કવિ ભગવતીકુમાર શર્મા -એક સુરીલી સ્મૃતિવંદના – અમર ભટ્ટ


કવિ ભગવતીકુમાર શર્મા (જન્મ તારીખ :31 મૅ): જન્મદિને સુરીલી સ્મૃતિવંદના

https://youtu.be/xqrYDQmK9Z8

ગીત, ગઝલ, સૉનેટ, અછાંદસ વગેરે તમામ કાવ્યપ્રકારોને સરખી કુશળતાથી તાગનાર ને ખેડનાર કવિ. એમનું  ખૂબ જાણીતું ગીત છે –
‘મારે રુદિયે બે મંજીરાં,
એક જૂનાગઢનો મ્હેતો ને બીજી મેવાડની મીરાં’.
એમની આ ગઝલ જુઓ-
‘અમે આંધી વચ્ચે તણખલાંના માણસ
પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ
ફટાણાંના માણસ, મરશિયાંના માણસ,
અમે વારસાગત સમસ્યાના માણસ,
અમે અમને જ મળવાને ઝૂરતાં જ રહીએ
સડકવન્ત ઝિબ્રાતા ટોળાના માણસ’
એમની ત્રણ રચના અહીં પ્રસ્તુત છે. પ્રથમ એક ગઝલ પઠન સ્વરૂપે છે- ‘ગઝલબઝલ’- પ્રયોગશીલ ગઝલ  છે. દ્વિરુક્તિ શબ્દપ્રયોગથી  આપણે અજાણ નથી જ- દાખલા તરીકે  ‘પાણીબાણી પીશો?’,  ‘કાંઈ કામબામ હોય તો કહેજો’-
ગઝલમાં કવિએ એ પ્રયોગ કર્યો છે.
‘અક્ષરબક્ષર કાગળબાગળ શબ્દોબબ્દો
પરપોટેબરપોટે ક્યાંથી   દરિયોબરિયો
શ્વાસબાસમાં વાસ જાતા માંસની આવે
સમયબમયનો ખાધોબાધો   ફટકોબટકો’
‘અર્થબર્થ સૌ વ્યર્થ’; ‘ફટકોબટકો’ જેવા પ્રયોગો અર્થસભર પણ ગમશે.
બીજી એક ગઝલ તરન્નુમમાં ગાનરૂપે છે. શરણાઈ, હરિફાઇ, તનહાઈ, અદેખાઈ ને સરસાઈ તરફ કવિ નમ્રતાપૂર્વક ધ્યાન દોરે છે- ‘તો જુઓ!’.

કેવી હઠે ચડી છે   આ શરણાઈ તો જુઓ
ડૂસકાંની સાથે એની હરિફાઇ તો જુઓ.

આવ્યું-ગયું ન કોઈ તમારાં સ્મરણ સિવાય
કેવી સભર  બની છે આ  તનહાઈ તો જુઓ

અંધાર લીલોછમ અને ટહુકાના આગિયા
ઝળહળ સુગંધ વેરતી અમરાઈ તો જુઓ.

પડછાયાનીયે કેવી કરે છે એ કાપકૂપ
સૂરજની મારા પરની અદેખાઈ તો જુઓ

બે મત પ્રવર્તે એના વિશે હું તો છું જ છું.
ઈશ્વર ઉપરની મારી આ સરસાઈ તો જુઓ.
કવિ: ભગવતીકુમાર શર્મા
સ્વરકાર-ગાયક: અમર ભટ્ટ

છેલ્લે એક રમતિયાળ ગીત છે જે અમારા આલબમ સ્વરાભિષેક:3માં  વિરાજ ઉપાધ્યાય અને બીજલ ઉપાધ્યાયે ગાયું છે-
‘સૂડી વચ્ચે સોપારી ને સોપારી નંગ સોળ
કે રાજ લવિંગ લ્યો!
સોળ વરસની છોરી એને કાળજે કૂણા સોળ
કે રાજ લવિંગ લ્યો! ‘

કવિ ભગવતીકુમાર શર્માને સાદર અંજલિ.

અમર ભટ્ટ

Sent from my iPhone

Attachments area

4 thoughts on “કવિ ભગવતીકુમાર શર્મા -એક સુરીલી સ્મૃતિવંદના – અમર ભટ્ટ

 1. ‘અમે આંધી વચ્ચે તણખલાંના માણસ
  પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ..વાહ!
  ‘તો જુઓ’ તો અતિ ઉત્તમ. જયશ્રીબેન, પ્રકાશન માટે આનંદ સાથ આભાર.

  Liked by 1 person

 2. .
  કવિ ભગવતીકુમાર શર્મા -એક સુરીલી સ્મૃતિવંદના મા અમર ભટ્ટ દ્વારા સ રસ પઠન
  અને
  ગઝલ નુ તરન્નુમમાં મધુર ગાન ફરી ફરી માણ્યું…
  આનંદ…
  ધન્યવાદ

  Like

 3. nice meaningful GAZAL, ame varsagat samsya na manas. samsayao varsagat chalu rehvani che ane chalu rahi che, jindgi khud samsaya che. daskao pahela kavi shri bhagwati shrma e bhakhy manvi nu future. congratulation to shri amar bhatt. jindgi no sachot uttaer. api didho. kavi shri ni gazal thi.

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s