લાળ  –  એક લઘુકથા  – રશ્મિ જાગીરદાર


લાળ  –  એક લઘુકથા  – રશ્મિ જાગીરદાર
“સવલી, તુ બાજુવારા કાકી હાથે જા. પશાકાકાના પંપેથી થોડું પાણી ભરતી આવ. આજે મારે કામ છે.”
“થોડું રમવા દે ને મા!”
“પછી આવીને રમજે, જા બઉ ડાઈ મારી પોરી.”
“માડી કાલે બી મને મોકલેલી રોજ રોજ મારે..ને મોટો ઘડો થોડો ઉંચકાય મારાથી?”
“ની ની મોટો ઘડો થોડો? લે આ એલુમીનનું ઘડુલું તારાથી ઉચકાય તેવું.”
માએ આપેલું એલ્યુમીનીયમનું  ઘડુલું, વગર ઈઢોણીએ માથે મુકીને ઉભેલી સવલીને એક મિનીટ માટે તેની મા નીરખી રહી. ઘડે બાંધેલી દોરી આગળથી એક હાથે ઘડો પકડીને એ, મીઠું હસીને જાણે માને કહી રહી હતી, “જાઉં મા?” એ લટકતી દોરી જેવા જ ગંદા, રુક્ષ વાળ ઉડીને તેના ચહેરાને બંને બાજુથી ઢાંકતા હતા. મેલાં કપડાં અને મેલા શરીર છતાં, હાથમાંની બંગડી અને ગાળામાં પહેરેલા દાગીનામાં  સવલી  કેટલી રૂપાળી લાગતી હતી! એ વાત સાચી હતી કે પછી માનો જીવ એટલે? પણ ના ના, ગામ આખાને લાગતું કે, ઉડતાં ઝટિયા જેવા વાળ વચ્ચેથી વેરાતું સવલીનું રૂપ, અડધી રાત્રીનાં અડધા ચંદ્રમાં જેવું અનુપમ હતું.
સવલી બાજુવાળા કાકી સાથે પશાકાકાનાં પંપે પાણી ભરવા નીકળી. ઉતાવળે ચાલ્યા તોય પહોંચ્યા ત્યારે ખાસી લાઈન થઈ ગયેલી. પોતાના નંબર પર ઘડો મુકીને સવલી તો એના જેવડી ત્રણ ચાર છોકરીઓ સાથે રમવામાં પડી. કાકી  ભારે શરીરને  લઈને થાકેલાં એટલે બેયના ઘડા પાસે બેસી જ ગયાં. થોડીવાર પછી પશાકાકાનો નોકર બહાર આવ્યો.
“એય છોકરીઓ જાવ પશાકાકા અંદરની રૂમમાં બોલાવે. તમને ચોકલેટ આપે જાવ.”
ચોકલેટનું નામ સાંભળીને છોકરીઓએ રમવાનું પડતું મુક્યું  અને દોડી. છોકરીઓ અંદર ગઈ તો, પશાકાકા ચોકલેટનો ખૂલ્લો  ડબ્બો ટેબલ પર રાખીને બેઠા હતા. છોકરીઓ ચોકલેટ  આપવાની રાહ જોતી ઉભી રહી.  બધી છોકરીઓ અને સવલી લાલચથી ચોકલેટ સામે તાકી રહી. ખાસ કરીને ખુબ ગમી જાય તેવી સવલીને!  ચોકલેટ જોઈને  છોકરીઓનાં મોંમાંથી લાળ ટપકવા લાગી.  આ બાજુ,  ડાબા પગનો ધોતિયાનો છેડો ઠેઠ મોઢા સુધી લઈ જઈને, પોતાના હોઠ અને દાઢી લૂછતાં લૂછતાં, પશાકાકા પણ છોકરીઓને, ખાસ કરીને સવલીને, આંખનું  મટકુંયે માર્યા વિના, તાકી તાકીને જોઈ રહ્યા હતા.
અસ્તુ

2 thoughts on “લાળ  –  એક લઘુકથા  – રશ્મિ જાગીરદાર

  1. ચોકલેટની લાલચ આપી છોકરીઓ પર બળાત્કાર જેવી સંવેદનશીલ વાતો છાશવારે સમાચારમા આવે છે તે વાતની ‘લાળ’ વાર્તામા સટિક રજુઆત.સામાજીક કાર્યકરો આવા પ્રસંગોનો સામનો કેવી રીતે કરવો તે સમજાવે છે પણ હજુ વધુ આવા કાર્યક્રમની જરુર છે.સાંપ્રત સમયે પણ એક છોકરી પર બલાત્કાર થાય તો પેલો હરામી તો છૂટી જાય છે પણ પેલી છોકરીને પથ્થર મારી મારીને મારી નાખવામાં આવે છે વિશ્વમાં આજસુધીમાં લાખો સ્ત્રીઓને આગમાં જીવતી હોમી દીધી હશે. ખુદ સ્ત્રીઓના બ્રેનમાં ચારિત્રહીન, વ્યભિચાર, બેવફાઈ, પતિપરમેશ્વર જેવા અનેક શબ્દોનું અર્થઘટન નાનપણથી હાર્ડ વાયરિંગ કરી ભરી દેવાનું જેથી સ્ત્રી પોતેજ એની કાળજી લે.

    Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s