થોડી ખાટી, થોડી મીઠી – (૯) – દિપલ પટેલ


થોડી ખાટી, થોડી મીઠી – (૯) – દિપલ પટેલ

આ વાત છે હું જયારે 8 કે 9માં ધોરણમાં ભણતી હતી ત્યારની. મારાં પપ્પાને પગમાં સેન્ડલ પહેરવાનો ખુબ શોખ. અમે બંને બહેનોને પણ નાનપણથી સરસ સેન્ડલ પહેરાવડાવે. પપ્પાને એટલો શોખ કે છાપામાં કોઈક ફોટામાં કોઈકના સેન્ડલ ગમે તો એ કાપીને પછી અમદાવાદ બાટા કે રેડ ચીફના શોરૂમમાં જઈને અસ્સલ એવા લઇ આવે! બસ, આવા જ નવા નક્કોર સેન્ડલ થોડા દિવસ પહેલા જ અમારા ઘરમાં આવ્યા હતા. સ્વાભાવિક છે કે થોડા મોંઘા પણ હતાં જ, હજુ પપ્પાએ પહેર્યાં ન હતા અને કબાટમાં સૌથી ઉપર પડ્યા હતા. એક દિવસ, બપોરે હું સ્કૂલેથી આવીને લેસન કરતી હતી, મમ્મી બપોરે આરામ કરતી હતી, ખુબ તાપ હતો અને પપ્પા કોલેજ ગયા હતા. ત્યાં ઘરનો બેલ સંભળાયો અને ગેસની બોટલની ડિલિવરી કરવા ભાઈ આવ્યા હતા. એ ભાઈ અમારા વિસ્તારમાં લગભગ બધાનાં ઘરે લારી ખેંચીને ગેસની બોટલ ડિલીવર કરવા આવે. એમણે બોટલ ઘરમાં મૂકી, મેં એમને ઠંડુ પાણી અને બોટલના પૈસા આપ્યા, અને પછી એ ભાઈ નીકળતા હતા ત્યારે મારી નજર એમના પગ ઉપર પડી. મેં એમને પૂછ્યું કે, “તમે ચપ્પલ કેમ નથી પહેર્યાં? “(પગ એ કાળઝાળ ગરમીથી તપેલા ડામરના રોડ ઉપર ચાલીને ફાટી ગયા હતા એ હું જોઈ શકતી હતી).

