ભગવદ ગીતામાં એક્પણ બીન જરૂરી શબ્દ નથી. માત્ર શબ્દ ન નહીં, તેનું શ્ર્લોકમાં સ્થાન, તેનું વ્યાકરણ અને વિરામ ચિન્હો, બધું જ બહુ ઇરાદા પૂર્વકનું છે. એમાં જરાપણ ફેરફાર કરવામા આવે તો એનો અર્થ તદ્દન બદલાઈ જાય છે.
ઉદાહરણ તરીકે આપણે ૧૨ મા અધ્યાય (ભક્તિયોગ)નો બીજો શ્ર્લોક લઈએ.
શ્રીભગવાનુવાચ |
મય્યાવેશ્ય મનોયે મામ નિત્યયુક્તા ઉપાસતે |
શ્રદ્ધયા પરયોપેતાસ્તે મે યુક્તતમામતાઃ || 2 ||
અહીં શ્ર્લોકની પ્રથમ પંક્તિમાં “નિત્યયુક્તા” શબ્દ છે. એમાં નિત્ય કાઢી નાખો તો ભક્તિ પણ નહીં મળે અને ભગવાન પણ નહીં મળે. જ્યારે જરૂર હોય ત્યારે જ ભગવાનનું ધ્યાન ધરીએ તે ન ચાલે, એ નિત્ય (૩૬૫ X ૨૪) ચાલવું જોઈએ.
ભગવદ ગીતાની આવી બધી બારીકાઈ સરળ શબ્દોમાં સમજવા મારૂં માત્ર ૫૫ પાનાનું ઈ-પુસ્તક વાંચો. આ પુસ્તક તમને ઓન લાઈન વાંચવા કે ડાઉનલોડ કરવા નીચેની બે લીંકમાંથી ફ્રીમાં મળી રહેશે.
અક્ષરનાદમાઃ (પુસ્તક નંબર ૯૩)
https://www.aksharnaad.com/downloads/
દાવડાનું આંગણુંમાઃ
મિત્રો તમારી ૫૫ મીનીટ નકામી નહીં જાય.
-પી. કે. દાવડા
‘ ભગવદ ગીતાની આવી બધી બારીકાઈ સરળ શબ્દોમાં સમજવા મારૂં માત્ર ૫૫ પાનાનું ઈ-પુસ્તક વાંચો’
મા પી. કે. દાવડાજીનું વારંવાર વાંચતા સરળ ભાષામા સહજ સમજાય તેવી વાત …સાંપ્ર્ત સમયે સેલ્ફ ક્વોરન્ટીન સમયે ખાસ માણવા …
.
અમને પણ અમુક શ્લોક અમારી વાતના શાસ્ત્ર પ્રમાણ
તરીકે કહેતા…
भगवानुवाच बहूनि मे व्यतीतानि जन्मानि तव चार्जुन ।
ભગવાન જાણે છે કે અર્જુનનો જન્મ ચાર જુને થયો હતો…
.
सर्वस्य चाहं हृदि सन्निविष्टो- मत्त: स्मृतिर्ज्ञानमपोहनं च ।
वेदैश्च सर्वैरहमेव वेद्यो- वेदान्तकृद्वेदविदेव चाहम् ।
ભગવાન કહે છે કે હું સર્વના હ્રુદયમા ચાહના સ્વરુપે રહ્યો છું.
.
नासतो विद्यते भावो नाभावो विद्यते सतः ।
उभयोरपि दृष्टोऽन्तस्त्वनयोस्तत्वदर्शिभिः ॥
નાસ્તામા જે ભાવ રહ્યો છે તે ભાવ બીજા કશામા નથી.
.
यो मामेवंसमुढो जानाति पुरुषोत्तमम
स सर्वविद्वजति मा सर्वभावेन भारत ( १५/१९)
અર્થાત- હે ભારત..!!! જે સમોંહ થી રહિત મને એ પ્રકારે પુરુષોત્તમ દાવડાને જાણે છે ..તે સર્વજ્ઞ છે…..અને તે સર્વ ભક્તિ યોગ થી મને ભજે છે
LikeLiked by 1 person