“જિંદગી કૈસી હૈ પહેલી હાયે…!.”- કવિ યોગેશ જી!
આજે કવિ યોગેશ ચીર વિદાય પામ્યા. એમના ગીતો મને ખરેખર ખૂબ ગમતા.
‘ના જાને કયું,’
‘કઈ બાર યું હી દેખા હૈ..’
‘કહીં દૂર જબ દિન ઢલ’
‘જિંદગી કૈસી હૈ પહેલી.’.
મેં એમનો ફોન નંબર શોધીને એમને ફોન કરેલો. તેઓ બહુ જ ખુશ થયેલા. મેં એમની સાથે વાત ‘લવલી રેસ્ટોરન્ટ’ માં બેસી ને કરેલી. ત્યારે મારી પાસે પેપર અને પેન નહોતા અને મારુ રેકોર્ડર પણ નહોતું. એક tissue પેપર પર એમની વાતો લખેલી. પાછળથી એમનો રેડિયો ઇન્ટરવ્યૂ કરીને પ્રસારિત કરેલો. એક વાત ની મેં ખાસ નોંધ લીધી છે, કે આ બધા પ્રૌઢ કલાકારો ને આપણે ભૂલાવી દીધા છે. આજે કેટલા લોકોને યાદ પણ છે કે આવા સરસ ગીતો કે સંવાદો એમણે લખ્યા છે! યોગેશજી સાથે વાત કરીને મને આ વાતનો અહેસાસ થયો હતો અને અફસોસ પણ થયો હતો.
એમના ઇન્ટરવ્યૂની લિંક પણ મૂકીશ. એમના એક બે ગીતોની વાત ટાંકુ છું, વાંચીને મઝા આવશે.
કવિ યોગેશ B ગ્રેડ ફિલ્મો માટે ગીતો લખતા, એના પૈસાથી ખર્ચો ચાલતો. એમણે એવું કહ્યું હતું કે જયારે એમનું ગીત રિલીઝ થયું ત્યારે એમને તો ખબર પણ નહોતી. કોઈ મિત્ર પાસે ટ્રાન્સિસ્ટર માંગીને યોગેશજી સાંભળતા.
યોગેશજીને બહુ જ ઈચ્છા હતી કે એ સલિલ ચૌધરી માટે લખે. સલિલદા ત્યારે શૈલેન્દ્ર સાથે જ કામ કરતા. શૈલેન્દ્રના મૃત્યુ પછી એમણે ઘણી કોશિશ કરી કે એમને સલિલદા સાથે કામ કરવાની તક મળે. એમણે કહ્યું હતું કે તેઓ સલિલદાના વાઇફને મળીને, એમની ભલામણ કરવા પણ કહેતા. આનંદ ૧૯૭૧ માં બનેલી ફિલ્મ, ભાગ્યે જ કોઈ ભારતીયે નહીં જોઈ હોઈ. હૃષીકેશ મુખરજીએ કહ્યું હતું કે હું આવી ફિલ્મ પછી ક્યારેય નહીં બનાવું, મને આ ફિલ્મ બનાવવાનો પસ્તાવો છે, કારણકે બહુ જ દુઃખદ અંત હતો.
