શ્રીમદ્ ભાગવત-મહાત્મ્ય – (૪) – જયશ્રી વિનુ મરચંટ


ચોથો હપ્તોઃ
શ્રીમદ્ ભાગવત પુરાણનું મહાત્મ્ય અને આધુનિક માર્કેટિંગ ટેકનીક

શ્રી હરિની અને વ્યાસજીની શ્રીમદ ભાગવત પુરાણને લોકો સુધી પહોંચાડવાની હજારો વર્ષો જૂની રીતને આજના ૨૧મી સદીના પરિપેક્ષ્યમાં મૂલવતાં સમજાશે કે આપણા પુરાણોમાં હજારો અને સેંકડો વર્ષો પહેલાં આજના સઘળા શાસ્ત્રોનું આલેખન થયેલું છે.
આજે કોઈ પણ વૈશ્વિક યુનિવર્સીટીમાં બિઝનેસના અભ્યાસક્રમમાં માર્કેટિંગના વિષયની ટેક્સબુક્માં શીખવામાં આવે છે કે નવી પ્રોડક્ટને માર્કેટમાં મૂકવા પહેલાં, ચાર “P” ના આધાર લઈ, નવી શોધ કે વિચારને લોકો સુધી કઈ રીતે પહોંચાડવામાં આવે છે, જેથી લોકોનું ધ્યાન ખેંચી શકાય. સૌ પ્રથમ આ આધુનિક માર્કેટિંગ ટેકનીક શું છે એ પહેલાં સમજી લઈએ.
1. Product – પ્રોડક્ટ- પ્રત્યક્ષ ઉત્પાદિત માલ કે સામાન કે જે જોઈ શકાય, એટલે કે મૂર્ત (Tangible) હોય અથવા તો નામશાખ કે પ્રતિષ્ઠા કે પેટન્ટ – જે ફિઝીકલી એક વિચારોના ફોર્મમાં હોય છે (દા.ત. કોઈ પુસ્તકની અંદરની વિચારધારા, પેટન્ટ, ગુડવીલ, નામશાખ એટલે કે અમૂર્ત (Intangible) હોય શકે.
(The product – is either a tangible good or an intangible service that is seem to meet a specific customer need or demand. All products follow a logical product life cycle and it is vital for marketers to understand and plan for the various stages and their unique challenges.)
(Tangible Products are physical; they include cash, inventory, vehicles, equipment, buildings and investments. Intangible Services do not exist in physical form and include things like patents and goodwill.)

2. Price – પ્રાઈસ – કિંમત – જે એ ઉત્પાદિત સામાન કે ગુડવીલ-નામશાખના ઉપયોગ બદલ એના અંતિમ ચરણના ઉપભોક્તા – End user ચૂકવવા તૈયાર હોય.
(The Price – covers the actual amount the end user is expected to pay for a product. How a product is priced will directly affect how it sells. This is linked to what the perceived value of the product is to the customer rather than an objective costing of the product on offer.)

3. Promotion – પ્રમોશન – અભિવૃદ્ધિ – જેમાં મૂર્ત અને અમૂર્ત ઉત્પાદન – પ્રોડક્ટની બઢતી કરવામાં આવે છે. આ અભિવૃદ્ધિ માટે જાતજાતની વેચાણની યોજનાઓ બજારમાં મૂકાય છે, જેની જાણ લોકોને ખાસ ઓફર્સ કે પ્રસ્તાવો રજુ કરીને કરવામાં આવે છે. આજના સમયમાં આ જાણ માટે સોશ્યલ મિડીયાથી માંડીને અનેક આધુનિક સંશાધનોનો ઉપયોગ કરવામાં આવે છે.
(The promotion – All marketing communication strategies and techniques fall under the promotion heading. These may include advertising, sales promotions, special offers and public relations. Whatever the channel used, it is necessary for it to be suitable for the product, the price and the end user it is being marketed to.)

