મુકામ Zindagi – (૪) – સ્ક્રીપ્ટઃ બ્રિન્દા ઠક્કર, રજૂઆતઃ દિપલ પટેલ


https://youtu.be/Z3HxAc83KAk

(ઉપરની લીંક પર ક્લીક કરતાં, ઓડિયો-વીઝ્યુઅલ પ્રેઝન્ટેશન જોઈ શકાશે)

સવારની ઠંડી લહેરખી કહે છેવેલકમ જિંદગી

જેને સપના આવે છે એ નસીબદાર હોય છે. પણ, જે સપના જોઈ શકે છે એ વધારે જીવે છે. ક્વોલિટી લાઈફ!

સવારે રૂમનો દરવાજો ખોલતા જ સૂરજદાદા કુમળાં કિરણોથી ગુડ મોર્નિંગ કહે, એટલે નવો દિવસ ઉમેરાયાની હાશ થાય. ટેલિવિઝનમાં આવતા એવા જ સૂરજદાદા. એ હસી રહ્યા છે એવું અનુભવાય. પ્રકૃતિ જ્યારે વેલકમ કરે છે ત્યારે એની વાત જ અનોખી હોય છે!

ક્યાંકથી કપડાં ધોવાનો આવતો અવાજ, કોઈક શ્લોક બોલી રહ્યું હોય, ક્યાંક નાના છોકરાઓનો રડવાનો અવાજ, કોઈ સંગીતના સૂર- રિયાઝ સંભળાય. રસ્તે જતા કછોટો મારીને રોડ વાળી રહેલા જવાબદાર ને પ્રામાણિક માણસો! ક્યાંક કહેવાયું છે કે જ્યારે તમને કોઈ જોઈ ન રહ્યું હોય અને છતાંય તમે કામ પ્રત્યેની તમારી પ્રામાણિકતા જાળવી શકો, તો ખરેખર માણસ કહેવાવાને લાયક છો.

મસ્તીખોર દોસ્ત સાથે રોડ પર દોડવાની મજા છે. રસ્તે ચાલતા એક નાનું પતંગિયું રોડ પર પડેલું દેખાયુ, ને અમે એને પકડીને સાઈડમાં સાચવીને મૂક્યું. હવે એને કોઈ વાહન કચડશે નહિ, એ વાતની ખાતરીએ અમને એક અજીબ ટાઢક આપી. જો સરહદ પર લડવા નથી જઇ શકતા, તો સમાજ ને સંસારમાં રહીને પણ ઘણી જિંદગીઓ અને સંબંધો બચાવી શકાય છે. વાત ફક્ત નિયતની હોય છે!

બાંકડા પર બેસીને મસાલાવાળી ચા પીતા પીતા કેટલાયે કોયડાઓ ઉકલે છે. મગજ ખુલે છે. કશુંક વધારે સમજાય છે. ખાવું- પીવું ને મરી જવું- એ વાક્યથી જોજનો દૂર જઇ શકાય છે. એમાંયે ખાસ જ્યારે તમને ખબર છે કે આ જગ્યાએ તમારી ભૂલ છે, અને એ તમે સ્વીકારી શકો છો કોઈની પાસે! તો આપણે જન્મ લઈને કોઈ જ ભૂલ નથી કરી એવું સમજાય છે.

લેવા કરતા આપ્યાનો સંતોષ અનેકગણો વધારે હોય છે. પછી એ પ્રેમ હોય, હૂંફ હોય, સાથ હોય કે સાચી સલાહ હોય! જોકે સલાહ માંગ્યા વિના ન અપાય ત્યાં સુધી સારું! બાકીનું બધું જ વગર માંગ્યે જ આપવાનું હોય છે!

આટલું ફર્યા પછી એટલું સમજાય છે કે,

સવાર બધે સરખી જ હોય છે!! શરૂઆત કેવી રીતે કરવી એ આપણે નક્કી કરવાનું છે.

~ Brinda Thakkar

4 thoughts on “મુકામ Zindagi – (૪) – સ્ક્રીપ્ટઃ બ્રિન્દા ઠક્કર, રજૂઆતઃ દિપલ પટેલ

  1. મુકામ Zindagi – (૪) ની સ્ક્રીપ્ટઃ સાથે બ્રિન્દા ઠક્કર,ની સ રસ રજૂઆતઃ દિપલ પટેલ
    સાથે લીંક પર ખૂબ જ સુંદર ઓડિયો-વીઝ્યુઅલ પ્રેઝન્ટેશન ધન્યવાદ

    Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s