હૃષીકેશ મુખરજીની પહેલી પસંદ ગુલઝાર હતા, અને ગુલઝારે આનંદ માટે “મૈને તેરે લિયે” લખ્યું હતું. હવે થયું એવું કે યોગેશે ”જિંદગી કૈસી હૈ પેહલી લખેલું” અને સલિલ ચૌધરીએ એ ગીત મન્ના ડે ના અવાજમાં રેકોર્ડ કરી નાખ્યું હતુ. ૠષિદાએ ગીત પાર કાતર ચલાવી અને ફિલ્મ માં થી આ ગીત આઉટ!!!!! યોગેશજી ખુબ દુઃખી થયા. રાજેશ ખન્નાએ આ ગીત સાંભળ્યું અને એમને એટલું ગમ્યું કે એમને હ્રષિદાને કહ્યું આ ગીત ફિલ્મમાં જોઈએ જ. હ્રષિદાએ કહ્યું કે આખી મુવી શૂટ થઇ ગઈ છે, અને પાછું ક્યાં શૂટિંગ કરવું? અને, રાજેશ ખન્નાને ક્યાં ટાઈમ પણ હતો? રાજેશ ખન્નાએ કહ્યું એ વહેલી સવારે જુહુ બીચ પાર આવે જયારે બહુ ભીડ ના હોય. રાજેશ ખન્ના મોડા આવવા માટે જાણીતા હતા. પણ એ સમયસર આવ્યા અને એમનો બંધ ગળાનો ઝભ્ભો પહેરીને હાજર થયા. પાછળથી તેઓ આ ઝભ્ભા માટે અને આ ઝભ્ભો એમના માટે બહુ પ્રચલિત થયેલો. વહેલી સવારે ભીડ ના હોય એટલે શૂટિંગ એકદમ જલ્દી પત્યું. રાજેશ ખન્ના બીચ પર ચાલતા રહ્યા અને એક ફુગ્ગા વાળા પાસે ફુગ્ગા લઈને સીનમાં એક્સટ્રા ફ્લેવર નાખી. આ ગીત મૂવી ની શરૂઆતમાં છે, આખા ગીત માં રાજેશ ખન્ના ચાલતા રહ્યા છે, કોઈ લિપ મુવમેન્ટ નથી. હ્રષિદા જીનિયસ ફિલ્મ ડિરેક્ટર અને એડિટર હતા અને એમણે આ ગીતને જબરદસ્ત ન્યાય આપ્યો.
https://www.youtube.com/watch?v=૩વગદ્બ૪તકનેઅ
યોગેશજી આ વાત કરીને ભાવુક થયેલા. એમને કહ્યું કે રાજેશ ખન્નાની સંગી ની સૂઝ અને શબ્દોના પ્રેમે એમને મશહૂર બનાવી દીધેલા. સાથે એ પણ થયું કે ઋષિકેશ મુખરજીને યોગેશ નું કામ પણ ગમવા માંડેલું. રાજેશ ખન્ના વહેલી સવારે એક ગીત માટે શૂટિંગ કરે એ નાની વાત નહોતી.
એ જ ફિલ્મ નો બીજો પ્રસંગ..
સલિલ ચૌધરી એ “ના જીયા લાગે ના” ની ધૂન બનાવેલી. હ્રષિદા ના પ્રિય ગુલઝાર અને યોગેશ, આ બેઉમાંથી આ ગીત કોણ લખશે એ ચર્ચા નો વિષય થયો. છેવટે હ્રષિદાએ કહ્યું કે ગુલઝાર અને યોગેશ બેઉ આ ધૂન માટે શબ્દો લખશે. એમને જે ગમશે એ શબ્દો રહેશે. ગુલઝાર સા’બનું ગીત હ્રષિદાને ખૂબ ગમ્યું. અને, યોગેશજીનું પણ માનવું હતું કે ગુલઝાર સા”બે ધૂનને સમઝીને અદભુત લખ્યું હતું. મને હજુ યાદ છે કે ગુલઝાર સા’બની સામે એમને તક મેળવી એમના માટે મોટી બાબત હતી.
આનંદમાં યોગેશજીએ ‘કહીં દૂર જબ દિન ઢલ જાયે’ લખેલું. એમનું કહેવું હતું કે સેટ પર શૂટિંગમાં પણ સોપો પડેલો.
યોગેશજીને હંમેશા વસવસો હતો કે એમના પરિવા ના એક બહુ જ સંપન્ન વ્યક્તિ કે ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા એમણે સાથ ના આપ્યો. એમના મિત્ર સત્ય પ્રકાશના તેઓ હંમેશા જ ઋણી રહ્યા.
યોગેશ જી નું એક ગીત મારા પતિ ને બહુ જ ગમે છે..
“કઈ બાર યુંહીં દેખા હૈ, યેં જો મન કી સીમા રેખા હૈ.
મન તોડ ને લગતા હૈ
અન્જાની પ્યાસ કે પીછે, અન્જાની આસ કે પીછે
મન દોડ ને લગતા હૈ”
યોગેશ ગૌડ, સાહબ, અલવિદા..
થોડી ખાટી, થોડી મીઠી મા સુ જાગૃતિ દેસાઈ શાહે કવિ યોગેશ ના ગીતો અંગે સ રસ માહિતી આપી ધન્યવાદ
LikeLiked by 1 person