દોસ્તી અનલિમિટેડ- “પ્રેઝન્ટ સર” – સેજલ પોન્ડા


પરિચયઃ સેજલ પોન્દા- લેખિકા, ઍક્ટર, એન્કર, કોલમીસ્ટ.
ગુજરાતી મિડ-ડેમાં દર બુધવારે કૉલમ લખે છે.
ટી.વી. સિરિયલ- તારી આંખનો અફિણી, મહી-સાગર, ઉમ્મીદ કી નયી સુબહ, શુક્ર મંગળ, અને હાલમાં કલર્સ ગુજરાતી પર આવતી સિરિયલ દીકરી વ્હાલનો દરિયોમાં કથા-પટકથા લખે છે.
નાટકો – મંછા, મમ્મી વર્સીસ પપ્પા, લાઇફ થોડી ખાટી થોડી મીઠી
એકાંકી- ત્રીસ વત્તા સીત્તેર, પી.એચ.ડી. સ્ટેચ્યુ, ઈન્ટરવલ
અનિલ જોશી લિખિત ઝમકુ ડોશી ઍકોક્તિના વિવિધ જગ્યાએ શૉ કરે છે.

એમની સશક્ત કલમ આજે “દોસ્તી અનલિમિટેડ” સિરિઝ નો પહેલો મણકો લઈને આવી છે. આ એક અદભૂત પ્રેઝેન્ટેશન છે. એની વીડીયો લીંક પણ ઉપર મૂકી છે, જેના પર લિક કરીને ઓડીયો વીઝ્યુલનો અનોખો અનુભવ લઈ શકાશે. તો હાજર છેઃ

“દોસ્તી અનલિમિટેડ ” – મણકોઃ ૧

“પ્રેઝન્ટ સર” – પઠનઃ મેહુલ બુચ


સ્કુલમાં અને પછી કૉલેજમાં
મિત્રની ગેરહાજરીમાં
પ્રેઝન્ટ સર બોલવાવાળો હું હતો
એ જ મિત્રના ઘર આંગણે દિવાળીમાં
ફટાકડાની લૂમ મૂકી ભાગી જનાર પણ હું હતો
મિત્રના જન્મદિવસે મિણબત્તીને ફૂંક મારનાર પણ હું
અને કેકનો પહેલો ટુકડો મોઢામાં મૂકનાર પણ હું
મિત્રની પહેલી નોકરી વખતે એને ડબલસીટ લઈ જનાર હું
અને મિત્રના લગ્ન વખતે આદિવાસી જેવો ડાન્સ કરનાર પણ હું
મિત્રના ઘરે પહેલાં બાળકના જન્મ વખતે આખા
મહોલ્લામાં પૈંડા વહેંચનાર પણ હું જ
મારા જીવનમાં પણ આ બધી જ ઘટનાઓ બની છે
એ વખતે મારો મિત્ર મારી જેમ જ ઉત્સાહી બની ઊભો રહ્યો છે
આજે ફરી એકવાર મેં કહ્યું, “પ્રેઝન્ટ સર!”
પણ ગઈકાલ અને આજમાં ધરતી આકાશ જેટલો ફરક છે
ગઈકાલે મિત્રની ગેરહાજરી માત્ર અમુક કલાકો પુરતી હતી
આજે મિત્રની ગેરહાજરી કાયમ માટેની થઈ ગઈ છે
એનો હસતો ચહેરો ફોટોફ્રેમ બની ગયો છે
ત્યારે એની ફોટોફ્રેમ સામે ઊભા રહી
કાયમ ગેરહાજર રહેતાં મારા મિત્ર માટે મેં
ભગવાનને કહ્યું કે.. હે ભગવાન
મારો મિત્ર તારે ત્યાં આવી ગયો છે
એની હાજરી લખી લેજે
એના વતી હું બોલીશ
પ્રેઝન્ટ સર.


સેજલ પોન્દા

3 thoughts on “દોસ્તી અનલિમિટેડ- “પ્રેઝન્ટ સર” – સેજલ પોન્ડા

  1. લેખિકા, ઍક્ટર, એન્કર, કોલમીસ્ટ “સેજલ પોન્દા- .દોસ્તી અનલિમિટેડ” સિરિઝ નો પહેલો મણકો નુ મેહુલ બુચ દ્વારા અદભૂત પ્રેઝેન્ટેશન ધન્યવાદ

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s