અંતરની ઓળખ – (૪) – સંકલનઃ જયશ્રી વિનુ મરચંટ


અનહદ બાની- સુભાષ ભટ્ટ – (“નવનીત-સમર્પણ”ના સૌજન્યથી – સાભાર)

ગુરુ પોતાના શિષ્યને, દીક્ષા તાલીમના આરંભ કે અંતમાં નહીં, પણ દરમિયાન આપતો હોય છે. આશ્રમના આંગણામાં બંને વચ્ચેનો સંવાદ તેનું નિમિત્ત બનતો હોય છે. પળે-પળે બંનેએ એકબીજાના શબ્દો પીવાના હોય છે અને મૌન સાંભળવાનું હોય છે. તે સ્નેહ-સમજનો સેતુ જ પરિશુદ્ધ બનીને સંબોધિ પામવાનો સેતુ બની જતો હોય છે. આવો, આપણે એક એવા સેતુનું દર્શન કરીએ. અજાણ્યા એવા એક આશ્રમમાં આવા ગુરુ-શિષ્ય વસતા હતા. વૃદ્ધ ગુરુ એમના શિષ્ય પાસેથી જીવનનાં દુઃખો વિશેની ફરિયાદો સાંભળીને થાકી ગયા હતા. ગુરુ એક સાંજે મનોમન એક પાઠ રચી નાખે છે.
ગુરુઃ “જા, એક પ્યાલો પાણી અને એક ચમચી નમક લઈ આવ’ (શિષ્ય બંને વસ્તુ લઈ આવે છે.)
ગુરુઃ “આ નમક પ્યાલામાં નાખીને પી જા. અને મને કહે, સ્વાદ કેવો આવ્યો.”
(શિષ્ય પી જાય છે.)
શિષ્યઃ “અત્યંત ખારો”.
ગુરુઃ (હસતા રહ્યા) “ચાલ સરોવર. આટલું જ નમક સરોવરમાં નાખી જો”
(બંને સરોવર ગયા, શિષ્યે એટલું જ નમક સરોવરમાં નાખ્યું.)
ગુરુઃ “હવે સરોવરમાંથી જળ ચાખી જો.” (શિષ્ય જળ ચાખે છે.)
ગુરુઃ “જળ કેવું લાગે છે?”
શિષ્યઃ “જળ અત્યંત મીઠું લાગે છે.”
ગુરુઃ “જો બેટા, સાંભળ..
જીવનનાં દુઃખો તો શુદ્ધ નમક જેવાં છે, તેનાથી ઓછાં કે વધારે નથી. જીવનમાં દુઃખનું પ્રમાણ બધે – બધામાં સમાન છે. પણ હા, તેના ખારાપણાનો આધાર તેના પાત્રના કદ પર રહેલો છે. તેથી, જ્યારે પણ તમે દુઃખમાં હો ત્યારે પ્યાલો બનવાને બદલે સરોવર બની જાઓ.”
જીવન – ચૈતન્યનો એટલો બૃહદ વિસ્તાર હોય કે નામ અને સર્વનામની સીમાઓ ઓગળીને એક અંતહીન વહેણ બની જાય. પાત્ર અને પાત્રતાની રેખાઓ ભૂંસાઈ જાય.

5 thoughts on “અંતરની ઓળખ – (૪) – સંકલનઃ જયશ્રી વિનુ મરચંટ

  1. સરોવર નહીં પણ સમંદર જેવી આ દુનિયા ! અને સુભાષ ભટ્ટ નામ સાંભળી મારા કાન સરવરીયા ! 😳😁 : લિ. ગીતા સુભાષ ભટ્ટ , લોસ એન્જલસ!

    Like

  2. તમે દુઃખમાં હો ત્યારે પ્યાલો બનવાને બદલે સરોવર બની જાઓ. સરસ વાત લઈ આવ્યા તમે જયશ્રીબેન.આભાર.

    Like

  3. અંતરની ઓળખ મા સુ શ્રી જયશ્રી વિનુ મરચંટના સંકલનમા સુભાષ ભટ્ટની –અનહદ બાની- મા ‘જીવનનાં દુઃખો તો શુદ્ધ નમક જેવાં છે, તેનાથી ઓછાં કે વધારે નથી. જીવનમાં દુઃખનું પ્રમાણ બધે – બધામાં સમાન છે. પણ હા, તેના ખારાપણાનો આધાર તેના પાત્રના કદ પર રહેલો છે. તેથી, જ્યારે પણ તમે દુઃખમાં હો ત્યારે પ્યાલો બનવાને બદલે સરોવર બની જાઓ’ વાતે અગત્યની વાત સરળતાથી સમજાવી ધન્યવાદ

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s