મૂંઝવણ – યામિની વ્યાસ – આસ્વાદઃ જયશ્રી મરચંટ


મૂંઝવણ

દરિયામાં
પડું પડું થતાં સૂરજને
મેં મારી નજરથી ટેકવી રાખેલો..
તું આવે ત્યાં સુધી…..

ને પછી,

મારી આંખ જ દરિયો !
સૂરજની મૂંઝવણ
હવે ક્યાં ડૂબવું?!!

 • યામિની વ્યાસ

આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ

એક જીવનમાં કેટકેટલી લાગણીઓના ઊંડા સમુદ્રોમાં માણસે માત્ર પગ નહીં, પણ પગથી માથા સુધી જાત આખી ડૂબાડીને જીવતાં રહેવાનું છે! જિંદગીમાં ઉષ્માસભર સવાર માણી છે, બપોરના ધોમધખતા તડકાને પણ હસતાં, હસતાં જીરવી ગયાં કારણ કે સાથે પ્રિયપાત્ર હતું. હવે જીવનની ઢળતી સંધ્યાએ, આંખે કંકુના સૂરજ આથમવા આવ્યા છે. પ્રિયજન સાથે નથી. અને, કદાચ સાથે કદી પાછાં આવશે પણ નહીં, છતાં જીવનની સંધ્યાએ આથમતા સૂરજને, નજરની અમીટ આશના પાશમાં જકડી રાખીને, ડૂબવા નથી દીધો. માત્ર ને માત્ર, ‘કંઈક ચમત્કાર કદાચ થઈ જાય અને તેઓ આવી પણ જાય ઈચ્છાબળને કારણે બન્યું છે. “ચમત્કારમાં પણ થાય ચમત્કાર એવું પણ બને!” પણ જિંદગીમાં ખરેખર તો એવું ક્યાં થવાનું છે? પ્રિયતમ આવતો નથી અને હવે કવયિત્રી એક અદભૂત કાવ્યમયતા સભર શબ્દસૃષ્ટિ રચે છે;

ને પછી,
મારી આંખ દરિયો !
સૂરજની મૂંઝવણ
હવે ક્યાં ડૂબવું?!!”

સૂરજનું ડૂબવાનું નક્કી છે. અહીં, પંક્તિઓ વાંચીને, આત્મસાત કરીને જરા આંખો બંધ કરો તો દેખાશે, જીવતરની સમી સાંજનો સમય, જિંદગીના સાગરતટે, સંધ્યાની લાલિમા ફેલાવીને ડૂબવાની રાહ જોતો પ્રાણરૂપી સૂરજ, જેને રાહ જોતી આંખોની તરસમાં જકડીને રાખ્યો છે. રાહ જોવાયા કરે છે, પ્રિયતમ આવતા નથી, આંસુનો દરિયો હવે આંખોમાંથી વહેવા માંડે છેપ્રાણરૂપી સૂરજને એના નિશ્ચિત સમયે ડૂબવાનું તો છે , પણ એને હવે મૂંઝવણ થાય છે કે ક્યાં જઈને ડૂબે? આંખોમાંથી વહેતા સાત સમંદર મહીં કે પછી ક્ષિતિજ સુધી વિસ્તરેલી, સૂની, શુષ્ક, ડગરના ઝાંઝવામાં? શબ્દચિત્ર આખેઆખું તાદ્રશ થતાં વાચકની આંખોમાં આછા પાણી આવે તો નવાઈ! કવયિત્રીના શબ્દોનો ચમત્કાર છે. બહેન યામિનીબેનનીમૂંઝવણભાવકના દિલની મૂક મૂંઝવણને વાચા આપી જાય છે.

3 thoughts on “મૂંઝવણ – યામિની વ્યાસ – આસ્વાદઃ જયશ્રી મરચંટ

 1. ચિ યામિની વ્યાસના અછાંદસ મૂંઝવણ નો સુ શ્રી જયશ્રી મરચંટ દ્વારા સ રસ આસ્વાદ
  ધન્યવાદ

  Liked by 1 person

 2. મૂંઝવણ
  “આ શબ્દચિત્ર આખેઆખું તાદ્રશ થતાં વાચકની આંખોમાં આછા પાણી ન આવે તો જ નવાઈ! આ કવયિત્રીના શબ્દોનો ચમત્કાર છે. બહેન યામિનીબેનની ‘મૂંઝવણ’ ભાવકના દિલની મૂક મૂંઝવણને વાચા આપી જાય છે.”
  જયશ્રીબહેને એ ભાવ વાચક સુધી પહોંચાડ્યો છે.

  Liked by 1 person

 3. yamini ben na kavya thaki sachi hakikat same ave che kya sudhi priyatam ni rah joi dariyai asu vehavava. yad kayam rehvani che. dariyo nu pani kadi khali thavanu nathi asu her hamesh yad avta asu sari padvana che. dariya jevu vishad dil priyatam ni yad thi bharelu che.be asu sarta dil dil khali nathi thavanu dariya mafak vishal che,prem yad kadi khali thavani nathi

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s