થોડી ખાટી, થોડી મીઠી – જાગૃતિ દેસાઈ-શાહ


અરવિંદ રાઠોડ અને પદ્મા રાની
કદાચ સૌ પ્રથમ લિવ-ઈન રિલેશન્સ ની જોડી..

એક ગુજરાતી નાટક દ્વારા મારી અરવિંદ રાઠોડ સાથે મુલાકાત થયેલી. કોઈ પણ જોઈને કહી શકે બહુજ કડક વલણ ધરાવે છે.. એ કડક પણ છે અને પ્રેમાળ પણ છે.. અલગ અલગ હેટ (ટોપી) નો એમને બહુ શોખ છે.. સફેદ કપડાં નો શોખ છે.. ઈસ્ત્રી વિના કપડાં નથી પહેરતા.. નવા મોબાઈલ ફોન ના શોખ છે. મેં રેડિયો માટે એમનું ઇન્ટરવ્યૂ કર્યું હતું. બીજી ઘણી વાતો છે જે એમને કહી હતી પણ પદ્મા રાની વિષે પૂછ્યું તો કહયું કે.. હું એમની સાથે ૪૦ વર્ષ થી લિવ-ઈન રિલેશન્સ માં છું. પદ્મા બેન મારા પત્ની, બેહેન, માતા અને સ્ત્રી ના બધા સ્વરૂપ છે. મને ખુબ નવાઈ લાગેલી, એટલે, મને બહુજ મન હતું કે હું પદ્માબેન ને મળું.

પદ્માબેન નો ફ્લેટ બ્રીચ કેન્ડી પર હતો કે (છે). ભારત દેશ જવાનું થયું તો અરવિંદ ભાઈ ને ફોન કર્યો, તો જીદ લઈને બેઠા કે કાલે ઘરે આવ અને હું પોતે જમવાનું બનાવું. હું એમના ઘરે જઈ ચઢી. એમના ઘરે એક બહેન હતા જે એમના ઘરે છૂટક કામ કરતા અને અરવિંદભાઈ  હતા. શોટ્સ અને અડધી સ્લીવ્સ નું શર્ટ પેહેરી ને બારણું ખોલ્યું. મને એમ કે પદ્મા બેન મળશે. પણ એમને કહ્યું કે તે બહાર ટૂર પર છે. એમના લિવિંગ રૂમ માં પદ્માબેન નો જાજરમાન પેઇન્ટિંગ છે.. બહુજ સુંદર.
એમને વટાણા અને મેથી શાક બનાવેલું અને સાથે ગુજરાતી દાળ અને બીજું ઘણું. એમને મને કહ્યું મારે ખાતર એક બ્રેડ ચાખ, ઓટ ના ફ્રેશ બ્રેડ બ્રીચ કેન્ડી ની બેકરી માં થી આવેલા. એમની ગૅલરી માં સ્લાઈડિંગ વિન્ડો નું કામ ચાલતું હતું. એટલે અવાજ  આવતો હતો. જમવાનો સમય થયો એટલે એમને પેલા કારીગર ને કહ્યું, “અબ આપ જાઓ લંચ લેકે આઓ” અને પેલો ભાઈ કહે કે “સાબ મેરા માલિક મુઝે નહીં જાને દેગા, વો જબ આયેગા તબ મેન પુચ્છકે જાઉંગા” અરવિંદભાઈ એ ૧૦૦ ની નોટ કાઢી અને એને પૈસા આપીને કહયું કે ખાના ખાકે આઓ”  પેલા કારીગરે પાછી આનાકાની કરી અને અરવિંદ ભાઈ એ ત્રાડ પાડી.. હું થથરી અને સાથે એમને ત્યાં ની બાઈ પણ.. બહાર ગેલેરી માં એ કારીગર ને કેહતા સાંભળ્યા “આપ ખાના ખાકે આઓ.. મેરે ઘર મેં કોઈ કામ કરતા હૈ તો મેં ઉસકે ખાયે બીના નહીં ખા સકતા, તેરે મલિક કો બોલના મુઝસે બાત કરે”
પછી ટેબલ પર બેઠા, એમની બાઈ ને કીધું જમી લે. મેં અને એમને પેટ ભરી ને ખાધું કેરી નો રસ, મેથી નું શાક અને રોટલી. ખરેખર સારા કૂક છે અરવિંદભાઈ. અરવિંદભાઈ આમ તેમ થયા એટલે એમની બાઈ મને કહે “સાહેબ આવાજ છે’

