“જાનેવાલે કભી નહીં આતે, જાનેવાલોં કી યાદ આતી હૈ”


આ છબીમાં ઑલ્ટ એટ્રિબ્યુટ ખાલી છે, તેનું ફાઇલ નામ image-3.png છે
સ્વ. પુરષોત્તમભાઈ દાવડા

આજે અત્યંત ભારે હૈયે આપ સહુને આ સમાચાર આપતાં આંખે આંસુનાં પડળ બાઝ્યા છે. મારા વડીલબંધુ, “દાવડાનું આંગણું”ના જન્મદાતા શ્રી પુરષોત્તમ કે. દાવડા, જે બે એરિયાામાં “પી.કે.” ના હુલામણા નામે જાણીતા હતા, ગઈ કાલે ૬/૧૮/૨૦ને દિન, રાત્રે સાડા અગિયારે દિવંગત થયા છે. દાવડાભાઈનું સૌમ્ય વ્યક્તિત્વ, મળતાવડો સ્વભાવ અને નાનાંમોટાં સહુની સાથે આત્મિયતાથી અનુસંધાન સાધવાની એમની સહજતાએ અમેરિકાના બેઅરિયાના માત્ર આઠ વર્ષોના ટૂંકા વસવાટમાં એમને સહુના આપ્તજન બનાવી દીધા હતા.

એમના જવાથી બે એરિયાના સમાજ અને સ્નેહીજનોને મોટી ખોટ પડી છે. દાવડાભાઈમાં સાહિત્ય અને કલાની ઊંડી સમજ હતી અને આ જ સમજણને એમણે “દાવડાનું આંગણું” શરુ કરીને સમાજમાં વહેંચી. જેમાં પહેલાં માત્ર એમના પોતાનાં લલિતકળાના અને અન્ય સાહિત્ય અને સંસ્કારને લગતાં લેખો મૂકતા હતા પણ ત્રણ વરસોનાં ટૂંકા ગાળામાં એમની સૂઝબૂઝ અને કુનેહથી “દાવડાનું આંગણું” સાહિત્ય અને લલિતકળાનું તીર્થધામ બની ગયું.

એમનું વ્યાવસાયિક જીવન ભારતમાં વીત્યું. એમણે જીવનના પ્રારંભિક કાળમાં સ્ટ્રક્ચરલ એન્જનિયર તરીકે નોકરી કરી પણ પછી થોડા જ સમયમાં એમણે પોતાની પ્રેક્ટીસ શરૂ કરીને અત્યંત સફળતા તો મેળવી જ પણ પ્રોફેશનલ કારકીર્દીમાં પણ પોતાનાં ક્લાયન્ટસ સાથે સહજતાથી ઘરોબો કેળવ્યો હતો.

જીવનના ઉત્તરાર્ધમાં એમણે પોતાની નિવૃત્તિ ગુજરાતીભાષાની સેવામાં ગુજારી. દાવડાભાઈની sincerity એમના અંગત જીવનમાં પણ છલકાતી હતી. એક ખૂબ જ સંવેદનશીલ અને વ્હાલસોયા પિતા, પ્રેમાળ પતિ, સ્નેહાળ અને સદા પોતાની જવાબદારી નિભાવનારા પુત્ર અને ભાઈ તરીકે એમણે કુટંબીજનોની કાળજી લીધી. વતનના મિત્રો અને અહીંના સહુ મિત્રોમાં તેઓ ખૂબ માનીતા હતા અને નાાનાંમોટાં સહુ એમની સાથે દિલ ખોલીને વાત કરી શકતાં.

દાવડાભાઈ, તમારી કમી પૂરી કરવા માટે આભની અનંતતા પણ ઓછી પડવાની છે. અમે સહુ તમને પળેપળ Miss કરીશું. ઈશ્વર તમારા આત્માને શાંતિ આપે. અમારી અશ્રુભરી શ્રદ્ધાંજલિ.

36 thoughts on ““જાનેવાલે કભી નહીં આતે, જાનેવાલોં કી યાદ આતી હૈ”

  1. દવડાસાહેબનો સ્નેહાળ સાહિત્ય પરિચય મારા માટે અનન્ય બની રહ્યો છે. એમને ભૂલવાનું શક્ય નથી.
    ‘દાવડાનું આંગણું’ તેમનો મેળાપ અતૂટ રાખશે. દાવડાસાહેબને સ્નેહવંદન. સરયૂ પરીખ. ઓસ્ટિન, ટેક્સાસ.