4. Place or Placement – પ્લેસ કે પ્લેસમેન્ટ – સ્થાન કે સ્થાન નિયોજન – આ અંતિમ ચરણ ખૂબ જ અગત્યનું છે. જો લોકો પ્રોડક્ટને સરળ રીતે મેળવી ન શકે તો સારામાં સારી મૂર્ત કે અમૂર્ત પ્રોડક્ટ વપરાશ વિના એમ ને એમ જ પડી રહે છે.
સ્થાન કે સ્થાન નિયોજનની સફળતા, પ્રોડક્ટને લોકોમાં સ્વીકાર્ય કે અસ્વીકાર્ય બનાવવામાં મોટો ભાગ ભજવે છે.
(Place or placement has to do with how the product will be provided to the customer. Distribution is a key element of placement. The placement strategy will help assess what channel is the most suited to a product. How a product is accessed by the end user also needs to compliment the rest of the product strategy.)
બ્રહ્માજીને સ્કંદપુરાણમાં શ્રી હરિ જ્યારે શ્રીમદ્ ભાગવત પુરાણનું મહત્વ સમજાવે છે ત્યારે ઉપરની ચારેય માર્કેટિંગની આધુનિક ટેકનીકને સાવ સહજતાથી અને ખૂબીથી કેવી રીતે અમલમાં મૂકે છે એનું આપણે થોડુંક એનાલિસિસ- વિશ્લેષણ કરીએ.
૧. પ્રોડક્ટ- ઉત્પાદિત માલ કે સામાન- મૂર્ત (Tangible) કે અમૂર્ત (Intangible): વેદવ્યાસજી જેવા મહાન લેખક દ્વારા આ પુરાણની રચના કરાવે છે. એના પછી, આ પ્રોડક્ટ પર અધિકૃતતાના એટલે કે આ પ્રોડક્ટ નકલી નથી, અસલી છે – ના સિક્કાની મહોર મારવા માટે શ્રી હરિ સ્વયં મેદાનમાં ઊતરીને બ્રહ્માજીને આ ભાગવત પુરાણનું મહત્વ કહે છે. જેનાથી એટલું સિદ્ધ થાય છે કે સૃષ્ટિના સર્જક બ્રહ્માજી જો આ પુરાણ સાંભળતા હોય તો એ ગ્રંથની વિચારધારા (અમૂર્ત- Intangible પ્રોડક્ટ) ખરેખર જ ઉત્તમ હશે અને પ્રોડક્ટમા ખામી કાઢવા જેવું કશું હોય ન શકે એવી ખાતરી પણ થાય છે, જે પ્રોડક્ટને કસોટીની એરણ પર સો ટચના સોના જેવી સાબિત કરીને, એની શુદ્ધતાનું પ્રમાણપત્ર સહજતાથી મેળવી લે છે.

૨. પ્રાઈસ- એટલે કે કિંમતની વાત કરીએ તો એ પણ આ ગ્રંથના મહાત્મ્યમાં ખૂબ જ સ્પષ્ટતાથી કહેવાયું છે કે આ પુરાણનો એક શ્લોકથી માંડીને આખું પુરાણ વાંચો, સાંભળો ને આત્મસાત કરો. સિવાય તમે એને ગ્રંથ તરીકે ખરીદ તો જ એનું મૂલ્ય ઝૂકવું પડે છે, બાકી સમૂહમાં કે વ્યક્તિગત રીતે સાંભળવામાં અને સમજવામાં તમારે દેખીતી રીતે સમય સિવાય કશું જ ખોવાનું નથી. જેવો તમારી પાસે સમય હોય, અનુકૂળતા હોય એ પ્રમાણે આ ગ્રંથને વાંચો, સાંભળો, સમજો અને ભક્તિ સ્વરૂપ બનો, પુણ્યશાળી બનો. જરૂરી માત્ર એટલું જ છે કે આ પુરાણ વાંચવા માટે તમારા ઘરોમાં વસાવો અથવા જ્યાં પણ એને કહેવામાં આવી રહ્યું હોય ત્યાં જઈને સાંભળો. બેઝિકલી, પ્રભુ કહે છે કે આ પુરાણને તમારી સહુલિયત પ્રમાણે વાંચવા કે સાંભળવાનો સમય ફાળવશો તો પુણ્યની કમાણી થશે. આ એક ખૂબ જ સ્માર્ટ સ્ટ્રેટેજી – પરિયોજના છે. શ્રોતા તરીકે સાંભળવાથી શું પુણ્ય મળશે એ ભાગવતમાં વિસ્તારથી કહેવામાં આવ્યું છે. પણ, શ્રોતા તરીકે કઈ રીતે સાંભળવું, એમાં સમાજશાસ્ત્રના અંશો પણ મળે છે, જે આગળ જોઈશું.

