ગીતાના યોગ (સંકલન – પી. કે. દાવડા)


( સદગુરુ બોધીનાથ વેલનસ્વામીના એક લેખમાંથી સંકલિત)

કર્મ યોગ, ભક્તિ યોગ, રાજ યોગ અને જ્ઞાન યોગ

આધુનિક હિન્દુ ગ્રંથોમાં, હિન્દુ આધ્યાત્મિક અભ્યાસનો સૌથી સામાન્ય સારાંક્ષ એ ચાર યોગ છે: કર્મ (કામ), ભક્તિ (ધાર્મિકતા), રાજ (ધ્યાન) અને જ્ઞાન.

કર્મ યોગ એ કામનો માર્ગ છે. તેની શરુવાત કુકર્મો થી મુક્તિ થકી થાય છે. તે પછી આપણે જે કામ સ્વાર્થી ઈચ્છાઓથી પ્રોત્સાહિત થયું હોય, જેનાથી માત્ર આપણને પોતાને જ લાભ થતો હોય, તેમાંથી મુક્તિ મળે છે. ત્યાર બાદ આપણા જીવનની ફરજોને સભાનતાપૂર્વક પરિપૂર્ણ કરવાની ઈચ્છા જાગે છે. કર્મ યોગનું એક સૌથી મહત્વનું પાસું છે, બીજાની મદદ માટે નિસ્વાર્થ સેવા, જ્યારે આપણે તેમાં સફળ થઈએ, ત્યારે આપણું કાર્ય એક પૂજામાં પરિવર્તિત થાય છે. દરેક કાર્ય ભગવાનના સંપર્કમાં આવવાના ઉદ્દેશથી જ કરવું જોઈએ.

ભક્તિ યોગ એ ઉપાસના અને ઈશ્વર પ્રત્યેના પ્રેમનો માર્ગ છે. જેના અભ્યાસમાં ભગવાન વિષેની વાર્તાઓ સાંભળવામાં, ભક્તિભાવ વાળા ભજનો ગાવામાં, તીર્થયાત્રા, મંત્ર જાપ અને મંદિરમાં તેમજ પોતાના ઘરમાં થતી પૂજા પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. ભક્તિ યોગ નું ફળ છે ઈશ્વર સાથેનો ખુબજ નજદીકનો અરસપરસ નો સંબંધ, એવી પ્રકૃતિનો વિકાસ જેનાથી આ સહભાગિતા શક્ય બને- પ્રેમ, નિસ્વાર્થતા અને પ્રવિત્રતા- છેવટે પ્રપત્તિ, ઈશ્વર માટે પોતાના અસ્તિત્વને ભૂંસી નાખી બિનશરતી સંપૂર્ણ સમર્પણ.

રાજ યોગ એ ધ્યાન નો માર્ગ છે. તે એક આઠ પ્રગતિકારક અવસ્થાઓના અભ્યાસની પધ્ધતિ છે: નૈતિક સંયમ, ધાર્મિક નિયમોનું પાલન, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધરણ, ધ્યાન અને સમાધિ અથવા આત્મસ્થ થવુ. ધ્યાન નો હેતુ બદલાતા મન પર સંયમ લાવવાનો છે, જેથી- વ્યક્તિગત ચેતના જે મનના બદલાવમાં ડુબેલી રહે છે- તે પોતાના મુળભુત રૂપમાં ટકી રહે. આ કાબૂ અભ્યાસ અને વૈરાગ્યથી આવે છે.

જ્ઞાન યોગ એ માહિતી મેળવવાનો માર્ગ છે. તેમાં આધ્યાત્મિક અભ્યાસ તેમજ વાસ્તવિક અને કાલ્પનિક ના તફાવતની સમજણ નો સમાવેશ થાય છે. જો કે જ્ઞાન શબ્દનું મૂળ જ્ઞ, જેનો અર્થ જાણવું થાય, તેમાં એક ઉચ્ચ આધ્યાત્મિક સૂચન છે. તે માત્ર બૌધિક જ્ઞાન નથી પણ આંતરજ્ઞાનનો અનુભવ છે. શરુવાત એકમાંથી થઈ બીજા પર આવે છે. જ્ઞાન યોગમાં ત્રણ પ્રગતિશીલ અવસ્થાઓ છે. શ્રવણ (શાસ્ત્રોનું શ્રાવણ), મનન (વિચાર અને ચિંતન) અને નીધીધ્યાસન (અવિચલ અને ઉંડુ ધ્યાન). ઉપનિષદના ચાર મહાવાક્યો ઘણીવાર ચિંતનનો વિષય બને છે: “બ્રહ્મન અને જીવ એક જ છે.”, “ચિત્ત એ બ્રહ્મન છે.”, “આ આત્મા એ બ્રહ્મન છે.” અને “હું બ્રહ્મન છું.”

