વિશિષ્ટપૂર્તિ. …કઈંક ખાસ


કઈંક ખાસ… સરયૂ પરીખ, હરીશ દાસાણી, ઈલા મહેતા

નીતરતી સાંજ

નીતરતી સાંજ્ફોટો
   ચિત્રઃ દિલીપ પરીખ                                   નીતરતી સાંજ

 આતુર આંખો રે મારી બારણે અથડાય,
  વાટે   વળોટે    વળી    દ્વારે   અફળાય.

ગાજવીજ   વર્ષા   ને   વંટોળો   આજ,
  કેમ   કરી  આવે  મારા  મોંઘેરા  રાજ!

અરેથંભોને  વાયરા આગંતુક  આજ,
  રખે  એ    આવે  તમ  તાંડવને  કાજ.

મૌન મધુ  ગીત  વિના  સંધ્યાનું સાજ,
 ઉત્સુક  આંખોમાં   ઢળે  ઘનઘેરી  સાંજ.

વિખરાયાં વાદળાં  ને  જાગી  રે  આશ,
  પલ્લવ  ને   પુષ્પોમાં   મીઠી   ભીનાશ.

ટપ ટપ ટીપાંથી હવે નીતરતી   સાંજ,
   પિયુજીના   પગરવનો   આવે   અવાજ.
——   સરયૂ પરીખ
પ્રીત ગુંજનઅને “દેશવિદેશ” માં પ્રકાશિત.

પ્રતિભાવઃ સપ્ટેમ્બર ૨૦૦૭. શબ્દોની પસંદગી અને ભાવનું નિરુપણ મઝાનું છે. ચિત્રાત્મકતા અને પ્રતિકાત્મકતા  પણ ધ્યાન ખેંચે છે. જુઓ : આંખોનું અંદર-બહાર અથડાઈને વળી વળી પાછું બારણે આવવું; મૌન અને ગીત વગરનું સંધ્યાનું સાજ (વાદ્ય); ઉત્સુક આંખોમાં ઢળતી ‘ઘનઘેરી’ સાંજ (બહુ મઝાનો સમાસ -ઘન =સઘન અને વાદળ બંને અર્થો થાય ! એનાથી ઘેરાયલી !!) ‘સાજ’ અને ‘સાંજ’ શબ્દોનો વિનિયોગ માણો !! ઉપરાંત વાદળના વિખરાવા સાથે જાગતી આશાની પ્રતિકાત્મકતા; અને છેલ્લે તો આગળ કહ્યું તેમ કાવ્યના નાયકના આવવાના અવાજ સાથે કાવ્યની સફળતાનો સંકેત જ જાણે મળી જાય છે !! છેલ્લી બે પંક્તિઓમાં ‘હવે’ શબ્દની તાકાત જુઓ! એ શબ્દના આવવાથી છેલ્લી પંક્તિ આખા કાવ્યને એક નવું જ પરિમાણ આપી દે છે. સર્જકની આખા કાવ્ય દરમિયાનની ઝંખના ‘હવે’ શબ્દથી નીખરી ઊઠે છે…જુગલકિશોર.

ચિંતનઃ દિલીપ પરીખ… નીતરતી સાંજ. આ કાવ્યનું શિર્ષક છે અને એ અમારા પુસ્તકનું મથાળું છે. સ્થુળ ભાવ – literal meaning  વરસાદ અને તોફાનની વચ્ચે પ્રિયતમની આતુરતાથી રાહ જોતી પ્રેમિકાનું ચિત્ર છે. પ્રિયતમ આવશે કે નહીં તે ભય અને શંકાથી તેનું મન વિહ્વળ છે….થોડીવારમાં વાતાવરણ શાંત થાય છે અને પ્રેમિકાની આશા જાગૃત થાય છે.પ્રિયતમના પગની આહટ અનુભવે છે. આ એક  romantic ભાવ છે.

