શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –સાતમો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ


શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –સાતમો અધ્યાયજયશ્રી વિનુ મરચંટ

શ્રીમદ્ ભાગવત મહાપુરાણ અથ શ્રી ભાગવત કથા
પ્રથમ સ્કંધ – સાતમો અધ્યાય – અશ્વત્થામા વડે દ્રૌપદીના પુત્રોનું માર્યા જવું અને અર્જુને કરેલું અશ્વત્થામાનું માન-મર્દન

 (પ્રથમ સ્કંધના છઠ્ઠા અધ્યાયમાં આપે વાંચ્યું કે, દેવર્ષિ નારદે, વ્યાસજીને પોતાના પૂર્વજન્મની અને આ જન્મની વાત કહીને, જવાની અનુમતિ માગી અને વિણા વગાડતા વગાડતા સહજ રીતે ચાલ્યા ગયા અને વેદવ્યાસજી જેવા અનેકોઅનેકને, પ્રભુનું યશોગાન કરીને ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનો રસ્તો ચીંધતા ગયા. આંગળી ચીંધ્યાનું પુણ્ય બહુ મોટું છે. હવે અહીંથી વાંચો આગળ) 

શૌનકજીએ પૂછ્યુંઃ હે સૂતજી, સર્વજ્ઞ તથા સર્વશક્તિમાન વ્યાસ ભગવાને નારદજીનો અભિપ્રાય સાંભળી લીધો પછી શું કર્યું?

શ્રી સૂતજી કહે છેઃ હે શૌનકજી, આ પ્રશ્ન ખૂબ મહત્વનો છે. કારણ જ્ઞાની પુરુષો, સાધુસંતો પાસેથી શીખ લઈને દેશકાળની મર્યાદાનુસાર અને અનુરૂપ અમલમાં મૂકે છે. આ જ મૂળભૂત ફરક છે જ્ઞાની અને અજ્ઞાનીમાં. બ્રહ્મનદી સરસ્વતીના પશ્વિમ કાંઠા પર શમ્યાપ્રાસ નામનો એક આશ્રમ છે. ત્યાં ઋષિઓના યજ્ઞો થતા રહે છે. ત્યાં જ વ્યાસજીનો પોતાનો આશ્રમ છે. તેની ચારે તરફ બોરડીનું વન છે. એ જ આશ્રમમાં બેસીને તેમણે આચમન કર્યું અને સ્વયં પોતાના મનને સમાહિત કર્યું. તેમણે ભક્તિયોગ વડે પોતાના મનને એકાગ્ર અને નિર્મળ કરીને આદિપુરુષ પરમાત્માને જોયા અને તેમના આશ્રયે રહેનારી માયાને પણ જોઈ. આ જ માયાથી મોહિત થઈને આ જીવ મૂળમાં ત્રણે ગુણોથી અતીત હોવા છતાં પણ પોતાને ત્રિગુણાત્મક માની લે છે અને આને કારણે તે જીવ જન્મ-મરણના ફેરામાં અને બંધનમાં અટવાય છે. આમાંથી ઉગરવાનો કેવળ એક જ માર્ગ છે અને તે છે ભક્તિયોગ. ભક્તિયોગ માયા અને આત્માને અલગ રીતે જોતાં શીખવે છે. આ જ વાત સંસારીઓને શીખવવા માટે વેદવ્યાસજીએ પરમહંસોની સંહિતા એવા શ્રીમદ્ ભાગવતની રચના કરી. આ ભાગવતના શ્રદ્ધાપૂર્વકના શ્રવણ માત્રથી પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે પરમ પ્રેમમય ભક્તિ આપમેળે થઈ જાય છે. આમ કરવાથી જીવનો શોક, ભય, મોહ, માયા અને ક્રોધ નષ્ટ થઈ જાય છે. તેમણે આ ભાગવત સંહિતાનું નિર્માણ અને તેની પુનરાવૃત્તિ કરીને આને પોતાના નિવૃત્તિ-પરાયણ પુત્ર શુકદેવજીને ભણાવ્યું.

 શૌનકજીએ પૂછ્યુંઃ શ્રી શુકદેવજી તો જન્મજાત નિવૃત્તિ-પરાયણ છે, તેમને કોઈ પણ વસ્તુની અપેક્ષા નથી, તેઓ સદા આત્મામાં જ રમણ કરે છે તો પછી તેમણે આ વિશાળ ગ્રંથનું અધ્યયન શા માટે કર્યું?