૩. પ્રમોશન, ઉત્પાદિત સામાનની અભિવૃદ્ધિ અને ૪. પ્લેસમેન્ટ, સ્થાન નિયોજન- હવે ત્રીજું અને ચોથું ચરણ, પ્રમોશનની અને સ્થાન નિયોજનની વાત આવે છે ત્યારે આ બેઉ ચરણો સામાન્ય રીતે એકબીજા પર દેશકાળના હિસાબે આધારિત હોવાથી, અહીં એ વિષે સંયુક્ત વિચાર કરીશું. શ્રી હરિ આ ગ્રંથને વેદવ્યાસ અને શુકદેવજી દ્વારા પ્રમોટ તો કરાવે છે પણ, સમાજને જ્ઞાનની ઉપ્લબ્ધિ થાય એ સારુ અનેક સાધુ સંતોને, વ્યાસજી, શુકદેવજી, સૂતજી અને શૌનક ઋષિ દ્વારા આ પુરાણના જ્ઞાનની વિતરણ વ્યવસ્થા પણ કરે છે. એટલું જ નહીં, વિતરણ અને વેચાણ બાદ પણ પ્રોડક્ટની ગેરંટી તો આપે છે જ, પણ, કદાચ એ વાંચતાં કે શ્રવણ કરતાં કોઈક ઠેકાણે અટકી જવાય તો એનું સમાધાન શોધવા માટેના રસ્તા પણ બતાવ્યા છે. એનો અર્થ એ કે વિતરણ અને વેચાણ બાદ પ્રોડક્ટની સર્વીસિંગની ગેરંટી પણ આપે છે. ઈશ્વરે જ માણસને ઘડ્યો છે અને એની રગરગથી વાકેફ પણ છે. એ જાણે છે કે, Sales – વેચાણ અને After Sales Support & Service – વેચાણ પછીની મદદને લોભામણી નહીં બનાવે તો આ માણસ ખુદ પ્રભુએ આપેલી ઓફર સામે પણ જોશે નહીં કે સ્વીકારશે નહીં. આ સ્થાન પર આવીને ઈશ્વર માણસને પોતાની પ્રોડક્ટને માણસ પાસે સ્વીકારાવવા એક ડીલ “પીચ” કરે છે. પ્રભુ આ પુરાણના નિત્ય પઠન કે શ્રવણથી થતાં ફાયદા કે લાભ ખૂબ જ સહજતાથી વર્ણવતાં ત્યાં સુધી કહે છે કે,
“યેડર્ચયન્તિ ગૃહે નિત્યં શાસ્ત્રં ભાગવતં કલૌ !
આસ્ફોટયન્તિ વલ્ગન્તિ તેષાં પ્રીતો ભવામ્યહમ્ !!”
અર્થાત્ઃ શ્રી હરિ સ્વયં કહે છે કે જે લોકો પોતાના ઘરમાં દરરોજ ભાગવતશાસ્ત્રની પૂજા કરે છે, તેઓ પ્રભુના પ્રેમમાં તરબોળ રહી આત્માનંદમાં મગ્ન રહે છે. એટલું જ નહીં, પણ, હું તેમના પર પ્રસન્ન થાઉં છું, પ્રસન્ન રહું છું, તો, પછી તેમને કળિયુગનો ભય શો?”
આટલું કહ્યા પછી, ભાગવત પુરાણ ન સાંભળે એનું શું થશે એના વિષે તો પ્રભુ અધ્યાહાર જ રહે છે, કારણ એ સમજે સમજે છે કે નકારાત્મક કથનોનું નિરૂપણ સદા નકારાત્મક પરિણામ જ આપે છે. આથી જ કથા સાંભળવાથી કે વાંચવાથી થતા ફાયદાને કહીને પ્રભુ અટકી જાય છે અને કથા ન સાંભળવાથી કે ન વાંચવાથી થતા ગેરફાયદાનો ક્યાસ કાઢવાનું શ્રી હરિ શ્રોતા તથા પાઠકો પર જ છોડી દે છે …! આમ જુઓ તો, અહીં આડકતરી રીતે માનસવિજ્ઞાન- સાઈકોલોજી પણ આવી જાય છે. માણસને જ્યારે કહેવામાં આવે છે કે તમે કોઈ વસ્તુ ન લો તો કઈં વાંધો નથી, પણ તમને જ કદી ખબર નહીં પડે કે તમે શું ગુમાવો છો! અને, બસ, આ શ્લોક થકી ભાવક પૂરેપૂરો વશમાં આવી જાય છે, એટલું જ નહીં, વાત પણ તરત ગળે ઊતરે છે. આ પુરાણનો વ્યાપ શુકદેવજી કરે છે, જે સો ટચના સોનાની શુદ્ધતાના જીવતા જાગતા પ્રતીક છે.
શ્રી હરિ શ્રીમદ ભાગવતના મહાત્મ્યમાં જે કહે છે એનો સાર આટલો જ છે કે આ પુરાણોમાં જ હું નથી, પણ, સજીવ, નિર્જીવ, જડ, કે ચેતન બધાંમાં જ હું છું અને મારા સુધી આવવા માટે, તમારા કર્મોના બંધનોમાંથી મુક્તિ પામવા માટે, કળિયુગમાં ભાગવત પુરાણ એક પાવન સાધન છે.
વેદવ્યાસજી આ ભાગવત પુરાણમાં નારાયણનો મહિમા કરતાં કહે છે
ત્વમેવ ભોક્તા ભોજ્યં ચ કર્તાકાર્યંતથા ક્રિયા ।
ઉત્પાદકસ્તથોત્પાદ્ય ઉત્પત્તિશ્ચૈવ સર્વશઃ ॥
અર્થાત્ઃ હે પ્રભુ, તમે જ ભોક્તા છો, તમે જ ભોજન છો અને તમે જ દરેક ક્રિયા કે અક્રિયાના કર્તા છો. તમે જ સર્જક છો અને તમે જ સર્જન પણ છો. આ સમસ્ત જગતની ઉત્પત્તિ પણ તમે જ છો.
અહીં ફરીથી એક વધુ પ્રમાણ મળે છે કે ભગવત પુરાણમાં અનેક ઠેકાણે ભગવત ગીતાનું વિસ્તરણ જોવા મળે છે. ભગવત

