જેમ્સ થર્બરની એક પ્રાણીકથા આપણા બધા માટે
બાબુ સુથાર
મને ઘણી વાર થાય છે કે અમેરિકન લેખક જેમ્સ થર્બરની The Owl Who Was God નામની બોધકથા વર્તમાન સમયને સમજવા માટે ખૂબ ઉપયોગી બને એવી છે. મધરાતનો સમય છે. એક ઘૂવડભાઈ એક ઑક વૃક્ષની ડાળ પર બેઠા છે. ત્યાં જ એમની નીચે પડે છે. નીચે જમીન પર બે છછુંદર લપાતાં લપાતાં જઈ રહ્યાં છે. એમને જોતાં જ ઘૂવડભાઈ એમને પડકારે છે. એ સાથે જ છછુંદરો ત્યાંથી ભાગે છે અને જાય છે સીધાં બીજાં પ્રાણીઓ પાસે. કહે છે: માનો કે ન માનો, પ્રાણીઓમાં ઘૂવડ જ સૌથી વધુ મહાન અને સૌથી વધુ શાણું પ્રાણી છે. કેમ કે એ રાતે પણ જોઈ શકે છે. એમને સાંભળીને પ્રાણીઓના પ્રધાન કહે છે: મારે જાતે જ એની તપાસ કરવી પડશે. પછી પ્રાણીઓના પ્રધાન એક રાતે પેલા ઘૂવડને બોલાવે છે અને પૂછે છે કે શું તું સાચેસાચ રાતે પણ જોઈ શકે છે. ઘૂવડ હા પાડે છે. પછી પ્રધાન એની ચકાસણી કરે છે. એ બે પંજા ઘૂવડને બતાવીને પૂછે છે: બોલ, કેટલા પંજા છે? ઘૂવડ કહે છે: બે. જો કે, પ્રધાન પણ કાંઈ જાય એવા નથી. એ ઘૂવડને બીજો પણ એક પ્રશ્ન પૂછે છે: પ્રેમી શું કરવા પ્રેયસી પાસે જતો હશે? ઘૂવડ કહે: સંવનન કરવા. પ્રાણીઓના પ્રધાન પછી બીજાં પ્રાણીઓ પાસે જાય છે અને કહે છે કે ઘૂવડ સાચેસાચ એક મહાન પ્રાણી છે. એક તો એ અંધારામાં જોઈ શકે છે ને ગમે તે પ્રશ્નનો સાચો જવાબ આપી શકે છે. આપણે એને આપણો નેતા બનાવવો જોઈએ. પણ, એ પ્રાણીઓમાં એક શિયાળ પણ છે. એ પૂછે છે: એ બધું બરાબર, પણ એ ઘૂવડ મહાશય દિવસે પણ જોઈ શકે છે ખરા? બીજાં પ્રાણીઓએ કહ્યું: હા, કેમ નહીં? કેમ કે, એ મહાન છે. પણ, બધાં પ્રાણીઓને શિયાળનો પ્રશ્ન ન ગમ્યો. એટલે એ શિયાળને એમની જમાતમાંથી તગેડી મૂકે છે. થર્બર કહે છે કે સત્તાને પડકારો ત્યારે આવું જ થાય.
પછી પ્રધાન ઘૂવડને સંદેશો મોકલે છે કે તમે અમારા નેતા બનો. ઘૂવડ સંમત થાય છે. બીજા દિવસે ઘૂવડ પ્રાણીઓ પાસે આવે છે. બપોરનો વખત છે. જેમ આપણા નેતાઓ ચૂંટાય પછી એમના અનુયાયીઓ એમનું સરઘસ કાઢે એમ ઘૂવડભાઈ નેતા બન્યા એટલે એમના અનુયાયીઓને પણ એમનું સરઘસ કાઢે છે. એ પણ ધોરી માર્ગ પર. સરઘસના નેતા ઘૂવડભાઈ આગળ ને એમના ભક્તજનો એમની પાછળ. દિવસનો સમય છે. ઘૂવડભાઈને કંઈ દેખાતું નથી. એથી એ ધીમે ધીમે ચાલે છે. તો ભક્તજનો કહે છે: વાહ, જુઓ તો ખરા. કેવી ભવ્યતાથી ચાલી રહ્યા છે આપણા ભગવાન! ચાલતાં, ચાલતાં ઘૂવડભાઈ આંખો પહોળી કરીને એમની આસપાસના જગતને જોવાનો પ્રયાસ કરે છે. તો ભક્તજનો બોલી ઊઠે છે, “વાહ, ભગવાન હો તો આવા જ.”