બીજો એક સુક્ષ્મ ભાવ પણ છે. જીવનમાં આવતા Conflictsને વરસાદ, તોફાનની સાથે સરખાવ્યા છે. એ બધાં અવરોધોની વચ્ચે “આત્મજ્ઞાન” (self knowledge)ની પ્રાપ્તિ માટે પ્રયત્નો હોય છે. જ્યારે એ શંકા ને ભયગ્રસ્ત મન થોડીક પળો માટે શાંત થઈ જાય છે, ત્યારે એ નીરવતામાં કાંઈક સુંદર અનુભૂતિ થાય છે. આ અનુભૂતિને “પ્રિયતમનો પગરવ” – ઈશ્વરનાં પરિચયની ઝાંખી ગણી છે.
——-
નીતરતી સાંજ Essence of Eve. Saryu Parikh
 Paintings by Dilip Parikh. our book published in 2011
                         https://saryu.wordpress.com                      
————————————————————————————————————————————

રાષ્ટ્ર વંદન

“સ્વ”ની સમજથી સમૃદ્ધ આ રાષ્ટ્રને નમું.
વંદન આ માતૃભૂમિને. ૠષિ-રાષ્ટ્રને નમું.

વેદોની ૠચાઓ પ્રગટ થઇ છે અહીં પ્રથમ.
સંસ્કૃત ને સંસ્કૃતિ પ્રગટ થઇ છે અહીં પ્રથમ.
પુણ્ય સલિલા  ગંગા,  યમુનાને  હું   નમું.

અવતારોની  આ ભૂમિને, સૌરાષ્ટ્રને નમું..

પ્રકાશમાં  જે  રત  રહે.  ભારતમાં એ રહે.
અસત્ તમસ્ ને કાળને જીતે તે અહીં રહે.
નગાધિરાજને  નમું. સાગરને  હું નમું.

માટી ચડાવી મસ્તકે આ રાષ્ટ્રને નમું…

જ્યાં શબ્દ,સૂરનો રવિ પ્રકાશતો સતત.
રવીન્દ્રની વીણામાં  સૂર પ્રેમનો સતત.
એ વિશ્વભારતીમાં  વિશ્વ-માનવી   મળે.

સુંદર ને સત્ય,શિવ રવીન્દ્ર રાષ્ટ્રનેનમું…

ત્રિગુણોથી પર એ અત્રિની પવિત્ર ભૂમિ આ.
દઇ  દીધું છે  સમસ્ત;દત્તની  ભૂમિ છે આ.
રોહાની  રાજ વિદ્યા,  મહાયોગને    નમું.
પ્રગટયા જ્યાં પાંડુરંગ,મહા-રાષ્ટ્રને નમું.

હરીશ દાસાણી.

રંગોળી…  ઈલા મહેતા

.    ૨અ   રા૨

રા૧  રંજન્માષ્ટમી

૧

About SARYU PARIKH

INVOLVED IN SOCIAL VOLUNTEER WORK. HAPPILY MARRIED. DEEPLY INTERESTED IN LITERATURE, ADHYATMIK ABHYAS,MUSIC AND FAMILY. EDUCATION IN SCIENCE AT BHAVNAGAR AND BARODA.

3 thoughts on “વિશિષ્ટપૂર્તિ. …કઈંક ખાસ

 1. વિશિષ્ટપૂર્તિ. …કઈંક ખાસમા
  મા. દિલીપ પરીખ ના સુંદર ચિત્ર અનુરૂપ સુ શ્રી સરયૂ પરીખની સ રસ રચના નીતરતી સાંજ
  ટપ ટપ ટીપાંથી હવે નીતરતી સાંજ,
  પિયુજીના પગરવનો આવે અવાજ.
  અમારા જેવા અનેકોની સુંદર અનુભિતીની વાત
  શ્રી હરીશ દાસાણીની સરસ રાષ્ટ્ર વંદન રચના
  … ઈલા મહેતાની મઝાની રંગોળી

  Liked by 1 person

 2. વિશિષ્ટ પૂર્તિ અંગત પ્રેમ,રાષ્ટ્ર પ્રેમ,સંસ્કૃતિ પ્રેમ અને પ્રભુપ્રેમના રંગોની સુંદર મનમોહક રંગોળી છે.આ રંગોળીઓનું સૌદર્ય અનુપમેય છે અને કાયમી છે.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s