    Liked by 1 person

  2. ‘મળવા જેવા માણસ’ પી.કે દાવડા સાહેબ હંમેશા યાદ રહેશે.
    તેમણે દિલથી સજાવેલું આંગણું બ્લોગ-જગતનું ઘરેણું બની તેમની સ્મૃતિને સાચવી રાખશે.
    દાવડા સાહેબના આત્માની શાંતિ અર્થે મૌન પ્રાર્થના.
    ૐ શાંતિ.. ૐ શાંતિ.. ૐ શાંતિ..

    Liked by 1 person

  3. “દાવડાનું આંગણું”ના જન્મદાતા શ્રી પુરષોત્તમ કે. દાવડાનું સૌમ્ય વ્યક્તિત્વ, મળતાવડો સ્વભાવ અને નાનાંમોટાં સહુની સાથે આત્મિયતાથી અનુસંધાન સાધવાની એમની સહજતાએ
    એમને સહુના આપ્તજન બનાવી દીધા હતા. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે
    અમારી શ્રદ્ધાંજલિ

    Liked by 1 person

  4. આદરણીયશ્રી દાવડાસાહેબના સ્વર્ગસ્થ થયાનાં સમાચારથી
    બહુ વ્યથિત થયો છું.
    ઇશ્વર,એમના આત્માને પરમ શાંતિ અને મોક્ષ પ્રદાન કરે.
    અને પરિવારને ક્દી ન પુરાય એવી ખોટનો ખાલીપો ખમવાની શક્તિ
    આપે.
    -અસ્તુ.

    Liked by 1 person

  5. સન્માનીય વડીલ સમ દાવડા સાહેબના નિધનથી માત્ર બે એરિયા જ નહીં એમના આંગણા સાથે જોડાયેલી તમામ વ્યક્તિઓ માટે એક ખાલીપો સર્જાયો છે..

    એક જીવ જયારે શિવમાં ભળે ત્યારે એક જ પ્રાર્થના ……
    “હે ઈશ્વર જે જીવ આવ્યો આપ પાસે શરણમાં અપનાવજો . પરમાત્મા એમના આત્માને શાંતિ સાચી આપજો”

    Liked by 1 person

  6. Ramesh Patel
    11:36 AM (2 hours ago)

    ભાવથી તેમની તબિયત ને ‘આંગણા’ વિશે વાત કરતાં છેલ્લે ફોન પર ગત મહિને મળ્યા ને અમે એક હૂંફ ગુમાવી…ૐ શાન્તિ

    Sent from my iPhone

    Liked by 1 person

  7. Shree Davdasaheb’s departure Has left a vast vacuum in literary world of our adopted land, he will be missed but we will never forget him ! He will always be with us thru his Aanganu, his magnificent legacy!!!!!
    May his beautiful soul rest in eternal peace🕉🙏more strength to his family and let’s all never forget this wonderful human being that he was and how he touched us every morning without missing one day for last few years!! I will miss him and I know this is a very big personal loss for my Kaka…Kanakbhai Raval … with sincere prayers, urmi raval 🙏🙏

    Liked by 1 person

  8. 🙏 પૂ. દાવડા સાહેબનાં નિધનથી ખૂબ આઘાત લાગ્યો છે. બે એરિયા અને ગુજરાતી સમાજને વડીલની ખોટ પડશે.પ્રભુ તેઓના આત્માને પરમ શાંતિ આપે અને પરિવારની અને સૌ નિકટની વ્યક્તિને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તે જ પ્રાર્થના.દાવડા નું આંગણુમાં તેઓએ ફેલાવેલી સાહિત્યની સુવાસથી તેઓ હમેશા સાહિત્યરસિકો ના દિલમાં જીવિત રહેશે. મળવા જેવા માણસ લખીને,સૌને ગીતા જ્ઞાન આપીને પોતે મળવા જેવા માણસ બનીને ચાલ્યા ગયાં. ” બેઠક ” ના ગુરુને પ્રણામ!🙏

    Liked by 1 person

  9. એક સ્વજન ગુમાવ્યાઇન્ટરનેટથી સુ.દાદા થકી પી.કે. કાકાની ઓળખાણ થઇ, એમણે ઇવિદ્યાલયમાં શક્ય મદદ કરી.

