થોડી ખાટી, થોડી મીઠી – (૩) – દિપલ પટેલ


3 વર્ષ પહેલા ઓક્ટોબર 2017માં હું સોનમ વાન્ચૂક ને મળી. કેલિફોર્નિયામાં ICA (Indian for collective Actions) નામની સંસ્થા છે જે ૧૯૬૪ માં ૬ સ્ટેનફોર્ડ ગ્રેડ્યુએટસએ ભેગા થઈને બનાવી. આ સંસ્થા ભારતમાં કામ કરતી સંસ્થાઓને ફંડ રેઝ કરી આપે. એટલે કે બધા પૈસાદાર લોકો પાસેથી પૈસા ઉઘરાવી ભારતની સેવા, ગુંજ જેવી અનેક સંસ્થાઓને પૈસા આપે. આ સંસ્થા ચલાવનાર બધા માણસો કરોડોપતિ છે એટલે ભ્રષ્ટાચાર નો કોઈ અવકાશ નથી. આ સંસ્થા વર્ષમાં નાનામોટા કાર્યક્રમ કરતી હોય જેમાં હું વોલેન્ટીયર કરવા જાઉં.

પહેલી વાર ગઈ અને મારું કામ એટલું પસંદ આવ્યું કે ICA ની વાર્ષિક કાર્યક્રમમાં મને વોલેન્ટીયરની હેડ બનાવી અને ફરીથી ICA ના પ્રોગ્રામમાં જવાની તક મળી!
પ્રોગ્રામ એક પબ્લિક હોલમાં હતો અને ૨૦૦ માણસો આવ્યા હતા. અને અલગ અલગ ભાષણો, એ લોકો એ વર્ષ દરમિયાન કરેલા કામોનો રીપોર્ટ અને એમના અલગ અલગ પ્રોજેક્ટ વિષે માહિતી આપતા વક્તાઓ એક પછી એક આવે. દર ૧૦ વ્યક્તિ ગોળ ટેબલ પર ગોઠવાયેલા હોય. અને ટેબલ પર પરબીડિયા (envelope) અને ફોર્મ મુક્યા હોય. જેને જે પ્રોજેક્ટ માટે પૈસા દાન કરવા હોય એ વ્યક્તિ ચેક લખી કવરમાં મૂકી દે. બધા દાતાઓ એકદમ સુટ-બુટ અને ઘરેણાથી સજ્જ થઈને આવે. વાઈન પીતા જાય અને પ્રોગામ માણે. (મારા માટે આ અજીબ હતું!)

હવે મુખ્ય વાત એ હતી કે આ પ્રોગ્રામના મુખ્ય મહેમાન હતા – સોનમ વાનગ્ચૂક (“૩ ઈડીયટ”માં જે ફૂન્ચૂક વાનગ્ડું બતાવ્યો છે ને એ જ! લડાખમાં આ માણસ, સ્કુલ ચલાવે છે. ૪% સાક્ષરતા ધરાવતા એ વિસ્તારમાં આ માણસે ૧૦ વર્ષ માં ૭૫% સાક્ષરતા કરી દીધી છે. એણે પોતાની ભણતર વ્યવસ્થા વિકસાવી છે. (No Read, Write and Arithmetic but with 3 H (Bright Head, Skilled Hands, Kind Heart).

એમને બહુજ સરસ વાત કરી કે બાળકને વાંચીને, લખીને કે ગણિત શીખવાડીને બાળકનું મગજ ચોક્કસ વિકસશે. પણ એનું શરીર અને હ્રદય નહિ અને એના વગર બુદ્ધિશાળી માણસ બનશે પણ એ બુદ્ધિ ખરાબ કામમાં વાપરશે.
– એમની શાળામાં માતૃભાષામાં જ ભણતર કરાવવામાં આવે છે, અંગ્રેજીને ભાષાની જેમ શીખવાડવામાં આવે છે.

– એક સરસ વાત: એ નાના હતા ત્યારે એમની મમ્મીને એમણે કીધું કે ગાય વેચીને ટ્રેક્ટર લઈ આવીએ. સરળતા વધશે. તો એની માએ કીધું કે ટ્રેક્ટર લાવશું તો એ ગાયના છાણનું ખાતર નહિ લાવે અને એનાથી જમીનને ખાતર નહિ મળે. અને આખી સીસ્ટમ ખોરવાશે.

– બહુ બધા અમેરિકન લોકો એને સાંભળવા આવેલા. અને, છેલ્લે એક અમેરિકન શિક્ષક ઉભી થઇ અને એને કહ્યું કે અમેરિકામાં શિક્ષણમાં તમે પીએચડી કરો ત્યારે કોઈને શિક્ષણ આપવાના જે ૧૦ નિયમો અમે શીખીએ છીએ એ આ માણસ વગર પીએચડીએ અપ્લાય કરે છે.

This is the true education system of 21st century

એમની સ્કૂલ વિષે :

https://www.youtube.com/watch?v=RMBFKQXD0u4

સોનમ વાન્ક્ચૂક ની TED Talk:

https://www.youtube.com/watch?v=qH1HCYy1NTc

Attachments area

Preview YouTube video University for FAILURES?!

University for FAILURES?!

Preview YouTube video Education in India: Are students failing or the system?! | Sonam Wangchuk | TEDxGateway

Education in India: Are students failing or the system?! | Sonam Wangchuk | TEDxG

 

ateway

5 thoughts on “થોડી ખાટી, થોડી મીઠી – (૩) – દિપલ પટેલ

  1. સોનમ વાન્ચૂક અંગે સરસ માહિતીમા ‘એ નાના હતા ત્યારે એમની મમ્મીને એમણે કીધું કે ગાય વેચીને ટ્રેક્ટર લઈ આવીએ. સરળતા વધશે. તો એની માએ કીધું કે ટ્રેક્ટર લાવશું તો એ ગાયના છાણનું ખાતર નહિ લાવે અને એનાથી જમીનને ખાતર નહિ મળે. અને આખી સીસ્ટમ ખોરવાશે.’
    વાત વધુ ગમી

    Liked by 2 people

  2. Dr. M.H Mehta writes from Vadodara…

    Yes, been there..though Sonam was not there….In his school, another interesting thing was a mobile Solar cooker. Also in Ladakh..a special drink LEH BERI from a thorny bush…Highly nutritious…developed by DR. DO under Dr.Kalam.

    This article by Dipal Patel is very good.

    muni.

    Liked by 2 people

પ્રતિભાવ