અંતરની ઓળખઃ સંકલનઃ જયશ્રી વિનુ મરચંટ
(સૌજન્યઃ “કબીર બાની”-(૨ ) – અલી સરદાર જાફરી)
********
ભાઈ, કોઈ સતગુરુ સંત કહાવે!
નૈનન અલખ લખાવૈ !!
પ્રાણ પૂજ્ય કિરિયાતે ન્યારા, સહજ સમાધ સિખાવૈ!
દ્વાર ન રુંધે પવન ન રોકૈ, નહિં ભવખંડ તજાવૈ!
યહ મન જાય યહાં લગ જબ હી પરમાતમ દરસાવૈ!
કરમ કરૈ નિઃકરમ રહૈ જો, ઐસી જુગત લખાવૈ!
સદા બિલાસ ત્રાસ નહિં તન મેં, ભોગ મેં જોગ જગાવૈ!
ધરતી-પાની આકાસ-પવન મેં અધર મંડૈયા છાવૈ!
સુન્ન સિખર કે સાર સિલા પર, આસન અચલ જમાવૈ!
ભીતર રહા સૌ બાહર દેખૈ, દૂજા દ્રષ્ટિ ન આવૈ!
- કબીર
ભાવાનુવાદઃ કબીર કહે છે, સુણો ભાઈ, સદગુરુ સંત એ જ છે જે આ આંખોને, સ્થૂળ સ્વરૂપે દ્રષ્ટિગોચર નથી એના દર્શન કરાવે છે, જે બહારના, દેખાડાના પૂજા-પાઠથી મુક્તિ અપાવીને સહજ ધ્યાન-સમાધિ શીખવે છે. સાચા સંત, સાચા ગુરુ, દરવાજા બંધ કરીને નથી બેસતા, શ્વાસ રોકવાના ઠાલા અભ્યાસ નથી કરાવતા અને “આ સંસાર અસાર છે, એનો ત્યાગ કરો” એવા માત્ર શાબ્દિક ઉપદેશ નથી આપતા. જ્યારે દંભી અને દેખાવની ક્રિયા-પ્રક્રિયા છોડીને, મન એક પરમતત્વની અવસ્થામાં પહોંચી જાય છે ત્યારે જ પરમાત્માની સાથે અનુસંધાન થાય છે. આ સદગુરુ જ મનુષ્યને કર્મ કરીને નિષ્કર્મ અને નિર્મોહ રહેવાનો રસ્તો બતાવે છે. એકવાર આ રસ્તે ચાલી નીકળ્યાં પછી ‘ભોગ’ ને ‘જોગ’ સાથે જોડવામાં કોઈ મુશ્કેલી નડતી નથી અને એના પછી, દુન્યવી વિલાસની ખેવના ન રહેતાં, આ વિલાસ, દિવ્યતામાં બદલાય છે. આ ઈશ્વરીય અલૌકિકતા જ ચર-અચર, સજીવ-નિર્જીવ, દરેક મનુષ્ય ને પ્રાણી, ધરતી, આકાશ, જળ અને વાયુ, બધામાં આત્મા સ્વરૂપે વસે છે. આથી, સાચા સંત એ જ છે, જે આત્માતત્વને પોતાની અંદર જોતાં શીખવે છે અને સત્યના માર્ગે દોરે છે. એકવાર જે આત્મામાં છે એને જોતાં શીખી જઈએ તો પછી, બહાર પણ એ જ પરમાત્મા રૂપે દેખાય છે અને એ સત્ય છે કે પછી બીજું કશું જ બહાર દેખાશે નહીં. ખરા અર્થમાં, સાચો અદ્વૈતવાદ જ આ છે.
“એકવાર જે આત્મામાં છે એને જોતાં શીખી જઈએ તો પછી, બહાર પણ એ જ પરમાત્મા રૂપે દેખાય છે અને એ સત્ય છે કે પછી બીજું કશું જ બહાર દેખાશે નહીં. ખરા અર્થમાં, સાચો અદ્વૈતવાદ જ આ છે.”
જયશ્રીબહેન, કબીરબાની અને અદ્વૈતવાદનુ સુંદર અર્થઘટન કર્યું.
LikeLiked by 1 person
અંતરની ઓળખઃ સંકલનઃમમા સુ શ્રી જયશ્રી વિનુ મરચંટના ભાવાનુવાદમા ‘સદગુરુ સંત એ જ છે જે આ આંખોને, સ્થૂળ સ્વરૂપે દ્રષ્ટિગોચર નથી એના દર્શન કરાવે છે, જે બહારના, દેખાડાના પૂજા-પાઠથી મુક્તિ અપાવીને સહજ ધ્યાન-સમાધિ શીખવે છે’ સંત અંગે સટિક વાત
સંત આગળ સાચા લગાવવાની જરુર નથી.સંતના દેખાવ કરી ઠગનાર ઠગ જ છે જેનો આતંકવાદી સંગઠનોના નાણાથી ખરીદાયલા મીડીઆ અને અભિવ્યક્તિ ની સ્વતંત્રતાવાળા કહેવાતા બુધ્ધિશાળીઓ સંતોને બદનામ કરે છે.
LikeLiked by 1 person