થોડી ખાટી, થોડી મીઠી – (૪) – દિપલ પટેલ


3 વર્ષ પહેલા કેલિફોર્નિયામાં હું એક રસપ્રદ પ્રોજેક્ટ સાથે જોડાઈ હતી. મહેન્દ્ર અંકલના એક મિત્ર સુરેશ બજાજ Hear2Read પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતાં.શું છે Hear2Read? – Android Text To Speech (TTS) App for Indian languages. એવી એન્ડ્રોઇડ એપ કે જે ભારતની પ્રાદેશિક ભાષામાં વાંચી સંભળાવે.
તમને થશે એમાં શું? પણ સુરેશ બજાજ અને એમના બીજા ૪ સાથી જે Carnegie Mellon University સાથે સંકળાયેલા છે, ભેગા મળીને આ એપ એટલા માટે બનાવી રહ્યા છે કે આંધળા લોકો પોતાની માતૃભાષામાં પુસ્તકો/સમાચાર વાંચી શકે!

નડિયાદમાં હતી ત્યારે પતંજલિ ચિકિત્સાલય ચલાવનાર મારા મિત્ર સુધા પટેલને (કે જેઓ જન્મથી અંધ છે) મેં આવી જ TTS એપ વાપરતા જોયેલા પણ તે એપ હતી અંગ્રેજીમાં! (સુધાબેન લેટેસ્ટ ફોન અને લેપટોપ હજુ પણ વાપરે છે!) પણ એ બધું કોઈએ પ્રાદેશિક ભાષા માટે કર્યું નથી. IIT મદ્રાસને ભારત સરકારે કરોડો રૂપિયા આપ્યા પણ આ કામ ન થયું!
સુરેશ બજાજ અને એમની ટીમ કોઈ પણ પ્રકારની સરકારની મદદ વગર આ કામ કરી રહી છે. તેમણે ૭૫૦૦૦ $ તો ખર્ચી નાખ્યા છે! આ એપ મરાઠી, તમિલ અને તેલુગુ ભાષા માટે એપ સ્ટોર પર અવેલેબલ છે અને બીજી ભાષા માટે એ લોકો કામ કરી રહ્યા છે.

Hear2Read એપ કેવી રીતે બની?
હું ટૂંકમાં આ એપની પદ્ધતિ વિષે કહેવા માંગું છું. દા.ત. ગુજરાતી ભાષામાં જો એપ બનાવી હોય તો સૌથી પહેલા ગુજરાતી ભાષા બોલનાર કોઈ વ્યક્તિ શોધવું પડે. ૧૦૦૦૦થી પણ વધુ અલગ અલગ ગુજરાતી વાક્યો બનાવેલો એનો ડેટાસેટ તૈયાર કરવો પડે. પછી એ બધા વાક્યોનું વાંચન કરવાનું. વાંચનનો નિયમ એ કે એમાં કોઈ જ ભાવ નહિ ઉમેરવા. ત્યારબાદ આ બધા વાક્યો મશીનમાં નાખવામાં આવે એટલે કે વાક્યોની text અને એનો રેકોર્ડ કરેલી speech બંને. પછી મશીનને ટ્રેન કરવામાં આવે જેને Machine learning કહેવાય અને એમાંથી સિન્થેટિક વોઈસ જનરેટ થાય અને પછી એની એપ બને જે ગુજરાતીની કોઈ પણ text ને speech માં કન્વર્ટ કરી આપે.
બધા જ પ્રકારની ટેકનોલોજી એમને તૈયાર કરેલી છે પણ સૌથી અઘરું કામ છે વોલેન્ટીયર શોધવાનું.
ગુજરાતી ભાષાની એપનું કામ ક્યારનુંય અટકેલું હતું, કેમ કે કોઈ ગુજરાતી રીડર મળતા ન હતા! છેલ્લે એમનો ભેટો મારી સાથે થયો! મને પહેલા ૪૦૦ વાક્યો આપવામાં આવ્યા અને એનું પઠન એકદમ પ્રોફેશનલ રીતે સ્ટુડિયોમાં કરવામાં આવ્યું. કેટલા બધા રીટેક પછી ૪૦૦ વાક્યોનું રેકોર્ડીંગ થયું. પછી એ આખું રેકોર્ડીંગ મને આપવામાં આવ્યું. મારે એમાંથી ૪૦૦ વાક્યો અલગ કરવાના (એમના એક સોફ્ટવેરથી) + ગુજરાતીના જે વાક્યો લખીને મને આપ્યા હોય એની જોડણી પણ સુધારવાની. આ બધું થતા ૧૫ દિવસ થાય! પછી આ બધા વાક્યો મશીનમાં જાય અને એમાંથી સિન્થેટિક વોઈસ બને અને એનાથી ગુજરાતીની text થી speech ની એપ બની

નોંધ: આ એપ તમને એપ સ્ટોર પર સરળતાથી મફતમાં મળી જશે (અત્યારે તો ગુજરાતીમાં પણ પ્રાપ્ય છે!)
વધારે જાણવા માટે: www.hear2read.com 
ન્યુઝ: http://www.cmu.edu/news/stories/archives/2016/august/hear2read.html

મને ખુબ આનંદ થશે કે મારી નાનકડી મદદથી હજારો આંધળા લોકો ગુજરાતી પુસ્તકો વાંચી શકશે 

 

7 thoughts on “થોડી ખાટી, થોડી મીઠી – (૪) – દિપલ પટેલ

 1. મારી દીકરી અવાજને લખાણમા ફેરવી લખે છે પણ લખાણ ને અવાજમાં ફેરવી આપનાર એપ વિશે
  લંબાણપૂર્વક રસીક માહિતી બદલ ધન્યવાદ

  Liked by 1 person

 2. NICE INFORMATION. ARE YOU HAVE OME INFORMATION HOE TO RIGHT GUJARATI ON ENGLISH KEY PAD COMPUTER? PL. LET FOR PRODUCE BY DETAIL THANK YOU. NICE WORK FOR VISUALLY DISABLE PEOPLE.ONE KIND OF DHRAM DAN. DAN MATE MONEY IS NOT ONLY NECESSARY. YOU CAN DONATE YOUR ORGANE AFTER PASS AWAY.

  Like

 3. આપ સર્વેનો ખુબ આભાર. મારી વાત વાંચવા અને સહકાર આપવા બદલ. અત્યારે એન્ડ્રોઇડ માટે જ પ્રાપ્ય છે એટલે આઇફોનમાં થાય એમ નથી.

  https://www.google.com/inputtools/chrome/ – ગુજરાતી ટાઈપ કરવા માટે સરળ રીત

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s