મધ્યાન્હે સૂર્યાસ્ત…શૈલા મુન્શા


મધ્યાહ્ને સૂર્યાસ્ત

સુશાંત સિંહ રાજપૂત, એક ઝળહળતો સિતારો, રુપેરી પડદાની દુનિયામાં પોતાની કેડી કંડારી રહ્યો હતો. આપબળે ટી.વીના નાનકડા પડદેથી ફિલ્મી જગતની ચકાચૌંધ રોશનીમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી રહ્યો હતો….. અને અચાનક જીવનનો અંત લાવી દીધો????

ફિલ્મી જગતથી માંડી સામાન્ય માણસ સહુને આ બનાવે ઝંઝોડી દીધાં.

માનવી અકસ્માતમાં મૃત્યુ પામે, બિમારી, કોરોના જેવી મહામારી, કુદરતી આફતો, બધા સામે માનવી લાચાર હોય અને આપણે કહીએ કે મોતની એક ક્ષણ પણ આઘીપાછી નથી થતી, એ આપણા હાથમાં નથી, પણ કોઈ વ્યક્તિ જ્યારે આપઘાત કરે છે, ત્યારે કઈ નબળી ક્ષણ એને એટલો લાચાર કરી મુકે છે કે એ જીવન સમાપ્ત કરવાનો નિર્ણય લઈ લે છે?

સવાર પડે છાપામાં, ટી.વીંમાં આવા આપઘાતના સમાચાર આવતા રહેતા હોય છે. ઘણા કારણો હોઈ શકે, ગરીબી, દેવું, લાંબી બિમારી, યુવતીઓ, બાળકી પર થતા બળાત્કાર, દહેજ ભલભલા કારણો હોય છે જ્યાં માનવી હિંમત હારી જાય છે, પણ જ્યારે એક સફળ શિક્ષિત માણસ આપઘાતનો રસ્તો અપનાવે છે ત્યારે મનમાં ઘણા સવાલો ઊઠે છે.

એક વ્યક્તિ જેણે એંજિયરિંગ પ્રવેશ પરીક્ષામાં સાતમો ક્રમ મેળવ્યો. જેના વિશ લીસ્ટમાં ૫૦ સપના કંડારાયેલા, ભારતનો એકમાત્ર વ્યક્તિ જેણે ચંદ્ર પર પોતાની જમીન ખરીદી, નાસાની મુલાકાત લઈ એસ્ટ્રોનૌટ બનવાની ઈચ્છા પ્રદર્શિત કરી, સ્પેસ અંગે શીખવામાં બાળકોને મદદ કરવી, કૈલાશ પર્વત પર ધ્યાન લગાવવું, જેવી વિવિધ ક્ષેત્રની વસ્તુ જે આ જીવનમાં કરવા માંગતો હોય એને એવી કઈ મજબૂરી આવી કે આવું અંતિમ પગલું ભરવું પડ્યું?

છ મહિનાથી એ ડિપ્રેશનનો ભોગ હતો એવું કહેવાય છે, તો શું બહેનો, મિત્રો, પિતા કોઈને એની મનઃસ્થિતિની જાણ નહોતી? કોઈ એવો ખભો નહોતો જ્યાં એ માથુ ટેકવી શકે? પોતાનુ મન હલ્કું કરી શકે? એવી કઈ અજ્ઞાત પકડ છે, જે માણસને પોતાના કોચલામાંથી બહાર નીકળવા નથી દેતી?

સુશાંત સિંહના આપઘાતે મારા મનમાં પણ વિચારોનો વંટોળ ઉભો કરી દીધો છે. મેં પણ નાની વયમાં માતા પિતાનો સાથ ગુમાવ્યો છે, એ કારણસર અમારા ભાઈ બહેનોના જીવન પણ જુદી જુદી દિશામાં ફંટાઈ ગયા. આ ફક્ત મારો દાખલો નથી, અસંખ્ય વ્યક્તિઓના જીવનમાં કાંક ઉથલપાથલ થતી હોય છે, પણ આંતરિક એવી કઈ શક્તિ હોય છે જે જીવવા પ્રેરિત કરે અથવા મોતના મુખમાં ધકેલી દે!!

ઘણીવાર આપણે આશાસ્પદ જ્વલંત કારકિર્દી ધરાવતા યુવાન વ્યક્તિ ને માસીવ હાર્ટએટેકમાં મૃત્યુ પામતા સાંભળીએ છીએ જેમની કોઈ મેડિકલ હિસ્ટ્રી નથી હોતી, પુરા તંદુરસ્ત હોય છે, શું એ પણ એક પ્રકારનો આપઘાત હોઈ શકે? માણસ જ્યારે મનની વાત કોઈને કહેતો નથી ત્યારે છાતી પર એ ભાર એટલો અસહ્ય બની જાય છે કે હ્રદય ધબકતું જ બંધ થઈ જાય છે.

એવું કેમ બને છે કે બધાં હોવાં છતાં એક દૂરી, એક ખાઈ સર્જાઈ જાય છે, જેના પર કોઈ પુલ બાંધવાનો યત્ન નથી કરતું અને પછી જીવનભરનો અફસોસ રહી જાય છે. સંબંધોમાં પડેલી તિરાડ આ ખાઈ બની જાય એ પહેલાં એને પુરવાની કોઈ પહેલ કેમ થતી નથી?