બીજીવાર જવાનું થયું ત્યારે મેં  પાકાપાયે નક્કી કરેલું કે પદ્મા બેન ને મળાય. બપોરે અરવિંદભાઈ ને ત્યાં જઈ ને સાંઝે ઉત્કર્ષભાઈ નું એક નાટક તેજપાલ માં જોવાનું હતું. ત્યાંથી ઉત્કર્ષભાઈ ને ઘરે રાતના રહેવાનો પ્લાન હતો. ગરમી ના દિવસો હતા, એમના ઘરે પહોંચી તો પદ્માબેન નાઇટી પેહેરી ને સમાચાર પત્ર વાંચતા હતા. ખુબ પ્રેમ ની મળ્યા.  

અરવિંદભાઈ ને પદ્માબેન “રાજ્યો” કહી ને બોલાવે. મેં એમને પૂછ્યું કે આમ કેમ.. એમને જૂની વાર્તા કહી ને અમે ખુબ હસ્યા. અરવિંદભાઈ સુરત માં નોકરી કરતા. ત્યાં એમને એ નોકરી સિવાય બીજું કામ કરવા માટે પરવાનગી નહોતી. એમને ને અભિનય નો ખુબ શોખ એટલે એમને સાંઝે નાટક માં અભિનય કરવાનું નક્કી કર્યું. પકડાય ના જવાય એટલા માટે એમને એમનું નામ રાજેશ રાખેલું. પદ્માબેન અને સરિતા બેન એમની સાથે કામ કરતા એટલે રાજેશ નામ મોઢે ચઢેલું. એકાદ નાટક માં એમની એકટિંગ ખુબ વખણાઈ અને એક પત્રકારે એમનો ફોટો છાપી માર્યો રાજેશ ના નામ સાથે. એમના બોસ પાસે આ લેખ પહોંચ્યો.. અને રાજેશ ઉર્ફ અરવિંદભાઈ એ નોકરી ખોઈ પણ પદ્મા બેન ને મેળવી લીધા.

હવે એમના ઘર ની વાત નો દોર આગળ ચલાવીએ.. ટિંડોળાનું શાક, રસ, રોટલી અને ઢોકળા બધું અરવિંદભાઈ એ બનાવેલું. એક વાત મારા હૃદય ને સ્પર્શી ગયી એક માતા પીરસે એવી રીતે અરવિંદભાઈ પદ્માબેન ને જમાડતા હતા. એકે એક રોટલી ગરમ આવતી. મેં કીધું હું મદદ કરું? પદ્માબેને મારા હાથ પર હાથ મૂકીને કહે પેટ ભરી ને જામી લે. જમ્યા પછી આમ તેમ વાત કરી, પદ્માબેન નું ઇન્ટરવ્યૂ કર્યું. પદ્માબેન ને સુવા નો ટાઈમ થઇ ગયો હતો. મેં પદ્માબેન ને કહયું કે હું રાજા લઉં, તો કહે આટલી ગરમી માં ક્યાં બહાર જઈશ… ચુપચાપ અહીં સુઈ જા. એમના ઘરે એક્સટ્રા બેડ રૂમ નહોતો એટલે મને થોડું અચરજ થયું. એટલે પદ્માબેન મને એમના બેડરૂમ માં લઇ ગયા. એમના બેડરૂમ ના એન્ટ્રન્સ પાસે એક નેનો સરખો બેડ હતો..અને એક દીવાલ પછી પદ્મા બેન નો બેડરૂમ હતો. મને કે તું મારા બેડ પાર સુઈ જા મેં કહ્યું કે હું આ નાના બેડ પાર સુઈ જાઉં છું. એમને રાજ્યા (અરવિંદભાઈ) ને સૂચન કર્યું કે A / C ચાલુ કરો. મને એવું યાદ છે કે હું પડતા ની સાથે સુઈ ગઈ, કદાચ જેટ લેગ હશે. મને એવું યાદ છે કે પદ્માબેન એક પાતળી રજાઈ ઓઢાવી ગયા એકદમ ફિલ્મો માં હોય એ રીતે. એમને એવું પણ કહ્યું આ છોકરી ને કેટલી ઠંડી લાગે છે..

