જિગીશા પટેલની કલમ – ૧૨


દમામ

બસ હવે નહિ …..વિક્ષિપ્ત વિચારો થી ઉદ્વેગી શેતલનું  મન – આજે તો એટલું જોર થી ધડકતું હતું કે જાણે હમણાં ઉછળીને બહાર આવશે. એણે આંખો લુછી નાખી અને સફાળી ઉભી થઈ  એક આત્મવિશ્વાસ સાથે હવે નહિ રડું  ……બસ હવે  નહિ અને ગાડી ની ચાવી લઇ દોડી,શેતલની મા ગભરાઈ, શું થયું ? શેતલ  દ્રઢતાપૂર્વક બોલી “બસ આજે તો લઈને જ આવીશ “દેવકીબેન  રોકે  તે પહેલા જ શેતલ ગાડીમાં બેસી ઝડપથી  બારણું બંધ કરી ….એક્સએલટર આપી,અને  ગાડી “દમામ” બંગલા તરફ ભગાવી મૂકી …

પન્નાબેનના ફોનની ઘંટડી વાગી હાથમાં લીધેલો ચાનો કપ મૂકી તેમણે ફોન લીધો ..”પન્ના  દેવકી બોલું છું સાંભળ વાઘણ વિફરી છે “.

હૈં  હૈં  શું થયું ?ગભરાઈ ને બોલાયેલ પન્નાનો અવાજ સાંભળીને જાનકી શેતલનીબેન પણ ડ્રાંઈંગરૂમમાં  દોડી આવી.

જાનકીબહેન ચાલો જલ્દી ગાડીમાં બેસો ,શેતલબેન  ‘દમામ ‘ બંગલે એકલા ગયા છે.અને જાનકીએ ગાડીમાં બેસતા કમલને ફોન લગાવ્યો ભાઈ હમણા જ  ઝટ “દમામ” પોહ્ચો,નહિ  તો અનર્થ થઇ જશે,શેતલની ધીરજનો અંત આવી ગયો છે ,તમારી ઓફીસ બંગલાની નજીક છે. અમારી પહેલા ઝટ પોહચી બધું સંભાળો “આમ કહી ફોન મૂકી અને જાનકી અને પન્ના મારતી ગાડીએ દમામ  પહોંચ્યા. દાખલ થતા જ પન્ના એ જોર થી ગાડી ને બ્રેક મારી,…………કમલ ઝાંપે ઉભો હતો,સામેથી શેતલને પુર ઝડપે આવતા જોઈ જાનકી સમજી ગઈ  ……..એણે ઝડપથી બારણું ખોલ્યું અને શેતલ દેવ ને લઈ ને ગાડીમાં બેસી ગઈ. અને પન્નાએ ત્વરિત નિર્ણય કરી ગાડી ઘરે ન લેતા  જાનકી ના ફાર્મહાઉસ બાજુ મારી મૂકી……

ગાડીમાં બધા જ શાંત હતા, પણ બંગલે શેતલ ની જેઠાણી બંગલાના પગથીએ ઉભી ઊભી જોર જોરથી બુમો પાડતી બોલતી હતી રોકો ……એને, રોકો,…… એ જુઓ ગાડીમાં ભાગી જાય છે…… પણ ઝાંપે ઉભેલો કમલ શેતલનો મોટો ભાઈ  ઝાંપે આડો હાથ દઈ રાખડીનું ઋણ ચૂકવતો ઉભો રહ્યો અને વળતો જવાબ આપતા રૂવાબ ભેર બોલ્યો, એય ચુપ કર, ……શેતલ ની ગાડી નીકળી જાય ત્યાં સુધી કમલ હજી દમામ ના ઝાંપા પાસે જ ઉભો હતો શેતલ ની જેઠાણી  બૂમો પાડતી રહી  હવે  કમલે  જોરથી ઘાંટો પાડ્યો ,ને ત્યાં જ એને ઝાટકી નાંખી: “એય જબાન સંભાળ ! એનો હક્કનો છે અને એ લઇ ગઈ છે , કેટલા દિવસથી તડપાવતા હતા તેને ?????!કેટલા  ફોન કરીને કરગરી ?????તમે જવાબ જ ના આપો તો શું કરે ?ગાંડી  કરી નાખી મારી બેનને ! હવે કોર્ટમાં મળજો સમજ્યા !આમ કહી જોરથી ઝાંપો પછાડી તે પણ  ગાડી માં બેસી ગાડી હંકારી ગયો.

