ઓડિયો- વીઝ્યુઅલ પ્રેઝન્ટેશન – ‘વાચિકમ’ અને ગુજરાતી ગીત – વાગ્મી કચ્છી


આગલા દિવસે આપણે બે એરિયાના કલા અને સાહિત્ય જગતના સૌથી નાનાં સભ્ય, વાગ્મી કચ્છીનો પરિચય કરાવ્યો હતો.

આજે એમના વાચિકમ, (જે ‘બેઠક” દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે) અને એક ગીતની લીંક અહીં મૂકીએ છીએ. આશા છે આપ સહુ સહ્રદયી વાચકો એમની કલાના રસકુંભને વધાવીને, એમને વધુ પ્રોત્સાહિત કરશો.

એમણે “જિંદગી એક સફર હૈ સુહાના” ના એમને ગમતાં ત્રણ જુદા જુદા એપીસોડ અને ત્રણ ગીત મોકલ્યાં છે. આજથી માંડીને રોજ ત્રણ દિવસ સુધી એક એક લીંક મૂકીશું.  “જિંદગી એક સફર હૈ સુહાના”ના બધા જ એપીસોડ્સ, રસિક વાચકો માટે “દાવડાનું આંગણું”માં વાંચવા માટે પણ પ્રાપ્ય છે.

આ “જિંદગી એક સફર હૈ સુહાના” નો એપીસોડ ૨, “ગાતા રહે મેરા દિલ” નીચેની લીંક દ્વારા સાંભળી શકાશે.
https://www.youtube.com/watch?v=ExJQRAFiH2s

નીચે એમનું ગાયેલું એક ગીત, ” Na Na Nahi Aavu Mele – Gujarati Song,
Originally sung by Lata Mangeshkar  માણજો.

 

4 thoughts on “ઓડિયો- વીઝ્યુઅલ પ્રેઝન્ટેશન – ‘વાચિકમ’ અને ગુજરાતી ગીત – વાગ્મી કચ્છી

 1. વાહ
  જાણે હરીન્દ્ર દવેના ગીત .લતા મંગેશકરનો સ્વર અને દિલીપ ધોળકિયાના સંગીતઃજેવું જ મધુરુ
  લાગ્યું આ ગીત

  ના, ના, નહિ આવું, એ… નહિ આવું
  મેળાનો મને થાક લાગે હો
  મેળાનો મને થાક લાગે
  એ… મારે વહેતે ગળે ન હવે ગાવું
  મને થાક લાગે
  મેળાનો મને થાક લાગે

  ક્યાં છે વાયરાની પ્રાણભરી લહેરી
  ક્યાં છે નેહભર્યો સંગ એ સુનેહરી
  ક્યાં એ નજરું કે જેણે મને હેરી
  સખી અમથું અમથું ક્યાં અટવાવું
  મને થાક લાગે
  મેળાનો મને થાક લાગે

  ના, ના, નહિ આવું

  એના પાવાનો સૂર ક્યાંય હલક્યો
  એનો કેસરિયો સાફો ક્યાંય છલક્યો
  એના હોઠનો મરોડ ક્યાંય મલક્યો
  સખી ઓ…સખી ઓ…
  એવા વેરાને કેમ જાવું
  મને થાક લાગે
  મેળાનો મને થાક લાગે

  ના, ના, નહિ આવું, મેળે નહિ આવું
  મેળાનો મને થાક લાગે
  હો મેળાનો મને થાક લાગે
  ધન્યવાદ સુ શ્રી વાગ્મી કચ્છી…
  બીજા ગીતોની આશા

  Like

 2. મજા આવી. જલસો.હાસ્ય અને ગીતસંગીતનો.આ એપીસોડ આંગણામાં વાંચેલો પણ વાચિકમની મજા કંઇ જુદી જ .બે સખીઓએ જે યુકિત પૂર્વક એડવોકેટ ના દાંપત્ય જીવનમાં ડોકિયું કરીને આનંદ માણ્યો તે આપણને ખડખડાટ હસાવે છે. હાજરજવાબી થી ફેંકોલોજી અને ફટકાબાજી કરી નીકળી ગયા. મને અમારી કાઠીયાવાડી કહેવત યાદ આવી. ખાઈને સૂઈ જવું. મારીને ભાગી જવું.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s