શ્રી સૂતજી કહે છેઃ શ્રી શુકદેવજી વેદવ્યાસના પુત્ર તો છે પણ ભગવાનના ભક્તોના પ્રિય પણ છે. તેમણે ભગવાન પ્રત્યેના અસીમ પ્રેમ અને ભક્તિને કારને આ વિશાળ ગ્રંથનું અધ્યયન કર્યું.

પછી સૂતજી આગળ કહે છે, હે શૌનકજી! હવે હું રાજર્ષિ પરીક્ષિતના જન્મ, કર્મ અને મોક્ષની તથા પાંડવોના સ્વર્ગારોહણની કથા કહું છું. જે સમયે મહાભારતના યુદ્ધમાં કૌરવો અને પાંડવો – બંને પક્ષોના ઘણા બધા વીરો વીરગતિ પામી ચૂક્યા હતા અને ભીમસેનની ગદાના પ્રહારથી દુર્યોધનની જાંઘ ભાંગી ચૂકી હતી, ત્યારે અશ્વત્થામાએ પોતાના સ્વામી સ્વામીનું તર્પણ કરવા, દ્રૌપદીના સૂતેલા પાંચે પુત્રોના મસ્તક કાપીને તેને ભેટ આપ્યાં. આ ઘટના દુર્યોધનને પણ નીચતાપૂર્ણ લાગી. આ બાજુ, દ્રૌપદી પોતાના પુત્રોનું નિધન જોઈને અત્યંત દુઃખી થઈ. એનાં આંસુ રોક્યાં રોકાતાં નહોતા. તેને સાંત્વના આપતાં અર્જુને કહ્યું, “હે કલ્યાણી, હું એ અધમ અને આતતાયી બ્રાહ્મણનું માથું કાપીને તારા પગ પર મૂકીશ પછી જ પુત્રોની અન્ત્યેષ્ટિ ક્રિયા કરી સ્નાન કરજો.” અને જે રથના સારથી શ્રી કૃષ્ણ છે અને જેમની ધ્વજા પર શ્રી હનુમાનજીએ બિરાજે છે એવા રથ પર બેસીને અર્જુને અશ્વત્થામાનો પીછો કર્યો. આ બાજુ જ્યારે અશ્વત્થામાએ જોયું કે અર્જુન એને હવે છોડશે નહીં આથી એને થયું કે બ્રહ્માસ્ત્ર એક જ એવું સાધન છે જેના વડે એ બચી શકશે. એની ચિંતા એ હતી કે એને બ્રહ્માસ્ત્ર વાપરતા તો આવડતું હતુ પણ પાછું વાળતાં આવડતું નહોતું. તો પણ, પ્રાણનું સંકટ જોઈને એણે બ્રહ્માસ્ત્ર છોડ્યું. અડધી વિદ્યા, અવિદ્યાથી પણ વધુ ઘાતક હોય છે, એમાં સર્વનાશ તો થાય પણ આ અડધી વિદ્યાથી સ્વ-નાશ પણ થાય છે. અશ્વત્થામાએ છોડેલા બ્રહ્માસ્ત્રનું તેજ બધી દિશાઓમાં પ્રંચડતાથી ફેલાઈ ગયું. આ જોઈને આ બાજુ અર્જુને પણ શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી કે, “હે દેવાધિદેવ, શ્રી કૃષ્ણ! આ ભયંકર તેજ ચારે બાજુથી મારી તરફ આવી રહ્યું છે પણ શા માટે આવી રહ્યું છે તે હું જાણતો નથી.”

શ્રી કૃષ્ણ બોલ્યા, “હે અર્જુન, આ અશ્વત્થામાએ છોડેલું બ્રહ્માસ્ત્ર છે. એક વાત તુ જાણી લે કે પ્રાણસંકટ ઊભું થવાથી તેણે આનો પ્રયોગ તો કરી લીધો છે પણ તે આ અસ્ત્રને પાછું વાળવાનું જાણતો નથી. અન્ય કોઈ શાસ્ત્રમાં આને દબાવી દેવાની શક્તિ નથી. તું શસ્ત્ર-અ્સ્ત્ર વિદ્યાને બહુ સારી રીતે જાણે છે. બ્રહ્માસ્ત્રના તેજથી તું આ બ્રહ્માસ્ત્રની પ્રચંડ આગ હોલવી દે.”

