કાઠિયાવાડી ઘર-કાવ્ય-અશોક વિદ્વાંસ


કાઠિયાવાડી ઘર  

ઘરની રક્ષક ડેલી અમારી,  ડેલી દીધી એટલે ઘર સલામત. 

બા’ ર ઊભા રહી ડેલી દેવા (કે દીધેલી ડેલી ઉઘાડવા), આગળિયાની કરી કરામત. 

ડેલી ખોલી અંદર આવો, લાંબી ઓસરી, હીંચકો ભાળો. 

ઓસરીના ખૂણામાં ખાંડણી; પાણિયારે બેડાની માંડણી.  

ઓસરીને ડાબે પડખે એકબીજાને અડકીને, 

ઘરની મર્યાદા સાચવતા,

રાતે જાગી દિવસે સૂતા, 

જોડિયા ભાઈ જેવા બે ઓરડા. 

ઓસરી ઉતરી ફળિયે આવો, 

આભ અને ધરતીને ભાળો. 

શિયાળે તડકાની હૂંફ, ઉનાળે સૂવાનું સુખ. 

કરેણ છે ત્યાં, ને બારમાસી; સુંદર ક્યારે લીલા તુલસી. 

એકઢાળિયું સામી બાજુ, 

છાણાં ને લાકડાની વચ્ચે – 

ઘઉંની કોઠી સાચવનારું.  

એકઢાળિયા ને ઓસરી વચ્ચે, અંદર છેલ્લે છેક રસોડું. 

ચૂલા સામે બેસીને ત્યાં, ઘર-ધણિયાણી ઘડે રોટલો. 

તાવડી, કથરોટ, તપેલી છે ત્યાં – 

પણ રાંધવાનો ત્યાં નથી ઓટલો.  

સાવ સાદા ને સંપત વિનાનાં, કાઠિયાવાડી ઘર અમારાં. 

ઘડિયાળ, રેડિયો, ટી. વી. શા નાં?  જ્યાં કેલેંડરના નહીં ઠેકાણા. 

ખબર નથી, હજી યે હશે ત્યાં સુખી-સંતોષી માનવ રહેનારા?  

અશોક ગો. વિદ્વાંસ

3 thoughts on “કાઠિયાવાડી ઘર-કાવ્ય-અશોક વિદ્વાંસ

 1. NICE OLD GHAR VISHE. MANAS HER HAMESH SANTOSHI HATO PAHELA NA VAKHT MA. HAL KARODA RUPIA BANK MA HASHE 2-3 GADIHASHE TO PAN ASHNOSH NI LAGNI DEKHA CHE. PELA NA TIME KAHEVAT HATI “SANTOSHI NAR SADA SUKHI”

  Like

 2. સાવ સાદા ને સંપત વિનાનાં, કાઠિયાવાડી ઘર અમારાં.

  ઘડિયાળ, રેડિયો, ટી. વી. શા નાં? જ્યાં કેલેંડરના નહીં ઠેકાણા.

  ખબર નથી, હજી યે હશે ત્યાં સુખી-સંતોષી માનવ રહેનારા?
  વાહ

  Like

 3. કાઠિયાવાડી ઘર જેવું ડેલીબંધ ઘર મારા દાદાનુ હતું, અને વચ્ચેના ચોકમાં બેસી ખુલ્લા આકાશનો આનંદ ઘણો લીધો છે.
  અશોકભાઈએ બાળપણ યાદ કરાવી દીધું.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s