તમારી પ્રકૃતિ પ્રમાણે યોગનો માર્ગ પસંદ કરો. “આધ્યાત્મિક અભિલાષી ચાર માનસિક પ્રકારમાં વહેંચાય છે: ખાસ કરીને ભાવનશીલ, બૌધિક, શારીરિક રીતે ઉધ્યમી, ધ્યાનશીલ. ચાર મુળભુત યોગ માર્ગો આમ દરેક માનસિક અવસ્થા માટે બરાબર છે. આ અભિગમમાં, ભક્તિ યોગ એ ભાવનશીલ લોકો માટે, જ્ઞાન યોગ બૌધિક માટે, કર્મ યોગ ઉધ્યમી માટે અને રાજ઼ યોગ ધ્યાનશીલ લોકો માટે હોય છે.

બીજો અભિગમ છે જેમાં તમારી પ્રકૃતિ મુજબ એક માર્ગ પસંદ કરો પરંતુ બીજા ત્રણ માર્ગોનો પણ અભ્યાસ કરો. વ્યક્તિ સામાન્ય રીતે એક માર્ગ તરફ ખેંચાય છે, પરંતુ બીજા ત્રણ માર્ગનો અભ્યાસ જરૂરી છે.

ત્રીજો અભિગમ જે એ વાત પર ભાર મૂકે છે કે કોઈ એક માર્ગ સર્વોચ્ચ છે અને જેને દરેકે અપનાવવો જોઈએ. વૈષ્ણવ સંસ્થાઓમાં સામાન્ય રીતે ભક્તિ માર્ગ, ધાર્મિક અભ્યાસ અનુયાયીઓ માટે ધરવામાં આવે છે. એટલે કે વૈષ્ણવ સંપ્રદાયમાં, મોક્ષની પ્રાપ્તિ માટે પોતાના અસ્તિત્વને ભૂસી નાખી ઈશ્વર પ્રત્યેનો પ્રેમ અને સમર્પણ પર વધુ મહત્વ આપવામાં આવે છે. તે ઉપરાંત કર્મ યોગ ની સલાહ આપવામાં આવે છે, જે આત્મ શુધ્ધિ માટે અને ભક્તિના અભ્યાસ માટે જરૂરી છે.

ચોથો અભિગમ એ છે કે કર્મ યોગ, ભક્તિ યોગ અને રાજ યોગ જરૂરી છે જ્ઞાન યોગના અભ્યાસ માટે અથવા તો ઈશ્વરના સાક્ષાત્કારના અનુભવ માટે. વિશ્વ ધર્મ મંડળ, ન્યૂ યોર્કના સ્વામી રામકૃષ્ણનન્દે લખ્યું: “જ્ઞાન યોગમાં ઉંડા જતા પહેલાં, એ જરૂરી છે કે શિષ્ય સેવા અથવા કર્મ યોગમાં વિકસે, ઈશ્વર પ્રત્યેના પ્રેમમાં, ભક્તિ યોગમાં ખીલે, ધ્યાન કે રાજ યોગમાં ડૂબે, કેમ કે આ તત્વજ્ઞાનનો અભ્યાસ જરૂરી તૈયારી વગર કરવામાં આવે તો વ્યક્તિનું “લિપ વદંતિસ્ટ” એટલે કે જેને માત્ર પુસ્તકનું જ્ઞાન હોય, તેમાં રૂપાંતર થઈ જવાનો ભય રહે છે, આવી વ્યક્તિ જે વાતો કરે છે, તેની તેને સાચા રૂપે સમજણ નથી હોતી.”

રુઢિચુસ્ત અભિગમ એ છે કે પહેલા કર્મ અને ભક્તિ યોગ પર ધ્યાન આપો. આ માર્ગો અહંકાર અને બીજા વિઘ્નો જે ઉંડા શાક્ષાત્કાર માટે અવરોધ રૂપ બને છે તેમને ઝડપથી હટાવે છે. આ રીતના અભ્યાસનો ફાયદો છે કે, ધીમે ધીમે મનની શુધ્ધતા આવે છે, વધુ નમ્રતા અને સ્થિરતા નો વિકાસ થાય છે અને ભક્તિભાવ જાગે છે અને નિશ્ચિત રીતે આપણા બધા કર્યો આપણને દ્રઢતાપુર્વક ઈશ્વરની નજીક લઈ જાય છે.

3 thoughts on “ગીતાના યોગ (સંકલન – પી. કે. દાવડા)

  1. .મા દાવડાજી એ કર્મ યોગ, ભક્તિ યોગ, રાજ યોગ અને જ્ઞાન યોગ અંગે સરળ ભાષામા સમજાવ્યુ અને તે પ્રમાણે કરવાથી ધીમે ધીમે મનની શુધ્ધતા આવે છે, વધુ નમ્રતા અને સ્થિરતા નો વિકાસ થાય છે અને ભક્તિભાવ જાગે છે અને નિશ્ચિત રીતે આપણા બધા કર્યો આપણને દ્રઢતાપુર્વક ઈશ્વરની નજીક લઈ જાય છે.

    Liked by 1 person

  2. વાયરસના વાતાવરણમાં આવું વંચાય એ સારું. આમેય મંદિરો તો બંધ છે પણ આંગણૂં તો ખુલ્લું છે. લાભ લેવા જેવો હાં!

    Liked by 1 person

  3. ઈશ્વર સુધી જવાના બધા જ રસ્તા ખુલ્લા છે. આપણે જ આપણા પોતાના મોટા અવરોધક છીએ. સરસ લેખ.

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s