ગાડીમાં કોઈ કંઈ ન બોલ્યું ,શેતલે આજે ખુબ મોટું અને હિમત ભર્યું પગલું લીધું હતું, નહિ તો ઘરમાં કોઈની તાકાત હતી કે દમામ ના ઝાંપાની બહાર દેવ ને લઇ જાય ,શેતલ ના સસરા ના બંગલા નું નામ ‘દમામ ‘ હતું ,દયાબેન ,માધવલાલ અને મનુ પરથી રાખ્યું હતું

હા માધવલાલ ના બંગલામાં  તેમની એકહથ્થુ સત્તા ચાલતી હતી.કોઈ ઘરમાં એમની રજા વગર પાણી પણ પી ન શકતા,આમ તો આ વૈભવશાળી બંગલો સજાવેલી જેલ જેવો હતો,સમાજમાં મોભાદાર ગણાતા માધવલાલ ના ઘરમાં દરેક વ્યક્તિને તેનો હુકમ માનવો પડતો,શું નહતું ?પણ શેતલે ઘરમાં ટીવી જોવાનું નહીં, છાપું કે ચોપડી વાંચવાના  નહીં ,એના પતિ અનિલ સાથે એકલા ક્યાંય બહાર જવાનું નહિ એટલું જ નહિ મિત્રો કે પિયરના સગાસંબંધીને એકલા મળવાનું નહિ.અને પતિ અનિલ નું તો ઘરમાં કોઈ મંતવ્ય કે ગૌરવ જ નહિ.આનાથી વધારે કો સ્ત્રીને બીજું શું દુઃખ હોય શકે  ?

આજે દીકરો દેવ  ડૉ થઇ ગયો.રેડ કાર્પેટ પર કાળાકોટમાં હાથમાં સર્ટીફીકેટ લઇ આવતા દીકરાને જોઈ શેતલની આંખોમાં પોતાનું સ્વપન સાકાર થતા દેખાયું….એક ગૌરવ અને અનોખું સ્વતંત્ર વ્યક્તિત્વ દીકરામાં જોતા ભૂતકાળ ન ઈચ્છવા છતા તરી આવ્યો. ક્યાં અનિલ અને ક્યાં દેવ ?અને ત્યાં દેવ આવ્યો મોમ આ મારી ગર્લ ફ્રેન્ડ , સુંદર સુશીલ ભણેલી છોકરી જોઈ પોતાના લગ્ન યાદ આવી ગયા, મમ્મી કેવી લાગી ?બેટા તને ગમે એજ મારી પસંદગી.અને શેતલ પાછી ભૂતકાળમાં સરી પડી…..

પહાડ પરથી નીચે પડતા ઝરણાં જેવી ઉછળતી કૂદતી અને યુવાની ના ઉંબરે પગ મૂકતી શેતલ હજુ હમણાંજ ગ્રેજ્યુએટ થઈ હતી આગળ ભણવાનું વિચારે તે પહેલા જ એના લગ્ન માધવલાલ ના દીકરા અનિલ સાથે કરાવી નાખ્યા.