    એમનું આંગણું હંમેશા નવપલ્લવિત રહેતું.

    જુદા જુદા વિષય પર એમના વિચારો વાંચીને વિચારવા પ્રેરતા. જે હંમેશા અહિં એમના આંગણામાં જીવંત રહેશે.

    પ્રભુ સદગતના આત્માને શાંતિ આપે.

    Liked by 1 person

  10. ગઈકાલની રાતે પ્રભુ શરણ પામ્યા છે.એમની ખોટ સમગ્ર સમાજને વર્તાશે. પરમાત્મા તેમના પૂણ્ય આત્માને પરમ શાંતિ અર્પે.બેઠકના દરેક સર્જકો વાંચકો તરફથી તેમના માટે હૃદયથી પ્રાર્થના.તેમના પરિવારને અમારી હુંફ.

    Liked by 1 person

  11. દાવડા સાહેબ ના સ્વર્ગવાસ થયાના સમાચાર થી અતિ દુઃખ થયું છે, મહિના પહેલા જ એમનો ફોને આવેલો. આવા અવાર નવાર ફોન પર તેમજ અમારા ઘરે અનેક વાર આવતા તે સમયે ની તેમના જીવન અનુભવો તેમજ કેટલી એ જ્ઞાનગોષ્ટી ની વાતો હર હંમેશ યાદ રહેશે. આ “દાવડા નું આંગણું” એ જ એમની વાતો ને જ્વલંત રાખશે. ખૂબ જ નિખાલસ, પ્રેમાળ અને સરળ સ્વભાવના હતા. ઈશ્વર એમના આત્માને શાંતિ અર્પે અને કુટુંબીજનો ને દુઃખ સહન કરવાની શક્તિ અર્પે.

    ઉર્વશી બુપેન્દ્ર શાહ ના જયશ્રીકૃષ્ણ

    Liked by 1 person

  12. ઓમ શાંતિ…..પરમ આદરણીય, વંદનીય દાવડા સાહેબ …આપને શ્રદ્ધાંજલિ આપવા શબ્દો ઓછા પડે છે….આપ સદેહે ભલે અમારી સાથે ના હોવ પણ તમારા સત્કર્મ ની સુવાસ, જીવન પ્રત્યે નો ઉત્કૃષ્ટ અભિગમ, સૌ પ્રત્યે પ્રેમ અને આદર ની ભાવના, જ્ઞાન નો વૈભવ ( ‘દાવડા નું આંગણું’ ના પ્રણેતા) સદાકાળ જીવંત રહેશે…આપ સદાય અમારી યાદો માં જીવંત રહેશો….આપ નું દિવ્ય જીવન અમને સૌ ને સદાય રાહ ચીંધશે…પરમ કૃપાળુ પરમાત્મા આપના દિવ્ય આત્મા ને પરમ સમીપે લયી જાય તે જ મારા અને સૌ સ્નેહીઓ ની અંતઃકરણ ની પ્રાર્થના…ઓમ શાંતિ…ઓમ શાંતિ…

    Liked by 1 person

  13. ઋણાનુબંધ પ્રમાણે જ જીવનમાં માબાપ , કુટુંબીજનો અને મિત્રો આપણને મળે છે. સમર ની સાંજે અલામેડ઼ા ક્રીક ઉપર ચાલતા પી કે દાવડા સાહેબ ની પ્રથમ મુલાકાત થઇ. ત્યારથી ઘાઢ મિત્રતા થઇ ગયી. એમનો સરળ સ્વભાવ , નિખાલસતા, સાહિત્ય અને તત્વજ્ઞાન ની વાતો એ અમને ખુબ નજીક લાવી દીધા . મારા ઘરેથી દસ મિનિટ ના અંતરે રહે એટલે ઘણી વાર લંચ અથવા ડિનર માટે મારે ઘેર લઈ આવતો અને કલાકો સુધી અમારા પ્રોફેશનલ એક્સપેરિયેન્સ ની વાતો અને સાહિત્ય , કવિતા અને અનેક વિષયો પર જ્ઞાન-ગોષ્ટી થતી. છેલ્લા ત્રણ મહિના થી એમની તબિયત માટે મન મોકલું કરી વાતો કરતા .આજે હું એમની શૂન્યતા અનુભવું છું. ખરું જીવન જીવવા ની ચાવી બતાવીને ગયા છે. પુર્ષોત્તમભાઈ (પી કે )ને કોઈ પણ એમની જગ્યા પુરી કરીશકે તેમ નથી. ઈશ્વર એમને પરમ ધામમાં શાંતિ આપે અને કુટુંબીજનોને આ વિકટ પરસ્થિતિમાં સહનશીલતા આપે એવી પ્રાર્થના.

