છોડવું પડશે ~ કવિ: અશોક ચાવડા ‘બેદિલ’, આસ્વાદ: હિતેન આનંદપરા


માને મન છતાં પણ આખરે ઘર છોડવું પડશે;
અચાનક શરીરી આવરણ તરછોડવું પડશે.

કદી વ્હેલું, કદી મોડું ખરેખર છોડવું પડશે;
તું અંતે તો અહીંયાં છે મુસાફર છોડવું પડશે.

નથી નળિયું, નથી ફળિયું, ફકત છે એક ઝળઝળિયું,
હવે ભારે હૈયે ગામપાદર છોડવું પડશે.

મને રોકીને રાખે છે ભલે તારી સજલ આંખો,
નથી છોડી જવું પણ તોય આખર છોડવું પડશે.

રહી ના જાય એકે યાદ બાકી કોઈ ખૂણામાં,
તું છોડી જાશરત છે બસ બરાબર છોડવું પડશે.

અશોક ચાવડાબેદિલ

        એકલા જ આવ્યા મનવા એકલા જવાના, આ ગીત સાંભળ્યું જ હશે. આ શરીર એક ઘર છે જેમાં જીવ કે આત્મા વસે છે. એ ક્યાંથી પ્રવેશે છે ને ક્યાં જાય છે એની આપણે ખબર નથી. જે ખબર છે એ અનુમાનો છે, ધારણાઓ છે. રબર સ્ટેમ્પ મારીને કશું કહી ન શકાય. મજા પણ આ રહસ્યની જ છે, આ શોધની જ છે. એની કોઈ કળ હાથ લાગી જાય તો જિંદગીનું ધબકવું સાર્થક થઈ જાય.

ગમે એટલી મમત કેળવીએ, અંતે તો એને અલવિદા કરવી જ પડે. મરણનો જે ડર રાખે, એનું મરવાનું આ ડર સાથે જ શરૂ થઈ જતું હોય છે. આપણી મુશ્કેલી એ છે કે આપણે જિંદગીને પણ નથી સ્વીકારી શકતા અને મરણને પણ.  

        આ જિંદગી એક સફર છે અને આપણે બધા મુસાફર છીએ. સફર કરવાના રસ્તાઓ જુદા જુદા હોય, સાધનો જુદા જુદા હોય, પણ ધબકારા દરેકના પોતાના હોય, જિજીવિષા દરેકની પોતાની હોય, આવડત દરેકની પોતાની હોય, માન્યતા દરેકની પોતાની હોય. ટૂંકમાં સ્થિતિ, સંજોગ, પરિબળ ભલે અલગ અલગ હોય, પણ સફર કાપવાની છે એ તો નક્કી જ છે. સફરનો આનંદ લેવાનો હોય. જેમ વધારે ને વધારે ભાર સંચિત કરીએ તેમ એને સાચવવામાં જ આપણું ધ્યાન રહે અને બારીની બહાર જોવાનું ચૂકી જવાય. સુવિધા  માટે લેવું અને સંઘરો કરવો આ બંનેમાં ફેર છે. સંગ્રહખોરી અંતે તો શૂન્યતાને જ વરવાની એ હકીકત મરણ સમજાવે છે. 

        વાત શરીરની હોય કે વતનની, એક ઝુરાપો રહેવાનો. આપણે શરીર છોડીએ ત્યારે સ્વજનને તકલીફ પડે, વતન છોડવાનું આવે ત્યારે અસ્તિત્વને. કામકાજ માટે જ્યાં તક હોય ત્યાં જવું પડે. હયાતી ટકાવવાની લડાઈ છેલ્લા શ્વાસ સુધી ચાલતી રહેવાની. ગામથી શહેર જવાનો ટ્રેન્ડ વધતો જ ગયો છે. ગામમાં ખેતી કે  નાનો વ્યવસાય હોય, એમાં ટકી રહેવાય પણ ઉડાન ભરવાનો રોમાંચ મળતો ન હોય. એનાથી પણ વિશેષ પરિબળ જરૂરિયાતો હોય. એક વાર શહેર કે પરદેશમાં સ્થાયી થઈ જવાય પછી, ગામનું ઘર સાચવવું મુશ્કેલ બની જાય. રહેનારું કોઈ ન હોય એ ઘર દયનીય લાગે. દિવાલોને વાત કરવા કોઈક તો જોઈએ. ઘરની કોઈ વસ્તુ નિર્જીવ નથી હોતી. એ તમારી સાથે જ ધબકતી હોય છે. વસવાટ વગરનું ઘર સન્નાટાથી ભરાઈ જાય. એમાં પણ એક પ્રિયજનને લાંબો સમય ઘરથી બહાર રહેવું પડતું હોય ત્યારે બીજી વ્યક્તિની હાલત કફોડી થઈ જાય. પરદેશ જતાં પ્રિયતમને કે સરહદ પર ફરજ નિભાવવા જતાં જવાનને પત્નીની સજલ આંખો જુએ ત્યારે એમાં આવતું પૂર સમયને તાણીને લઈ જાય. આંખોની અલકનંદામાં રોકા  વાની મમત મૂકીને જવાબદારીનો ઝંઝાવાત ઝેલવો જ પડે.

વિરહ વખતે સ્મરણ ડોક્ટરની જેમ સાચવવા આવી પહોંચે છે. સ્મરણનો લેપ ચંદનના લેપ જેવો હોય છે. આ લેપ ન હોય તો સળગી જવાય. અંતરના કોઈ પણ ખૂણામાં એક પણ યાદ બાકી ના રહે એ રીતે બધું સંકેલી લેવું અઘરું જ નહિ અશક્ય હોય છે. વાત એ યાદ રાખવાની છે કે મમત હોય ત્યાં પીડા પણ મળવાની. છોડવું અને છૂટવું બહુ દુષ્કર હોય છે.

અશોક ચાવડાની એક સંવેદનશીલ ગઝલ સાથે તંતોતંત બંધાઈએ. 

રીતે ગૂંથાઈ શ્વાસોની કડીમાં બા,
હું સતત પ્હેરી શકું છું ચામડીમાં બા.

અચરજ હોય છે ક્યાં ચાખડીમાં બા?
ખૂબ અથડાઇ છે બાધાઆખડીમાં બા

બાની પૂંજી બાપુજી સમજી શક્યો છું પણ,
હું કદી જોઇ શક્યો ના ચૂંદડીમાં બા.

  પછી એકેય અક્ષર ક્યાં લખાયો છે?
મેં જરા શીખી લીધી બારાખડીમાં બા.

ઘાટ મારો ઘડાયો કારણથી,
રોજ વ્હેરાયા કરી છે શારડીમાં બા.

***

3 thoughts on “છોડવું પડશે ~ કવિ: અશોક ચાવડા ‘બેદિલ’, આસ્વાદ: હિતેન આનંદપરા

  1. કવિ: અશોક ચાવડા ‘બેદિલ’ની સુંદર રચના છોડવું પડશેનો હિતેન આનંદપરાનો સ રસ આસ્વાદ

    Like

  2. janam thyu , maran nakki thyi ne ave che, parantu kayare ane.kayi rite ,kai jgaye te ekj bhagwan jane che. khali hathe avya khali hathe javana, akhnd anand na lekh mujab, smarat sikender ni janana nikli tyare tena be hath bahar hata, tena kaheva mujub tena sathi e bhar rakhya hata . siknder public ne kahevu hatu, yuth- ladai- mar-pit kari khub rajyo-jityo dhan-dolot kamayo. pan khali hathe khuda ne tya javu chu,

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s