અંતરની ઓળખ – સંકલનઃ જયશ્રી વિનુ મરચંટ


(આજથી “અંતરની ઓળખ” નવો વિભાગ શરૂ કરતાં આનંદ અનુભવીએ છીએ. આ વિભાગમાં દર અઠવાડિયે બે કે ત્રણ વાર વિશ્વના ચિંતકો કે વિચારકોના પુસ્તકો કે વક્તવ્યમાંથી બેચાર વિચારકણિકા રજુ કરીશું. આશા છે આપ સહુને ગમશે. આ અઠવાડીયે ઓશોવાણીથી શુભારંભ કરીએ છીએ.)

ઓશોવાણીઃ
ઓશોના પુસ્તક સર્જનાત્મકતામાંથી સાભારઃ

“બે શબ્દો યાદ રાખો. એક કાર્ય અને બીજો પ્રવૃત્તિ. કાર્ય એ પ્રવૃત્તિ નથી અને પ્રવૃત્તિ એ કાર્ય નથી. બંનેના સ્વભાવ અને ઉદ્ભવ આમ જુઓ પરસ્પર વિરોધી છે. કાર્ય એટલે સંજોગોની માંગ ઊભી થાય અને તમે કામ કરો, એ તમારો પ્રતિભાવ છે. પ્રવૃત્તિ સંજોગોને કારણે નથી. એ પ્રતિભાવ નથી. તમે અંદરથી જ એટલા અશાંત છો કે સંજોગો તો પ્રવૃત્તિનું એક બહાનું બની જાય છે.
કાર્ય શાંત મગજની સ્ફૂર્ણા છે. એ દુનિયાની સૌથી સુંદર વસ્તુ છે. પ્રવૃત્તિ અશાંત મગજની પેદાશ છે, તે સૌથી કુરૂપ છે. કાર્યને મુદ્દા હોય છે. પ્રવૃત્તિને મુદ્દાની જરૂર નથી. કાર્ય એ પળેપળનું સ્વયંપ્રેરિત અને દેશકાળની માંગ પ્રમાણે સ્વયંભૂ પણ છે. પ્રવૃત્તિ અત્યારની પળોનો પ્રતિભાવ નથી. એ તમારી અશાંતિને રેડીને બની છે, જે અશાંતિ તમે ભૂતકાળમાંથી વર્તમાનમાં તમારી સાથે લાવ્યા છો. કુદરતી રીતે, કાર્ય સર્જનાત્મક છે અને પ્રવૃત્તિ ખંડનાત્મક બનીને વિનાશ પણ સર્જી શકે છે.”

2 thoughts on “અંતરની ઓળખ – સંકલનઃ જયશ્રી વિનુ મરચંટ

 1. .
  કુદરતી રીતે, કાર્ય સર્જનાત્મક છે
  અને
  પ્રવૃત્તિ ખંડનાત્મક બનીને વિનાશ પણ સર્જી શકે છે.”
  .
  ઓશોનું ચિંતનાત્મક તારણ

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s