લલિતકળાઃ મ્યુઝિયમ્સ – (૫) – જયા મહેતા – સંપાદનઃ સુરેશ દલાલ


લલિતકળાઃ મ્યુઝિયમ્સ – (૫) – જયા મહેતા – સંપાદનઃ સુરેશ દલાલ

શિક્ષણક્ષેત્રે મ્યુઝિયમની વિવિધ પ્રવૃત્તિઓઃ

એક નક્કરપણે સક્રિય સંસ્થા લેખે મ્યુઝિયમના મહત્વનો આધાર તે ક્યા કાર્યો કરે છે – કરી શકે છે એના પર રહેલો છે. ધ્યેય નિશ્વિત ન હોય તો કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા ચોક્કસપણે કોઈ મહત્વનું કાર્ય કરી શકે નહીં. મ્યુઝિયમનું ધ્યય આનંદ આપવાનું તેમ જ આનંદરસિત શિક્ષણ આપવાનું છે.

ઉક્ત ધ્યેય પાર પાડવા માટે મ્યુઝિયમ કાયમી પ્રદર્શન ઉપરાંત જુદીજુદી પ્રવૃત્તિઓ કરી શકે. કેટલીક પ્રવૃત્તિઓ કરી શકે. કેટલીક એક્ટીવીટીસ મ્યુઝિયમમાં જ, તો કેટલીક મ્યુઝિયમની દીવાલોની બહાર કરી શકાય.

ઉદાહરાણાર્થઃ

(૧) મ્યુઝિયમના માર્ગદર્શન નીચે નિસર્ગદર્શન-પર્યટન
(૨) રેડિયો-વાર્તાલાપ
(૩) દૂરદર્શન પર કાર્યક્રમો
(૪) સામયિકોમાં નિયમિત અંતરે લેખ
(૫) મ્યુઝિયમને લગતાં કાર્ડસ, સામયિકો, પુસ્તકોનું પ્રકાશન
(૬) ઓડિયો-વીઝ્યુઅલ પ્રેઝન્ટેશન્સ

આ બધી એક્ટીવીટીસથી લોકસંપર્ક પણ વધે છે અને લોકોમાં મ્યુઝિયમ અને ઈતિહાસ વિષે જાગરૂકતા ફેલાય છે. લોકોમાં પુરાતત્વવાદના શાસ્ત્રોમાં રુચી જાગે છે.

મ્યુઝિયમની અંદર ઘણી શૈક્ષણિક અને આનંદદાયક પ્રવૃત્તિઓ કરી શકાય. તેના મુખ્ય પાંચ વિભાગ પડે છેઃ

(૧) બાળકો માટેની એક્ટીવીટીસ
(૨) વિદ્યાર્થીઓ અને અભ્યાસુઓ માટેની પ્રવૃત્તિઓ
(૩) વિદ્વાનો અને સંશોધકો માટેની પ્રવૃત્તિઓ
(૪) સામાન્ય જનતા માટેના કાર્યક્રમો
(૫) અપંગ બાળકો અને લોકો માટેના પ્રોગ્રામો

