મિત્રો સાથે વાતો. વિશિષ્ટ પૂર્તિ. ચિત્રકાર…ગીતા આચાર્ય. કાવ્યો..શૈલા મુન્શા અને ઈંદુ શાહ


Gsmil

ગીતા આચાર્ય.

ખુશદિલ કલાકાર, ગીતા આચાર્ય. પોતાની કલા દ્વારા બને તેટલી સમાજ સેવા કરવા તત્પર હોય છે. મુંબઈમાં ડેન્ટીસ્ટની ડિગ્રી અને હેલ્થ કેરમાં એમબીએની ડીગ્રી સાથે વર્ષોથી એક વિશિષ્ટ કાર્ય ક્ષેત્ર- a school and hospital for children and adults with medically complex developmental disabilities માં કાર્ય કરી રહ્યા છે. ભારતમાં પણ સેવાકાર્ય કરતાં રહે છે.
ગીતા કહે છે કે “ચિત્ર દોરવાનો આનંદ હંમેશા અનુભવ્યો છે. પહેલાં ઓઈલ કલરથી શરુ કર્યા પછી વોટર કલર વાપરવાનું વધારે અનુકૂળ લાગ્યું.
Date Agust 2020. Geeta has kindly sent me some pictures with the following note.
Hi Saryu Ben,
I did about 90+ days of daily painting/meditation of stay well cards.
The original cards are for sell for various charities. Take care.
Geeta.
geetaa4@gmail.com  NewJersey.

G1  G2

G3

G4

G5    G6

G7  G8

G9 G10

GeeSari ચિત્રકાર-ડો-ગીતા-આચાર્ય, શ્રી દાવડાસાહેબનું પ્રકાશન માર્ચ/૨૦૧૯ની લિંકઃ https://davdanuangnu.com/2019/03/20/%e0
—————–

સહુ મિત્રોને સમર્પિત આ કાવ્ય,

મિત્રોની પરિભાષા કદી બદલાતી નથી,
યાદ એ બચપણની કદી જાતી નથી!

સંબંધો સહુ જિંદગીના થાય ભલે ઉપર નીચે,
કરી જે દોસ્તી એકવાર, ભુલાતી નથી!

રેતની એ લકીર નથી, ભુંસાય જે વાયરે,
મિત્રતાની એ ઈમારત કાળ થી એ મિટાતી નથી!

મળ્યા ન મળ્યા રોજ, રહ્યા આઘા ભલે વર્ષોથી,
મળ્યા જે ક્ષણે, એ જ મસ્તી રોકી રોકાતી નથી!

પહોંચ્યા ઉમરના એ મુકામે, કદી સાંપડે એકલતા,
વાતો એ દિલની, મિત્ર વિના કોઈને કહેવાતી નથી!

મિત્રોની પરિભાષા કદી બદલાતી નથી,
યાદ એ બચપણની કદી જાતી નથી!

શૈલા મુન્શા તા. ૦૮/૧૬/૨૦૨૦
———-

” ક્ષમાપના”

ઈર્ષા કામ ક્રોધ લોભ મોહ સમા
વાદળોથી મુજ હ્રદયાકાશ અશુધ્ધ

આગ્રહ વિગ્રહ પરિગ્રહનો કરી ત્યાગ
ક્ષમાપના માંગી કરી લઉં વિશુધ્ધ

ના વિસરાય સ્મૃતિપટેથી ઉપકાર
વિસ્મૃત થતા રહે સદા અપકાર

પચાવી જાણું માન-અપમાન
મુજ હ્રદયે વશે એ ભાવ હંમેશ

સદા વહેતો રહે મુજ નેત્રોથી પ્રેમ
પ્રાર્થુ વિભુ શક્તિ એવી તું આપ

www.indushah.wordpress.com
Dr Indu Shah

About SARYU PARIKH

INVOLVED IN SOCIAL VOLUNTEER WORK. HAPPILY MARRIED. DEEPLY INTERESTED IN LITERATURE, ADHYATMIK ABHYAS,MUSIC AND FAMILY. EDUCATION IN SCIENCE AT BHAVNAGAR AND BARODA.

5 thoughts on “મિત્રો સાથે વાતો. વિશિષ્ટ પૂર્તિ. ચિત્રકાર…ગીતા આચાર્ય. કાવ્યો..શૈલા મુન્શા અને ઈંદુ શાહ

 1. સુ શ્રી ગીતા આચાર્યના stairwell and Be well ના સુંદર ચિત્રો સાંપ્રત સમયે કોરોના કાળમા
  પ્રેરણાદાયી
  મિત્રોની પરિભાષા કદી બદલાતી નથી,
  યાદ એ બચપણની કદી જાતી નથી!
  વાહ
  ” ક્ષમાપના”
  નૉર્મન કઝિન્સે પણ કહ્યું છે કે કોઈને માફ કરવા માટે ભારે બહાદુરીની જરૂર પડે છે. અમેરિકામાં રેડિકલ ફરગિવનેસ’નાં સેંકડો ક્લિનિક શરૂ થયાં છે. ભૂતકાળના તમામ બોજાઓમાંથી મુક્ત થઈને વર્તમાનમાં જીવતાં શીખવે છે. રેડિકલ ફરગિવનેસની થિયરી જેમણે ડેવલપ કરી છે એ કૉલિન ટિપ્પિંગ કહે છે કે તમારી સામે અપરાધ કરનારને ક્ષમા ન કરીને કે તેને માફ નહીં કરીને તમે તમારા જ ભુતકાળના કેદી બની જાઓ છો. જેને લીધે મનમાં જે હકારાત્મકતા વધારવાની છે, જે શક્તિ પૉઝિટિવ છે અને જેને મનમાં સંઘરવાની છે . તમારો અપરાધ કરનાર વ્યક્તિ ક્ષમા માગે કે ન માગે, તેને ક્ષમા આપી દેવાથી તમે એ પીડાદાયક ભૂતકાળમાંથી કાયમ માટે મુક્ત થઈ જશો.

  Liked by 1 person

 2. “જેને લીધે મનમાં જે હકારાત્મકતા વધારવાની છે.” પ્રજ્ઞાબેનની વાત… હકારાત્મક શક્તિ મનુષ્યની જિંદગીને સફળ, જીવંત અને શુખથી ભરી ભરી રાખે છે. ચિત્રો અને કાવ્યો એ સુંદર સંદેશ આપે છે. સૌનો આનંદ સાથ આભાર. સરયૂ

  Like

 3. ડો ગીતા આચાર્યના સુંદર ચિત્રો આ કોરોના કાળમાં સુંદર સંદેશ આપે છે સુ શ્રી પ્રજ્ઞાબેનની વાત સરસ છે
  પ્રજ્ઞાબેન जैन् शास्त्रमां વાંચવામાં આવેલ ક્ષમા આપવાથી વિરત્વ પ્રાપ્ત થાય છે.
  સંસ્કૃત સુભાષિત
  क्षमा विरस्य भुषणम्।

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s