ભલભલા સાધુ સંતો, તત્વજ્ઞાનીઓ, હકારાત્મક વલણ ધરાવતા વિદ્વાનો, થોકબંધ પુસ્તકો માનવ સમાજને જીવન પ્રત્યે હકારાત્મક વલણ રાખવાનુ, બધી મુસીબતો સામે લડી લેવાનુ ઘણુ જ્ઞાન આપતાં રહે છે, પણ માનવ મન અને મગજમાં ચાલતાં તોફાનોને સમજવામાં ગોથા ખાઈ જાય છે.

શું ક્યારેય કોઈની ભુલ માફ ના કરી શકાય? એવું પણ કોઈ હોઈ શકે જેની સાથે સંબંધ ના સુધાર્યાનો અફસોસ એના ગયા પછી પણ ના થાય??

એક આશસ્પદ જિંદગી જ્યારે મધ્યાહ્ને અસ્ત પામે છે ત્યારે મન ગ્લાનિથી, દુઃખથી ભરાઈ જાય છે.
કોઈ જ્યોત અકાળે બુઝાઈ જાય પહેલા પ્રભુ એને કોઈ એવો સાથ, કોઈ એવો ખભો, કોઈ એવો મિત્ર જરૂર આપજે જે એને મૃત્યુ રૂપી ખાઈમાં છલાંગ મારતા પહેલા મજબૂત હાથોનો સહારો આપી શકે!!!
ૐ શાંતિ શાંતિ શાંતિ ૐ

શૈલા મુન્શા તા. ૦૬/૧૫/૨૦૨૦

 

About SARYU PARIKH

INVOLVED IN SOCIAL VOLUNTEER WORK. HAPPILY MARRIED. DEEPLY INTERESTED IN LITERATURE, ADHYATMIK ABHYAS,MUSIC AND FAMILY. EDUCATION IN SCIENCE AT BHAVNAGAR AND BARODA.

3 thoughts on “મધ્યાન્હે સૂર્યાસ્ત…શૈલા મુન્શા

 1. સુ શ્રી શૈલા મુન્શાના મધ્યાન્હે સૂર્યાસ્ત…મા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ અંગે વધુ માહિતી જાણી દુઃખ થયું પણ હાલ ના આ સમાચાર બાદ આવા સમાચાર જાણી વધુ દુઃખ થાય !
  भट्ट ने कहा, ”जब मैं सड़क-2 बनाने जा रहा था तो आलिया और महेश भट्ट साहब ने कहा कि सुशांत काम करना चाहता है. सुशांत एक बार फिर से ऑफ़िस आया और उस दौरान सुशांत से फ़िल्म और जीवन की कई चीज़ों पर बात हुई. उसी बातचीत के दौरान सुशांत मुझे अस्थिर लड़का लगा था.’
  બાદ केंद्रीय मंत्री बाबुल सुप्रियो ने लिखा ‘ भट्ट जी आपकी ये बात सुनकर मैं व्यथित हूँ. आप दोस्त हैं लेकिन इतनी आसानी से इतना कुछ कैसे कह रहे हैं कि आपको पता था और आपको हैरानी नहीं हुई. आपने भले व्यावसायिक कारणों से सुशांत को सड़क-2 और आशिक़ी-2 में मौक़ा नहीं दिया लेकिन ये दुखद है कि आप उसकी पिता की उम्र के हैं और मदद नहीं की.’
  યાદ આવે
  વાજપેયીએ ઈન્દીરાની હત્યા વખતે કહેલું : ‘‘ઈન્દીરાજી સામે મને હજાર વાંધા હતા. મેં એમની મૌત હજારોવાર ઈચ્છી હતી પણ માત્ર રાજકીય મૌત! આ રીતે હત્યાથી નહીં!’’ આને કહેવાય, એક રાઈવલની શાલીનતા અટલ બિહારી વાજપેયી. નામ સાંભળતા જ મનમાં જેમના માટે આદર થાય એવા કેટલાક રાજપુરુષો ભારતને મળ્યા છે, એમાં વાજપેયીનો સમાવેશ કરવો જ પડે.
  તેઓની આ કાવ્ય પંક્તી યાદ આવે
  મૌત કી ઉમ્ર ક્યા હૈ? દો પલ ભી નહીં,
  જિંદગી સિલસિલા, આજ કલ કી નહીં.
  મેં જી ભર જીયા, મેં મન સે મરું,
  લૌટકર આઉંગા, કૂચ સે ક્યોં ડરું?
  બાકી જાનીતી વાત
  आगाह अपनी मोत से कोई बशर नहीं
  सामान सो बरस का हे पल की खबर नहीं
  सुबह होती हे शाम होती हे
  यूही उम्र तमाम होती हे “છેવટે તો દરેક મહાન વ્યક્તી સમય નામના વિશાળ અથાગ સમુદ્રની આવતી–જતી લહેરો છે. કોઈ મોટી લહેર તો કોઈ નાની લહેર, દરેક લહેર આખરે તો ઉપર ઉઠીને શાંત થઈ જવાનું હોય છે, માટે જ એ લયબદ્ધ લહેરોના સૌદર્યને જોવામાં મજા છે. લહેરોનાં કદને માપવામાં નહીં!ૐ શાંતિ

  Liked by 1 person

 2. સાચી વાત છે, દુનિયામાં મહેશ ભટ્ટ જેવા તો ઘણા મળશે, અટલ બિહારી વાજપેયી જેવા બહુ ઓછા જે માણસ અને માનવતાની કિંમત જાણતા હોય.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s