ગુજરાતમાં પટેલ જ્ઞાતિમાં દીકરીઓને કાચી ઉંમરમાં સામાજિક દબાણ હેઠળ આવીને પરણાવી દેતા, દીકરી મોટી થઈ જશે તો તેને સારું ઘર નહિ મળે તો ?એમ સમજી પરણાવી દેવાય છે.દીકરીની ઈચ્છા પૂછયા કે જાણ્યા વગર જ ઓન પેપર સારા  લાગતા છોકરા સાથે ઘરના વડીલ એક બે મીટીંગ કરી ડેટીંગ કરાવ્યા વગર નિર્ણય લઇ લેતા.છોકરાના પિતાનો ધંધો,જમીન,બંગલા,ગાડી  માન ભપકો જોઈ અને છોકરાનું સામાન્ય ભણતરને નજર અંદાજ કરી  દીકરીના આખા જીવન નો સોદો માબાપ અજાણતા કરી કરી નાખતા.  દીકરી નું છોકરા સાથે માનસિક સ્તર અને વ્યક્તિત્વનો મેળ થાય છે કે નહિ એનો વિચાર સુદ્ધા ના કરતા  હા પણ જન્માક્ષર અચૂક મેળવતા.   આમ જ શેતલના લગ્ન થઇ ગયા હિમાલયના  ના ખુશનુમા વાતાવરણમાં ઊછરેલો છોડ કચ્છ ના રણ ની ગરમી માં રોપવામાં આવેતો બિચારો મૂરઝાઈ જ જાય ને  ?શેતલ નું પણ એવુ જ થયુ હતું માધવલાલનો વટ અને  ગળચટી વાતો અને વિશાલ બઁગલા,ગાડીઓ અને એકરો વારની જમીન અને  ફાર્મહાઉસ જોઈને  દેવકીબેન પણ આ ભૂલ કરી બેઠા અને  શેતલ ના લગ્નતો થયા પણ લગ્નના થોડા સમયમાં જ શેતલના સપના ચૂર ચૂર થઈ ગયા.

કોઈ જાત નો મન મેળ નહિ શેતલ નું અનિલ સાથે માનસિક સ્તર  તદ્દન ભિન્ન  એટલું જ નહિ તેની હૂંફ કે  પ્રેમભર્યો સહકારની  અપેક્ષાપણ હવે મરી પરવારી આથી તે અંદર ને અંદર મુરઝાવા લાગી,એમાં એક દિવસ માધવલાલે શેતલ ની મા  દેવકી ને બોલાવી મોટા અવાજે ખખડાવી નાખ્યા, કેટલા મહિના તમારી દીકરીના લગ્નને થયા ? તમારી દીકરી કેમ પ્રેગ્નેટ થતી નથી ? કોને પૂછીને ગર્ભનિરોધક ગોળી લે છે ?આવા આક્ષેપ કરી આડકતરી રીતે ધમકી આપી દીધી,તમને ખબર છે ને? આ ખાનદાનને કુળદીપક જોઈએ છે ! આ વાત સાંભળીને દેવકી ને તેના પરિવારને પર તો વજ્રઘાત  થયો.દેવકી ખળભળી ગઈ ..હજી તો શેતલની નાની બહેન જાનકીને પરણાવવાની  છે!  દીકરી નું ઘર ભાંગશે તો સમાજ શું કહેશે ? એ બીકે   દેવકીએ શેતલ ને સમજાવી ને દેવ જન્મ થયો.