અર્જુને ભગવાનની વાત સાંભળીને બ્રહ્માસ્ત્રના નિવારણ માટે, બ્રહ્માસ્ત્રનું સંધાન કર્યું. બંને બ્રહ્માસ્ત્રો એકમેકથી ટકરાઈને સમગ્ર પૃથ્વી-આકાશમાં એનું તેજ ફેલાઈ ગયું અને પ્રલયકાલીન સૂર્ય અને અગ્નિની જેમ વધવા માંડ્યું. ત્રણેય લોકને દઝાડનારી પ્રચંડ તેજ જ્વાળાઓથી પ્રજા બળવા માંડી. બધાંને એમ જ થયું કે આ પ્રલયકાળનો સાંવર્તક અગ્નિ છે. તે અગ્નિથી પ્રજાનો નાશ થતો જોઈ છેવટે અર્જુને બંને અસ્ત્રો પાછાં વાળ્યાં. અર્જુને તે પછી અશ્વત્થામાને પકડિ લીધો. અરુજ્નનું આખું શરીર ક્રોધથી કાંપતું હતું. શ્રી કૃષ્ણએ આ જોયું અને અર્જુનને શાંત પાડવા અને અધર્મ કરતો અટકાવવા, એની પરીક્ષા કરતા હોય તેમ કહ્યું, કે, “હે અર્જુન, આણે દ્રૌપદીના સૂતેલા પુત્રોને હણીને અધમાધમ અને અધર્મ આચરતું કૃત્ય કર્યું છે. આનો વધ કરવો યોગ્ય જ છે. તું એને મારી નાખ. આમેય તેં મારી સમક્ષ જ દ્રૌપદી સામે પ્રતિજ્ઞા કરી હતી કે તું આનું માથું વાઢીને લાવીશ. તો લે, પૂરી કર તારી પ્રતિજ્ઞા!” અર્જુન શાંત થયો અને હવે આ રીતે એને ગુરુપુત્રને હણવાની ઈચ્છા ન થઈ. એ પછી શ્રી કૃષ્ણ સાથે પોતાની છાવણીમાં ગયો અને અશ્વત્થામાને, પોતાના પુત્રો માટે શોક કરતી દ્રૌપદીને સોંપ્યો.

દ્રૌપદીએ જોયું કે ગુરુપુત્ર અશ્વત્થામાને પશુની જેમ બાંધીને લાવવામાં આવ્યો છે. એણે કરેલા નિંદનીય કૃત્યને કારણે તેનું મુખ નમી ગયું છે. પોતાને આટલું દુઃખ આપનારા ગુરુપુત્રને આ દશામાં જોઈને દ્રૌપદીનું હ્રદય પણ પીગળી ગયું. દ્રૌપદી રાજરાણી હતાં અને એક રાજરાણીને અને એક સન્નારીને શોભે એવી ગરિમાથી સતી દ્રૌપદી બોલ્યાં, “જેમના પિતા, તમારા ગુરુ આચાર્ય શ્રી દ્રોણની અસીમ કૃપાથી તમે આ શસ્ત્ર અને શાસ્ત્રોની વિદ્યા ભણ્યા છો, એમના જ પુત્રને આમ બંધકની જેમ રાખીને, એને વ્યથા પહોંચાડવી એ ધર્મ કાર્ય નથી. જેમ હું મારા પુત્રો માટે રડી રહી છું તેમ, આ બ્રાહ્મણની માતા ગૌતમી એના આ પુત્ર માટે વ્યથિત થઈને ન રડવી જોઈએ.”

સૂતજી આગળ કથા કહે છેઃ હે શૌનકાદિ ઋષિઓ, દ્રૌપદીની વાત ધર્મ અને ન્યાયને અનુકૂળ હતી. તેમાં કપટ ન હતું, કરૂણા અને સમતા હતી. તેથી રાજા યુધિષ્ઠિર સહિત નકુળ, સહદેવ, સાત્યકિ, અર્જુન, અને ભગવાસ્વામીને ખુશ કરવાના હેતુથી મારી નાખ્યા એનો તો વધ કરવો જ ઉત્તમ છે.”

આ સમયે આ સમસ્યાનો તોડ કાઢતાં શ્રી કૃષ્ણ કહે છે કે, “બ્રાહ્મણ પતિત હોય તો પણ એનો વધ ન કરવો જોઈએ અને આતતાયીને તો જીવતો ન છોડવો જોઈએ – આ બે વાતો મેં જ શાસ્ત્રોમાં કહી છે. તેથી હે અર્જુન આ સમસ્યાનો ઉકેલ લાવવા હવે તું મારી એ બંને આજ્ઞાઓનું પાલન કર. આ સાથે તેં દ્રૌપદી સામે જે પ્રતિજ્ઞા લીધી હતી એનું પણ પાલન કર અને ભીમસેન તથા મને જે પ્રિય હોય તે પણ કર.”