    ભુપેન્દ્ર ના જયશ્રીકૃષ્ણ

    Like

  14. .એમની ખોટ સમગ્ર સમાજને વર્તાશે. પરમાત્મા તેમના પૂણ્ય આત્માને પરમ શાંતિ અર્પે. તેમના માટે હૃદયથી પ્રાર્થના.તેમના પરિવારને અમારી હુંફ.

    Liked by 1 person

  15. શ્રદ્ધૈય પૂજ્ય શ્રી દાવડા સાહેબ ના સમાચાર ગુગમ થી જાણ્યા. તેમ ને અશ્રુપુર્ણ શ્રદ્ધાંજલિ 🙏

    Liked by 1 person

  16. વડીલ મુરબ્બી દાવડા સાહેબ અનંતની યાત્રાએ ગયા એ સમાચાર જાણીને સહજ ભાવે દુ:ખ અને ખાલીપો ઘેરી વળે છે. Exactly યાદ નથી કે અમારો પ્રથમ પરિચય કઇ તારીખે થયો?લગભગ ત્રણેક વર્ષ પહેલાં અચાનક એક અજણ્યા નંબર પરથી ફોન આવ્યો. એક-બે-ત્રણ-ચાર વખત ઉપરાઉપરી. હું મુંબઈ ના ભીડભરેલા વિસ્તારોમાં રસ્તામાં હતો. અને અજાણ ફોન નંબર. તેથી શરૂઆતમાં તો ઉપાડયો જ નહીં. પાંચમી વખતે ઉપાડયો. સામે દાવડાસાહેબ .પછી તો નિરાંતે વાતો કરી. બસ.એ ત્રણ ચાર વખત થયેલી ફોન પરની વાતો પણ આજે યાદ આવી ગઈ. તેમનો સ્નેહસભર આત્મીય અવાજ હવે કયાં શોધવો ?શક્ય હોય તો એમના પરિવારમાંથી કોઇ નો પણ ફોન અથવા ઇમેલ એડ્રેસ લખો તો સંવેદનાનો સંવાદ થઇ શકે. ॐ શાંતિ શાંતિ શાંતિ. નમસ્કાર.

    Liked by 1 person

  17. દાવડા સાહેબ સદેહે આપણી વચ્ચે નથી, પણ એમના આંગણામાં ખીલેલા સાહિત્યના વિવિધરંગી ફૂલોથી આંગણુ મઘમઘી રહ્યું છે અને એ આંગણુ સદા મઘમઘતું રહે એની જવાબદારી દાવડા સાહેબ ખુદ જેમને સોંપીને ગયા છે એ જયશ્રીબહેન, સરયૂબહેન વગેરે જરૂર એ સુવાસ ચારે તરફ ફેલાવશે. અક્ષરદેહે દાવડાસાહેબ આપણી વચ્ચે જ છે.
    ૐ શાંતિ શાંતિ શાંતિ

    Liked by 1 person

  18. આ. દાવડા સાહેબ- મળવા જેવા માણસ હવે નહીં મળે.. વિષાદથી ભર્યા સમાચાર. એક પ્રતિભાવંત પ્રેરણાદાયી ને ચીંતનશીલ વડીલની વિદાય, કદી વિસરાશે નહીં.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Liked by 1 person

