[૧૦૧] પ્રાર્થનાને પત્રો…http://૧૦૧] પ્રાર્થનાને પત્રો…
પ્રિય પ્રાર્થના,
સમયનું લોલક સંભળાય એ રીતે હાલી રહ્યું છે, ટ્વેન્ટી-ટ્વેન્ટીની રમત શરું થવામાં છે. સમયનો આ પગરવ સાંભળવાનો એક આનંદ છે, હવે, 65 પુરા થશે એટલે થોડો અતીતરાગ સંભળાય પણ હું એને સંયમમાં રાખી બને ત્યાં સુધી વર્તમાન અને ભવિષ્યમાં જીવવાનું પસંદ કરું છું.
પણ ઓગણીસ એક સ-રસ વર્ષ રહ્યું. ખુબ પ્રેમ મળ્યો, આપણા મોર્નિંગ વૉકર્સ મિત્રોનું જુથ હવે ફેમિલી બની ગયું છે એના લીધે તાજેતરમાં આશિષભાઈના પુત્ર અધીશનું લગ્ન બધાનો પ્રસંગ બની ગયો. મઝા આવી, નાચવાની, જમવાની અને બધા કરતાં સાથે બેસીને હસવાની, [જીવનને હસી નાંખવાની]. જીવનની બારાખડી અલગ રીતે મરોડ પામી રહી છે, સ્નેહ અને સન્માનનું નવું વ્યાકરણ લખાઈ રહ્યું છે. તો પેલી તરફ બાલાસિનોરના મિત્ર કહીશું કે નાનાભાઈ ડૉ.અમીત અને ડૉ.જાસ્મિન સાથે રહેવા જતા રહીએ છીએ. એક અલગ જ પ્રકારની અંગતતા વિકસી છે, બધા આગલા જનમના સ્મરણદૂતો હોય તેવી રીતે જોડાયા છે.
હમણાં ગાંધીનગરના સમદર્શન આશ્રમમાં ‘ભાગવત કથા’ યોજાયી હતી. વ્યાસપીઠ પર ગુરુમા તરીકે સુખ્યાત થયેલા સ્વામીની સદાનંદાજી સરસ્વતી હતા. આ આપણા પૂ.સ્વામીજી દયાનંદજી સરસ્વતીની આર્ષપરંપરાના સંન્યાસી છે. ખુબ જ સરળ સ્વભાવ એવી જ એમની કથનશૈલી પણ ! હું બેદિવસ જઈ શક્યો હતો. સચિવાલયના અમારા મિત્ર શ્રી કીરીટભાઈ અધ્વર્યુંનું આયોજન હતું. ભાગવત કથાની વિશેષ મઝા શ્રીકૃષ્ણના ચરિત્રવર્ણન અને કથા કહેવાના માહોલ અને લ્હેંકાથી વાતાવરણ બનતું હોય છે. ગાંધીનગરમાં આ પ્રમાણે પંદરસોથી વધું ભાવકો સમદર્શન આશ્રમમાં આવીને બેસે અને આવો ભક્તિનો માહોલ સર્જાય તે પણ એક સાંસ્કૃતિક ઘટના બની રહી.
ગુરુમાએ કથામાં એક શ્લોક ટાંકીને કૃષ્ણની બાળલીલાની વાત કરી. એમને કહ્યું ગોપકન્યાઓ કેવી વિદ્વાન હતી અથવા તો જાણકાર હતી કે તે જે શ્રીકૃષ્ણ સાથે મસ્તી કરી રહી છે તે પરબ્રહ્મ પરમેશ્વર છે, નંદ-આંગણ નાચી ઉઠતા કૃષ્ણ અંગે ગોપીઓ કહે છે, ‘ વેદાન્તસિધ્ધાંતા: નૃત્યન્તિ…’ આ વિધાનમાં અનોખું કાવ્યતત્ત્વ છે. ભાગવતનું આ રસામૃત એ હ્રદયમાંથી વહેતી ભક્તિની પ્રવાહિતા જેવું છે. લીલાઓનું જે વર્ણન બારીકાઈથી કર્યું છે તેમાં ‘વિઝ્યુલાઈઝ્ડ’ કરી શકાય એવાં દ્રશ્યો પાને પાને સંભળાય છે, પણ અગત્યનું છે તે ઈશ્વર તત્ત્વનું આવું માનવી થવું તે છે. કાંકુંવર માખણ ચોરે છે, એને માર પડે છે, એના નામના ઝઘડા થાય છે. આ બધી ક્રિયાઓ ઈશ્વરનું સાધારણીકરણ કરે છે. સ્વયં ભગવાન આપણા જેવા જ છે, ચોરી કરે છ, આનંદ કરે છે… એમ એક મનુષ્ય તરીકે બતાવતાં બતાવતાં ‘એ જે છે, તે તે છે.’ ઈશ્વર અને મનુષ્ય વચ્ચે કશો ફરક નથી. ઈશ્વરના દર્શન કરતાં કરતાં એક દિવસ સામાન્ય માણસ પણ પોતાની તીવ્ર જાગૃતિને કારણે ‘ઈશ્વરત્વ’નો અનુભવ કરી શકે.
