છિન્ન – (૧૦) – નવલકથા – રાજુલ કૌશિક


***** ૧૦ *****

શ્રેયા, વ્હેર આર યુ? આર યુ ઓકેઆ મોબાઇલ પકડીને કેમ ક્યારની બેસી રહી છું? એની પ્રોબ્લેમ?”

મિસિસ દિવાને આવીને શ્રેયાને આમ ક્યારની એકદમ સ્થિતપ્રજ્ઞ બેઠેલી જોઇને પૂછ્યું. ડૉ. દિવાનને પૂરતો ટાઇમ મળતો નહીં એટલે મિસિસ દિવાન જ કામ જોવા આવી જતા.રોજબરોજના નાનામોટા ચેન્જીસ કે અપ્રુવલ પ્રમાણે શ્રેયા આગળ કામ વધારતી. જો કે લગભગ તો એક વાર ડિઝાઇન નક્કી થયા બાદ ખાસ કોઇ ચેન્જીસ કરવાના રહેતા જ નહીં, પણ તેમ છતાં મિસિસ દિવાન દિવસમાં એક વાર અહીં આવતા તો ખરા જ.

શ્રેયાએ ઝબકીને પોતાની જાતને સંભાળી લીધી. પણ ફરી સમય મળતા સંદિપને મોબાઇલ જોડ્યા વગર ના રહી શકી. ફરી એનો એ જ ટ્યુન વાગતો રહ્યો.

જબ કોઇ બાત બિગડ જાયે, જબ કોઇ મુશ્કિલ પડ જાયે

તુમ દેના સાથ મેરા ઓ હમનવાઝ……….

શ્રેયાએ થાકીને ઑફિસે ફોન જોડ્યો.

કેમ કંઈ કામ હતું?”

થોડી રિંગ વાગ્યા પછી સંદિપે ફોન તો લીધો પણ એકદમ સપાટ અવાજે પૂછ્યું.

મોબાઇલ પર ક્યારની રિંગ મારુ છું.”

મોબાઇલ ઘેર રહી ગયો છે.

વળી પાછો એ જ કોઇ ચઢાવ-ઉતાર વગરનો સંદિપનો અવાજ સાંભળીને શ્રેયાને હવે તો ખરેખર વાત બગડી જ નહીં, પણ વણસી ગઈ હોય એમ હ્રદય પર બોજ લાગવા માંડ્યો. આગળ શું બોલવું એનીય સુધબુધ જતી રહી અને સાવ દિગ્મૂઢ થઈને ઉભી રહી અને સંદિપે ફોન મુકી દીધો. 

સંદિપ ગઈકાલની વાતને લઈને અતિશય ગુસ્સે હતો. શ્રેયાએ એને જે ટકોર કરી એ જ એનાથી સહન થયું નહોતુ. શ્રેયાને કંઈ પણ કહેવાનો એનો અબાધિત અધિકાર તો એણે વણમાગ્યો પહેલેથી જ લઈ લીધો હતો પણ શ્રેયાએ એને શા માટે કંઈ કહેવું જોઇએ? અને, તે પણ એક સારી નવી વાત શરૂ થતી હોય ત્યારે? ક્યારેય એને એવુ જરૂરી લાગ્યુ જ નહોતું કે આગલી ભૂલો યાદ રાખવાથી ફરી એની એ ભૂલો કરવાથી બચી જવાય અને શ્રેયા હંમેશા માનતી કે પહેલાં જે કંઈ ખોટું થયું હોય એ ધ્યાન પર રાખી નવેસરથી એક વધુ સારી શરૂઆત કરવી જોઇએ.

સાંજે ઘરે આવીને પણ ખાસ કોઇ વાતમાં રસ લીધા વગર ચૂપચાપ જમીને એ સ્ટડી પ્લસ પર્સનલ લાઇબ્રેરી કહો કે ઘરની ઑફિ કહો એમાં જઈને કામે લાગ્યો.પરવારીને શ્રેયા એની પાછળ ત્યાં પહોંચી તોય એની કોઇ નોંધ લીધા વગર એ એમ જ કામ કરતો રહ્યો.

સંદિપ, આઇ એમ રિયલી સોરી.

આગલા દિવસે શ્રેયાથી જે જીભ કચરાઈ ગઈ હતી એનો જ આ ગુસ્સો હતો એટલે શ્રેયાએ ખરા દિલથી સોરી કહ્યું પણ સંદિપે કોઇ જવાબ આપવાની વાત તો બાજુમાં એની સામે જોવાનુ પણ ટાળ્યુ.