હજુ તો દેવ આઠ મહિનાનો થયો ને  શેતલને માધવલાલે  તેમની પોતાની દીકરીની  ડિલિવરી કરવા અમેરિકા મોકલી દી ધી.દેવને માધવલાલે પોતાની પાસે રાખ્યો શેતલ દેવ ને સાથે લઈ જવા કેટલું કરગરી પણ માને તો  માધવલાલ  શેના ! અમેરિકા ને બહાને શેતલની પાવર ઓફ એટર્ની પર લઈ સહી લઇ લીધી.અમેરિકાથી પાછી ફરી તો કૈં કેટલા અણછાજતા આરોપો મૂક્યા. હવે શેતલ ની આંતરવેદના એ માઝા મઝા મૂકી દીધા હતા.તેની લાગણી ના બંધ તૂટી ગયા હતા અને તેણે હિંમત કરી  ‘દમામ’ઘરના ઉંબરા ઓળંગી નાખ્યા અને  કાયમ માટે “દમામ”ની સાહેબી છોડી દેવકીમા પાસે આવી.પણ અહમી માધવલાલે તેની પાંખો કાપી લીધી …માધવલાલે દેવને છ મહિના સુધી શેતલ ને આપ્યો નહિ. શેતલ પાંખો કાપેલ પક્ષીની જેમ તરફડતી ને દીકરા ના ઝુરાપા માં ઝૂરતી, રાતોની રાતો રડતીરહી…….અને એક દિવસ  શેતલ અચાનક એક નિશ્ચય સાથે ઉભી થઇ ગઈ….તમામ ભય દીકરાના પ્રેમ પાસેથી ખસી ગયા .દિકરા વગર રહેતી માએ તેનું સ્વરૂપ દેખાડ્યું અને વિફરેલી વાઘણ ની જેમ ‘દમામ ‘જેવા કિલ્લામાંથી વરદાન સમાન દીકરા   “દેવ” ને ઉપાડી લાવી…

આજે અમેરિકામાં પોતાના પરિવારની મદદથી પોતે ભણી નોકરી કરી કંપનીમાં મોટું સ્થાન મેળવ્યું અને ડૉ થતા દીકરાને જોઈ વિજય સાથે “દમામ” ના ઝાંપાને ફરી એકવાર પછડાટ આપી દમામ થી કાયમ માટે બંધ કરી દીધો.

જિગીષા પટેલ

3 thoughts on “જિગીશા પટેલની કલમ – ૧૨

 1. જોરદાર લખાણ! આ વાર્તાને વહેતી મુકી આવા સસરાઓની આંખની સાથે દિમાગ ખોલવાનું આ શત્ર વગરનું હથિયાર ખૂબ ગમ્યું. આભાર સાથે ટોપલો ભરીને અભિનંદન.

  Liked by 1 person

 2. ‘અમેરિકા ને બહાને શેતલની પાવર ઓફ એટર્ની પર લઈ સહી લઇ લીધી.અમેરિકાથી પાછી ફરી તો કૈં કેટલા અણછાજતા આરોપો મૂક્યા’ વિજ્ઞાન કેટલું આગળ વધી ગયું !પરતું માનવની માનસિકતા હજુ નથી બદલાઈ ! અને એક કસક સાથે… ખચ્ચ દઈને હુલાવી દે,ઊંડો ઘા કરે કે માથું ફોડીને સફાળા અડધી ઊંઘે બેઠા કરી મૂકે એવા શબ્દોમા લખેલી વાતનો અંત મા ‘શેતલ પાંખો કાપેલ પક્ષીની જેમ તરફડતી ને દીકરા ના ઝુરાપા માં ઝૂરતી, રાતોની રાતો રડતીરહી…….અને એક દિવસ શેતલ અચાનક એક નિશ્ચય સાથે ઉભી થઇ ગઈ….તમામ ભય દીકરાના પ્રેમ પાસેથી ખસી ગયા .દિકરા વગર રહેતી માએ તેનું સ્વરૂપ દેખાડ્યું અને વિફરેલી વાઘણ ની જેમ ‘દમામ ‘જેવા કિલ્લામાંથી વરદાન સમાન દીકરા “દેવ” ને ઉપાડી લાવી…’ પર આફ્રીન
  ‘…વિજય સાથે “દમામ” ના ઝાંપાને ફરી એકવાર પછડાટ આપી દમામ થી કાયમ માટે બંધ કરી દીધો.
  “અનજાને કો સરગ નરક હૈ,હરી જાને કો નાહી,
  જે હી ભવ લોગ ડરત હૈ,સો ડર હમરે નાહી.”

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s