મિત્રો સાથે વાતો – (૩) – સરયૂ પરીખ – અવહેલના


        બીજી વખતના લગ્ન કરી, પતિમાં વિશ્વાસ સાથે પરદેશ આવી. કિશોરવયના સાવકા દીકરા અને સાસુ સાથે સંસારની શરૂઆતના વર્ષોમાં પતિથી સખત જાકારો મળતા, સ્વશક્તિથી લડનાર સ્ત્રી શક્તિની કાવ્યકહાણી.

                             અવહેલના        લે.સરયૂ પરીખ

                 એનો પતિ, જનક કહેતો, “સાવ અક્કલ વગરની છે.” તો સાસુમા કહેતાં, “ડફોળ છે.” સોળ વર્ષનો સાવકો દીકરો હોશિયારી બતાવવા અંગ્રેજીમાં કહેતો, “Stupid!” બાપદીકરો હસી લેતા અને મા પોરસાતા.

               ભાનુને મનમાં થતું કે છત્રીસ વર્ષની પોતે, દેશમાં તો પોતાનો ધંધો ચલાવતી, કુટુંબ અને મિત્ર મંડળમાં સમજુ વ્યક્તિ તરીકે માનીતી હતી. થોડાં મહિનાઓ પહેલા લગ્ન કરી દેશમાં આવતાની સાથે એને આવા વિશેષણો મળે છે, તો એમાં તથ્ય હશે! પણ ભાનુની આસપાસ કોઈ એવું નહોતું જે એને નિરાશાના ઊંડાણમાં લપસતી અટકાવે. ભાનુ અમેરિકામાં આવી ત્યારથી પોતાની કાબેલિયત પર વિશ્વાસ ખોઈ રહી હતી. તેણે સવારમાં વહેલા ઊઠી દરેક વસ્તુ જનક માટે તૈયાર રાખવાની જવાબદારી હોંશથી સંભાળી. જ્યારે સાહેબ નોકરી પર જવા નીકળે ત્યારે ભાનુએ જઈને ગેરેજ ડોર ઊંચકીને ખોલવાનો અને કાર જાય પછી બંધ કરવાનો. એમાં તકલિફ થતી જોઈને ખંધુ હસી જનક જ્યારે કહેતો કે, “શું માંદલાની જેમ કામ કરે છે?”…. ભાનુને બહુ હીનતાભર્યું લાગતું.

             અમને જનકનો પરિચય થયો ત્યારે તેની પહેલી પત્ની સાથે છૂટાછેડા થઈ ગયેલા હતા અને કિશોર વયના દીકરાનો કબજો જનકને મળેલો. એ વિષે ગુપ્ત વાતની પછી ખબર પડી કે અમેરિકામાં અમુક રાજ્યમાં કમાતી વ્યક્તિને સહેલાઇથી બાળકનો કબજો મળે. તેથી આગળથી યોજનાપૂર્વક, પોતાના માતાપિતા સાથે અહીં ટેક્સાસમાં રહેઠાણ બદલી, જનકે પહેલી પત્નીને જાકારો આપી દીધેલો. સમાજમાં પોતે સરળ વ્યક્તિ છે, તેવી છાપ ઊભી કરેલી. મિત્રાચારી ભર્યા અનેક સંબંધો આસપાસ મદદમાં રહેતા. એના મા ઘરરસોઈ સંભાળતાં તાં.

