“રામ રમકડું જડિયું” – કવયિત્રીઃ મીરાંબાઈ – સ્વરકારઃ અમર ભટ્ટ


(મીરાંબાઈનું આ પદ વાંચીને વાગોળવા જેવું છે અને એનું જ, અમર ભટ્ટ દ્વરા કરેલું સ્વરાંકન (જે નીચે આપેલી લીંકમાં સાંભળી શકશો) આંખો બંધ કરીને માણવા જેવું છે. શબ્દો અને સૂરની આ રજૂઆત આપ સહુને અભિભૂત કરી જશે એની મને ખાતરી છે.)

રામ રમકડું જડિયું રાણાજી મુંને રામ રમકડું જડિયું
રૂમઝુમ  કરતું મારે મંદિરે પધાર્યું, નહીં કોઈને હાથે ચડિયું
મુંને રામ રમકડું જડિયું
મોટા મોટા મુનિજન મથી મથી થાક્યા
કોઈ વિરલાને હાથે ચડિયું રે
મુંને રામ રમકડું જડિયું
શૂન શિખરના ઘાટથી ઉપર,
અગમ અગોચર નામ પડિયું રે
મુંને રામ રમકડું જડિયું
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર
મારૂં મન શામળિયાશું જડિયું રે
મુંને રામ રમકડું જડિયું


કવયિત્રી: મીરાંબાઈ
સ્વરકાર: અમર ભટ્ટ


મીરાંબાઇનું આ સરળ ને જાણીતું પદ છે. કૃષ્ણ માટે મીરાંનો  ‘રામ રતનધન’ શબ્દપ્રયોગ જાણીતો છે (પાયોજી મૈંને રામ રતનધન પાયો)  તેમ ‘રામ રમકડું’ પણ.  આ ‘રમકડું‘ તે બાળપણમાં એના હાથમાં સોંપેલી કૃષ્ણની મૂર્તિ હશે?  એ રમકડું એને જડે છે ને એની સાથે મીરાંનું મન જડાય છે-(‘હું તો પરણી મારા પ્રીતમ સંગાથ, બીજાના મીંઢળ કેમ રે બાંધું? કે પછી ‘માઈ રી મ્હેં તો સુપણામાં પરણ્યાં રે દીનાનાથ’)
સારંગ રાગના કોઈ પ્રકારની અસર નીચે ને રાજસ્થાની અંગ માં થયેલું આ સ્વરાન્કન ભગતસાહેબના મીરાં ઉપરના પ્રવચનને સાંભળ્યા પછી ને શ્રી કુમારપાળ દેસાઈના આગ્રહથી થયું ને સૌ પ્રથમવાર વિશ્વકોશમાં ડિસેમ્બર 2017માં ગાયેલું તેનું સુખદ સ્મરણ છે.

અમર ભટ્ટ

Sent from my iPhoneAttachments areaPreview YouTube video Amar Bhatt|Mirabai|Ram Ramkadu JadiyuAmar Bhatt|Mirabai|Ram Ramkadu Jadiyu

1 thought on ““રામ રમકડું જડિયું” – કવયિત્રીઃ મીરાંબાઈ – સ્વરકારઃ અમર ભટ્ટ

  1. આ પદો મીરાંબાઈને સર્વશક્તીમાન પોતે ગવડાવતા. ભક્તિ એ હૃદયમાંથી ઊઠતી અને પ્રભુ પાસે પહોંચતી સીધી અગ્નિશિખા છે. માનવના હૃદયમાંથી એ વેગથી ઊઠે છે, અને સીધી લક્ષ્યસ્થાને એટલે કે પરમાત્મા સુધી પહોંચે છે, અને પછી એ ભક્તિના તારે જ પરમાત્મા પાછા માનવહૃદયમાં આવે છે. પ્રેમરસનું જેમણે પાન કર્યું છે, એમને શાસ્ત્રોનાં અધ્યયનની કોઈ જરૂર રહેતી નથી. કેમ કે જેની સાથે પ્રેમ દ્વારા ઐક્ય સાધ્યું છે, એ જ તો છે સકલ જ્ઞાાન.તેઓ તો કૃષ્ણભક્ત હતા છતા આ તત્વ જાણનારા
    મારૂં મન શામળિયાશું જડિયું રે
    મુંને રામ રમકડું જડિયું સહજતાથી ગાઇ શકે ;મા અમર ભટ્ટ અમેરીકા આવતા ત્યારે મેરીલેન્ડમા તેમનો કાર્યક્રમ થતો અને આવા પદો માણી ભાવવિભોર થતા
    આપે તેની Youtubeમા મુક્યું તેથી વારંવાર માણવાનો આનંદ આનંદ

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s