સૂતજી કહે છે – અર્જુન તરત જ ભગવાનના હ્રદયની વાત પામી ગયો. તેણે તલવારથી અશ્વત્થામાના માથાનો મણિ એના વાળ સાથે ઉતારી લીધો. બાળકોની હત્યા કરવાથી તે શ્રીહીન તો આમેય થઈ ગયો હતો, હવે મણિ અને બ્રહ્મતેજથી પણ રહિત થઈ ગયો. ત્યાર બાદ અર્જુને એનું બંધન ખોલી નાખ્યું અને તેને છાવણીમાંથી કાઢી મૂક્યો. આ જ અધમ બ્રાહ્મણોનો વધ છે. તેમના માટે આનાથી જુદું શારીરિક વધનું વિધાન નથી. પુત્રોના મૃત્યુથી દ્રૌપદી અને પાંડવોએ પોતાના પુત્રોની અને યુદ્ધમાં મૃત અન્ય ભાઈ-બંધુઓની અંત્યેષ્ટિક્રિયા કરી.  ન શ્રી કૃષ્ણ, સહુએ એનું સમર્થન કર્યું. પણ ક્રોધિત ભીમસેને કહ્યું, “જેણે સૂતેલા બાળકોને પોતાના

ઈતિ શ્રીમદભાગવત મહાપુરાણનો પ્રથમ સ્કંધનો દ્રોણિનિગ્રહો નામનો સાતમો  અધ્યાય સમાપ્ત થયો
શ્રીમન્ નારાયણનારાયણનારાયણભગવદ્ નારાયણનારાયણનારાયણ.

વિચાર બીજઃ

. બ્રહ્માસ્ત્ર એટલે આજના યુગની મિસાઈલસનો કોઈ કોન્સેપ્ટ હશે કદાચ? મિસાઈલ્સને છોડવા માટે અને પાછી વાળવા માટે જે પ્રકારના ચોક્સાઈવાળા – Precision અને વિશુદ્ધતાવાળા, કોઈ પણ ભૂલ વિનાનાં – Accuracy -વાળા સોફ્ટવેર જોઈએ એ શું એ સમયમાં હશે? શું કોઈ અન-અધિકૃત આ જ્ઞાન લઈને એનો દુરુપયોગ ન કરે એ માટે આ જ્ઞાનને ચમત્કારિક વિદ્યા તરીકે રજુ કરવામાં આવી હશે? આ વિચારનું વધુ વિશ્લેષણ થવું જોઈએ.

. બ્રહ્માસ્ત્રના છોડતાં એના તેજકિરણોની આડ અસરમાં લોકો બળતાં હતાં એવું આમાં આલેખેલું છે તો એટલું તો નક્કી કે બ્રહ્માસ્ત્ર કોઈ ન્યુક્લીયર હથિયાર હોવા જોઈએ અને એટોમિક હથિયારના વપરાતાં માણસજાત પરની આડ અસરનું ઉદાહરણ બીજા વિશ્વયુદ્ધમાં મળી ચૂક્યું છે, જેને હજી સો વરસ પણ નથી થયાં.

. માથાના મણિ સાથે અશ્વત્થામા જન્મ્યો હતો. આ મણિ એટલે શું હશે? એનું મહત્વ શું? એને ઉતારી લેવાથી, અશ્વત્થામાએ એવું તે શું ગુમાવ્યું? આના વિષે વાચકવર્ગ પાસેથી વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણના અભિપ્રાયો સાંભળવા ગમશે.

3 thoughts on “શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –સાતમો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ

