મુકામ Zindagi – (૬) – સ્ક્રીપ્ટઃ બ્રિન્દા ઠક્કર – રજૂઆતઃ દિપલ પટેલ


ઓડીયો-વિઝ્યુઅલ પ્રેઝ્ન્ટેશન  માટે નીચેની લીંક પર ક્લીક કરો.

https://youtu.be/0uK0zXoP1K4

રોજની બે અગરબત્તી. સુગંધ સરસ આવે છે એટલે મારુ ધ્યાન એ તરફ હંમેશા જાય જ છે.
મારી બીજી રૂમમેટ. હવે અહીં પીઠ પાછળ બોલવાનો કે ‘ખોદવાનો’ આશય બિલકુલ નથી એ કહી દઉં.
લગભગ દરેક ભગવાન જેમના નામ મને આવડે છે, એમના ફોટા અને મૂર્તિઓ અમારા રૂમમાં છે. હું આવી ત્યારથી છે. ડ્રેસિંગ ટેબલના અરીસા પાછળ એણે ભગવાનને પુરી દીધા છે. સવારે 6 વાગે બે અગરબત્તી રોજ કરે. આરતી ગાય.. સરસ અવાજ છે એનો. મજા આવે. પણ ટાઢક નથી થતી, ખબર નહિ કેમ!

હું આવી એના બે દિવસ પછી જ એવું બનેલું કે ટ્યુબલાઈટ પાસે ગરોળી દેખાણી. પેલીને બહુ ગુસ્સો આવ્યો, અને જોરથી ચપ્પલ છૂટટુ ફેંક્યું. પણ ગરોળી માણસની વૃત્તિ કરતાં વધારે ચપળ હોય છે!

બાથરૂમમાં એકવાર કાનખજૂરા જેવું જીવડું દેખાયું, મેં એને કહ્યું કે હું સાવરણી લઈને આવું છું ત્યાં સુધી બાથરૂમમાં ન જઈશ. હું પાછી આવી ત્યાં સુધી એ જીવડાના બે કટકા એણે સળિયાથી કરી નાખેલા અને ડસ્ટબિનમાં એની લાશ પડી હતી!

અમારા પી.જી.ના આન્ટીની 4 વર્ષની છોકરીએ મારી રૂમમેટની ગેરહાજરીમાં એની મધની બોટલમાંથી એક ચમચી મધ ખાધેલું, અને થોડું ઢોળ્યું હતું. એણે સખત ઝઘડો કરેલો આંટી સાથે અને 105 રૂપિયા રોકડા લીધા! એણે કહ્યું કે હવે એ આ મધ નહિ વાપરે એટલે નવું લેવું પડશે. એ 4 વર્ષની ટેણીનું નામ પણ ‘હની’ છે બોલો!

આજે રવિવાર! અત્યારે એણે શાંતિથી અગરબત્તી કરી. રોજ તરત અરીસા વાળો દરવાજો બંધ કરી દે, આજે ખુલ્લો રાખ્યો. મેં પૂછ્યું કેમ? તો કહે કે ‘યાર… આજ હમારા મૂડ બહોત હી ખરાબ હૈ! ભગવાનજી કો ભી તો પતા ચલે કી આજ હમ ખુશ નહિ હૈ! રોઝ હમ ઇતની પૂજા કરતે હૈ ઉનકી, ઉનકો ભી તો પતા ચલે કી કુછ રિટર્ન ભી દેના પડતા હૈ’!
બિચારા ભગવાન!!
મને લાગે છે કે રોજ થતી અગરબત્તીનો ફક્ત ધુમાડો જ એમના સુધી પહોંચતો હશે! કારણકે એમને તો ફક્ત માનવતાની સુગંધ જ અનુકૂળ આવે છે. જે આ રોજ જીવાતી આપણી જિંદગી એમને નથી આપી શકતી!

આપણે ભલે જગતના તાત નથી, પણ કંઈક તો છીએ ને! કોઈ બાળકના માસુમ હાસ્ય સામે, એક નિજ મસ્તીમાં વિચરી રહેલા જીવ સામે આ અગરબત્તી અને દીવાઓ કેમ મેદાન મારી જાય છે??

~ Brinda Thakkar

2 thoughts on “મુકામ Zindagi – (૬) – સ્ક્રીપ્ટઃ બ્રિન્દા ઠક્કર – રજૂઆતઃ દિપલ પટેલ

  1. drek jiv sarkha che. up vatra juda juda che. like dress we wear. bhagvad gita anusar 84 lakh vakhat jiv yoni badle che. parunto jiv to tej che. pachi manav janam thy che. drek jiv prtye prem -lagni- saman drusty rakho tej prabhu bhakti. tamara jiv ne jetlo sachvo cho tetlaj bija jiv ne sachvvo te j mansai rakho ne savhi prbhu bhakti thai gai. mandire javani ke aggarbutti karvani jarur nathi. krishana bhagwa ne arjun vati manav ne sachi salah api che. pan aje nam kamava ma bhadha padi gaya che. dekhav karvma padi gaya che. shri dipal ben no lekh andhda ne dekhto karva no che. dekhav kava ma thi bahar avvnaro ne suchan apeche. excellent for to day atmoshphere.

    Liked by 2 people

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s