“ઊડો તો કેમ…?” – કાવ્ય – જયશ્રી વિનુ મરચંટ


ઊડો તો કેમ…? – કાવ્ય – જયશ્રી વિનુ મરચંટ

ઊડો તો કેમ, પંખીડા વ્હાલા!
કહો હવે તમે ઊડો તો કેમ?
ધુમ્મસિયું નભ ને કાળી છે રાત,
શોધો દિશા જો શોધો તો કેમ?
ઊડો તો કેમ, પંખીડા ઊડો તો કેમ….

વીંઝવું તો છે આ આખુંય નભ,
પણ, પાંખી પડી ગઈ પાંખો!
અજવાળું ખોવાણું જાણે ક્યાં જઈ,
સૂરજયે પડ્યો છે હવે ઝાંખો!
સમયના આ ચૂકાદા ચૂકવો તો કેમ..?
——ધુમ્મસિયું નભ ને…..

નીચા છે નેજવા ને નીચી છે છત,
ને નીરની આંખોમાં ક્યાં છે અછત?
ભીનાશના ઊભરાતા દરિયા મહીં,
ડૂબવાની અમને તો લાગી છે લત!
વહેતી આ ધારાને સાહેબા રોકો તો કેમ…
——-ધુમ્મસિયું નભ ને……
—–ઊડો તો કેમ…….

3 thoughts on ““ઊડો તો કેમ…?” – કાવ્ય – જયશ્રી વિનુ મરચંટ

પ્રતિભાવ