          એના સાસુને હું ક્યારેક મળતી અને સત્સંગમાં લઈ જતી, ત્યારે ભાનુ સાસુ પાછળ નમ્રતાથી આવતી. દેશમાં જઈ બીજા લગ્ન કરી ભાનુને અમેરિકા લાવી ઉપકાર કર્યો છે ભાવ એમની સાસુમાની વાતોમાં સંભળાતો. મારી સામાજિક સેવા અને ઘરેલું ત્રાસમાં મદદ કરતી સંસ્થા વિષેની પ્રવૃત્તિઓની વાતો સત્સંગી બહેનો સાથે થતી હોય તે સાંભળતી. ભાનુ પોતાનો ધંધો અમેરિકામાં પણ ચાલુ રાખવા માંગતી હતી. આવતાંની સાથે થોડી ઘણી કમાણી શરૂ કરી દીધેલી. બ્યુટીશીઅન તરીકે અહીં પ્રમાણપત્ર લેવા માટે ભણવાનું શરૂ કરી દીધેલું. મહિનાઓ જતાં એના સાસુ મને ખાનગીમાં ફરિયાદ કરતાં કે ભાનુ બહાર જાય તેથી તેમને રસોઈ કરવી પડે છે. પણ માનવ સહજ સ્વભાવની વાતો સમજી મેં ખાસ મહત્વ નહીં આપેલું. જરૂરિયાત ન હોવા છતાંય, એનો પતિ કહેતો કે. “ચાલતી જા અને ગમે તે નોકરી શોધી કાઢ.” કાર ચલાવતા શીખવવામાં જનક બહુ દાદ નહોતો આપતો, તો પણ, ભાનુ કાર ચલાવતાં શીખી ગઈ હતી. દરેક નવા કાર્યમાં ઘરમાં પતિ અને સાસુ સામે ખુલ્લો કે છૂપો સંગ્રામ લડવો પડતો.

       બહારના નવા સંબંધોમાં ભાનુનો સ્નેહ અને મિત્રતા વધી હ્યા હતા, અને બે વર્ષમાં ઘણાં પ્રયત્નો સાથે કમાણી કરવાની શરૂઆત કરી હતી. એક દિવસ મને એકલી જોઈ ભાનુ ધીમેથી પૂછયું, “તમે મારી સાથે વાત કરવા મળશો?” આશ્ચર્ય સાથે મેં હા પાડી. મને એના અવાજની આર્જવતા સ્પર્શી ગઈ. અમે દિવસ નક્કી કરીને ળ્યાં. થોડી વાતો કરી એણે અમારી સેવા સંસ્થા વિષે, તેમજ એક સેવિકા તરીકે મને કહેલી વાત ખાનગી રહેશે, વાતની ખાત્રી કરી લીધાં પછી કહ્યું, “હું ઘરમાં બહુ દુખી છું અને સાવ એકલી છું.” બોલતાં એની આંખો આંસુથી છલકાઈ ગઈ. પોતાની કૌટુંબિક અંગત વાત જનકના પારિવારિકમિત્રને કહેવાનો અસહ્ય સંકોચ એના મુખ પર જણાતો હતો. ભાનુની હેલી વાતો પરથી મને ખ્યાલ આવ્યો કે પતિ અને સાસુ તરફથી અવહેલના, ડગલે ને પગલે થતાં અપમાનકારક વર્તાવ એને માટે સૌથી વધુ દુખદાયક હતા. એના  સાવકા દીકરા સાથે મીઠો સહકાર અને આપસમાં સહાનુભૂતિ ભર્યા સંબંધનો ભાનુને સંતોષ હતો. પણ ઘણી વખત પિતા અને દાદીને જોઈ, પણ ભાનુ પાસે તોછડાઈથી કામ કરાવતો. પતિનો દબાવ કે, ‘પૈસા કમાવા જાઅને સાસુનો દબાવ કે, ‘મારી રીતે ઘરનું બધું કામ સંભાળી લેઅને દરેક પગલું અમારી મરજી પ્રમાણે ઊપાડ.

      મારા ધાર્યા કરતાં પરિસ્થિતિ ઘણી ગંભીર હતી. ભાનુ કહે, “હું બધું જ સહન કરવા સજ્જ છું જો મને પતિ તરફથી થોડો પણ સ્નેહ અને માન મળે. મને એવા શબ્દો કહે છે કે હું તમારી પાસે એ બોલી શકું તેમ નથી.”