  19. આજની સવાર બરાબર ઉગી જ ના હતી, એમાં દાવડા સાહેબના અવસાનના સમાચાર સાંભળ્યા। દાવડા સાહેબ વર્ષોથી બે એરિયામાં રહેતા હતા અને સાહિત્યપ્રેમી હતા. દાવડાનું આંગણું ચાલુ કરનાર દાવડા સાહેબ છેલ્લા બેત્રણ વર્ષથી બીમાર હતા. મારી એમની સાથે વાતચીત થયા કરતી ઈદ હોય કે રમઝાન મહિનો એમનો અચૂક ફોન આવે મુબારકબાદી આપવા માટે। એમના માટે કોઈ ધર્મ ઊંચો કે નીચો ના હતો સર્વ ધર્મને આદરથી જોતા હતા. મને હમેશા નાની બેન તરીકે ગણતા અને શરીફને એક મિત્ર તરીકે જોતા। જ્યારે મને ફોન કરે એટલે શરીફ સાથે જરૂર થોડી વાતચીત કરતા। ” મળવા જેવા માણસ ” માં મને સ્થાન આપી મારું ગૌરવ વધાર્યું હતું। સાથે સાથે મારી લઘુ નવલકથા ” ઉછળતાં સાગરનું મૌન” દાવડાના આંગણામાં પ્રકાશિત કરી મને સન્માન આપેલું। દાવડા સાહેબ સાથે મારો કોઈ લોહીનો સંબંધ ના હતો પણ લાગણીનો સંબંધ હતો। આજ મને એક મિત્ર ,એક ભાઈ, એક સાહિત્યકાર ગુમાવવાનો હૃદયમાં ખૂબ વિષાદ છે. આજ હું મારા ભાઈને અશ્રુભીની વિદાય આપું છું. દાવડા સાહેબ આપને ઈશ્વર ને હાથ સોંપું છું. જે જગતની દેખરેખ રાખે છે. એ તમારી સંભાળ લેશે। મારી આ શ્રદ્ધાંજલિ સ્વીકારશો। આપ સર્વનો આભાર માનીશ કે આપ દાવડા સાહેબના આંગણામાં જઈને શ્રદ્ધાંજલિ અર્પિત કરશો।
    સપના વિજાપુરા

    Like

  20. દાવડા સાહેબ આજ આપણી વચ્ચે નથી. એક દીપક બુઝાયો પણ પ્રકાશ પાથરતો ગયો. એમણે હંમેશા મને બહેનની જેમ ચાહી છે। રમજાન નહીનો હોય કે ઈદ મને મુબારક્બાદીનો કોલ આવી જાય. દાવડા સાહેબ હવે આ નાની બહેનને કોણ કોલ કરશે? ‘મળવા જેવા માણસ’ નું સન્માન શે વિસરાઈ અને મારી નવલકથાને આંગણામાં પ્રકાશિત કરી એ સન્માન। તમે અમારી એવી પ્રશંસા કરી જેને લાયક પણ ના હતી. બે એરિયા તમને મિસ કરશે। તમને એ ઈશ્વરને સોંપું છું જેની કાળજી ઈશ્વર રાખે છે. અસ્તુ

    Liked by 1 person

  21. એક સાચા સહ્રુદયી માનવ,મિત્ર,સાહિત્ય પ્રેમી અને સ્વજન ગુમાવ્યાનુ દુ:ખ કયારેય નહિ ભૂલાય.
    પ્રભુ એમના આત્માને શાંતી આપે

    Liked by 1 person

  22. અવારનવાર ફોન કરી, પ્રેમ વરસાવનારા પરમ આદરણીય દાવડાસાહેબની દુખદ વીદાયનું વાંચી, ઉંડો આઘાત થયો.. સાચું માનવાનું મન થતું નથી… સાહીત્ય અને સંસ્કારના સંવર્ધક એવા “દાવડાસાહેબ”ની ખોટ સાલશે…

    સ્મરણીય દાવડાસાહેબને આદરપુર્વક ભાવાંજલી…. 🌹🙏🌹

    Liked by 1 person

  23. મુઠ્ઠી ઊંચેરા એવા શ્રી દાવડા સાહેબ સૌના હૈયામાં સદા જીવંત રહેશે. એમના આ આંગણે આવેલા સૌની મને પણ એમણે સ્વજન ગણી અવારનવાર ખબરઅંતરની આપ-લે કરતાં. એમનો આત્મા ઉર્ધ્વગતિ પામે એ જ પ્રાર્થના 🙏