એ ભાઈ થોડી ક્ષણો કશું બોલ્યા નહિ, પછી મને કહ્યું કે બહેન તૂટી ગયા હમણાં અને હવે લાવવાના પૈસા નથી.
હું એક ક્ષણ માટે શ્વાસ ચૂકી ગઈ! કે આટલી ગરમીમાં ડામરના રોડ ઉપર આ માણસ ગાડું કેમનું ખેંચતો હશે? મારા મગજમાં એ વખતે કંઈ જ ના સુઝ્યું. મેં કબાટનો દરવાજો ખોલ્યો અને સામે જ પપ્પાના નવા નક્કોર સેન્ડલ પડ્યા હતાં. મેં એમને કાઢીને આપી દીધાં. એ ભાઈના ચહેરા પરનો એ ભાવ હું વર્ણવી નહિ શકું. એમની ભીની આખો બધું જ કહી આપતી હતી. એ ભાઈ તરત જ સેન્ડલ પહેરીને નીકળી ગયા.
એ ભાઈ ગયા પછી મને ફાળ પડી, ભાન આવ્યું અને સમજાયું કે પપ્પાનાં રેડચીફના એ સેન્ડલ મેં આપી દીધા જેના માટે પપ્પા સ્પેશિયલ અમદાવાદ ગયા હતા! અને એ પણ ઘણા મોંઘા હતા. હું ખૂબ ગભરાઈ ગઈ. મમ્મીને ઊઠાડી અને રડતાં રડતાં બધી વાત કરી.
મારી મમ્મી… (જેને અમે અમારાં પરિવારનો દાનવીર કર્ણ કહીએ છીએ), એ હસી અને મને રડતી ચૂપ કરાવતાં કહ્યું કે: “બેટા તેં બહુ જ  સારું કામ કર્યું છે, મને આનંદ થયો કે તું એ ભાઈની તકલીફ સમજી શકી, તું સહેજ પણ ચિંતા નહિ કર, પપ્પા કંઈ જ નહિ બોલે”.
મને ખબર હતી કે મમ્મી મને કંઈ નહિ બોલે કારણ કે મેં એને નાનપણથી અમારા ઘરે કામ કરતા બહેન હોય કે સફાઈ કર્મચારી હોય કે કોલેજના પટાવાળા કે શાકવાળા ભાઈ, એને હંમેશા બધાની મદદ કરતાં જોઈ છે અમે. સાંજે 5 વાગ્યા, પપ્પા ઘરે આવ્યા અને હું રસોડામાં સંતાઈ ગઈ. મમ્મીને ઈશારો કરું કે તું વાત કર. મારાં પપ્પા સ્વભાવે ગરમ એટલે મને કહેતા બીક લાગતી હતી. મમ્મી એ બધી વાત કરી અને પછી પપ્પાએ મને બોલાવી અને કંઈ જ ના બોલ્યા. ઉપરથી મમ્મીની જેમ જ ખુશ થયા અને કીધું કે તે બહુ સારું કામ કર્યું દીકરા. એ સેન્ડલની જરૂર એ માણસને વધારે હતી. તે કંઈ જ ખોટું નથી કર્યું.
કદાચ ગાંધીજીને એમનાં પિતાએ અહિંસાનો પાઠ ભણાવ્યો હતો એમ મારાં પપ્પાએ એ દિવસે મને દયાભાવ શીખવ્યો હતો અજાણતા જ. અને આવું હું કરી શકી એમાં પણ મમ્મી- પપ્પાનો જ હાથ છે જેમણે અમારાં ઉછેરમાં અમને શબ્દોથી નહિ પણ કરીને બતાવ્યું છે. પપ્પા ઘણાં ગરીબ વિદ્યાર્થીઓના ફીના પૈસા આપે, પ્યુનને મદદ કરે, અમારાં ફ્લેટના સફાઈ કર્મચારીના છોકરાંને સ્કૂલમાં એડમિશન કરાવે, મારી મમ્મી કામવાળા બહેનને બેન્કિંગ શીખવાડે, ઘડિયાળ જોતા શીખવાડે, અને કામવાળા બહેનનું ગમતું ખાવાનું એમના માટે સ્પેશિયલ બનાવે અને ખવડાવે.
કદાચ બાળકો એમનાં માં-બાપના વ્યવહારથી ઘણું શીખતાં હોય છે. અને એવું જ અમારાં કિસ્સામાં થયું એ અમારું સદભાગ્ય.

 

 

 

ReplyForward

3 thoughts on “થોડી ખાટી, થોડી મીઠી – (૯) – દિપલ પટેલ

  1. થોડી ખાટી, થોડી મીઠી મા દિપલ પટેલની ‘મેં કબાટનો દરવાજો ખોલ્યો અને સામે જ પપ્પાના નવા નક્કોર સેન્ડલ પડ્યા હતાં. મેં એમને કાઢીને આપી દીધાં’આ વાત ગમી.યાદ આવે ૭૦ વર્ષ પહેલા થોડો
    સમય અમારા પૂ રવિશંકર મહારાજ જેમ ઉઘાડા પગે ચાલવાનો પ્રયત્ન કર્યો હતો આવી વેદના અનુભવી હતી

    Liked by 2 people

  2. સૌ મૂળ રીતે એક છીએ. હું તું, તું હું. તે તે હું, હું તે તે. આવરણો વધું પડતા હાવી થઈ જાય છે એટલે એ એક તત્વ દબાઈ જાય છે એટલું જ. હા, ખરી કટોકટીમાં ને તીવ્ર સંવેદનાની ક્ષણે એ તત્વ સપાટીએ આવી જ જાય છે. એને ત્યારે પણ ન સાંભળીએ તો કુંઠિત થઈ જવાય. એ ક્ષણે જાણે તારા પગ દાઝે છે એવું જ થયું હશે. હમણાં રાજકોટમાં એક નર્સે સવારે ચાલવા નીકળેલા ને બેભાન થયેલા બહેનને કોરોનાની અવગણના કરી મો વડે શ્વાસ આપેલો. આવા ઘણા પ્રસંગો જોઈએ છીએ.

    સુંદર લખાણ.

    Liked by 3 people

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s