         મારી સાથેની ચર્ચા બાદ, બધા સાથે સુમેળ રાખવાનો બધો પ્રયત્ન કરવો એવો એણે નિશ્ચય ફરીથી કર્યો. ભાનુ ધ્યાન નિયમની અભ્યાસી હતી, અને મનની શાંતિ માટે સતત નિયમિત સાધના કરતી હતી. મારા સાથથી હિંમત વધી. એને ઈંગ્લીશ શીખવા માટે એક સેવાસંસ્થામાં હું લઈ ગઈ. થોડા દિવસો પછી એક સવારે હું બીજા વિદ્યાર્થીને ભણાવવા સવારના ગઈ તો ભાનુ પાંચેક બીજા વિદ્યાર્થીઓ સાથે ક્લાસરૂમમાં વાતો કરતી હતી. મને જોતાં દોડતી આવી. મને હસીને કહે, “મારી સાથે પરદેશથી આવેલા મોટી ડીગ્રીઓવાળા, કોલેજના સ્નાતકો ઈંગ્લીશ શીખી રહ્યા છે!!! અહીથી મને ધીરજ અને આત્મવિશ્વાસ મળ્યા છે. મને હજુ પણ અંગ્રેજીમાં ગોટાળા થતા ઘરમાંમુરખકહે ત્યારે માઠું તો લાગે છે, પણ હવે રડતી નથી.”

          વળી થોડો સમય  બરાબર ચાલે છે એવું લાગ્યું, ત્યાં ઓચિંતા ભાનુ મારે ઘરે આવી. વાત પરથી જાણવા મળ્યું કે એના સાસુ મહિનાથી જનકની બહેનને ત્યાં બીજે ગામ ગયા છે. રાતના બે વચ્ચે અણબનાવ થયો હતો પણ વહેલી સવારમાં ભાનુ જનક પાંસે ગઈ તો જનકે ખૂબ સ્નેહપૂર્વક આવકારી. ભાનુને સંબંધ સુધરવાની આશા બંધાઈ. ત્યાં થોડા કલાકોમાં જન તેની મા અને બહેન સાથે ફોન પર ખાનગીમાં વાત કર્યા પછી આવીને ચપટી વગાડી, બારણા તરફ આંગળી ચીંધી, બોલ્યો,

           “તારે અમે કહીએ પ્રમાણે રહેવું હોય તો સામાન બાંધ અને ચાલતી પકડ. એક પૈસોય તને નહીં મળે.”
બે વર્ષના લગ્નજીવન પછી લાગણીની મીઠાશને બદલે ચાબખા જેવા શબ્દો વાપરીને જનકે એને ચેતવણી આપી દીધી હતી.

          થોડા દિવસોમાં ભાનુના સાસુ પાછા આવી ગયા અને ફરી કકળાટ ભર્યું વાતાવરણ ચાલું થઈ ગયું. એક દિવસ જનકે ભાનુને તમાચો માર્યો જે આવેલા મહેમાન જોઈ ગયા. સમયે અમારી સેવા સંસ્થાની મદદ લેવાની  સ્પષ્ટ જરૂર જણાઈ. જ્યારે આવા નફરતભર્યા વાતાવરણમાં રહેવામાં સલામતી લાગે ત્યારે અમે ત્રાસિત વ્યક્તિને સ્ત્રીબાળકોના આશ્રયઘરમાં રહેવા જવાની સલાહ આપીએ. મારા સૂચન માટે મને ભાનુનો જવાબ બરાબર યાદ છે. . . કહે, “ દેશમાં આ એક મારું ઘર. હું બીજે કેવી રીતે જઈને રહું?”

        અમારી સંસ્થામાં ઓછી ફી લઈને સેવા આપનાર વકીલની પસંદગીમાં ભાનુએ, ગુજરાતી ને બદલે એક આફ્રિકન-અમેરિકન સ્ત્રી વકીલને પસંદ કરી, જે નિર્ણય બહુ અગત્યનો નિવડ્યો. ક્યાં રહેવું એ સવાલના જવાબમાં ભાનુને વકીલે સલાહ આપી, “ડ્રાઈવર લાયસન્સ પર જે સરનામું છે, ત્યાં તારો હક્ક છે. નિયમ અનુસાર તું ત્યાં રહી શકે છે.” પછી ભાનુની હિંમત અને કુનેહ અનેક મહિનાઓ દરમિયાન જોવા મળ્યાં. જનકના મિત્રોમાં ખબર પડતા સુલેહ કરાવવા ઘણાં પ્રયત્નો થયા પણ મા દીકરો દાદ નહોતાં આપતાં. શું વાંધો પડ્યો છે એના માટે કોઈ મોટું કારણ બતાવ્યું, કેવળ અણબનાવ કહ્યું. પણ જ્યાં સ્ત્રી સન્માનનો અભાવ હોય અને તેની સામે માથું ઊંચકનાર મળે… પછી એ વિષે શું કહી શકે?