 1. શ્રીમદ્ ભાગવત મહાપુરાણ અથ શ્રી ભાગવત કથામા અશ્વત્થામા વડે દ્રૌપદીના પુત્રોનું માર્યા જવું અને અર્જુને કરેલું અશ્વત્થામાનું માન- મર્દન કથા માણવાની મઝા આવે છે.આપના વિચારબીજમા આ કથાઓને સાયન્સ રીતે સમજાવવા પ્રયત્ન કરો છો તે સાંપ્રત સમયમા જરુરી છે પણ જે કથાઓ પ્રતિકાત્મક છે અને આધ્યાત્મ જે સાધનાથી સમજી પામવાનું છે તેમા પુરેપુરુ સફળ ન થવાય તે સ્વાભાવિક છે.
  વૈદિક શાસ્ત્રો પદ્યમય સંસ્કૃત ભાષામાં રચાયેલ હોવાથી સાધારણ લોકો તેને સમજી શકતા નથી, એટલે વૈદિક શાસ્ત્રોનું જ્ઞાન ફક્ત વિદ્વાનો પૂરતું જ સીમિત રહી ગયું. જયારે ગદ્યમય પ્રાદેશિક ભાષાઓમાં અને રોચક વાર્તાઓના રૂપમાં રચાયેલ પુરાણોનું જ્ઞાન સાધારણ લોકોને શીરાની જેમ ગળે ઉતરી જાય તેવું હોવાથી પુરાણો પોતાના ઉદ્દેશ્યને પાર પાડવામાં સફળ રહ્યાં છે.
  હાલ રેશનાલીસ્ટ કહેવાતાઓને વૈજ્ઞાનિક રીતે સમજાવવાના પ્રયત્નોમા …
  ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રી દિનેશ શર્માએ શુક્રવારે સીતાના જન્મની સરખામણી ટેસ્ટ ટ્યૂબ બેબી સાથે કરી છે સીતાનો જન્મ ધરતીની અંદરથી નીકળેલા માટીના ઘડામાં થયો હતો. તેનો મતલબ છે કે રામાયણકાળમાં પણ ટેસ્ટ ટ્યૂબ દ્વારા બાળક પેદાના કરવાની ટેકનિક હશે.
  તેમણે કહ્યું કે નારદજી પહેલા પત્રકાર હતા.ગણેશ પ્લાસ્ટીક સર્જરીનું ઉદાહરણ:
  કર્ણનો જન્મ સ્ટીમ સેલ ટેક્નૉલૉજીના કારણે થયો હતો.
  હવે આપણે વિચાર બીજઃ૩ વિષે જાણવા પ્રયત્ન કરીએ.પ્રતિકાત્મક મહાભારત કથા-
  ભીમે દ્રૌપદીને કહ્યું:’આ તો આતતાયી છે. તેને મારવામાં પાપ નથી.’
  એ વખતે શ્રીકૃષ્ણે કહ્યું: ‘દ્રૌપદી બરાબર કહે છે. અશ્વત્થામાને મારવાની જરૂર નથી. તેનું અપમાન કરીને કાઢી મૂકો. અશ્વત્થામા માટે એનું અપમાન જ એના મરણ બરાબર છે.’
  તે પછી અશ્વત્થામાનો વધ કરવાના બદલે તેના માથામાં જે મણિ હતો તે કાઢી લીધો. અશ્વત્થામા તેજહીન બન્યા. અશ્વત્થામાને જવા દીધા.મણિ વિનાનો અશ્વત્થામા જંગલમાં ચાલ્યો ગયો
  હવે આપણે તેજહીન બનાવવાની વાતને વૈજ્ઞાનિક રીતે સમજવા પ્રયત્ન કરીએ–
  The frontal lobe is the part of the brain that controls important cognitive skills in humans, such as emotional expression, problem solving, memory, language, judgment, and sexual behaviors. It is, in essence, the “control panel” of our personality and our ability to communicate.Damage to the frontal lobe can cause increased irritability, which may include a change in mood and an inability to regulate behavior…dementia ગાંડપણ લાગે છે.

  Liked by 1 person

 2. મુરબ્બી વડીલ પ્રજ્ઞાબેન, આપનું અશ્વત્થામાના મણિનું વૈજ્ઞાનિક વિશ્લેષણ ખૂબ જ લોજીકલ લાગે છે. આભાર.

  Like

 3. brahmokshtra ne pachu khechileva vyase arjun ne pachu khechi leva janavyu. arjun te vidya jane che.ne jagat na kalyan ni icha thi ene pachu kheche che drone teno syaim putra ashvtma ne pandvo thi chupi rite ketlik gupt vidya shikhvadi che. pan ashvtma a pale lachar thi gyo che a uper thi anuman thay ke varsho pahela aj na scientist mafk technology janta hata. dev viman. te pan technogy sabit kare che. parantu prachar na thyo. ane loko bahu gyani na hata ajna samye che tetla. tethi technology no prachar na thayo. tevu maru manvu che. jem ke CHRAK RUSHI E TEMNA PUSTAK MA JE DAVAO-VANASPATI SUGGET KARI CHE TE AJ NA ALLOPETHY MEDINE NI SARKHAMNI KARECHE. TETHI VARSHO PAHELA VAIDYA ZANDU E TE PUSTAL CHARK UPER THI ZANDU PHARMACEUTICALS NI SHARUAT KARI HATI.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s