સંદિપ, પ્લીઝ હવે તો બસ કર. તું હંમેશા કહે છે કે બને તેટલી વાતનો જલદી ઉકેલ લાવવાનો અને હવે તું જ વાત વધારે છે? ક્યાં સુધી આમ બોલ્યા વગર ચાલશે?”

શું બોલું? બોલવાનું તો તારે જ છે, મારે તો બસ સાંભળવાનું જ હોય છે ને? જ્યારે જે મન થાય તે બોલી લેવાનું, બસ, સામા માણસનો તો વિચાર જ નહીં કરવાનો.

સંદિપ, એવુ તો મેં શું કહી નાખ્યું કે આમ આડું બોલે છે? અને, કંઈ કહ્યું હોય તો એ તારા સારા માટે કહ્યું હતું ને? તને ય ખબર છે દર વખતે પહેલેથી પ્લાન  કરવાથી કે પ્લાન પ્રમાણે પહેલેથી કામ  કરવામાં કેટલી વીસે સો થાય છે અને તેમ છતાં ક્યારેય તને મારી વાત સાચી કે બરાબર હોય એવુ લાગ્યું છે?”

બરાબર છે.તારી બધી વાત મારે સાચી છે અને બરાબર છે એમ જ કહેવાનું હોય છે ને?”

ના, કહેવા ખાતર કહેવાનું, હું નથી કહેતી. તને ખરેખર સાચી લાગતી હોય તો જ કહેજે.

સારુહવેથી એમ કરીશ બસ.

સંદિપ, ધિસ ઇસ નોટ ધ વે ટુ ટોક ઓકે?”

કેમ તેં તો કહ્યું ને કે વાત ક્યાં સુધી લંબાવવાની, એટલે હવે હું પતાવવાની વાત કરુ છું, ધેટ્સ ઓલ.

શેહ ખાઈ ગઈ શ્રેયા.વાતને જો સમજણપૂર્વક લેવાની હોય અને સ્વીકારવાની હોય તો બરાબર છે બાકી આમ પરાણે કહેવા ખાતર કહેવાથી વાત પતી નહોતી જતી પણ અત્યારે સંદિપનો મુડ અને જીદ જોતા આગળ ચર્ચા કરવાનો હવે કોઇ અર્થ પણ રહેતો નહોતો અને ચર્ચા કરે તો પણ કયા મુદ્દા પર? એની વાત ક્યારેય સંદિપને, એના માનસને, એના સ્વભાવને અનુકૂળ આવે એવુ બન્યું નહોતું અને બનવાની કોઇ શક્યતા દેખાતી નહોતી. તો પછી એણે શું કરવાનું? આમ જ દર વખતની જેમ હથિયાર હેઠાં જ નાખી દેવાના ને? કાયમ એમ જ બનતું, ક્યાં તો સંદિપ કહે એ એણે સ્વીકારી લેવાનું અથવા તો સંદિપ વાત જ છોડીને ઊભો થઈ જતો. લગભગ તો ચર્ચાને કોઇ અવકાશ રહેતો જ નહીં અને ચર્ચા કરવા જાય તો તે સંદિપને માફક આવે એવી વાત હોય તો  વાત આગળ વધતી નહીં તો  એકદમ કળા જતો અને એ એમ જ કહીને ઉભો રહી જતો કે, શ્રેયા ક્યારે તને મારી વાત સાચી લાગે છે કે આજે લાગવાની છે?

શ્રેયાને કાયમ એક વાતનું દુઃખ રહેતું. જો એ સંદિપની વાતમાં હાજી પૂરાવે તો જ બધું સમેસુતર ચાલતું, ક્યારેય જો સંદિપથી વિરૂદ્ધ એનો ઓપિનિયન હોય તો સંદિપને એમ જ લાગતું કે શ્રેયા ક્યારેય એની કોઇ વાતમાં હા નથી પાડતી. સો સંમતિ નહોતી દેખાતી, પણ, સામે એકાદ નકારો કે અલગ મત હોય તો એ જ તરત સંદિપના ધ્યાન પર આવી રહેતો. લગભગ એવું જ બનતું કે સંદિપે એમ જ કઈ નક્કી લીધું હોય અને શ્રેયાની સંમતિની જ એને અપેક્ષા રહેતી. કોઈવાર શ્રેયાની એમાં મરજી ન પણ ભળે તો એને અકળામણ થઈ આવતી. ક્યારેક અનાયાસે એવુ બનતું કે કોઇ વાતે ચર્ચા કે ચણભણ થઈ હોય અને એ વાત જો આગળ ન વધી હોય તો દોષનો ટોપલો શ્રેયાના માથે જ આવતો. અને જ્યારે જ્યારે જે કામ સફળતાપૂર્વક પાર પડ્યું તો જેની ક્રેડિટ તો સંદિપની જ.