        ભાનુ પોતાની હકીકત મારી મદદથી વકીલને કહી સંભળાવી. “ભારતમાં મારા પરિવારને જન મારા માટે યોગ્ય વર લાગ્યો હતો. એણે પોતાના પહેલાં લગ્ન અને પુત્ર વિષે નિખાલસતાથી વાત કરી, તેમજ તેના મમ્મી સાથે રહેતાં હતાં જાણી મને સારું લાગ્યું. તેમના ત્યાંના સગાનો સારો પરિચય હોવાથી, હું લગ્ન માટે તૈયાર થઈ અને દેશમાંથી અમેરિકા આવવાનો નિર્ણય લઈ શકી. પાંચ દિવસમાં લગ્ન થઈ ગયા. અમેરિકા આવવા માટે મુ દસ્તાવેજની ઊણપ હોવાથી જનકના વકીલ અને એના પિતરાઈ ભાઈની સલાહ પ્રમાણે જરા ખોટા દસ્તાવેજો તૈયાર કરવા પડેલા. મારા માતા-પિતાને કે મને કાયદાઓની આંટીઘૂંટીની બિલકુલ ગતાગમ ન હતી….

           “હું સંપૂર્ણ સમર્પણના ભાવ સાથે નવા પરિવારમાં આવી અને જવાબદારી સંભાળી લીધી. સમય સાથે મને અપમાનભર્યા વિશેષણો આપવામા આવ્યા અને નોકરની જેમ કામ કરવાની અપેક્ષા રાખવામાં આવી. જન બહારના માણસો સાથે ખૂબ સરસ વ્યવહાર કરતો અને બંધ બારણે મને એનું અલગરૂપ જોવા મળતું. જન એની નાણાકીય બાબતો છુપાવતો. અરે, એની સરકારી નોકરીમાં કેટલો પગાર છે પણ, ‘તારે જાણવાની જરૂર નથી.’ કહી ટાળી દેતો. જન એની બહેન સાથે ફોન પર પૈસા બાબત વાત કરતો હોય ત્યારે મને ત્યાંથી ખસી જવાનો સખત ઈશારો કરતો. હું જે કાંઈ કમાઈને લાવું તે એના હાથમાં આપી દેતી અને પછી મને ખીસા ખર્ચ આપતો.”

          હવે ભાનુને સાવ થોડા ડોલર્સ આપીને, ચાલતી પકડવા માટે દબાણ કરતો રહેતો. સાસુમા આડકતરા ટોણાં મારવામાં કુશળતા બતાવતાં. એને સરખો ભાગ આપી, સારી રીતે છૂટા પડવા માટે જનકના મિત્રો અને પિત્રાઈબહેન સલાહ આપતા તા, પણ જનકમાં પોતાનુ ભલું જોવાની પણ દ્રષ્ટિ નહોતી. ભાનુ પાસે તો કશું નાણું તું નહીં તેથી અમે બધા માનતા કે જન કોર્ટમાં નહીં જાય જેથી પોતાના રીટાયરમેન્ટ ફંડમાંથી પત્નીને કાયદા પ્રમાણે અરધો ભાગ આપવો પડે.  કદાચ જનકને તેના વકીલની સલાહ હશે કે ભાનુને લાલચી સાબિત કરી દેશું. જનકના મિત્રોએ સુલેહ કરવા સમજાવ્યો પણ, થોડા દિવસોમાં ભાનુના હાથમાં છૂટાછેડાના કોર્ટના કાગળિયા પકડાવવામાં આવ્યા. સમયે ભાનુને બહુ આઘાત લાગ્યો.

