“કૃષ્ણને કરવું હોય તે કરે!” – અમર ભટ્ટ


‘ચિત્ત તું શીદને ચિંતા ધરે?
કૃષ્ણને કરવું  હોય તે કરે!

સ્થાવર જંગમ જડ  ચેતનમાં  માયાનું બળ ઠરે;
સ્મરણ કર શ્રીકૃષ્ણચંદ્રનું, જન્મ મરણ ભય હરે
કૃષ્ણને કરવું  હોય તે કરે!

દોરી સર્વની એના હાથમાં, ભરાવ્યું ડગલું ભરે;
જેવો  જંત્ર  બજાવે  જંત્રી  તેવો  સ્વર નીસરે
કૃષ્ણને કરવું  હોય તે કરે!

તું  અંતર  ઉદ્વેગ  ધરે, તેથી  કારજ શું સરે?
ધણીનો ધાર્યો મનસૂબો, હર બ્રહ્માથી નવ ફરે
કૃષ્ણને કરવું  હોય તે કરે!

થાવાનું અણચિંતવ્યું  થાશે, ઉપનિષદ ઓચરે;
રાખ  ભરોસો રાધાવરનો, દયા શીદને  ડરે?
કૃષ્ણને કરવું  હોય તે કરે!’

કવિ: દયારામ
સ્વરકાર: ગાયક :અમર ભટ્ટ

આ દિવસોમાં દયારામનું આ પદ ખૂબ સાંત્વન આપે છે. નરસિંહનું આ પદ પણ યાદ આવે છે-
‘જે ગમે જગદ્ગુરુ દેવ જગદીશને
તે તણો ખરખરો ફોક કરવો
આપણો ચિંતવ્યો અર્થ કાંઈ નવ સરે
ઊગરે એ જ ઉદ્વેગ ધરવો‘
દયારામના આ પદમાં ‘જેવો જંત્ર વગાડે જંત્રી’. કબીરસાહેબ પણ યાદ આવશે-‘જંત્રી જંત્ર અનુપમ બાજે’.
‘રાખ ભરોસો રાધાવરનો’ એમ છેલ્લે કહીને દયારામ પુષ્ટિમાર્ગમાં છેલ્લે ગવાતા સૂરદાસજીના પદનું પણ સ્મરણ કરાવે છે- ‘દ્રઢ ઈન ચરનન કેરો ભરોસો’.
દેશ રાગ પર આધારિત આ પદ સાંભળો. ‘શીદને ચિંતા ધરે’ એ પ્રશ્ન સંગીતમાં પણ અનુભવાશે.
આ પદની લિંક આ રહી.

2 thoughts on ““કૃષ્ણને કરવું હોય તે કરે!” – અમર ભટ્ટ

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s