અને આજે તો હવે વાત આગળ વધારવાનો કે ખુલ્લા મને ચર્ચા કરવાનો કોઇ અવકાશ રહ્યો જ નહી ત્યારે શ્રેયાએ સંદિપની નજર સામેથી ખસી જ જવાનું મુનાસીબ માની અને એણે સ્ટડી રૂમ છોડી બેડરૂમમાં જવાનું ઉચિત માન્યું.

એ આખી રાત શ્રેયા ઊંઘવાનો નિષ્ફળ પ્રયત્ન કરતી રહી અને સંદિપ ઓફીસમાં કામ કરતો રહ્યો.

5 thoughts on “છિન્ન – (૧૦) – નવલકથા – રાજુલ કૌશિક

  1. દરેક દિવસ સંબંધો બંધાય અને ખોરવાય, પણ નીચે જો વિશ્વાસ અને માનનું વહેણ વહેતું હોય તો સાથ સચવાય રહે, ગહેરો બને. વાર્તામાં રસ પડે છે.
    સરયૂ

    Liked by 1 person

  2. સરળ પ્રવાહે વહેતી સ રસ વાર્તા
    ‘શ્રેયાને કાયમ એક વાતનું દુઃખ રહેતું. જો એ સંદિપની વાતમાં હાજી પૂરાવે તો જ બધું સમેસુતર ચાલતું, ક્યારેય જો સંદિપથી વિરૂદ્ધ એનો ઓપિનિયન હોય તો સંદિપને એમ જ લાગતું કે શ્રેયા ક્યારેય એની કોઇ વાતમાં હા નથી પાડતી…’ આ રીતે બન્ને બુધિશાળી… કારણ જાણવા છતા ૬૩ માંથી નાના કારણોસર ૩૬ બની જતા!
    અહીં વાત માત્ર સંબંધોની જ ક્યાં છે? વાત તો એમાં છલોછલ છલકાતી લાગણીની છે અને લાગણીને તો ક્યાં કોઈ સમયની કે ભાષાની અવધિ નડે છે?
    યાદ આવે અમારા દાદા આવા દંપતીને આ શ્લોક જપવાની સલાહ આપતા
    धां धीं धूं धूर्जटे: पत्नी वां वीं वूं वागधीश्वरी
    क्रां क्रीं क्रूं कालिका देवि शां शीं शूं मे शुभं कुरू।।

    Like

  3. નવલકથાના બંને મુખ્ય પાત્રો વચ્ચે હવે પ્રેમ કરમાતો જાય છે અને મેલ ઇગોનું પરિણામ શું આવશે તે રાહ જોતા રહીએ.સુંદર ગતિ.

    Like

  4. રાજુલબહેન,
    તમારી નવલકથા છિન્નના ૮,૯,૧૦, પ્રકરણ સાથે વાંચ્યા. પુરૂષનો અહમ કદાચ સદીઓથી સ્ત્રીને હમેશ પોતાનાથી ઓછી સમજવાની ભૂલ કરતો આવ્યો છે, ભૂતકાળમાં સ્ત્રી કદાચ પોતાના ઓછા ભણતરને કારણે બળવો પ્રગટ નહોતી કરી શકતી, પણ મનમાં એક યુધ્ધ સતત ચાલતું રહેતું. આજે સ્ત્રી વધુ આત્મનિર્ભર બની છે, સ્વમાન એ દરેક વ્યક્તિની પ્રાથમિકતા બનતું જાય છે અને છૂટાછેડાનુ પ્રમાણ વધતું જાય છે. કાંતો સ્ત્રી લગ્ન કર્યાં વગર સ્વતંત્ર પોતાના પગ પર ઊભી રહેવા માંગે છે અથવા Live in Relationship. એ આજના જમાનાનો ચિતાર બનતો જાય છે. અહીં અમેરિકામાં કદાચ સ્ત્રી જેટલી પોતાની રીતે જીવે છે એ મારા સ્ત્રી સહકાર્યકરોના અનુભવો સાંભળી બંધાયેલો એક મત છે.
    મારી બે વાર્તા આ વિષયના અનુસંધાનમાં જ લખાયેલી છે.
    “મારે કોઈ ઘર નથી”
    “પગલું”
    http://www.smunshaw.wordpress.com

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s