          તમામ તમાશા દરમ્યાન ભાનુ પતિ, સાસુ અને સાવકા દીકરા સાથે એક ઘરમાં મહિનાઓથી જીવી રહી હતી. દેશમાં એના માતાપિતાને ખાસ કાંઈ ખબર હતી. ભાનુ પોતાના વકીલની સલાહ લઈ આવી પછી સાસુ અને પતિને કહી દીધેલું કે, “મને હેરાન કરશો તો પોલીસને બોલાવીશ.” સમાજમાં પોતાનું ખરાબ દેખાય દંભને કારણે ભાનુને મુખ્ય રૂમમાં રહેવા દઈ જનક બીજા રૂમમાં જતો રહ્યો. સોડામાં પોતાની અલગ રસોઈ જલ્દી બનાવી નોકરી પર જવા નીકળી જતી. સાસુના ચોખ્ખાઈના નિયમોમાં કશી ત્રૂટી ન આવે તેનું સતત ધ્યાન રાખતી. જન અને તેની મમ્મીના ખાસ મિત્રો અને સગાઓ ખુલ્લી રીતે ભાનુના પક્ષમાં ભા રહ્યા. મારે ત્યાં અઠવાડિયામાં બે વખત આવી કોર્ટની સુનાવણીની તૈયારી કરતી. અમારી સેવા સંસ્થા વકીલની ફી આપવાની હતી

          મનુષ્ય પોતે પોતાના સુખ અને આનંદના નાશનું કારણ બને ત્યારે કોઈ મદદ કરી શકે. કોર્ટમાં પહેલે દિવસે જન એવું બતાવવા માંગતો હતો કે ભાનુને અમેરિકા આવવું હતું તેથી લગ્ન કર્યા અને ખોટા કાગળિયા કરી અહીં આવી. ભાનુ પાસે જનકના હસ્તાક્ષરો વાળો પત્ર હતો, જેમાં જનકના વકીલની સલાહ લખેલી હતી એ પ્રમાણે તેણે કર્યું હતું. આમ ભાનુને દોષી બતાવવા જતાં જનક અને તેની વકીલ શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયા. તે ઉપરાંત નિયમ પ્રમાણે, જેણે ભાનુના ઈમીગ્રેશનની કારવાહી કરી હોય તે જ વકીલ છૂટાછેડાનો મુકદ્દમો લડી શકે.  conflict of interestના મુદ્દા પર પહેલે દિવસે ન્યાયાધીશે જનકના વકીલને ગેરલાયક ઠરાવી કોર્ટમાંથી બાકાત કર્યા….
આ રીતે જરૂરી પત્રોને વ્યવસ્થિત રાખવાની ભાનુની કુશળતાને લીધે તેના વકીલનું કામ સરળ બનતું રહ્યું.

           જ્યારે ભાનુ રે ગઈ ત્યારે હંમેશની જેમ, બાજુમાં રહેતાકહેવાતા મિત્રોસાથે જન લાંબી વાતો કરતો ઊભો હતો, અને ઘરડી માતા બારીમાંથી એના આવવાની રાહ જોતી હતી. થોડા દિવસો પછી મળવા આવેલી નણંદે ભાનુ પર સખત ગુસ્સો કર્યો. ભાનુએ એ જ વખતે મને સેલફોન જોડ્યો. પરિસ્થિતિ વણસે નહીં તેથી મેં એક કાર્યકરને મદદ માટે મોકલ્યાં. તેઓ ઘર સામે કાર પાર્ક કરી ઊભાં રહ્યાં તે જોઈને સાસુ નણંદ ચૂપ થઈ ગયાં.

