મુકામ Zindagi-(૨)-સ્ક્રીપ્ટઃ બ્રિન્દા ઠક્કર-રજૂઆતઃ દિપલ પટેલ


સ્ત્રીને પોતાનાં સમર્પણનું સર્ટિફિકેટ જોઈતું હોય છે?

લક્ષ્મી એમનું નામ. હું જેમના પી.જી.માં રહું છું એ આન્ટી. અમારા બધા પાસેથી પ્રમાણમાં ઓછું ભાડું લે છે, એટલે કદાચ એમના ઘરમાં એટલી લક્ષ્મી નથી!

ત્રણ દીકરીઓ છે એમને. ત્રણેય વચ્ચે લગભગ 3 વર્ષનો તફાવત. સૌથી મોટી 7 વર્ષની છે, પણ સૌથી નાની એ લાગે. ક્યારેય ઉભી નથી થઈ શકી એ છોકરી. સાવ પાતળા હાથ-પગ. સમજણ શક્તિ પણ નથી. પણ જો તમે “હેલો” બોલો, તો ભાંગ્યું-તૂટ્યું હેલો સામે આવે ચોક્કસ. એ બોલી પણ નથી શકતી, છતાંયે હંમેશા પ્રયત્ન કરે જવાબ આપવાનો.

નોર્મલ માણસો પાસે હોય, એમાંનું કશું એની પાસે સારી અવસ્થામાં નથી, પણ એક સ્મિત છે! જે કાયમ એના હોઠો પર રમતું હોય છે.

સૌથી વધારે જીવંતતા ત્યારે લાગે છે, જ્યારે સવારે આન્ટી ત્રણેય દીકરીઓને તૈયાર કરે છે. મસાજ કરીને, નવડાવીને, સરસ માથું ઓળાવે.. ને નાની બિંદી લગાવે. ત્રણેયને બંગડી પહેરાવે અને મહેંદી પણ ત્રણેયના હાથમાં હોય!

આન્ટીને ક્યારેય મેં નવા કપડામાં નથી જોયા. એ જ બે જોડી કપડાં અને એક જ ગુલાબી કલરના સ્લીપર.. એ એમના ઘરેણાં. બાકીનો આખો સમય અમારા બધા માટે જમવાનું બનાવવામાં, ફરિયાદો સાંભળવામાં અને અંકલને ખખડાવવામાં જાય!

હા, અંકલ સાવ સીધા સાદા- ભોલેનાથ છે. એટલે બેંગ્લોર જેવા શહેરમાં ભગતનું તો શું, ફ્લિપકાર્ટના એમ્પ્લોયીનું ઘર પણ આ રીતે ના ચાલે! એટલે હવાલો આન્ટીનો છે.

સ્ત્રી! આખા ભારતની સ્ત્રીઓમાં કદાચ એક વાત કોમન છે – “સમજદારી”. ઝૂંપડામાં રહેતી સ્ત્રી હોય કે 7 બેડરૂમવાળા બંગલાની માલકીન. એને ખબર છે કે ક્યારે, શું બોલવાનું છે અને ક્યારે બોલવા દેવાનું છે!

બેશક તાળી ક્યારેય એક હાથે ન વાગે, પણ એ હાથની તૈયારી હોવી પણ એટલી જ જરૂરી હોય છે. પરિસ્થિતિ બદલાય તેમ વિચારોનું નવું વર્ઝન આવવું જોઈએ, વિચારધારા અન-ઇન્સ્ટોલ ન થવી જોઈએ.

આજની મમ્મીઓને એક વાત પૂછવી છે! થાકી ગયા, તૂટી ગયા, કોઈ સમજ્યું નહિ.. કોઈએ કદર ના કરી..! ઇટ્સ ફાઈન. ખરેખર કોઈને બતાવવા માટે જ તમે જાત ઘસેલી? કદર થાય એ આશયથી આટલું બધું સાંભળ્યું ને સંભાળ્યું? આ બધું જ આપણી અંદર પડેલું હતું ને બહાર આવ્યું છે. જો આ કશું ન કર્યું હોત તો ક્યારેય ખબર જ ન પડી હોત કે ખરેખર આપણે શું છીએ ને કેટલું કરી શકીએ છીએ!

કદર થવી જ જોઈએ. લોકોએ આભાર માનવો જ જોઈએ. પણ, ન માન્યો તો શું કરેલું બધું કોઠીમાં ગયું? ના.. એ સમર્પણ, સમજદારી અને સંવેદનાઓએ તો જિંદગી જીવવા જેવી બનાવી છે યાર. કેમ રાહ જુઓ છો કે કોઈ આવે ને મારી કદર કરે, વખાણ કરે! શું કામ બીજાના સર્ટિફિકેટના આધારે પોતાની જાતને મૂલવ્યા કરવાની?

બહુ ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયા આપણે! પૈસાથી, હોદ્દાથી, ઇમોશનથી.. હવે વિચારોમાં પણ ઇન્ડિપેન્ડન્ટ થઈએ. સમજી, વિચારી ને તટસ્થભાવે ક્ષણોને આવકારો, જીવો, ને ન ગમે તો છિન્ન-ભિન્ન થાઓ..કોણ રોકે છે?

પણ, બીજું કોઈ આવીને મહોર મારી જાય- એની પહેલા ‘પોતાની જિંદગી’ જીવી લો. બસ!

~ Brinda Thakkar

વિડિઓ લિંક : https://youtu.be/dGzOz8cwVwI

2 thoughts on “મુકામ Zindagi-(૨)-સ્ક્રીપ્ટઃ બ્રિન્દા ઠક્કર-રજૂઆતઃ દિપલ પટેલ

  1. પોતાની કદર સાંભળવા પાછળ એક કારણ છે. તમે તમારી રીતે માનતા હો કે તમે સમર્પણ કર્યું. પરંતુ દરેકના દ્રષ્ટીકોણ અલગ હોય છે, તેથી સામેની વ્યક્તિ તમારી કદર કરે તે અગત્યનું લાગે છે.
    વખાણની અપેક્ષા કરનાર અશાંત રહે છે.

    Liked by 2 people

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s