    Liked by 1 person

  24. પી કે ના હુલામણા નામ થી પરિચિત શ્રી દીવડા સાહેબ નો પરિચય ૨૦૦૮ આસપાસ તેમના લખાણો દ્વારા થયેલો અને અદ્ભૂત એવી આત્મિયતા કેળવાયેલી.. પછી તેઓ બેએરિયા રહેવા આવ્યા અને તેમના જ્ઞાન સત્ર નો વિસ્તાર તેમની પોતાની કલ્પના કરતા વધુ વ્યાપ્ત થયો તેમાં તેમની જ્ઞાન અને સાહિત્ય પ્રત્યે ની રુચિ અને ચીવટ તાદ્રશ થયા.. તેઓ મૂળ ચીવટ વાળા એટલે તેમની એંજીનીયરીંગ કારકિર્દી ઉત્કૃષ્ટ એટલી જ ભવ્ય તેમની સાહિત્ય સેવા.. જે એક તંતુએ તેમનો બે એરિયા માં સૌને પરોવી દીધા..
    નિયતીએ તેમને આપણ સૌને તેમના થી વિખૂટા પાડી દીધા.. પણ તેઓ તેમની વેદના માં થી મુક્તિ પામ્યા .. પ્રભુ તેમના આત્માને સદ્દગતિ /મુક્તિ અર્પે એ જ પ્રાર્થના
    અસ્તુ

    Liked by 1 person

  25. પુરુષોત્તમભાઈ સાથેની મૈત્રી માત્ર ફોન અને ઇન્ટરનેટ દ્વારા રહી પણ આત્મીયતા તે સીમાડાઓને વટાવી ગઈ. હજુ ગયા અઠવાડીયા સુધી અનુભવેલી તેની દિવ્યતા ક્યારેય અસ્ત નહીં થાય . સંસારની ઘણી ખાટી મિઠીની આપલે અનુભવી. ઉપરવાળાના દરબારમાતો તેમનું સ્થાનતો મોખરેજ તે નીશંક.

    Liked by 1 person

  26. દાવડાના આંગણાનું ફુલ મુરઝાઈ ગયું…. પણ તેની સુગંધ ચારે દિશામાં પ્રસરી ગઈ. અને હંમેશ જીવંત રહેશે.
    પ્રભુ તેમના આત્માને પરમ શાંતિ આપે.

    Liked by 1 person

  27. દાવડાસાહેબનાં નિધનથી પિતા સમાન વ્યક્તિનું છત્ર ગુમાવ્યું હોય તેવું અનુભવાય છે.લાગણીસભર તેમનો ફોન પર સાંભળેલ અવાજ ભુલાતો નથી.તેમનું પ્રેમથી સજાવેલ આંગણું હંમેશ તેમની યાદોં સાથે તેમનેા પણ આપણી સાથે હોવાનો અહેસાસ કરાવશે.પ્રભુ તેમનાં આત્માને શાંતિ આપે તે જ પ્રાર્થના.

    Liked by 1 person

  28. LATE SHRI DAVDA SAHEB, TEMNU DAVDA NU AGNU SAMAY SR MANAGE KARI GAYA, TENI SUVAS HER HAMESH CHALU RAHE CHE, MANNIYA JAYSHREEBEN HER HAMESH CHALU RAKH CHE. I ,EXTENDED MY DEEPEST SYMPATHY TO PUROSHTAM BHAI ‘S FAMILY AND ALL HIS FRIENDS. MAY BE SOUL OF PURSHOTAM BHAI AT PEACE WITH OUR HEAVENLY FATHER, MY CONDOLENCES TO HIS FAMILY & ALL FREINDS & ALL RELATIVES. OM SHANTI OM SHANTI OM SHANTI. TO DAY ALSO CONTINUE HIS “DAVDA NU AGNU” WHICH REMEMBER HIM EVERY MOMENT.

    Liked by 1 person

  29. ઓમ શાંતિ. મેં આજે આ દુખદ સમાચાર વાચ્યા. ગુજરાતી સાહિત્ય અને બ્લોગના સાગરમાં તેમનું યોગદાન હંમેશા યાદ રહેશે.

    Like

  30. ઇશ્વર, દાવડાસાહેબના આત્માને પરમ શાંતિ અને મોક્ષ પ્રદાન કરે.
    અને પરિવારને ક્દી ન પુરાય એવી ખોટનો ખાલીપો ખમવાની શક્તિ
    આપે.

    દાવડા સાહેબના આત્માની શાંતિ અર્થે મૌન પ્રાર્થના.

    ૐ શાંતિ.. ૐ શાંતિ.. ૐ શાંતિ..

    Like

પ્રતિભાવ