આ પાંચ વિભાગોમાં અસંખ્ય પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. મ્યુઝિયમ એટલે કાયમી પ્રદર્શન તો છે જ. ઉપરાંત ટૂંકા ગાળાનાં ખાસ પ્રદર્શનો, પ્રવચનો, પ્રવચનો-ચર્ચાસત્રો (ઓડિયો-વીઝ્યુઅલની મદદ લઈ શકાય), હસ્તકલા, ચિત્રકલા વગેરેના કાર્ય શિબિરો, માર્ગદર્શક સહિતનો મ્યુઝિયમનો પ્રવાસ, મ્યુઝિયમમાં જ પ્રયોગશાળા, પુસ્તકાલય, શાળા-કોલેજોમાં પ્રદર્શનો ગોઠવવા માટે કેટલીક વસ્તુઓ તેમ જ ફિલ્મ, ફોટોગ્રાફ્સ વગેરે ઉછીનાં (Loan પર) આપવાં, અન્ય મ્યુઝિયમો સાથે પણ આ રીતે આપ-લે કરવી, સંગીત-નૃત્યાદિના કાર્યક્રમો યોજવા, એ કલાઓને લગતી સાધન-સામગ્રીનાં પ્રદર્શનો યોજવાં, તે સાથે જ એ અંગેનાં પ્રવચનો-ચર્ચાસભાઓ યોજવી, એ માટેનાં તાલીમવર્ગો ચલાવવા, મૂક-બધિર-અંધજનો માટે મ્યુઝિયમની મુલાકાતની ખાસ વ્યવસ્થા કરવી, આ બધું શિક્ષણક્ષેત્રના પરિસરમાં આવે છે. આજના સમયમાં શ્રાવ્ય અને દ્રાશ્ય માધ્યમ અને સોશ્યલ મિડીયાનો લાભ લેવાથી આ બધી જ પ્રવૃત્તિઓને વેગ મળે છે. આજના સોશ્યલ મિડીયાના સમયમાં આ બધાં જ પ્રોગ્રામો માટેની જાહેરાત કરી શકાય છે, એટલું જ નહીં, પણ વિવિધ ભાષામાં અપાયેલાં પ્રવચનોને તે દેશમાં બોલાતી એટલે કે પ્રાદેશિક ભાષાઓમાં યથોચિત ભાષાંતર કરીને તથા ઓડિયો-વીઝ્યુઅલની મદદ લઈને મોટા પ્રેક્ષકગણ સુધી પહોંચી શકાય છે. લોકોમાં આ રીતે માત્ર જિજ્ઞાસા વૃત્તિ જ નહીં પણ સંશોધનની જિજ્ઞાસા પણ જગાડી શકાય છે. શ્રાવ્ય માધ્યમથી અંધજનો માટે પણ મ્યુઝિયમ પ્રોગ્રામોની અને એને લગતા પ્રવચનો કે ચર્ચાસત્રોની વિગતવાર માહિતી પહોંચાડી શકે છે. કોઈને એવી અનુભૂતિ થાય કે મ્યુઝિયમ તો દ્રાશ્ય માધ્યમ છે તો આંખે દેખતા ન હોય તેઓ માત્ર શ્રાવ્ય માધ્યમથી કઈ રીતે સમસ્ત મ્યુઝિયમના અભિગમ – Concept ને પામી શકે? આપણે ભૂલી જઈએ છીએ કે અંધજનોની સ્પર્શશક્તિ અપાર હોય છે. મ્યુઝિયમ આવશ્યક હોય ત્યાં અને ત્યારે સ્પર્શની ભાષાની તાલિમ પામેલા માર્ગદર્શકની વ્યવસ્થા કરી શકે છે. મૂક અને બધિરજનો જોઈને અને વાંચીને પોતાના જ્ઞાનમાં વૃદ્ધિ કરી શકે છે.

આપણા દેશમાં મ્યુઝિયમના કાર્યક્રમોને તત્કાલીન સામાજિક અને ધાર્મિક પ્રસંગો સાથે સાંકળી લઈને ખાસ બનાવીને ર્જૂ કરી શકાય છે. એ માટે આપણે ત્યાં ન તો પ્રસંગોનો તોટો છે કે ન તો તહેવારોનોઃ જેમ કે, મકરસંક્રાન્તિ, હોળી, ગણેશોત્સવ, નવરાત્રિ, દિવાળી, ઈદ, રમજાન, પારસી નવું વર્ષ, નાતાલ, મહોરમ, ૧૫મી ઓગષ્ટ, ૨૬મી જાન્યુઆરી, શિક્ષકદિન, વિજ્ઞાનદિન, મહાપુરુષોની જન્મજયંતિઓ અને પુણ્યતિથિઓ વગેરે.

આ બધામાં, મ્યુઝિયમની પ્રવૃત્તિઓ કેવળ ઉચ્ચ, શ્રીમંત વર્ગ પૂરતી ન રહે એનો અવશ્ય ખ્યાલ રાખવો જોઈએ. તદુપરાંત ગોઠવાતા પ્રોગ્રામો વયજૂથ પ્રમાણે જનસમાજને ધ્યાનમાં રાખીને ગોઠવવા જોઈએ પણ શૈક્ષણિક સ્તર ઈત્યાદિને લક્ષમાં રાખીને આ કાર્યક્રમો યોજાવાં જરૂરી છે.

(ભારતના અગ્રગણ્ય ઈન્ડસ્ટૃયાલિસ્ટ રતન  ટાટાની મૂર્તિ-શિલ્પ -છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુસંગ્રહાલય  જે પહેલાં પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ હતું.)

(વધુ આવતા બુધવારના અંકે)

(પરિચય ટ્રસ્ટની પરિચય પુસ્તિકા પ્રવૃત્તિની અંતર્ગત પ્રકાશિત, પરિચય પુસ્તિકા ૧૧૨૮, “વિખ્યાત મ્યુઝિયમ્સ” ના સૌજન્યથી, સાભાર –આમાં સંપાદક તરફથી સોશ્યલ મિડીયાનો ઉલ્લેખ કરવાની છૂટ લેવામાં આવી છે જેથી મ્યુઝિયમ માટે લખાયેલા આટલા સુંદર સંશોધન લેખને આજના જમાનાના પરિપેક્ષ્યમાં માણી શકાય એ બદલ લેખકનો આગોતરો આભાર માનું છું)

 

 

 

 

1 thought on “લલિતકળાઃ મ્યુઝિયમ્સ – (૫) – જયા મહેતા – સંપાદનઃ સુરેશ દલાલ

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s