નવા વર્ષને કેવી રીતે જોઈશું? કેવી રીતે સ્વાગતીશું સમયની આ નવી શોભાયાત્રાને! આ તો ટ્વેન્ટી-ટ્વેન્ટીની મેચ જેવું વર્ષ થવાનું છે, મઝા આવશે. જેમ વ્યક્તિગત જીવનમાં તેમ વૈશ્વિક જીવનમાં ફેરફારો દેખાઈ રહ્યા છે તે અંગે થોડી ઉત્સુકતા છે, થોડી ઉત્તેજના પણ છે. પે’લી મારી વાર્તા પ્રસિધ્ધ થઈ ત્યારબાદ હવે વાર્તા લખવાની ઇચ્છા થઈ આવે છે એના બે કારણો છે. એક, હરારીની પેલી જગઘોષણા મને અંદરથી બહુ સ્પર્શી ગઈ છે. એણે કહ્યું, ધીસ વર્લ્ડ ઇઝ ફુલ ઑફ સ્ટોરીઝ. રીલિજીયન ઈઝ અ સ્ટોરી, પોલિટીક્સ ઈઝ અ સ્ટોરી… ‘ બીજી તરફ જગતના વિખ્યાત સર્જકોને વાંચી રહ્યો છું, સલમાન રશ્દી અને ઓલ્ગા તોગારતુક. બન્નેનું ઓગણીસમાં ભારે સન્માન થયું. રશ્દીને બુકર પ્રાઈઝ મળ્યું તો ઓલ્ગાને નોબેલ. બન્ને ફિક્શનમાં કામ કરે છે. બન્નેની પ્રખ્યાત કૃતિઓ વાંચી રહ્યો છું. લાગે છે આપણા યુગનું તત્ત્વજ્ઞાન વણી રહ્યા છે આ સર્જકો. તો હું પણ આ આધુનિક વિશ્વના નાગરિક હોવાને નાતે કેવી રીતે અળગો રહી શકું! મને ખબર નથી પણ મને વીસવીસની જે ભણક સંભળાય છે એમાં વાર્તા લખવાનું દેખાઈ રહ્યું છે. સ્વરુપ તો કથ્યના પહેરણ જેવું છે. જ્યારે કથ્યની સામગ્રી મનમાં ઉપસે ત્યારે સર્જકે સ્વરુપ અંગે નિર્ણય લેવો જોઇએ. એક તીવ્ર સુવાસ અંદરથી ઉઠે ત્યારે સર્જકે મા સરસ્વતી-એટલે કે અંતરના અંદરના ઓરડેથી- જે સુચવાય, સંદેશાય એ સ્વરુપમાં લખવું. જો કે આને કોઈ ચમત્કાર જેવું નહીં પણ અનુકુળતા અને સર્જક ઉર્જાના ઉન્મેષને સાંભળી, સંભાળી લખવું જોઇએ.
આમ એક નવા વર્ષના આગમનની ઘુઘરીઓ સંભળાઇ રહી છે. સૌને નૂતન વર્ષના અભિનંદન… હેપ્પી ટ્વેન્ટી ટ્વેન્ટી…
શુભાશિષ,
ભાગ્યેશ.
જય જય ગરવી ગુજરાત.
૧. કનૈયાની લીલા ( નૃત્યન્તિ અદ્વૈતસિધ્ધાંતા : )…
૨. માખણની ચોરી… ભગવાનનું સાધારણીકરણ…
૩. વ્રજમાં ૧૧ વર્ષ અને ૫૬ દિવસ રહ્યા…
કનૈયાની લીલા ( નૃત્યન્તિ અદ્વૈતસિધ્ધાંતા : )… માખણની ચોરી… ભગવાનનું સાધારણીકરણ…
વ્રજમાં ૧૧ વર્ષ અને ૫૬ દિવસ રહ્યા…ગુરુમાની કથાનો ચિંતન મનન કરવા જેવો સાર
સલમાન રશ્દી અને ઓલ્ગા તોગારતુકની કૃતિઓના રસદર્શનની રાહ
LikeLike
janmasti ujvo ke 2020 but krashna ane gopi o na dace ma j anand rahel che.koi jagyae vachu che maro kanyo lave roj anand gopi o ne nachve sathe bansri vagdi te pan nchva made shor bhayo gher bahyo jai kaya lalji hathi ghoda palkhi jai krashna shranm mam
LikeLike