મારી આંખ ખુલી ને બારી ની બહાર જોયું, સંધ્યા નું રંગીન આગમન થઇ રહ્યું હતું. પછી યાદ આવ્યું કે હું તો અરવિંદભાઈ ના ઘરે છું. નાનું છોકરું ઘોડિયા માં ઊંઘ માં થી ઉઠે અને માં કેવી પ્રેમાળ રીતે જુએ એવાજ કૈં હાવ ભાવ થી પદ્માબેન અને અરવિંદભાઈ મને જોઈ રહ્યા હતા. પદ્માબેન બોલ્યા મારુ માનતી નહોતી પણ જોયું.. કેવી સરસ સૂતી. હાથ પગ મોઢું ધોઈને તૈયાર થઇ તો પદ્માબેન જાસ્મીન ફ્લેવર ની ગ્રીન ટી ની ચુસ્કી લઇ રહ્યા હતા… મને કહે તું ટ્રાઈ કર.. મેં પણ પીધી. મને ગ્રીન ટી બહુ નથી ભાવતી પણ જો અરવિંદ રાઠોડ બનાવે અને પદ્માબેન સાથે પીવાનો મોકો હોય તો એ મીઠી જ લાગે.

હું નીચે ઉતરી અને પદ્માબેન કહે તને ટેક્સી તરત મળી જશે. હું નીચે ઉતરી, તેજપાલ જવા ટેક્સી ના મળે. અચાનક અરવિંદભાઈ દેખાયા મને કહે તારું કામ નહીં.. હું અને પદ્મા બેન ઉપર થી જોતા હતા. પછી એમને  જોર થી ઘાંટો પડ્યો અને ટેક્સી ઉભી રાખવી. ટેક્ષી વાળા ને ધમકાવતા હોય એવી રીતે સૂચના આપી. મઝા ની વાત એ હતી કે એક બાજુ અરવિંદભાઈ ની આક્રમક મુખમુદ્રા અને ટેક્ષીવાળો શાંતિથી કહે “સાબ આપકો TV મેઈન દેખા હૈ”  અરવિંદભાઈ એમની સ્ટાઇલ માં ગાલ આપીને બોલ્યા.. “ઠીક હૈ ઠીક હૈ. લેકિન ઠીક સે પહુંચા દેના”

આજે પણ જયારે રજાઈ ઓઢું ત્યારે પદ્માબેન યાદ આવી જાય.. ટિંડોળા નું શાક અરવિંદભાઈ ની યાદ અપાવી દે છે. અરવિંદભાઈ નો જન્મ દિવસ ૧૪  ફેબ્રુઆરી છે. પદ્માબેન જયારે કેન્સર ના લીધે હોસ્પિટલ માં હતા મેં બહુજ દુઃખી હતા, મને કેહતા “જાગુ પદ્માબેન નું દર્દ મને આપી દો’ . પદ્માબેન ના ગયા પછી બહુજ એકલા પડી ગયા છે હવે વાતો નો દોર નાનો થયો અને સન્નાટો મોટો થઈ ગયો…..!

2 thoughts on “થોડી ખાટી, થોડી મીઠી – જાગૃતિ દેસાઈ-શાહ

  1. સુ શ્રી જાગૃતિ દેસાઈ-શાહની થોડી ખાટી, થોડી મીઠીમા અરવિંદ રાઠોડ અને પદ્મા રાની
    કદાચ સૌ પ્રથમ લિવ-ઈન રિલેશન્સ ની જોડી…ઘણી નવી મીઠી વાતો માણી.
    અરવિંદભાઈ કેહતા “જાગુ પદ્માબેન નું દર્દ મને આપી દો’ . પદ્માબેન ના ગયા પછી બહુજ એકલા પડી ગયા છે હવે વાતો નો દોર નાનો થયો અને સન્નાટો મોટો થઈ ગયો…..! વાંચતા કસલ ઉરે ઉઠે

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s