           સેવા કાર્ય રનારે પોતાના મદદ કરવાના હેતુની ચકાસણી કરતા રહેવી બહુ જરૂરી છે. એક પક્ષને સાંભળી એને જીતાડવાના પ્રયાસમાં બીજા પક્ષને અન્યાય થાય પણ સભાનતાથી સમજવું બહુ અગત્યનું છે. કોર્ટમાં મુકદ્દમો ચાલે પહેલાં દરેક પતિપત્નીને એક તટસ્થ કાનૂની વ્યક્તિને મળવાનું હોય છે. ભાનુ અને જન પોતાના વકીલો સાથે, અને મારે ભાનુ સાથે ભાષાંતર માટે હાજર રહેવાનું હતું. આખો દિવસ બન્ને પક્ષો વચ્ચે ચર્ચા ચાલ્યા પછી જન તરફથી મુ રકમ અને છૂટાછેડાની શરતો જણાવવામાં આવી. લગભગ વર્ષથી કોકડું ગુંચવાયેલ હતું અને મને રકમ ઠીક લાગી તેથી મેં સ્વીકારવાની સલાહ આપી પણ વકીલની સલાહ માની ભાનુ આવેલી દરખાસ્ત નકારી. મને સમયે શંકા થઈ ગઈ કે, “હું ભાનુને પગભર  થવાને બદલે, જનકને ખંખેરવામાં તો મદદરૂપ નથી થઈ રહી ને!” બહાર નીકળી મેં ભાનુને શંકા કહી બતાવી અને પોતાનો આગળનો રસ્તો આપ ખોળવાનું કહ્યું. એનો ચહેરો ઝાંખો થઈ ગયો. થોડાં દિવસ પછી મન શાંત થતા અમે ળ્યાં ત્યારે કહે કે, “ રાતે હું ખૂ રડી અને પ્રમાણિક પણે મારા અંતરઆત્માને ચકાસ્યું. એક વાત હકીકત છે કે તમારાં સમર્થન વગર મારાથી આગળ નહીં જવાય. બીજી એક વાત, રીટાયર ફંડ સિવાય જનકે બધું ધન બીજાના નામે સંતાડી દીધું છે. પણ તથ્ય હતું કે જન એની ટપાલી તરીકેની નોકરીના અનુસંધાનમાં ઘણા નિયમભંગ કરી રહ્યો હતો, અને ગુપ્ત વાત જો ભાનુ જણાવે તો જનકને અનેક મુશ્કેલીઓ ઊભી થાય. ભાનુનો આશય એને પરેશાન કરવાનો નહોતો.

           અમે આવી રહેલાં વધુ મુશ્કેલ દિવસો માટે પ્રવૃત્ત થયા. મહિનાઓના ગાળા સાથે કોર્ટમાં ચાર દિવસની સુનાવણી થઈ. આવી દશામાં મુકાયેલ પતિ, ઘરડી મા અને સાવકા દીકરાની દયાજનક સ્થિતિ જોતા ભાનુનું હૈયુ રહેંસાઇ જતું હતું. દરેક વખતે જન સામે જતી નજર ફરિયાદ લઈને પાછી ફરતી હતી, “અરેરે! વ્યક્તિ માટે મેં કેટલાં સ્વપ્ના જોયાં હતાં, અને ઘરમાં હું સુખ આપવા આવી હતી. અને આજે, વિના કારણે અમે કેવા સ્થાને આવી અટકી પડ્યા!” ભાનુની ચીવટને કારણે અમારી વકીલ પાંસે બધા જરૂરી પુરાવા હતા, તેથી જનકની નવી રોકેલી વકીલ લાચાર થઈ ચૂપ બેસી જતી. મુશ્કેલીના સમયમાં ભાનુની સચ્ચાઈને કારણે, દાક્તરી મદદ, નાણાકીય મદદ તેમ માનસિક સહાય ભાનુને વા લોકો પાસેથી મળી જેમને ચાર વર્ષ પહેલાં ઓળખતી પણ નહોતી.

         બે વર્ષને અંતે છૂટાછેડા, અને ભાનુને સારી એવી નાણાકીય મદદ મળી. કોર્ટનો રસ્તો જનક માટે નુકસાનનો રસ્તો સાબિત થયો. એને ખબર નહોતી કે પહેલી પત્ની સાથે જે અન્યાય કર્યો હતો બીજી પત્ની ભરપા કરાવશે.