એ વખતે આકાશમાં એક સમડી ઊડી રહી છે. એનો આ ભક્તજનોમાં સમાવેશ ન’તો થતો. એ દૂરથી પચાસ માઈલની ઝડપે આવતી એક ટ્રક જુએ છે. સમડી પ્રાણીઓના પ્રધાનને એની જાણ કરે છે. પ્રધાન ઘૂવડ મહારાજ પાસે જાય છે. કહે છે: આગળ ભય છે. ઘૂવડ મહારાજ કહે છે, “ચિન્તા કરો નહીં.” પ્રધાન પૂછે છે, “તમને ડર નથી લાગતો?” ઘૂવડ મહારાજ કહે છે, ”શાનો ડર?” મોટા ભાગના નેતાઓ પોતે કોઈનાથી પણ ડરતા નથી, એવી છાપ ઊભી કરતા હોય છે. એ સાથે જ ભક્તજનો બોલી ઊઠે છે, “અરે એ તો ભગવાન છે. એમને ડર શાનો?” એ દરમિયાન ટ્રક ત્યાં આવી જાય છે. સૌ પહેલાં ઘૂવડ મહારાજ પર અને બીજાં પ્રાણીઓ પર ફરી વળે છે. ઘૂવડ મહારાજ કચડાઈને મરી જાય છે. સાથે બીજાં કેટલાંક પ્રાણીઓ પણ. કેટલાંક બચી પણ જાય છે. પણ ઈજા સાથે.
આવી દુર્ઘટનામાં થોડાક ભક્તજનો બચવા જોઈએ. ન બચે તો એમને જે ગુજરી છે એ વાત કોણ કહે? છેક ૧૯૪૦માં પ્રગટ થયેલી આ પશુકથાનો પરિચય આપતી વખતે મારે કેટલાક મૂળ અંગ્રેજી પ્રયોગો સાથે છૂટ લેવી પડી છે. કેમ કે, મૂળમાં છે એ પ્રકારની મજાક અને એ પ્રકારની ટીકા ગુજરાતી ભાષામાં ઊતારવાનું શક્ય ન હતું. એમ છતાં મૂળ કથાનો ‘જોસ્સો’ (નર્મદની ભાષામાં) બદલાયો નથી. આપણામાંના ઘણા વાચકો એવું માનીને ચાલતા હોય છે કે પ્રાણીકથાઓ બાળકો માટે હોય છે. પણ, ના. એ વાત સાચી નથી. પ્રાણીકથાઓ મોટેરાં માટે પણ હોય છે. સમગ્ર જગતમાં સરકાર પસંદ કરવાથી માંડીને બીજાં અનેક કામો મોટેરાં કરતાં હોય છે એમ હોવાથી મને લાગે છે કે બાળકો કરતાં મોટેરાંએ જ વધારે પ્રાણીકથાઓ /બોધકથાઓ વાંચવી જોઈએ અને એમના પોતાના સમયના સંદર્ભમાં સમજવી જોઈએ. પ્રાણીકથાઓ, ભલે લેખન સ્વરૂપે હોય તો પણ, એ ખૂબ જ સરળતાથી એક સંસ્કૃતિમાંથી બીજી સંસ્કૃતિમાં જઈ શકતી હોય છે. એટલું જ નહીં, એ એટલી જ સરળતાથી એક સમયમાંથી બીજા સમયમાં પણ જઈ શકતી હોય છે. અને જ્યારે પણ એ આ રીતે પ્રવાસ કરે ત્યારે ક્યારેક એમની ભાષાનું, એમનાં પાત્રોનું અને એમના પરિવેશનું પણ બલિદાન આપતી હોય છે. પણ, એમની મુખ્ય દલીલ બદલાતી નથી.
દરેક પ્રાણીકથા કોઈકને કોઈક દલીલ કરતી હોય છે. થર્બર આ પ્રાણીકથા પણ એક દલીલ કરે છે. યોગાનુયોગ એ દલીલ થર્બરે પોતે બોધના સ્વરૂપમાં લખી છે. એ કહે છે: તમે ઘણા લોકોને ઘણો લાંબા સમય સુધી મૂરખ બનાવી શકો. વિશ્વભરમાં અત્યારે અનેક દેશોમાં અંતિમવાદી રાજકારણનો ઉદય થઈ રહ્યો છે. મને લાગે છે કે આ રાજકારણ થર્બરની આ પ્રાણીકથાનું પાલન કરી રહ્યું છે. એ પણ માને છે કે તમે લોકોને મૂરખ બનાવી શો. થર્બરે આ બોધ આપવા માટે જે પ્રાણીઓનો ઉપયોગ કર્યો છે એમાં શિયાળનું પાત્ર, ભલે થોડી વાર માટે આવતું હોય તો પણ, ખૂબ રસ પડે એવું છે. આપણે મોટે ભાગે શિયાળને ‘લુચ્ચા પ્રાણી’ તરીકે જોયું છે. અહીં એ બુદ્ધિશાળી પ્રાણી તરીકે આવે છે. એક બીજી વાત પણ નોંધવા જેવી છે. એ છે શહેરી વાતાવરણ. ધોરી માર્ગ અને ટ્રક જેવી વસ્તઓ પંરપરાગત પ્રાણીકથાઓમાં નહીં મળે. થર્બરે ઘૂવડ પણ જાણી જોઈને પસંદ કર્યો છે. કુદરતી વ્યવસ્થાના કારણે જ ઘૂવડ રાતે જોઈ શકે છે પણ બીજાં પ્રાણીઓ પોતે જે નથી કરી શકતાં એ બીજું પ્રાણી કરે તો એમાં એમને દૈવીશક્તિ દેખાય છે.