ગીતાનો, અધ્યાય ૧૫, પુરુષોત્તમયોગ, શ્લોક ૧૩ અને ૧૪ યાદ આવે છે.
શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે,
“હું જ આ પૃથ્વીના સૌ જડ સ્વરૂપોમાં છું અને એ જડ શક્તિઓનો આત્મા પણ હું છું. હું જ પ્રાણીઓના જીવનને ટકાવી રહ્યો છું. પૃથ્વીને આચ્છાદિત કરનાર અને આ વનસ્પતિને પોષનાર હું છુ.” (૧૩મા શ્લોકનો ભાવાનુવાદ)
“હું જ પ્રાણીઓના શરીરને ટકાવી રાખનાર અગ્નિ રૂપે એમના શરીરમાં રહું છું. દેહને ટકાવી રાખવા માટે પ્રાણીઓના આહારને પચાવી આપનાર હું છું એટલે કે પ્રાણ અને અપાન સાથે એકરૂપ બનનાર પણ હું છું” (૧૪મા શ્લોકનો ભાવાનુવાદ)

હું આવા ભગવાન શ્રી નારાયણના મહિમાને શીશ નમાવી, બે હાથ જોડી નમન કરું છું.

(વધુ આવતા બુધવાર અંકે)

2 thoughts on “શ્રીમદ્ ભાગવત-મહાત્મ્ય – (૪) – જયશ્રી વિનુ મરચંટ

 1. સુ શ્રી જયશ્રી વિનુ મરચંટ, શ્રીમદ ભાગવત પુરાણ મા શ્રીમદ્ ભાગવત પુરાણનું મહાત્મ્ય અને આધુનિક માર્કેટિંગ ટેકનીકમા વૈશ્વિક યુનિવર્સીટીમાં બિઝનેસના અભ્યાસક્રમમાં માર્કેટિંગના વિષયની ટેક્સબુક્માં શીખવામાં આવે છે કે નવી પ્રોડક્ટને માર્કેટમાં મૂકવા પહેલાં, ચાર “P” ના આધાર લઈ, નવી શોધ કે વિચારને લોકો સુધી કઈ રીતે પહોંચાડવામાં આવે છે અને વેદવ્યાસજી આ ભાગવત પુરાણમાં નારાયણનો મહિમા કરતાં કહે છે
  ત્વમેવ ભોક્તા ભોજ્યં ચ કર્તાકાર્યંતથા ક્રિયા ।
  ઉત્પાદકસ્તથોત્પાદ્ય ઉત્પત્તિશ્ચૈવ સર્વશઃ ॥ અંગે સરળ રીતે સમજાવવા બદલ ધન્યવાદ

  Liked by 1 person

 2. સર્જક શ્રી હરિ નૉ સંદેશો એમનું સર્જન – શ્રુષ્ટિ ના તમામ નીર્જીવ અને સજીવ એમાંય ખાસ મનુષ્ય માટે શ્રીમદ ભાગવત પુરાણની રચના બ્રહ્મા ને કહી અને શ્રી વેદ વ્યાસ દ્વારાં રચાવી શ્રી ગણપતિ પાસે લખાવી અને શ્રી શુકદેજી જેવા ભ્રહ્મજ્ઞાની દ્વારા પ્રસરાવી, આ વિષયને મોડર્ન માર્કેટિંગ ના 4-P ના સિધ્ધાન્ત સાથે સરખાવી ને જયશ્રીબેને શ્રીમદ ભાગવત નું મહત્વ અને માહાત્મય સમજાવ્યું છે. આ બદલ જયશ્રીબેનને સ્નેહવંદન અને અભિનંદન !
  ભુપેન્દ્ર શાહ

  Liked by 2 people

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s