         ગૃહત્યાગના સમયે હું ભારતમાં હતી તો પણ સલાહમશવરા માટે ભાનુ ફોન કરતી રહેતી.  ભાનુ નક્કી કરી રાખ્યું હતું કે ઘરમાંથી માન સહિત નીકળશે. નીકળવાની આગલી રાતે, પોતે દેશમાંથી લઈને આવેલી બે બેગ ભરતાં ભાનુ બહુ ગમગીન થઈ ગયેલી. સમયે સીમાદીદીનો હિંમત આપતો ફોન આવ્યો, “તું નરકમાંથી નીકળી રહી છો અને તારી દીદીને ઘેર આવી રહી છે એમ સમજ.” સીમા, જેઓ જનકના ફોઈની દીકરીના ખાસ બેનપણી હતાં અને તેમણે ભાનુને પોતાની સાથે લાંબો સમય રહેવા માટે આમંત્રી હતીઆજે વર્ષો પછી પણ, ભાનુના દ્‍ભાવના ભર્યા અનેક સંબંધો સમયની કસોટીમાં અતૂટ જળવાઈ રહ્યા છે.

          નીકળવાના દિવસે ચારપાંચ શુભચિંતક બહેનો ભાનુનાં કહેવાથી જનકના ઘર પાસે આવી ઊભાં રહ્યાં. સાસુમા બારીમાંથી ભાનુને લેવા આવેલાં બધા ઓળખીતા, જેમના એક વખત સાસુમા વખાણ કરતા ધરાતા નહોતા, એમને જોઈ જલી ઊઠ્યાં. એક કાર્યકર અંદર મદદ કરવા ગયા. ભાનુ જન અને સાસુની સામે પોતાની બેગ ખોલી વસ્તુઓ બતાવી. સાવકા દીકરાને સ્નેહથી કહ્યું, “તેં મારા વિરૂધ્ધ જે કર્યું પિતાને માટે કર્યું હતું એમ સમજી મારા મનમાં ગુસ્સો નથી, કહેવા આવી છું.” સાસુ સામે બે હાથ જોડી અને જન સામે દર્દ ને ફરિયાદ ભરી નજર નાંખી બહાર નીકળી ગઈ.

        પતિની ઓછી સમજ અને સ્વભાવની ચણભણને લીધે તૂટેલાં સંબંધોએ અનેક વ્યક્તિઓને દુખી કરી દીધાં. ભાનુ ગામમાં રહી અને સ્વમાનપૂર્વક પોતાનો નિર્વાહ ચલાવતી. સાલસ સંબંધો જાળવી રાખી પોતાનું ભવિષ્ય વ્યવસ્થિત કરતી રહી. કેવળ પોતાને માટે નહીં પણ બીજી મુશ્કેલ દશામાં ફસાયેલી સ્ત્રીઓને મદદ કરવા માટે પણ તત્પર રહેતી. હજી પણ નાની મોટી મૂંઝવણ આવતા ફોનની ઘંટડી વાગી હોય અને પોતે જે પગલું ભરવાની છે તે યોગ્ય છે કે નહીં એની ચકાસણી મારી સાથે કરીને આગળ પગલું ભરે છે.પોતાનું નાણાકીય ભવિષ્ય સમજપૂર્વક ગોઠવી ખૂબ મહેનત સાથે જીવન જીવી રહી છે. કહે છે, “મારા અંતરનો આનંદ કાયમ રહે વિષે જાગૃત છું. નવા સાથી મળશે તો પ્રભુકૃપા સમજીશ. સંતોષથી જીવન જીવવા માટે કોઈ વ્યક્તિ કે પરિસ્થિતિ પર લાચાર રીતે આધાર રાખવાનું મને અનુભવે શીખવી દીધું છે.”……..

  અવહેલના
બહેન, હું તો પારકા પોતાનાં ગણી આવી,
દિલે આશા અરમાન ભરી  લાવી.
સ્નેહ    તાંતણે    ભરોસે  હું  ચાલી,
મારી સેંથીએ  સિંદૂર  ભરી  મ્હાલી.  –  બહેન

  મધ્યબિંદુ  નાનાશા  વિશ્વમાં,
એનો  આવાસ અંતર  વિશ્વાસમાં.
બન્યો   હેતુ  મારા   શ્વાસોશ્વાસમાં,
છૂપું   આજે   આક્રંદ   નિશ્વાસમાં.    — બહેન

  તૂટ્યો  નાજુક     દોર મજધારે,
ઘણો  સાંધ્યો   સંસાર   પ્રેમતારે.
ઝટકાથી તોડી મને છોડી નોધારે,
એકલી  ટૂલી  હું  કોને આધારે?   — બહેન

 ભલે  નયન  રડે અણધારી  આંચે,
જલે  આત્મદીપ  શક્તિની    સાથે.
શતૅ,  શોધીશ   હું   ખોયેલી  મુજને,
સખી, તારા     સ્મિતને   સહારે   —  બહેન
——–

સરયૂપરીખ. saryuparikh@yahoo.com
www.saryu.wordpress.com     Austin, Texas.