બાબુભાઈ જગતસાહિત્યમાંથી અદ્ભુત વાર્તાઓ શોધી લાવ્યાં છે. તેમનો ખૂબ ખૂબ આભાર. બાબુભાઈ ના તારણો પણ એક બૌદ્ધિક સ્વસ્થ વિચારધારા આપે છે. તેથી સ્તુત્ય છે. અભિનંદન,બાબુભાઈ.
LikeLike
સત્તાને પડકારો ત્યારે આવું જ થાય.
પ્રેરણાદાયી વાર્તાનો આ સાર ગમ્યો
LikeLike
પહેલી વખત બરાબર સમજ પડે એવી વાર્તા આપી છે.
ખરેખર આજના જમાનાના નેતાઓ ઘુવડથી પણ ગયેલાં છે. ઘુવડ રાતે તો જોઈ શકે છે, નેતાઓને તો ચોવીસે કલાક પૈસા અને ખુરશી સિવાય કઈં દેખાતુંજ નથી હોતું, કે પછી જોવાજ નથી માંગતા અને જોવાની ઈચ્છા હોય તો પણ આજુબાજુ હાથમાં બંદુક પકડીને ચાલતા બોડીગાર્ડો અને ચમચાઓ કઈં દેખવા પણ ન દયે. આ લોકોને શહેરના રસ્તાઓ ઉપર પડેલા ભુવા તો દેખાતાજ ન હોય એ સ્વાભાવિક છે, પણ, રસ્તા ઉપરની ઝુંપડપટ્ટીને પણ દિવાલથી ઢાંકી દેવાનું એટલે એ પણ નજરે ન પડે….!!!! કઈં જોવું પણ નહીં અને દાઝવું પણ નહીં… અને શિયાળ જેવાઓની તો બોલતીજ બંધ કરાવી દયે…
આજના જમાનાને લગતો એક સંવાદ અહીં રજુ કરું છું. જો યોગ્ય ન લાગે તો ફેરફાર કરવાની છુટ છે.
Mind Blowing Question Ans
1- कोरोना कहाँ पैदा हुआ?????
जवाब: चीन में…
2- कोरोना दुनिया भर में कैसे फैल गया?????
जवाब: मुल्कों के बीच सफर करने से…
3- मुल्कों के बीच सफर कैसे होता है?????
जवाब: हवाई जहाज़ से…
4- हवाई जहाज़ कहाँ उतारते है?????
जवाब: एअरपोर्ट पर…
5- मतलब कोरोना देश में कहाँ से घुसा?????
जवाब: एयरपोर्ट से…
6- हमारे देश में कितने इंटरनेशनल एयरपोर्ट है?????
जवाब: 34 .
7- ये सारे एयरपोर्ट्स किसकी निगरानी में है?????
जवाब: केंद्र सरकार के…
अब है बड़ा सवाल…
8- 34 एयरपोर्ट लॉक डाउन करना आसान था या सारा देश?????
जवाब: एयरपोर्ट…
9- चीन में कोरोना के क़हर की खबर दुनियाभर में पहली बार कब फैली?????
जवाब: 8 दिसम्बर को।
10- जनवरी में एयरपोर्ट क्यों नहीं बंद किये गये?????
जवाब: क्योंकि 24 फ़रवरी को डोनाल्ड ट्रंप को अमरीका से भारत आना था…
11- तो क्या तब तक एयरपोर्ट से निकलने वाले हर व्यक्ति का कोरोना टेस्ट कराया गया?????
जवाब: नहीं…
12- WHO कब भारत को लोकडॉन की हिदायत दी थी?????
जवाब: 1फरवरी से।
13- तो सरकार ने लोकडॉन क्यों नही लगाया?????
जवाब : क्योंकि मध्यप्रदेश में सरकार गिरानी थी।
14- तो फिर देश में कोरोना फैलने के लिये कौन जिम्मेदार है?????
जवाब: नेहरू।
क्योकि नेहरू ने ही एयरपोर्ट बनाये थे
LikeLike
Sent from my iPad
>
LikeLiked by 1 person
nehru ne air port banaya , pan airplane ka order kisne diya/ airplan kisne banaya? now jammedar kon He? air plan me bethne ko kisne kaha? apka man ne to jimedar kaun? ap khud.
LikeLike