફેરવીને નજર તો મારી જ લીધી.હવે નિરાંતે વાંચીશ…ખૂબ જ અલભ્ય એવું પુસ્તક અમને અને સમગ્ર સમાજ ને ભેટ અર્પણ કરવા માટે હૃદયપૂર્વક આભાર માનું છું…
સસ્નેહ વંદન..🙏🏻
LikeLike
આપણા જૂના સભ્ય શ્રી પી..કે. દાવડાએ બહુ જહેમતથી સંકલન કરેલી ઈબૂક. આજના શુભ દિવસે મા ગુર્જરીના ચરણે.ભેટ ધરી છે.
સુરેશ જાની
LikeLike
નમસ્કાર દાવડા સાહેબ,
આજે ઘણા સમય પછી આપને અહીં નેટ માધ્યમ થકી આવેલા જોઈને આનંદ થયો.
થોડા સમય પહેલાં અને તમારા જન્મદિવસે પણ તમને શુભેચ્છા પાઠવવા ફોન કરતી હતી પરંતુ આપની સાથે વાત ન થઈ શકી.
આપ કુશળ મંગળ જ હશો.
‘દાવડાનું આંગણું’ માં અનેકવિધ વાનગીઓના રસથાળનો આસ્વાદ કરાવ્યો છે એ તો ખરેખર અમૂલ્ય છે.
આપની કુશળતા માટે ઈશ્વરને પ્રાર્થના…EmojiEmoji
રાજુલ કૌશિક
LikeLike
MANNIYA SHRI DAVDA SAHEB, CONGRATULATION FOR E-PUSTAK. TWO E-PUSTAK. MALVA JEVA MANAS & GITA MARI SAMAJ VACHYA. GITA MARI SAMAJ MA KETLK LEKH RAHI GAYA HATA ‘DAVDANU AGNU MA PRAGAT THYA TYARE. BADHA EK SATHE VACHYA ANE DOENLOAD SACHVU CHE. JETHI BHAVISHYA MA VANCHAY. KHUB ABHAR. SAKHT MAHRNT PACHI PAN MAFAT-FREE MA DOWNLOAD. CONGRATULATION. WISH YOU BEST HEALTH AND FAST RECOVERY.
LikeLike