 

About SARYU PARIKH

INVOLVED IN SOCIAL VOLUNTEER WORK. HAPPILY MARRIED. DEEPLY INTERESTED IN LITERATURE, ADHYATMIK ABHYAS,MUSIC AND FAMILY. EDUCATION IN SCIENCE AT BHAVNAGAR AND BARODA.

5 thoughts on “મિત્રો સાથે વાતો – (૩) – સરયૂ પરીખ – અવહેલના

 1. ખુબજ સુંદર લેખ. આવા પુત્રો ને સાસુઓ પડદા પાછળ ઘણા હશે, અને એઓ આ લેખ વાંચવા જેવી પરિસ્થિતિમાં હોય તો કેવું? ઘેર બેઠાં ગંગા જો આવા લોકોએ એને પવિત્ર રહેવા દીધી હોય તો. આપને ટોપલો ભરીને અભિનંદન આપવા કેમ ભુલાય, સરયુબેન.

  Like

 2. સંબંધોની યાદીમા સૌથી વધુ અપેક્ષા, ઉપેક્ષા અને અવહેલના લગ્નજીવનમાં થતી હોય છે.
  સુ શ્રી સરયુબેનની ‘ પતિથી સખત જાકારો, અવહેલના, અવહેલન, નિરાદર, તિરસ્કાર, અસત્કાર, જિલ્લત, અવમાન, અવમાનન, માનભંગ, પરાભવ, મળતા, સ્વશક્તિથી લડનાર સ્ત્રી શક્તિની કાવ્ય–કહાણી
  શતૅ, શોધીશ હું ખોયેલી મુજને,
  સખી, તારા આ સ્મિતને સહારે . અનેકો માટે પ્રેરણાદાયી અમારા સ્નેહી કહે સ્વશક્તિથી લડનાર પુરુષ શક્તિની
  વાત લખવી જોઇએ.દાખલો આપતા કહે-‘ શંકરના આદેશોની અવહેલના કરીને જેણે રામની પરીક્ષા લીધી, પોતાના અપમાનનો બદલો લેવા માટે પિતાના યજ્ઞમાં બળી મર્યા પણ શંકરની સાથે ન ગયાં. પુરુષ પણ સ્ત્રીઓને માટે પ્રાણ દેતા જોવા મળ્યા છે !’ તો મરીઝસાહેબ કહે
  નથી ફાવતું રાખી બોલી મીઠી છેતરવું,
  માટે મારા શબ્દોની સૌ અવહેલના કરે છે.
  એનાથી તો સરસ તારી અવહેલના હતી,
  આ તારી આંખોમાં જે ગલત આવકાર છે.

  Like

 3. ચિમનભાઈ અને પ્રજ્ઞાબેનના પ્રતિભાવથી આ સ્ત્રીશક્તિને ઘણો ઉત્સાહ મળશે અને મને મદદ માટે યોગ્ય ગણી તેનો સંતોષ. સસ્નેહ, સરયૂ

  Liked by 1 person

 4. સરયૂબેન, એક ભાનુ પાછળ તમારા જેવા અનેક સમાજસેવક અને સેવિકાઓ છે જે અજાણી રાહમાં રાહબર બને છે. એનું પણ એક આંગળી ચીંધ્યાનું પુણ્ય છે. પણ એક વાત ચોક્કસ કે “ત્વમ ઉત્તિષ્ઠ” ની અસર તો જ થાય જો વ્યક્તિ પોતાની મદદ કરવા તૈયાર હોય. આવી અનેક ભાનુઓ આપણા સમાજમાં અને દરેક દેશમાં રહે છે. બધાં માટે દિવાદાંડી સમાન લેખ.

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s