આ લંડન, આ લંડન છે. ઈલા કાપડિયા
એની ટાઢ હિમ એનો તાપ કૂણો, મેધા વરસે બારે માસ
વરસ અડધું અંધારું ને અડધે રવિ આથમે મોડી રાત
સૂરજ દાદા ઝળહળે ત્યારે હૂંફાળી બને વાત
આ લંડન, આ લંડન છે
માણસ કરતાં વાહન ઝાઝા શેરીઓ સ્વચ્છ ને વળી શાંત
કાસ્ટ ક્રીડ કે રંગ ધર્મના વાડા નહીં કોઈ વાડ
પણ જો કોઈ ચીંધે આંગળી વાદ પહોંચે પાર્લામેંટની પાર
‘હી’ અને ‘શી’ છે સમાન, અહીં રાણી પણ કરેછે રાજ
સ્થપિત સદીઓની લોકશાહી મેગ્નાકાર્ટા ખરડે
હાઈડપાર્કનો સ્પીકર્સ કોર્નર ‘ફ્રી સ્પીચની’ ખ્યાતિ કરે
આ લંડન, આ લંડન છે
બક’મ પેલેસ, સ્ક્વેરથી નીરખે નેલ્સન જંગ ટ્ર્ફાલગર
ડાઉનિંગ સ્ટ્રીટમાં વસે યુ.કે.ના પી.એમ. ને ચાન્સેલર
કાળ કરાલ કહાની કહેતો લંડન ટાવર આજ
(ભારતનો)કોહીનુર હીરો ઝગમગાવે રોયલ ઝવેરાત
ચક્કર ચક્કર ફરી કરાવે સેર ‘આઈ લંડન’
કરો ક્લિક મેડમ તુષાદ સાથ શાહરૂખ, એશ ને બચ્ચન
આ લંડન, આ લંડન છે
———–
ઈલા કાપડિયા. ‘મહિ‘
Thank you Jayshreeben
LikeLiked by 1 person
આ લંડન, આ લંડન છે. ઈલા કાપડિયાની ફોટા સાથે સ રસ અછાંદસ
LikeLiked by 1 person
Thank you Pragnaben
LikeLiked by 1 person
SHRI ILA BEN. BHARAT VISHE LAKHO. A BHRAT CHE BHARAT CHE TAJMMAHAL NYARO CHE GANDKI NO DHAGLO CHE. DELHI NAJIK CHE PAN KOI NE SAMAY NATHI SAVACH RAKHVANO, MARU BHARAT CHE AZAD CHE,SAU POTANI KHURSHI NE PAYAR KARECHE. MARI SWEET KHURSHI KOI PADI NA JAY TENI CHINTA MA CHE. ETC
LikeLiked by 1 person
Shree Anilbhai, thank you for your suggestion. I do write on issues which appeal to me. Poem like this help ease the minds of readers in trying times
LikeLiked by 2 people